Last Update : 26-April-2012, Thursday

 

રાજકોટ:સિંગતેલ ડબ્બાના ઓલ ટાઇમ હાઇ ભાવ

- સ્ટોક નિયંત્રણનું શસ્ત્ર બોદુ પુરવાર

 

- સિંગતેલમાં બે દિ'માં ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો

મેના પ્રથમ સપ્તાહમાં ઉનાળુ મગફળી બજારમાં આવી જશે
રાજકોટ, બુધવાર
સિંગતેલના ભાવ વધારાને કાબુમાં લેવા તેલ-તેલિબિયાં પર સરકારે સ્ટોક નિયંત્રણ લાદયુ છે છતાં આ શસ્ત્ર નાકામિયાબ નીવડયું હોય તેમ ખાદ્યતેલોમાં ફરી તેજી ફુંકાઇ છે. આજે રાજકોટ સિંગતેલમાં ડબ્બે રૃા. ૧૦ વધી બે દિવસમાં રૃા. ૨૦ના ઉછાળા સાથે નવા ડબ્બાના ભાવ રૃા. ૨૦૯૦ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયા છે.
સિંગતેલમાં એકધારી તેજી ફુંકાતા ભાવને અંકુશમાં લેવા સરકારે સ્ટોક નિયંત્રણ નાખી વ્યાપક દરોડા પાડયા હતાં. આ દરોડામાં પુરવઠા તંત્રે કંઇ ઉકાળ્યુ નહીં. જો કે દરોડા પડયા ત્યાં સુધી સિંગતેલ- સિંગદાણામાં વેપારીઓએ કામકાજ બંધ રાખી ડાહ્યા-ડમરા થઇ જતાં ભાવ વધતાં અટકી સ્થિર થઇ ગયા હતાં પરંતુ છેલ્લા બે દિવસથી તેલમિલરો ફરી મેદાનમાં આવ્યા હોય તેમ સિંગતેલ લુઝમાં ઉંચા ભાવે ખરીદી કરી ભાવને ભડકાવવા ફરી પ્રયાસો શરૃ થયા છે. અગાઉ સીંગદાણાની ધુમ નિકાસ થતી હોવાનું કારણ આગળ ધરી પીલાણ માટે મગફળી મળતી ન હોવાનું તેલમિલરો ગાણું ગાતા હતાં. હવે નવેસરથી તેજી કરવા સીંગદાણામાં બિયારણની માંગ નીકળી હોવાનું કારણ આગળ ધરી રહ્યા છે. ઉનાળુ મગફળીનો પાક માથે ગાજી રહ્યો છે છતાં તેલના ભાવ ઘટવાના બદલે આશ્ચર્યજનક રીતે ઉંચકાઇ રહ્યા છે.
ચાલુ વરસે સિંચાઇની સગવડના કારણે સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીનું મોટાપાયે વાવેતર થયું છે અને સાનુકુળ વાતાવરણ રહેતાં ઉનાળુ મગફળીનો પાક ૩થી ૩.૫ લાખ ટન થવાનો અંદાજ મુકાઇ રહ્યો છે. ભાવનગર અને વ્યારા બાજુ નવી મગફળીની ધીમી ગતિએ આવકો પણ થવા લાગી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, કોડીનાર, ઉના, રાજુલા સહિતના સેન્ટરોમાં મે મહિનાના પ્રથમ સપ્તાહથી આવકો શરૃ થવાની ધારણા રહી છે.
સિંગતેલના ભાવ આસમાને પહોંચતા અન્ય સસ્તા ખાદ્યતેલોની મોટાપાયે મિલાવટ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. પુરવઠા તંત્રે સ્ટોક વેરિફીકેશન કરી સંતોષ માની લીધો છે પરંતુ ફુડ એન્ડ ડ્રગ ખાતાએ ખાદ્ય તેલોમાં થતી મિલાવટ અને નફાખોરીને કાબુમાં લેવા નિષ્ઠાપૂર્વક તેલના સેમ્પલ લઇ ભેળસેળની પ્રવૃત્તિ સામે કડક હાથે કામ લેવા તીવ્ર માંગ કરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved