Last Update : 26-April-2012, Thursday

 

વેશપલટો કરી બે વિદ્યાર્થિનીને છેતર્યાની વાતે સત્તાધીશોનો નિર્ણય
'સુજલ સિંઘાનિયાથી ચેતો'- યુનિ. અને ભવનોમાં પોસ્ટર્સ લગાવાશે

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર સુજલનો ફોટો મૂકાશે ભવનોના વડાને પત્ર લખી સ્ટુડન્ટસને સતર્ક રાખવા કહેવાશે

અમદાવાદ, બુધવાર
યુનિવર્સિટી કેમ્પસ અને એસ.જી. હાઈવે ઉપર કોલેજ સ્ટુડન્ટસ અને યંગસ્ટર્સને મિત્ર બનાવી છેતરપિંડી કરી પલાયન થયેલા સુજલ સિંઘાનિયાનો પતો નથી. પોતાની ખરી ઓળખ છૂપાવી સુજલે બે વિદ્યાર્થિનીને છેતર્યાની વાત જાણવા મળતાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોએ 'સુજલ સિંઘાનિયાથી ચેતો' તેવા પોસ્ટર્સ યુનિવર્સિટી અને ભવનોમાં લગાવવા નિર્ણય કર્યો છે. સુજલ સિંઘાનિયાનો ફોટોગ્રાફ અને પ્રવૃત્તિની વિગતો યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકાશે. આ ઉપરાંત, વેશપલ્ટો કરી છેતરી જતાં શખ્સો સામે સ્ટુડન્ટસમાં સતર્કતા કેળવવા ભવનો અને કોલેજોને પત્ર અને એસ.એમ.એસ.થી જાણ કરાશે.
અમદાવાદમાં છેતરપિંડી, ઠગાઈ અને વિશ્વાસઘાતના અનેક કિસ્સા બને છે. પરંતુ, પહેલી જ વખત કોલેજીયન બોયઝ અને ગર્લ્સને ટાર્ગેટ કરી છેતરપિંડી કરાયાની ઘટના બની છે. માલેતુજાર યુવતીઓ અને યુવકોને મિત્ર બનાવી સુજલ સિંઘાનિયાએ છેતરપિંડી કર્યાની વિગતો યુનિવર્સિટી સત્તાધિશો સુધી પહોંચી છે. એક યુવતીને લગ્નની લાલચ આપી ૩૫ લાખ લઈ ગયાની અને બીજી યુવતી પાસે લગ્નની લાલચ આપ્યા બાદ પાંચ લાખ માગ્યાની વિગતો મળતાં યુનિવર્સિટી સત્તાધિશો ચોંકી ઉઠયા છે. બીજી તરફ, સુજલ સિંઘાનિયાને શોધી રહેલી વસ્ત્રાપુર પોલીસે પણ યુનિવર્સિટી સત્તાધિશો પાસે મદદ માગી છે.
ગુજરાત યુનિવર્સિટીના વી.સી. પરિમલ ત્રિવેદીએ કહ્યું કે- સુજલ સિંઘાનિયાના ફોટોગ્રાફ સાથે 'સુજલ સિંઘાનિયાથી ચેતો' તેવી જાણકારી આપતા પોસ્ટર્સ યુનિવર્સિટી અને ભવનોમાં લગાવવામાં આવશે. આ ઉપરાંત, ભવનોના વડાઓને પરિપત્ર પાઠવીને કોલેજીયન યુવક-યુવતીઓને આવા ઠગથી સતર્ક રહેવાની જાણકારી આપવાની કાર્યવાહી કરવાની સૂચના અપાશે. વેશપલ્ટો કરીને આ પ્રકારના કોઈ ઠગ ફરતા દેખાય તો વિદ્યાર્થિનીઓ કે વિદ્યાર્થીઓ તેમની વાતમાં ન ફસાય અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તૂરત યુનિવર્સિટી સત્તાધિશો કે પોલીસને જાણ કરવાની સતર્કતા રાખવા ભવનોને જાણકારી અપાશે. સુજલ સિંઘાનિયાની છેતરપિંડીની પ્રવૃત્તિ સામે સ્ટુડન્ટસમાં જાગૃતતા આવે તે માટે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર સુજલનો ફોટો અને તેની ઠગાઈની પ્રવૃત્તિ, પધ્ધતિની વિગતો મુકવામાં આવશે.
આ ઉપરાંત, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોને એસ.એમ.એસ. કરવામાં આવશે. યુનિવર્સિટીનું કામ સરળતાથી કરી આપવાનો દાવો કરનારાં ઠગ, વેશપલ્ટો કરી સ્ટુડન્ટસ સાથે છેતરપિંડીનો પ્રયાસ કરતા શખ્સોની પ્રવૃત્તિ સામે સતર્કતા રાખવા એસ.એમ.એસ.થી કોલેજોને જાણકારી અપાશે.
સુજલ સિંઘાનિયાની ખરી ઓળખ મળતી નથી

સુજલની જાણકારી મેળવવા બે બાઈકના આધારે તપાસ

સિંગાપોરથી આવેલી ૩૦૦ પૈકીની એક બાઈક સુજલ પાસે કઈ રીતે આવી તેની તપાસ કરાશે
અમદાવાદ, બુધવાર
કોલેજીયનોને છેતરી ગયેલા સુજલ સિંઘાનિયા ખરેખર કોણ હતો? તેની જાણકારી મેળવવાની દિશા પોલીસને હજુ સુધી મળતી નથી. અંતિમ રસ્તારૃપે પોલીસ અમદાવાદમાં કબજે કરાયેલી સિંગાપુર મેઈડ બાઈક અને વડોદરાથી મળેલી યામાહા બાઈકના આધારે તપાસ આગળ ધપાવાશે.
યુનિવર્સિટી કેમ્પસમાં મુક્ત રીતે કોલેજલાઈફ જીવતા સ્ટુડન્ટસને ભોળવીને છેતરપિંડી કરી ગયેલા સુજલ સિંઘાનિયા અંગે અર્ધો ડઝનથી વધુ યુવક-યુવતીઓ પોલીસને રજૂઆત કરી ચૂક્યા છે. એક સમયે સુજલના નજીકના મિત્રો ગણાતાં યુવક-યુવતીની વાતચિત દરમ્યાન પોલીસને એવી કોઈ નક્કર કડી મળી નથી કે જે સુજલની વાસ્તવિક છબી ઉપસાવી શકે. આથી, પોલીસ માને છે કે- સુજલ સિંઘાનિયાએ આયોજનપૂર્વક ઠગાઈની માયાજાળ રચી હોવી જોઈએ.
સુજલ સિંઘાનિયા વડોદરાથી યામાહા બાઈક છોડીને આવ્યો હતો. આ બાઈકના એન્જીન અને ચેસીસ નંબરના આધારે ખરા ખરીદદારની વિગતો જાણવા પોલીસે પ્રયાસો શરૃ કર્યાં છે. તો, સુજલ 'સિંગાપોર મેઈડ' બાઈક અમદાવાદમાં છોડી ગયો છે. હાર્લી ડેવિડસનની ડુપ્લીકેટ આવૃત્તિસમાન એક બાઈકના ૪ લાખ, એવી ૩૦૦ બાઈક જે-તે સમયે ભારતમાં લાવવામાં આવી હતી. આ પછી આ કંપની બંધ થઈ છે અને વધુ બાઈક ભારતમાં આવી નથી.
આથી, સુજલ મુકી ગયો છે તે બાઈકના એન્જીન-ચેસીસ નંબરના પૂનાના ડીલર પાસેથી વિગતો જાણવા પ્રયાસ કરાશે. પોલીસને આશા છે કે, ભારતમાં લવાયેલી ૩૦૦ પૈકીની એક બાઈક સુજલ પાસે કઈ રીતે આવી? તેની જાણકારી મળશે તો કંઈક ફળદાયી કડી મળી શકે છે.
પોલીસે અપીલ કરી છે કે, સુજલ સિંઘાનિયા અંગે કોઈપણ વિગત હોય તો સ્ટુડન્ટસ અને તેના માતા-પિતા પોલીસને જાણકારી આપી શકે છે. નામ ખાનગી રાખીને કોલેજીયન યુવતી, યુવકોની નિર્દોષતા સાથે રમત રમનાર ઠગને પકડવાની દિશામાં માહિતી ઉપયોગી થઈ શકે છે. છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિઓ હિમ્મત બતાવી ફરિયાદ કરશે તો આવા તત્વો સામે કડક કાર્યવાહી સંભવ બનશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved