Last Update : 26-April-2012, Thursday

 

'મને વાગ્યું છે' કહી મદદની બૂમો વચ્ચે
બાઇક સવારનું અકસ્માતનું નાટક આબાદ રીતે ૧૯ લાખની લૂંટ

મીઠાખળી અંડરબ્રિજ પાસે આંગડિયા પેઢીમાંથી ૧૯ લાખ લઇ નીકળેલા બિલ્ડરની કારમાંથી ચીલ ઝડપ

અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં અકસ્માત સર્જીને કે સરનામું પૂછીને ઉઠાંતરી કરતી 'ધૂમ' બાઈકસવાર ગેંગે આજે મિનિટોમાં જ ૧૯ લાખની ચોરી કરી હતી. આશ્રમ રોડ ઉપર માધવલાલ મગનલાલ આંગડિયામાંથી ૧૯ લાખ લઈને નીકળેલા બિલ્ડર ઘનશ્યામ શરણદાસ કાર સાથે મીઠાખળી છ રસ્તા પાસે બે બાઈકસવારે અકસ્માત થયાનું નાટક કર્યું હતું. પાછળ બેઠેલો સાગરિતે 'મને વાગ્યું...'ની બૂમો પાડતો બેસી ગયો હતો. બિલ્ડર કારમાંથી ઉતરીને ગયા ત્યાં રોડ ઉપર બેઠેલો સાગરિત બાઈક ઉપર બેસી ભાગ્યો હતો. બિલ્ડર કાર તરફ પાછા ફર્યા ત્યાં બાઈકસવારના અન્ય સાગરિત ૧૯ લાખ સાથેની લેધરબેગ લઈ પલાયન થઈ ગયા હતા.
થલતેજમાં રહેતા અને ભૂમિ કોર્પોરેશન નામે જમીન, કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ઘનશ્યામભાઈ નાનાલાલ શરણદાસ (ઉ.વ. ૪૬) આજે સુરતથી મિત્ર મિલન શાહે મોકલેલા ૨૦ લાખ લેવા આંગડિયા પેઢીમાં ગયા હતા. આશ્રમ રોડના ચિનુભાઈ ટાવરમાં આવેલી માધવલાલ મગનલાલ આંગડિયા પેઢીમાંથી રૃા. ૨૦ લાખ લીધા હતા. તેમાંથી ૫૦,૦૦૦ બીજી પાર્ટીને સુરત મોકલ્યા હતા અને ૫૦,૦૦૦ પોતાની પાસે રાખ્યા હતા. બાકીના રૃા. ૧૯ લાખ કાળી લેધર બેગમાં મુકી ઘનશ્યામભાઈ શરણદાસ તેમની કારમાં ડ્રાઈવર સીટ પાસે પગ નજીક મુકી રવાના થયા હતા.
બપોરે ૧૨-૩૦ વાગ્યાના અરસામાં મીઠાખળી અંડરબ્રિજ વટાવી મીઠાખળી છ રસ્તા તરફ કાર લઈને જતા હતા. આ સમયે હેલમેટધારી શખ્સે બાઈકની સામાન્ય ટક્કર કરી અકસ્માત સર્જ્યો હતો. ઘનશ્યામભાઈએ બાઈકને બચાવવા બ્રેક મારતાં કાર ઉભી રહી ગઈ હતી. બાઈકની પાછળ બેઠેલો ૫૫-૬૦ વર્ષનો શખ્સ રોડ ઉપર બેસી ગયો હતો અને 'મને વાગ્યું...'ની બૂમો પાડવા લાગ્યો હતો. લોકો એકત્ર થવા લાગ્યા હતા. ઘનશ્યામભાઈ કારમાંથી ઉતરી બાઈકની પાછળ બેઠેલા અકસ્માતથી ઈજાનું નાટક કરતાં શખ્સની નજીક ગયા હતા. હેલમેટધારી શખ્સ બાઈક ઉપર બેઠાં બેઠાં જ ઘનશ્યામભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. માંડ એક-દોઢ મિનિટ બોલાચાલી કરી રસ્તા ઉપર બેસી ગયેલો શખ્સ અચાનક ઉભો થઈ બાઈક ઉપર બેસી ગયો હતો. 'હવે કાર ચલાવવામાં ધ્યાન રાખજે' તેમ કહી બન્ને શખ્સોએ બાઈક મારી મુકી હતી. ઘનશ્યામભાઈ કાર પાસે પરત ફર્યા ત્યારે પગ આગળ રાખેલી રૃા. ૧૯ લાખ સાથેની લેધરબેગ ચોરાયાની જાણ થઈ હતી. બાઈકસવારોએ અકસ્માતનું નાટક કર્યું અને તેના સાગરિત ઉઠાવગીરો રૃા. ૧૯ લાખ લઈને પલાયન થઈ ગયાની ફરિયાદ નવરંગપુરા પોલીસમાં નોંધાવાઈ છે. નવરંગપુરા વિસ્તારમાં મોટી રકમની ઉઠાંતરી કે ચિલઝડપની ઘટના લાંબા સમય પછી બની છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved