Last Update : 26-April-2012, Thursday

 
શસ્ત્રકાંડમાં આફતાબ અન્સારીની પ્લી બાર્ગેનિંગ કોર્ટે નકારી
આજે કાર્યવાહી આગળ ચાલશેઃ વકીલ ન રોકતા જાતે જ રજુઆત કરી
અમદાવાદ,બુધવાર
૨૦૦૧ ના વર્ષના શસ્ત્રકાંડમાં ગેંગસ્ટર આફતાબ અન્સારીને આજે સીબીઆઇ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા તેણે ગુનો કબૂલવાની તૈયારી બતાવી હતી અને પ્લી બાર્ગેનિંગની જોગવાઇ મુજબ સજામાં લાભ આપવા રજુઆત કરી હતી. શસ્ત્રકાંડના કેસમાં પ્લી બાર્ગેનિંગ લઇ ન શકાય તેમ ઠરાવી કોર્ટે વધુ સુનાવણી આવતીકાલે નિયત કરી હતી.
૨૦૦૧ ના વર્ષમાં પાટણ જિલ્લાની સરહદે આવેલા સાંતલપુર નજીક પાકિસ્તાન સરહદેથી ઘૂસાડવામાં આવેલા શસ્ત્રો અંગે સીબીઆઇએ દરોડો પાડયો હતો અને આરોપીઓ ગોળીબાર કરી નાસી છૂટયા હતા. સીબીઆઇએ જંગી માત્રામાં રાયફલ અને રિવોલવરો, પિસ્તોલ વગેરે કબજે કર્યા હતા. આ કેસમાં મુખ્ય સૂત્રધાર આફતાબ અન્સારી હોવાનું જણાઇ આવ્યું હતું . ૨૦૦૦ ના વર્ષમાં કલકત્તામાં અમેરિકન એમ્બેસી પરના હુમલા કરવામાં આફતાબ અન્સારીને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. ૨૦૧૦ ના વર્ષમાં સુપ્રીમકોર્ટે ફાંસીની સજા સામે સ્ટે ફરમાવ્યો છે અને અપીલનો નિકાલ બાકી છે.
ઓક્ટોબર ૨૦૦૧માં પાકિસ્તાનમાંથી આંતકવાદી સંગઠને મોકલાવેલા શસ્ત્રો પાટણ જિલ્લાની સરહદે આવેલા સાંતલપુર સરહદે ઘૂસાડવામાં આવ્યા હતા અને તેની ડિલિવરી લેવા માટે રાજસ્થાનથી વાહન લઇને કેટલાક શખ્સો આવ્યા હતા. દિલ્હી સીબીઆઇએ બાતમીના આધારે તેઓને પકડવા ઓપરેશન હાથ ધર્યું હતું. તા. ૨૬મી ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ સીબીઆઇએ દરોડો પાડી ચાર એ.કે. ૫૬ સહિત પિસ્તોલ-રિવોલવર અને ૫૦૦ થી વધુ જીવતા કારતૂસો પકડાયા હતા. જો કે આરોપીઓ ગોળીબાર કરીને નાસી છૂટયા હતા અને રાજસ્થાનમાંથી ઘણા સમય બાદ પકડાયા હતા. તેઓ સામેનો કેસ અમદાવાદની સીબીઆઇ કોર્ટ સમક્ષ ચાલી જતાં બે આરોપીઓને દસ વર્ષની સજા ફરમાવવામાં આવી હતી.
આફતાબ વોન્ટેડ રહ્યો હોઇ તેની સામેનો કેસ બાકી છે. જેની સુનાવણી હાલમાં હાથ ધરવામાં આવી છે. આફતાબને કલકત્તાથી અમદાવાદ લવાયો હતો અને આજે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે તેને વકીલ રોકવા જણાવ્યું હતું. તેણે જાતે જ કેસની રજુઆત કરવાનું સ્વીકાર્યું હતું અને ગુનો કબૂલવા માટે પ્લી બાર્ગેનિંગના લાભ માટે રજુઆત કરી હતી. પોતાની સામે ગુનો પુરવાર થાય તો વધુમાં વધુ સાત વર્ષની સજાને પાત્ર બની શકે છે. આ સંજોગોમાં ગુનો કબૂલવા તૈયાર છે અને વકીલ રોકવા માગતો નથી. જજ આર.એમ.પરમારે પ્લી બાર્ગેનિંગની અરજી ફગાવી દીધી હતી અને ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી માટે વધુ સુનાવણી આવતીકાલે નિયત કરી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved