Last Update : 26-April-2012, Thursday

 

એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ

માન્યતા વિનાના ટીચરો યુનિવર્સિટીના પેપર કાઢે છે ઃ પેપર સેટર નક્કી કરવામાં ય ગેરરીતિ

આણંદ,તા.૨૫
સરદાર પટેલ યુનિવર્સિટીની આ વખતની પરીક્ષામાં ઘણાં પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરમાં જ ઈન્ટરનલનું પેપર જ આખુને આખુ એક્ષટર્નલની પરીક્ષામાં પુછવામાં આવ્યું હતું. જેને કારણે જે તે કોલેજના વિદ્યાર્થીઓને ફાયદો થયો હતો. તો બીજી કોલેજના વિદ્યાર્થીઓને નુકસાન થયું હતું. પેપર સેેટર તરીકે યુનિ. દ્વારા કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. યુનિ.ની જે ટીચરની માન્યતા જ નથી તેવા લેક્ચરરો યુનિ.ના પેપર કાઢે છે અને જે લોકો એપ્રુવલ છે અને પાંચથી છ વર્ષથી સેવા બજાવે છે તેમને એકબાજુ હડસેલાય છે. બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન પણ પોતાના લાગતા-વળગતાને જ પેપર સેટર તરીકે મુકતા હોય છે. જેને કારણે અમુક કોલેજના વિદ્યાર્થીઓને ફાયદો થાય તે નીતિ અખત્યાર કરાઈ છે. યુનિ.ના સત્તાવાળાઓ આ બાબતે આંખ આડા કાન કરાઈ રહ્યા છે. તાજેતરમાં જ પેપરમાં ભુલ થતાં બીજુ પેપર આપવાની ફરજ પડી હતી. આવા તો ઘણાં પ્રશ્નો યુનિ. ક્ષેત્રે જોવા મળે છે. વ્હાલ-દવલાની નીતિને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ બીજી રીતે અંધકારમય બને છે. પરીક્ષા લેવા ખાતર લેતા હોય તેવું કેટલાક કેન્દ્રમાં થઈ રહ્યું છે. ખુલ્લેઆમ થતી ચોરી અંગે કોઈ જ પગલાં ન લેવાતા કેટલાક વાલીઓ પણ નારાજ છે. યુનિ. સત્તાવાળાઓ દ્વારા યોગ્ય પગલાં ભરાય અને યુનિ.ની ગરીમા જળવાય તે જોવામાં આવે તેવી અપીલ પણ કેટલાક શિક્ષણવિદો દ્વારા જ કરાઈ છે.
જાગૃત શિક્ષણવિદોના જણાવ્યા અનુસાર સરદાર પટેલ યુનિ. સંલગ્ન ૯૧ કોલેજો તથા ૨૫ જેટલા વિભાગો આવેલા છે. ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી યુનિ. વિવાદમાં રહેવા પામી છે. કેટલાક વિવાદો આંતરિક છે. તો કેટલાક વિવાદ બાહ્ય છે. યુનિ.ની માર્ચ-એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે. કેટલીક પરીક્ષાઓ મે મહીનાની ૮ તારીખથી શરૃ થાય છે. તદ્ઉપરાંત બે વર્ષ અગાઉ સીબીસીએસ અંતર્ગત સેમીસ્ટર સીસ્ટમ દાખલ કરીને પરીક્ષાઓ લેવાઈ રહી છે. આ સેમીસ્ટર સીસ્ટમ અંગે ઘણાં લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ કોઈ જ કાર્યવાહી યુનિ. લેવલે થઈ ન હતી. પરીક્ષા પહેલા જે તે વિષયના બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન દ્વારા મીટીંગ બોલાવવામાં આવે છે અને જે તે લેક્ચરરને પરીક્ષા અંગેનું એટલે કે પેપર સેટર તથા એક્ઝામીનર તરીકે નીમવામાં આવતા હોય છે. જેની એક કોપી યુનિ.ના એક્ઝામ સેક્શનમાં મોકલવામાં આવે છે. ત્યાંથી ઓર્ડર કાઢવામાં આવે છે. આ ઓર્ડરને આધારે પેપર નીકળતાં હોય છે. પેપર સેટર તરીકે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ નિયમોનું પાલન કરવામાં આવતું જ ન હોવાનું શિક્ષણવિદો જણાવી રહ્યા છે. એડહોક તરીકે જે તે કોલેજમાં નોકરી કરતાં લેક્ચરરને પેપર કાઢવા માટે ઓર્ડર આપવામાં આવે છે. તો કેટલાક નિયમ પ્રમાણે યુનિ.ની સંલગ્ન કોલેજમાં ત્રણ વર્ષ સુધી કાર્ય કર્યું હોય ત્યારબાદ યોગ્ય લાગે તો પેપર સેટર તરીકે મુકવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી બોર્ડ ઓફ સ્ટડીના કર્તાહર્તા જોડે જે લેક્ચરરને સારા સબંધ હોય તેને લાભ મળતો હોય છે. જ્યારે બીજાને કોઈ જ જાતનો લાભ આપવામાં આવતો નથી. આમ વ્હાલા-દવલાની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે. આ અંગે યુનિ. સત્તાવાળા અજાણ નથી. પરંતુ અજાણ બનવાનો ડોળ કરતાં હોય છે. વિદ્યાર્થી પાંખ દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે. પરંતુ પગલાં લેવામાં આવતા જ નથી.
૧૨ એપ્રિલના રોજ એફવાય બીએના અંગ્રેજીના એક પેપરમાં ઈન્ટરનલ પરીક્ષાનું બેઠે બેઠું જ પેપર મુખ્ય પરીક્ષામાં પુછવામાં આવ્યું હતું. જેને કારણે જે તે કોલેજના વિદ્યાર્થીઓને ફાયદો કરી આપે છે. બીજું કે વિદ્યાર્થીઓને પણ હવે તો ખબર પડી જતી હોય છે કે આપણી જ કોલેજના ફલાણાં સાહેબ કે મેડમ પેપર કાઢવાના છે. તો કેટલાક સાહેબો પણ રીઝલ્ટ સારું આવે તે માટે વિદ્યાર્થીઓને પહેલેથી જ અમુક પ્રશ્નો આપી દેતા હોય છે. આમ નાની કોલેજોને કોઈપણ જાતનો ફાયદો થતો નથી. પોતાના જ વિદ્યાર્થીઓને સાચવતા હોય તેમ પરીક્ષા લેવાઈ રહી છે. ગઈકાલે પણ એસવાય બીએના એક પેપરમાં બીજું જ પેપર વિદ્યાર્થીઓને અપાયું હતું. ખરેખર એ પરીક્ષા તો ૨૦મી તારીખે છે. આમ બીજુ પેપર જ ફુટી જતાં હવે વિદ્યાર્થીઓને થોડી જ મહેનત કરવી પડશે. જે તે તારીખનું પેપર ન છપાતા તાત્કાલીક ફોન દ્વારા પેપર લખાવવામાં આવ્યું હતું એવુ ચર્ચાઈ રહ્યું છે. સાથે સાથે જે પ્રશ્નો પુછાયા છે તેમાં પણ માર્કસ વધારે આપવામાં આવ્યા છે. યુપીએસસી અને આઈએએસનું ફુલફોમ લખવાના ૬ માર્કસ આમ રીલેવન્ટ વગર જ પરીક્ષા ચાલી રહી છે ત્યારે યુનિ. સત્તાવાળા શું ધ્યાન રાખે છે તે સમજ જ પડતી નથી. પરીક્ષાના દિવસ સુધી જે તે લેક્ચરરને ઓર્ડર પણ મળતા નથી. તેથી તાત્કાલીક પેપર કાઢવું પડતું હોય છે. આ વખતની પરીક્ષામાં કેટલાક કેન્દ્રો પર તો સામુહિક ચોરીઓ થઈ રહી હતી. આ અંગે કેટલાક વિદ્યાર્થીઓએ જ યુનિ.નું ધ્યાન દોર્યું હોવા છતાં ચોરીમાં કોઈપણ જાતનો ફેર પડયો ન હતો. ચોરી કરનારા ચોરી કરતા હતા. પરંતુ કોલેજ સત્તાવાળાઓ કે સુપરવાઈઝર કોઈપણ જાતના કેસ કરતા ન હતા. તો કેટલીક કોલેજવાળા કોપી કેસમાં પકડાયા વિદ્યાર્થીઓ સામે યુનિ.ના ધારા-ધોરણ મુજબ કેસ કરીને કાર્યવાહી પણ કરતા હતા. પરંતુ તેની સંખ્યા એકાદ-બે જેવી છે. આ સઘળી માહિતી સીંડીકેટ સભ્ય સહિત ઉચ્ચ સત્તાવાળાને હોવા છતાં કયા કારણોસર પગલાં લેવામાં આવતા નથી તે વિદ્યાર્થીઓને સમજ પડતી નથી. વધુમાં હોંશિયાર વિદ્યાર્થીઓ જણાવે છે કે ઈન્ટરનલ પરીક્ષામાં ગમે તેટલા માર્કસ આવ્યા હોય પરંતુ વિદ્યાર્થીને પાસ કરી દેવા આવા ફતવા કેટલા યોગ્ય છે ? વિદ્યાર્થીઓના હિતમાં કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે.

એડહોક લેક્ચરર દસ પેપરો કાઢે છે!
આણંદ,તા.૨૫
સ.પ.યુનિ.માં આ વખતની પરીક્ષામાં કેટલીક ગેરરીતિ થઈ હોવાનું શિક્ષણવિદો જણાવી રહ્યા છે. એડહોક લેક્ચરરને ૧૦-૧૦ પેપર કાઢવા માટે કહેવામાં આવે તે કેટલે અંશે યોગ્ય છે. જે લોકો પાંચથી વધુ વર્ષથી યુનિ.ની માન્યતા ધરાવે છે છતાં તેમને પેપર સેટર તરીકે મુકવામાં આવતા નથી. અમુક જ કોલેજોને ફાયદો થાય તેવા પગલાં શા માટે લેવાય છે તે ખબર પડતી નથી. તદ્ઉપરાંત ગઈકાલે જે પેપરમાં ભુલ થઈ તે અંગે એક કોલેજ દ્વારા યુનિ.ને પગલાં લેવા પણ જણાવાયું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved