Last Update : 26-April-2012, Thursday

 
લગભગ ૪૦ પાવર કંપની સાથે કોલ ઈન્ડિયા કરાર કરશે
એફએસએનો ભંગ થશે તો વીજ કંપનીઓને અપાતો કોલસાનો પુરવઠો સસ્પેન્ડ કરાશે

ખરીદદાર નિર્ધારિત પ્લાન્ટના હેતુ સિવાય કોલસાનો બીજો કોઈ ઉપયોગ નહીં કરી શકે તેમ જ કોઈ ત્રીજા પક્ષકારને પણ તે વેચી શકશે નહીં

નવી દિલ્હી, બુધવાર
પ્લાન્ટમાં વપરાશના ચોક્કસ હેતુને બદલે અન્ય કોઈ કામમાં સૂકો કોલસો ઉપયોગમાં લેવાતો હોવાનું જણાશે તો કોલસાના નિશ્ચિત લઘુત્તમ પુરવઠા માટે સરકારી માલિકીની કોલ ઈન્ડિયા લિમિટેડ(સીઆઈએલ) સાથે કરાર કરનારી વીજ કંપનીને અપાતો પુરવઠો બંધ કરાશે.
નમૂનારૃપ નવા ફ્યુઅલ સપ્લાય એગ્રિમેન્ટ (એફએસએ)માં કહેવાયું છે કે, ગમે તે હેતુ હોય તો પણ ખરીદદાર કોલસાને કોઈ ત્રીજા પક્ષકારને વેચી/બીજે વાળી નહીં શકે અને /અથવા તબદીલ નહીં કરી શકે અને જો તેમ થશે તો તેને કરારનો ભંગ થયો હોવાનું ગણાશે..... જો આવુ બનશે તો વેચનાર દ્વારા કોલાસના પુરવઠાને અટકાવી દેવાશે.
કોલ ઈન્ડિયાના બોર્ડે ગયા સપ્તાહે એફએસએ કરવાની મંજૂરી આપ્યા પછી નક્કી કરાયેલા જથ્થાના ઓછામાં ઓછા ૮૦ ટકા કોલસાના પુરવઠા માટે ૩૦,૦૦૦ મેગાવોટ (મે.વો.)થી ઓછી ઉત્પાદન ક્ષમતા ધરાવતી હોય એવી લગભગ ૪૦ વીજ કંપનીઓ સાથે કરાર કરવાની તૈયારી સીઆઈએલ કરી રહ્યુ છે.
દસ્તાવેજ પ્રમાણે કોલસાની મૂળ કિંમતમાં વધારો થાય તો તે સંજોગોમાં સિક્યોરિટી ડિપોઝિટ વધારવામાં ખરીદદાર નિષ્ફળ જાય તો પણ તેનો પુરવઠો બંધ કરવાની જોગવાઈ પણ એફએસએમાં છે.
સમયાંતરે વેચનાર દ્વારા જાહેર કરાતી મૂળ કિંમતના ફેરફાર પ્રમાણે તેને અનુરૃપ સિક્યોરિટી ડિપોઝિટની વેલ્યુમાં વધારો/ઘટાડો થશે.જાહેરાતની તારીખથી ૩૦ દિવસની અંદર સિક્યોરિટી ડિપોઝિટના મૂલ્યમાં આવો વધારો કરવામાં જો નિષ્ફળ જશે તો કોલસાનો પુરવઠો અટકાવવાનો અધિકાર વેચનાર પાસે રહેશે તેમ એફએસએ કહે છે.
કોલસાની મૂળ કિંમત છ ટકાને સમકક્ષ સિકયોરિટી ડિપોઝિટ ખરીદદારે આપવાનું જરૃરી છે.
કોલસાના પુરવઠાની ઘટને પૂરી કરવા માટે આયાતની જોગવાઈ અંગે નવી સંધિ કહે છે કે તેની હેઠળ ઓફર કરાયેલો જથ્થો જો ખરીદદાર ના સ્વીકારે તો ઘટ માટે કોઈ પેન્લ્ટી લાગુ પડશે નહીં.
તેમાં ઉમેરવામાં આવ્યુ છે કે સીઆઈએલના સર્વિસ ચાર્જ સહિત બંદરે માલ ખાલી કરવાના ડિલિવરી આપવાના ખર્ચ વત્તા કિંમતે આયાત મારફતે કોલસાનો બાકીનો જથ્થો પૂરો પાડવાનો વિકલ્પ વેચનારની પોતાની મુનસફીને આધીન રહેશે.
વીજ ઉત્પાદકોને બળતણનો લઘુત્તમ જથ્થો પૂરો પાડવા માટે સીઆઈએલને ત્રીજી એપ્રિલે સરકારે આદેશ આપ્યો હતો. વડાપ્રધાન કાર્યાલય અને મોટા વીજ ઉત્પાદકો વચ્ચે યોજાયેલી એક બેઠક પછી સરકારે આવો આદેશ આપ્યો હતો.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved