Last Update : 26-April-2012, Thursday

 

યિલ્ડની વોલેટિલિટીને ઘટાડવાનુ સૂચન
સરકારી બોન્ડની હરાજી શુક્રવારને બદલે સોમ-મંગળવારે યોજવાની સંભાવના

ચાલુ નાણાંકીય વર્ષે બજારમાંથી રૃા. ૫.૬૯ લાખ કરોડ લેવાની સરકારની યોજના

મુંબઈ, બુધવાર
સરકારના ઉંચા બોરોઈંગ પ્લાન વચ્ચે બજારમાં વોલેટિલિટીને ઘટાડવા માટે બોન્ડની હરાજીના દિવસને આગળ લાવવો જોઈએ ક નહીં તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વિચારી રહી છે. અત્યારે બોન્ડની હરાજી શુક્રવારે થાય છે અને હવે તેને સોમવાર અથવા મંગળવારે યોજવાનું વિચારાય છે.
ભારતમાં યુરોપિયન બેંકના ટ્રેઝરી ઓપરેશન સંભાળતા એક એક્ઝિક્યુટિવે કહ્યુ હતું કે હરાજીના દિવસને બદલવાની વાતો થાય છે પણ ફિક્સ્ડ ઈન્કમ મની માર્કેટ્સ એન્ડ ડેરિવેટિવ્ઝ એસોસિયેશનમાં કેટલાંક પ્રશ્નો ઉભા થયા હતાં. તેનું સમાધાન શોધાઈ રહ્યુ છે.
બજારમાં કામકાજ કરનારા સૂત્રો કહ્યુ હતું કે આવો ફેરફાર મદદરૃપ નીવડશે કેમ કે હરાજીમાંથી કટ ઓફ યીલ્ડ સપ્તાહના પ્રારંભમાં પ્રાપ્ય બનશે.
જો તમે સોમ અથવા મંગળવારે ઓક્શન યોજશો તો સપ્તાહને અંતે કે જેના પછી બજાર બંધ રહેતા હોય છે અને વિશ્વના બજારમાં કંઈ થશે કે નહીં તેના વિષે તમને ખબર હોતી નથી અને અનિશ્ચિતતા રહે છે તેને બદલે રેટ્સને પચાવવા માટે તમને વધારે સમય મળી રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
અન્ય એક બેંક અધિકારીએ કહ્યુ હતું કે સપ્તાહના પ્રારંભિક દિવસમાં ઓક્શન થાય તો તેના કટ ઓફ લેવલની સાથે બાકી રહેલાં દિવસ માટે એક પ્રવાહ બનશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે અથવા તો બેંક હોલીડેના કિસ્સામાં અઠવાડિયાના છેલ્લાં દિવસે સવારે ૧૦.૩૦ અને બપોરના સમયગાળામાં ઓક્શન યોજવામાં આવે છે. ૧૩મી એપ્રિલથી ક્પર્ધાત્મક બોલિ માટેના સમયમાં દોઢ કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.
એક બોન્ડ ડીલરે કહ્યુ હતું કે કામકાજનો સમય લંબવાતો નથી અને ક્લાયન્ટ રેટ્સને ઝડપથી બહાલી મળતી નહોતી. ઓક્શનનો સમય ઘટડવામાં આવ્યો ત્યારથી હવે પરિણામ દોઢ કલાક વહેલુ મળે છે અને કામકાજ કરવા માટે વધારે સમય મળે છે.
વર્ષ ૨૦૧૧-૧૨માં લેવાયેલા રૃા. ૫.૧ લાખ કરોડની તુલનાએ ચાલુ નાણાંકીય વર્ષે રૃા. ૫.૬૯ લાખ કરોડના ગ્રોસ માર્કેટ બોરોઈંગની યોજના સરકારની છે.
સપ્તાહના રૃા. ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ કરોડના ઋણ ઉપાડ સાથે સરકારે ચાલુ નાણાંકીય વર્ષે ડેટેટ સિક્યોરિટિઝના વેચાણ મારફતે અત્યાર સુધીમાં રૃા. ૪૯,૦૦૦ કરોડ લીધા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved