Last Update : 26-April-2012, Thursday

 

નાણાંકીય વર્ષ ૨૦૧૨માં સીડીઆરના રૃા. ૧,૫૦,૨૨૫ કરોડના કેસો મંજૂર
લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો

એર ઈન્ડિયા, જીટીએલ, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન, મોઝર બેયર અને હોટલ લીલા જેવી કંપનીઓએ દેવાના પુનઃગઠનનો સહારો લીધો

અમદાવાદ, બુધવાર
કોર્પોરેટ સેક્ટરની હાલત કેટલી હદે બગડી છે તેનો સ્પષ્ટ નિર્દેશ આપતાં કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ(સીડીઆર) સેલની વઝેલી કામગીરી આપે છે.માર્ચ ૨૦૧૨ને અંતે સીડીઆર સેલ દ્વારા પુનઃગઠન માટે મંજૂર કરાયેલી લોનોની કુલ રકમ રૃા. ૧,૫૦,૨૨૫ કરોડ હતી, જે પાછલા વર્ષ કરતાં ૩૫ ટકા વધારે છે.૨૦૧૧-૧૨ દરમિયાન પુનઃગઠન માટે મંજૂર કરવામાં આવેલી વાસ્તવિક રકમ રૃા. ૩૯,૩૧૧ કરોડ હતી, જે પાછલા વર્ષની તુલનાએ ૫૦૦ ટકા વધારે છે. તદુપરાંત, વધારાના રૃા. ૩૫,૮૭૮ કરોડની રકમના કેસો પ્રક્રિયા હેઠળ છે.
પાવર, ટેલિકોમ અને એવિયેશન જેવાં સેક્ટરની કંપનીઓની બેલેન્સ શીટ્સ ખરડાઈ હોવાથી સીડીઆર કેસોમાં મોટો વધારો થયો છે. સીડીઆર સેલની વિગતો એમ દર્શાવે છે કે, માર્ચ ૨૦૧૨ને અંતે તેને સોંપાયેલા કુલ કેસમાં ઓછામાં ઓછાં રૃા. ૨,૦૫,૬૯૨ કરોડની રકમ સામેલ છે, જે પાછલા માર્ચ ૨૦૧૧ની સરખામણીમાં ૪૮ ટકા વધારે છે.
કેટલીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના કેસ પણ સીડીઆર સેલને હવાલે કરાયાં છે. આ ક્ષેત્રમાં માર્ચ ૨૦૧૧નેના રૃા. ૫,૧૬૬ કરોડની તુલનાએ ડિસેમ્બર ૨૦૧૧ને અંતે રૃા. ૧૭,૦૮૦ કરોડના દેવાના પુનઃગઠનને મંજૂરી અપાઈ હતી. વર્ષ દરમિયાન જે કેટલીક અગ્રણી કંપનીઓના દેવાને પુનઃગઠનની મંજૂરી અપાઈ હતી તેમાં એર ઈન્ડિયા, જીટીએલ, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની, મોઝર બેયર અને હોટલ લીલા વગેરે સામેલ છે.
પુનઃચુકવણીની શરતોમાં કરજદારને રાહત ના અપાઈ હોત અને લોનનું રિસ્ટ્રક્ચરિંગ જો ના કરવામાં આવ્યુ હતો તો બેંકોએ આવી લોનોને બેડ લોન અથવા તો નોન પર્ફોર્મિંગ એસેટ (એનપીએ) તરીકે વર્ગીકૃત કરવી પડી હોત.
ડિસેમ્બર ૨૦૧૧ને અંતે મૂડીના ૫.૫ ટકા અથવા તો રૃા. ૮,૬૪૩ કરોડના ધિરાણને પુનઃગઠિત કર્યુ હતું. દેશની સૌથી મોટી કોમર્શિયલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) માટે આ રકમ રૃા. ૩૧,૦૦૦ કરોડ હતી ત્યારે બેંક ઓફ બરોડાએ રૃા. ૯,૫૪૫ કરોડની લોનોનું પુનઃગઠન કર્યુ હતું.
બેંક ઓફ બરોડા(બોબ) ડિસેમ્બર ૨૦૧૧ ક્વાર્ટરની તુલનાએ કરેલું રિસ્ટ્રક્ચરિંગ ૨૭ ટકા વધારે હતું ત્યારે તેનું પ્રમાણ તેની કુલ લોન બુકના ૩.૮ ટકા હતું. પંજાબ નેશનલ બેંક (પીએનબીએ) કેટલાંક સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ (એસઈબી) સહિત કુલ રૃા. ૧૫,૫૦૦ કરોડની લોનનું રિસ્ટ્રક્ચરિંક કર્યુ હતું.
લોનના મોટા પાયે રિસ્ટ્રક્ચરિંગની જોગવાઈ અને પુનઃચુકવણીની સમયાવધિમાં વૃદ્ધિને પરિણામે ડિસેમ્બર ક્વાર્ટરની માફક માર્ચના ત્રિમાસિક ગાળામાં પણ ક્રેડિટ કોસ્ટ ઉંચી રહેવાની ધારણા સંસ્થાઓને છે.
ધિરાણકર્તા સંસ્થાઓનું ધ્યાન હાલ આવા લોન રિસ્ટ્રક્ચરિંગ પર રહેશે કેમ કે સીડીઆર સેલ પાસે હજુય એક લાખ કરોડથી વધુ રકમના કેસ પડતર છે. ચાલુ ક્વાર્ટરમાં અમુક એસઈબી અને એવિયેશન કંપનીની લોનનું પુનઃગઠન થશે તેથી બેંકો માટે ભારણ વધશે.
શક્ય એટલી વધારે રિકવરી માટે બેંકો પ્રયત્નશીલ છે અને કૃષિ ક્ષેત્રમાંથી વધારે સારી પુનઃવસુલાતની આશા તેમને છે. તાજેતરમાં જ રિઝર્વ બેંકે કહ્યુ હતું કે એનપીએ અત્યારે તો અંકુશ હેઠળ છે પરંતુ, વાસ્તવિક સ્થિતિ તો દેખાય છે એટલી આરામદાયક નથી. આમ, તેણે વધતી જતી એનપીએ તરફ ઈશારો કર્યો હતો.

વાસ્તવિકતા બોલે છે
કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગના કેસો (રૃા. કરોડમાં)

-

      

૩૧મી માર્ચના રોજ

વાર્ષિક

રકમ

વાર્ષિક

 

-

૨૦૧૨

૨૦૧૧

વૃદ્ધિ(%માં)

૨૦૧૧-૧૨

૨૦૧૦-૧૧

વૃદ્ધિ(%માં)

સોંપાયેલી રકમ

૨,૦૫,૬૯૨

૧,૩૮,૬૦૪

૪૮

૬૭,૦૮૮

૨૨,૬૧૪

૧૯૭

મંજૂર કરાયેલી રકમ

૧,૫૦૨૨૫

૧,૧૦,૯૧૪

૩૫

૩૯,૩૧૧

૬,૬૧૫

૪૯૪

અંશતઃ કે પૂર્ણ અમલી રકમ

૯૮,૨૦૩

-

-

-

-

-

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved