Last Update : 26-April-2012, Thursday

 

વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧
કરોડ ઃ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક માટે નબળો અંદાજ

આઇટી સર્વિસિઝ આવક ૧૫૨ કરોડથી ૧૫૫ કરોડ ડોલરનો અંદાજ ઃ કન્ઝયુમર કેર- લાઇટીંગ બિઝનેસની આવક ૨૫ ટકા વધી

અપેક્ષાથી નબળા પરિણામ અંદાજો ઃ ત્રીજા ત્રિમાસિકની તુલનાએ નફો ૧.૬ ટકા વધ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઇ તા.૨૫
આઇટી-સોફટવેર સર્વિસિઝ ક્ષેત્રે ટોચની કંપનીઓમાં એક વિપ્રોએ ૩૧, માર્ચ, ૨૦૧૨ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકની અપેક્ષાથી નબળી કામગીરી અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક માટે આઈટી સર્વિસિઝ આવકના નબળા અંદાજ રજૂ કર્યા છે. કંપનીની કોન્સોલિડેટેડ ધોરણે આઇટી સર્વિસિઝ આવક ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ડોલરમાં ૯.૭ ટકા અને ત્રીજા ત્રિમાસિકની સરખામણીએ ૨ ટકા વધીને ૧૫૩.૬૦ કરોડ ડોલર અને રૃપિયામાં ૨૧ ટકા વધીને રૃા.૭૫૯૦ થઇ છે. કુલ આવક વાર્ષિક ધોરણે ચોથા ત્રિમાસિકમાં ૧૯ ટકા વધીને રૃા.૯૮૬૯ કરોડ થઇ છે. જ્યારે ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ થયો છે. આઇટી સર્વિસિઝમાં ઓપરીંગ આવકમાં ૨૦.૭ ટકા વૃધ્ધિ થઇ છે. ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ચોખ્ખો નફો ૧.૬૮ ટકા વધ્યો છે.
૩૧, માર્ચ ૨૦૧૨ના પૂરા થયેલા સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં આઇટી સર્વિસિઝ આવક ૧૩.૪ ટકા વધીને ૫૯૨.૧૦ કરોડ ડોલર અને રૃપિયામાં ૨૧ ટકા વધીને રૃા.૨૮૪૩૧ કરોડ થઇ છે. કુલ આવક ૨૧ ટકા વધીને રૃા.૩૭૫૨૫ કરોડ થઇ છે. આઇટી સર્વિસિઝમાં ઓપરેટીંગ આવકમાં ૨૦.૮ ટકા વૃધ્ધિ થઇ છે. જ્યારે ચોખ્ખો નફો પાંચ ટકા વધીને રૃા.૫૫૭૩ કરોડ થયો છે.
વિપ્રોના ચેરમેન અઝિમ પ્રેમજીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કંપનીઓ આવક અને ઉત્પાદકતા વધારવા ટેકનોલોજી પર ધ્યાન આપી રહી છે. આ માટે વિપ્રો તેમની સાથે ભાગીદારી થકી ગ્રાહકોને વેલ્યુ વધારવા વ્યૂહ અપવાની રહી છે. વિપ્રોના એક્ઝિક્યુટીવ ડિરેકટર અને સીએફઓ સુરેશ સેનાપતિએ જણાવ્યું હતું કે, કામગીરી પર વિપ્રોનું ફોકસ આવક ઉત્પાદકતા વધારવા અને પ્રવાહી પરિસ્થિતિમાં મજબૂત રોકડ પ્રવાહ આપવા મદદરૃપ થઇ રહ્યું છે.
વિપ્રોએ ૩૦, જૂન ૨૦૧૨ના પૂરા થનાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક માટે આઇટી સર્વિસિઝ બિઝનેસમાંથી આવકનો અંદાજ ૧૫૨ કરોડથી ૧૫૫ કરોડ ડોલરનો મૂક્યો છે. જે યુ.એસ. ડોલરના ૫૦.૦૭ ભાવ અને પાઉન્ડ/ડોલર ૧.૫૮, યુરો/ડોલર ૧.૩૧, ઓસ્ટ્રેલીયન/ અમેરિકી ડોલર ૧.૦૭ ધોરણે મૂકાયો છે.
આઇટી સર્વિસિઝ સેગ્મેન્ટમાં વિપ્રોએ વર્ષ દરમિયાન ૧૩૫૩૫ કર્મચારીઓ ઉમેરતા કુલ ૧,૩૫,૯૨૦ કર્મચારી થયા છે. ચોથા ત્રિમાસિકમાં નવા ૪૧ ગ્રાહકો સાથે વર્ષ દરમિયાન કુલ ૧૭૩ નવા ગ્રાહકો મેળવ્યા છે. આઇટી પ્રોડકટ્સ સેગ્મેન્ટમાં કંપનીની ત્રિમાસિક આવક ત્રણ ટકા વધીને રૃા.૯૩૭ કરોડ થવા સાથે વર્ષમાં આવક ૪ ટકા વધીને રૃા.૩૮૩૩ કરોડ મેળવી છે. જ્યારે કન્ઝુમર કેર અને લાઇટીંગ સેગ્મેન્ટમાં ત્રિમાસિક આવક ૨૫ ટકા વધી રૃા.૯૦૭ કરોડ અને સંપૂર્ણ વર્ષમાં ૨૩ ટકા વધીને રૃા.૩૩૪૦ કરોડ આવક નોંધાવી છે. વિપ્રો લિમિટેડે વાર્ષિક આવક રૃા.૩૭૫૨૫ કરોડ અને ત્રિમાસિક રૃા.૯૮૬૯ કરોડ મેળવી છે. જ્યારે ચોખ્ખો નફો અનુક્રમે રૃા.૫૫૭૩ કરોડ અને રૃા.૧૪૮૧ કરોડ મેળવ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved