Last Update : 26-April-2012, Thursday

 

આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે

સરકારની તિજોરીમાં કુલ રૃપિયા ૪૦,૦૦૦ કરોડની આવક ાૃથવાનો અંદાજ

આવક વેરા ધારામાં પાછલી તારીખથી લાગુ થાય તે રીતના સુધારા આવતા મહિને હાથ ધર્યા બાદ સરકાર વોડાફોન પાસે રૃપિયા ૨૦,૦૦૦ કરોડથી વધુની રકમની માગણી કરી શકે છે. હચીસન સાથે ૨૦૦૭માં કરેલા ૧૧ અબજ ડોલરના વ્યવહાર પર વોડાફોનને જે રકમ ભરવાની આવતી હતી તેના કરતા આ રકમ અઢી ગણી જેટલી થવા જાય છે. પાછલી તારીખથી અમલમાં આવે તે રીતે ધારામાં સુધારો અને વેલિડેશન ક્લોઝ વેરા માગને કાનૂની રીતે ટકાઉ બનાવે છે અને વેરા વિભાગને તેની અગાઉની માગ ફરી દોહરાવવાની સત્તા પણ આપે છે.
વોડાફોન પાસેથી રૃપિયા ૨૦,૩૦૦ કરોડ લેવાના નીકળી શકે છે એમ આવક વેરા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. રૃપિયા ૨૦,૩૦૦ કરોડમાંથી રૃપિયા ૭૯૦૦ કરોડ ટેકસ પેટે, રૃપિયા ૪૫૦૦ કરોડ વ્યાજ પેટે અને ટીડીએસ કાપવામાં નિષ્ફળતા બદલ રૃપિયા ૭૯૦૦ કરોડ પેનલ્ટી પેટે વસૂલવાના નીકળશે. અમારે નવેસરથી માગ કરવાની આવશ્યકતા નથી. આ અગાઉની માગમાં પેનલ્ટી અને વ્યાજ ભરવાનો આવશે એવી સ્પષ્ટતા કરવામાં આવી જ છે, એમ નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.
વોડાફોનને આ મુદ્દે પાઠવાયેલા પ્રશ્નનો કોઈ જવાબ અપાયો નથી. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છતાં આવક વેરા વિભાગ માગ પર આગળ પ્રક્રિયા હાથ ધરશે કારણ કે, ફાઈનાન્સ બિલમાં સૂચિત વેલિડેશન ક્લોઝ આવક વેરા વિભાગની માગને યોગ્ય ગણાવશે. કોર્ટના જજમેન્ટની આ કલોઝ પર કોઈ અસર નહીં થાય. ૨૦૦૭માં જ્યારે હચ એસ્સારમાં હચિસનના હિસ્સાની ખરીદી કરવા પેટે વોડોફોને તેને કરેલા પેમેન્ટ વખતે જ આવકવેરા વિભાગે આ સોદો વેરાને પાત્ર છે એવી વોડાફોનને જાણ કરી દીધી હતી, એમ આવકવેરા વિભાગના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. જો કે આવકવેરા વિભાગની આ દલીલને વોડાફોને નકારી કાઢી છે અને ટેકસની રકમ કાપી લેવા કોઈ સૂચના અપાઈ નહોતી.
વોડાફોને કેપિટલ ગેઈનના વીસ ટકા ટેકસ કાપી રાખી મૂકવો જોઈતો હતો એમ એમ પણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. હવે મહિને એક ટકાના દરે ટેકસની રકમ પર વ્યાજ ગણવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટેકસ જેટલી જ પેનલ્ટીની રકમ અલગ. જો કે એસેસિંગ ઓફિસરને વ્યાજ તથા પેનલ્ટીની રકમ માફ કરવાનો અધિકાર છે, પરંતુ વોડાફોનના કિસ્સામાં એવું થાય એમ લાગતું નથી. દરમિયાન ભારતની એસેટ સાથે સંબંધ ધરાવતા દરિયાપારના વ્યવહાર પાછલી તારીખથી અમલમાં આવે તે રીતે સુધારા કરવાની સરકારની દરખાસ્તને કારણે દેશની તિજોરીને કુલ રૃપિયા ૩૫૦૦૦થી ૪૦,૦૦૦ કરોડની આવક થઈ શકે એમ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved