Last Update : 26-April-2012, Thursday

 
ખાંડમાં ઉત્પાદન ૧૩ ટકા વધતાં હાજર બજારમાં દબાણ હેઠળ રહેલા ભાવો
જો કે ગયા વર્ષે આ સમયે કાર્યશિલ રહેલી ૨૧૪ મિલો સામે ચાલુ વર્ષે આ સંખ્યા ઘટી ૧૮૧ મિલોની નોંધાઈ ઃ વિશ્વ બજારમાં મંદી અટકી ભાવો ઉંચકાયા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૫
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે માંગ પાંખી રહી હતી અને ભાવો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. હાજરમાં ભાવો કિવ.ના રૃ.૨૯૦૨થી ૨૯૫૨ તથા સારાના રૃ.૩૦૩૨થી ૩૧૨૧ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીના ભાવો રૃ.૨૮૬૦થી ૨૯૧૦ તથા સારાના રૃ.૨૯૬૦થી ૩૦૫૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૮૬૦થી ૨૯૬૦ તથા સારાના રૃ.૨૯૧૦થી ૩૦૫૦ બોલાઈ રહ્યા હતા. જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૯૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ભારતમાં ખાંડનું ઉત્પાદન ચાલુ ખાંડ વર્ષમાં (ઓકટો.૨૦૧૧થી સપ્ટેમ્બર ૨૦૧૨) ૨૨મી એપ્રિલ સુધીમાં ૧૩ ટકા વધીને ૨૪૯.૮૦ લાખ ટન થયું છે. જે પાછલા વર્ષે આ ગાળામાં ૨૨૧.૫૨ લાખ ટન થયાના સમાચારો હતા. જો કે ગયા વર્ષે આ સમયે દેશમાં ૨૧૪ ખાંડ મિલો કાર્યશિલ રહીા હતી તે આ વર્ષે ૧૮૧ મિલો રહી હોવાનું ઈન્ડિયન સુગર મિલ્સ એસો.ને જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે ૨૨ એપ્રિલ સુધીમાં ઉત્પાદન ૮.૫૦ ટકા વધી ૮૭.૧૧ લાખ ટન થયું છે જયારે ઇત્તર-પ્રદેશમાં ઉત્પાદન ૧૮ ટકા વધી ૬૯.૪૦ લાખ ટન થયું છે. ઉત્તર પ્રદેશમાં સાત મિલો કાર્યશિલ રહી છે. કર્ણાટકમાં ઉત્પાદન વધી ૩૭.૫૦ લાખ ટન તથા તામિલનાડુમાં ૧૫.૨૫ લાખ ટન થયું છે.તામિલનાડુમાં હજી વધુ સાત લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા છે. હાલ ત્યાં ૪૪ મિલો જયારે કર્ણાટકમાં ૩૦ મિલો કાર્યશિલ રહી છે. આંધ્ર પ્રદેશમાં ઉત્પાદન ૧૨ ટકા વધી ૧૧.૧૦ લાખ ટન થયું છે. દેશમાં ૨૦૧૧-૧૨ના સંપૂર્ણ ખાંડ વર્ષમાં ઉત્પાદન ૨૬૦ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ છે. દરમિયાન, બ્રાઝીલમાં ઉત્પાદનનો અંદાજ નીચો મૂકાતાં વિશ્વ બજારમાં ખાંડના ભાવો ઘટતા અટકી વધી આવ્યા છે. લંડન બજારમાં મંગળવારે છેલ્લે રિફા.-વ્હાઈટ સુગરના ભાવો ઓગસ્ટ વાયદાના ૬.૨૦ ડોલર વધી ૫૮૨.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા. ભારતમાં ખાંડની વધુ નિકાસછૂટ આપવી કે નહિં એનોે નિર્ણય કરવા દિલ્હીમાં હવે સોમવારે મળનારી મિટિંગ પર બજારની નજર રહી છે.

કોપરમાં રૃ.૩૦૦નો ઉછાળોઃ વિશ્વ બજારમાં ભાવો ૮૨૦૦ ડોલર નજીક પહોંચ્યા
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપર, ટીન તથા સીસાના ભાવો વધી આવ્યા હતા જયારે અન્ય ધાતુઓ શાંત રહી હતી, વિશ્વ બજારમાં કોપરના ૩ મહિનાના ભાવો વધી ૮૧૦૦ ડોલરની સપાટીને પાર કરી ૮૨૦૦ ડોલરની નજીક પહોંચ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે હાજર ભાવો કિવ.દીઠ કોપર વાયર બારના રૃ.૩૦૦ વધી રૃ.૫૧૧૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપ તથા બ્રાસ સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૬૦૦ ઉંચા બોલાઈ રહ્યા હતા.લંડન એક્સ.માં આજે કોપરનો સ્ટોક વધુ ૪૭૫ ટન ઘટયો હતો અને ત્યાં ૩ મહિનાના ભાવો ૮૦૯૨ વાળા ૮૧૯૭ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે કિવ.દીઠ ટીનના ભાવો રૃ.૫૦૦ વધી રૃ.૧૩૪૫૦૦ રહ્યા હતા જયારે સીસાના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૨૨૦૦ રહ્યા હતા. નિકલ, જસત તથા એલ્યુ.ના ભાવો અથડાતા રહ્યા હતા. લંડન એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો ટીનના ૨૧૭૦૫ ડોલર, નિકલના ૧૭૫૩૦ ડોલર, એલ્યુ.ના ૨૦૮૪ ડોલર, જસતના ૨૦૦૩ ડોલર તથા સીસાના ૨૦૮૦ ડોલર રહ્યા હતા ત્યાં આજે સીસાનો સ્ટોક ૬૫૦ ટન, જસતનો ૫૦ ટન ઘટયો હતો જયારે નિકલનો સ્ટોક ૧૦૩૨ ટન તથા એલ્યુ.નો ૯૩૨૫ ટન વધ્યો હતો. ત્યાં હાજર કોપરની અછત રહેતાં ૩ મહિનાના ભાવો સામે હાજર ભાવોનું પ્રીમિયમ વધીને ૯૦ ડોલર થઈ ગયાના સમાચારો હતા.
સોયાતેલમાં શિકાગો ઉછળતાં ઈન્દોર વાયદામાં ઝડપી ચમકારો ઃ મલેશિયામાં પામતેલ પણ ઉંચકાયું
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો ઘટતા અટકી પ્રત્યાઘાતી ઉછાળા વચ્ચે ફરી રૃ.૩૪૦૦ની સપાટીને પાર કરી ગયા હતા. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૩૯૩ વાળા રૃ.૩૩૮૫ ખુલી રૃ.૩૩૭૮ થઈ ગયા પછી ઉંચામાં રૃ.૩૪૧૪ બંધ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. વેચાણો પણ કપાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવો ઉછળતા તથા તેના પગલે ઘરઆંગણે ઈન્દોરમાં સોયાતેલ વાયદો વધી આવતાં તેના કારણે પણ એરંડા વાયદામાં ઘટયા ભાવથી ચમકારો આવ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૩૪૦ વાળા રૃ.૩૩૦૦ રહ્યા હતા જયારે કિલોના ભાવો રૃ.૮ ઘટી કોમર્શિયલના રૃ.૬૯૦ તથા એફએસજીના રૃ.૭૦૦ રહ્યા હતા. એફએસજી કંડલાના ભાવો રૃ.૬૯૦ રહ્યા હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૦ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૩૮ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા જયારે મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૪૮ પોઈન ્ટ ઉછળ્યો હતો. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૭૭૨.૫૦ વાળા આજે રૃ.૭૭૧.૮૦ થયા પછી વધી રૃ.૭૮૦.૮૦ થઈ છેલ્લે રૃ.૭૮૦.૬૦ રહ્યો હતો. મુંબઈમાં હાજર ભાવો આજે સોયાતેલના રિફા.ના રૃ.૭૨૭ રહ્યા હતા. પામતેલમાં આજે એક રિફાઈનરીએ ૧૦મી મે સુધીની ડિલીવરીમાં આશરે ૫૦૦ ટન માલો રૃ.૬૬૨થી ૬૬૩માં વેંચ્યા હતા જયારે અન્ય એક રિફાઈનરીએ એપ્રિલ માટે રૃ.૬૫૫ તથા મે માટે રૃ.૬૬૦માં ૨૫૦થી ૩૦૦ ટન માલો વેંચ્યાની ચર્ચા હતી, મુંબઈમાં આજે સિંગતેલના ભાવો રૃ.૧૨૩૫ વાળા રૃ.૧૨૪૫ રહ્યા હતા જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૧૨૪૦ વાળા રૃ.૧૨૬૦ તથા ૧૫ કિલોના રૃ.૧૯૧૦ વાળા રૃ.૧૯૨૫ રહ્યાના સમાચારો હતા.મુંબઈ બજારમાં આજે સનફલાવરના ભાવો રૃ.૬૬૫ વાળા રૃ.૬૬૮ તથા રિફા.ના ભાવો રૃ.૭૪૦ વાળા રૃ.૭૩૮ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો રૃ.૭૦૦ વાળા રૃ.૬૯૫ રહ્યા હતા. કોપરેલના ભાવો રૃ.૭૦૦ના મથાળે શાંત રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે ખોળના ભાવો સોયાખોળના રૃ.૨૬૮૦૦ વાળા રૃ.૨૮૦૦૦ રહ્યા હતા.
એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૯૦થી ૯૨ હજાર ગુણી આવી હતી અને ત્યાં હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૬૮૮થી ૬૯૦ રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૪૧૬ રહ્યો હોત. હૈદ્રાબાદ બાજુ આજે ૨૦૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવોે રૃ.૩૦૦૦ તથા દિવેલના રૃ.૬૬૫ રહ્યા હતા.
રૃમાં ન્યુયોર્ક વાયદો વધ્યા ભાવથી ૧૦૪ પોઈન્ટ તૂટયો
મુંબઈ રૃ બજારમાં આજે મથકોએ સ્પોટ પર મિલોની નવી ખરીદી છૂટીછવાઈ રહી હતી. સીસીઆઈ માલો લઈ રહ્યું હતું. વિશ્વ બજારના સમાચારો વધ્યા ભાવથી ફરી નરમાઈ બતાવતા હતા. ઘરઆંગણે આજે સ્પોટ પર ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૩૫૦૦થી ૩૪૦૦૦ રહ્યા હતા. જયારે ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૪૫૦૦ રહ્યા હતા. મધ્ય-પર્દેશ તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો સારા માલોના રૃ.૩૨૫૦૦થી ૩૩૫૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર રાજસ્થાન, હરિયાણા તથા પંજાબ બાજુ નીચામાં રૃ.૩૨૫૦થી ૩૩૦૦ તથા સારાના રૃ.૩૪૫૦ થી ૩૫૦૦ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે વધ્યા ભાવથી ૧૦૪, ૧૦૨ તથા ૭૯ પોઈન્ટનો ઘજાડો બતાવતા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved