Last Update : 26-April-2012, Thursday

 

વિપ્રોના નબળા આવક અંદાજોએ આઇટી શેરોમાં વેચવાલી સાથે
S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો

અંતે કવરીંગે સેન્સેક્ષ ૫૬ પોઇન્ટ ઘટીને ૧૭૧૫૧ ઃ નિફ્ટી નીચામાં ૫૧૬૦ થઇ ૫૨૦૨ ઃ બેંકિંગ, આઇટી, પીએસયુ શેરોમાં ધોવાણ
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
આઇટી- સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે ટોચની કંપની ટીસીએસ દ્વારા ગઇકાલે ચોથા ત્રિમાસિકના અપેક્ષાથી સારા પરિણામ અને આવક અંદાજો ઉજળી રજૂ કર્યાથી આઇટી શેરોની તેજીએ બજારની પડતીને અટકાવ્યા બાદ આઇટી કંપની વિપ્રોએ આજે ગત ચોથા ત્રિમાસિકના સાધારણ પરિણામ સાથે ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક માટે આઇટી આવકના નબળા અંદાજો મૂકતા શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. ટ્રેડીંગના આરંભથી જ વિપ્રોના પરિણામ પાછળ આઇટી શેરોમાં સુધારાને બ્રેક લાગી હતી, પરંતુ હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, સ્ટરલાઇટ, મારૃતી સુઝુકી, એચડીએફસી બેંક, લાર્સન, રિલાયન્સની મજબૂતીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૨૦૭.૨૯ સામે ૧૭૨૨૫.૫૪ ખુલીને શરૃઆતમાં ૪૨.૩૨ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૭૨૪૯.૬૧ સુધી પહોંચ્યો હતો. પરંતુ વધ્યામથાળે વિપ્રો પાછળ આઇટી શેરો ટીસીએસ સહિતમાં વેચવાલી નીકળતા આ સુધારો ધોવાઇ જઇ આરંભના સેન્સેક્ષ ૩૫થી ૩૮ પોઇન્ટનો ઘટાડો બતાવતો હતો. જે પોણા અગીયાર બાદ આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ભારતની વધતી રાજકોષીય ખાધ અને રોકાણના પ્રતિકૂળ બનતા વાતાવરણે ભારતના સોવરેઇન ક્રેડિટ આઉટલૂકને 'સ્ટેબલ'થી ડાઉનગ્રેડ નેગેટીવ કરતા અને ઘણી કંપનીઓના આઉટલૂકને પણ ડાઉનગ્રેડ કરતા ત્વરિત આકરાં પ્રત્યાઘાતે આવેલી હીટમાં ભેલ, કોલ ઇન્ડિયા, ગેઇલ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેંક, એનટીપીસી, સન ફાર્મા, આઇસીઆઇસીઆઇ બેંક સહિતમાં વેચવાલી નીકળતા સેન્સેક્ષ ૮ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટી જઇ ૧૭૦૫૨ નજીક આવી ગયો હતો. જે પછી વધુ ઘટતો જઇ એક સમયે ૧૮૮.૦૫ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૭૦૧૯.૨૪ સુધી આવી ગયો હતો. જે ઘટયા મથાળે આઇટી શેરોમાં શોર્ટ કવરીંગ સાથે ભોલે શંકર પ્રેરિત ઓટો શેરોની તેજીમાં હીરોમોટોકોર્પ, મારૃતી સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટોમાં લેવાલી સાથે યશ બેંકના સારા પરિણામે એચડીએફસી બેંક સહિતના બેંક શેરોમાં કવરીંગે સેન્સેક્ષ મોટાભાગનો ઘટાડો પચાવી જઇ અંતે ૫૬ પોઇન્ટ ઘટીને ૧૭૧૫૧.૨૯ બંધ રહ્યો હતો.
નિફ્ટી આઠ મીનિટમાં બાવન પોઇન્ટ તૂટયો ઃ ૫૨૬૬ની ટોચથી નીચામાં ૫૧૬૦ સુધી ખાબક્યો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૨૨.૬૫ સામે ૫૨૨૨.૨૦ મથાળે ખુલીને આરંભમાં સાંકડી વધઘટમાં ઉપરમાં ૫૨૩૬.૧૦ સુધી ગયો હતો. જે વધ્યામથાળેથી વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી સાથે રિલાયન્સ પાવર, આરકોમ, રિલાયન્સ ઇન્ફ્રા. ભેલ, સિમેન્સ, એસીસી, રેનબેક્સી સહિતમાં વેચવાલી નીકળતા અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ભારતનું આઉટલૂક સ્ટેબલથી ડાઉનગ્રેડ નેગેટીવ કરતા હેમરીંગમાં ૧૧.૪૯ વાગ્યે ૮ મિનીટમાં નિફ્ટી ૫૨૨૩ની સપાટીથી બાવન પોઇન્ટ તૂટી જઇ ૧૧ઃ૫૭ વાગ્યે ૫૧૭૧ સુધી આવી ગયો હતો. જે વધુ ઘટીને નીચામાં ૫૧૬૦.૬૫ સુધી તૂટી જઇ અંતે ૨૦.૬૫ પોઇન્ટ ઘટીને ૫૨૦૨ બંધ રહ્યો હતો.
નિફ્ટી મે ફ્યુચર ઉપરમાં ૫૨૭૩થી નીચામાં ૫૧૮૮ સુધી પટકાયો ઃ ૫૦૦૦ના મે પુટમાં મોટું લ ેણ થયું?
ડેરીવેટીવ્ઝમાં એપ્રિલ વલણના આવતીકાલે ગુરુવારે અંત પૂર્વે નિફ્ટી બેઝડ તેજીના ઓળીયા વધુ ખંખેરાઇ હેમરીંગ વધ્યું હતું. નિફ્ટી એપ્રિલ ફ્યુચર ૪૩૪૦૦૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૨૭૮ કરોડના ટર્નઓવરે ૫૨૨૪.૩૫ સામે ૫૨૨૦ ખુલી ઉપરમાં ૫૨૩૫.૪૦ થઇ નીચામાં ૫૧૫૩.૪૦ સુધી ગબડી જઇ અંતે ૫૧૯૬.૫૦ હતો. જ્યારે નિફ્ટી ફ્યુચર ૨,૨૧,૯૪૯ ક ોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૮૧૦ કરોડના ટર્નઓવરે ૫૨૬૦.૯૫ સામે ૫૨૪૦ ખુલી ઉપરમાં ૫૨૭૩.૪૫ થઇ નીચામાં ૫૧૮૭.૭૫ સુધી પટકાઇ જઇ અંતે ૫૨૩૪ હતો. નિફ્ટી ૫૦૦૦ના મે મહિનાના પુટમાં મોટું લેણ થયાની ચર્ચા વચ્ચે ૪૫.૦૫ સામે ૪૪ ખુલી નીચામાં ૩૯થી ઉપરમાં ૬૨.૬૦ સુધી જઇ છેલ્લે ૪૬.૫૦ હતો. નિફ્ટી મે ૫૧૦૦નો પુટ ૬૮.૮૫ સામે ૬૧ ખુલી નીચામાં ૫૬.૫૫થી ઉપરમાં ૯૨.૩૫ સુધી જઇ છેલ્લે ૭૧.૫૫ હતો.
વિપ્રો નબળા ગાઇડન્સે રૃા. ૩૨ ગબડયો ઃ એમ્ફેસીસ, ટીસીએસ ઘટયા ઃ આઇટી ઇન્ડેક્ષ ૮૨ તૂટયો
આઇટી કંપની વિપ્રોએ ચોથા ત્રિમાસિકનો નેટ નફો ૮ ટકા વધીને રૃા. ૧૪૮૧ કરોડ અને કુલ આવક ૧૯ ટકા વધીને રૃા. ૯૮૬૯ કરોડ જાહેર કર્યા સામે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના પ્રથમ ત્રિમાસિક માટે આઇટી સર્વિસિઝની આવકનો અંદાજ ૧૫૨ કરોડથી ૧૫૫ કરોડ ડોલરનો નબળો મૂકતા શેરમાં વેચવાલીએ રૃા. ૩૨.૨૫ ઘટીને રૃા. ૪૧૦.૧૫, ટીસીએસ રૃા. ૨૨.૯૫ ઘટીને રૃા. ૧૧૭૨.૩૦, એમ્ફેસીસ રૃા. ૧૨.૮૫ ઘટીને રૃા. ૩૫૬, ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ રૃા. ૧૪.૧૫ ઘટીને રૃા. ૭૦૪.૭૫, ટેક મહિન્દ્રા રૃા. ૯.૪૫ ઘટીને રૃા. ૬૮૭.૫૦, ઓરકેલ ફીનસર્વ રૃા. ૨૦.૦૫ ઘટીને રૃા. ૨૫૭૩.૦૫ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૮૨.૨૨ પોઇન્ટ ઘટીને ૫૪૭૯.૯૦ રહ્યો હતો. ઇન્ફોસીસને ડાઉનગ્રેડ કરાયા છતાં શેર ઘટાડે કવરીંગે રૃા. ૨૩૪૮.૮૦ મજબૂત હતો.
કન્ઝ્યુમર ડયુરેબલ્સ ઇન્ડેક્ષ ૧૧૧ પોઇન્ટ તૂટયો ઃ ટાઇટન, સી. મહેન્દ્ર, ગીતાંજલી જેમ્સ ઘટયા
ખરડાયેલા સેન્ટીમેન્ટમાં હવે કન્ઝ્યુમર ડયુરેબલ્સ ક્ષેત્રે પણ ગ્રાહકોની માગ ઘટી રહ્યાના અહેવાલો વચ્ચે કન્ઝ્યુમર ડયુરેબલ્સ કંપનીઓની નફાશક્તિ ભીંસમાં આવવાના અંદાજોએ શેરોમાં વેચવાલી હતી. ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૬.૫૦ ઘટીને રૃા. ૨૩૦.૭૦, સી. મહેન્દ્ર એક્ષપોર્ટસ રૃા. ૩.૪૦ ઘટીને રૃા. ૧૪૫.૧૦, ગીતાંજલી જેમ્સ રૃા. ૭.૩૦ ઘટીને રૃા. ૩૨૫.૨૫, વ્હર્લપુલ રૃા. ૩.૨૫ ઘટીને રૃા. ૨૧૪.૩૦, ટીટીકે પ્રેસ્ટિજ રૃા. ૨૨.૪૫ ઘટીને રૃા. ૩૪૧૫.૪૫ રહ્યા હતા. બીએસઇ કન્ઝ્યુમર ડયુરેબલ્સ ઇન્ડેક્ષ ૧૧૦.૬૩ પોઇન્ટ ઘટીને ૬૫૧૨.૧૪ રહ્યો હતો.
ડીઝલ ડીકંટ્રોલ છતાં ઓટો શેરોમાં તેજી ઃ ટાટા મોટર્સ, મારૃતી, હીરો મોટોકોર્પ વધ્યા
ઓટોમોબાઇલ કંપનીઓના શેરોમાં તેજીની રૃખ પાછલા દિવસોમાં કાઢનાર મહારથીએ આજે એસ એન્ડપી દ્વારા ભારતના ક્રેડિટ આઉટલૂકને ડાઉનગ્રેડ કરવાથી કોઇ ફરક નહીં પડવાના કરેલા નિવેદન અને ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરવાના નેગેટીવ નિર્ણયને અવગણી શેરોમાં તેજીનો વેપાર કર્યો હતો. ટાટા મોટર્સ રૃા. ૨.૨૦ વધીને રૃા. ૩૧૩.૮૫, હીરો મોટોકોર્પ રૃા. ૪૨.૨૫ વધીને રૃા. ૨૨૩૭.૫૦, મારૃતી સુઝુકી રૃા. ૧૬.૮૦ વધીને રૃા. ૧૩૮૨.૨૫, બજાજ ઓટો રૃા. ૬.૭૦ વધીને રૃા. ૧૬૫૪.૧૫ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૨૨.૯૪ પોઇન્ટ વધીને ૧૦૬૦૨.૭૦ રહ્યો હતો.
એસએન્ડપીના નેગેટીવ આઉટલૂકની અસરે બેંક શેરોમાં ેવચવાલી ઃ અલ્હાબાદ, સિન્ડિકેટ ઘટયા ઃ યશ બેંક વધ્યો
યશ બેંકનો ચોથા ત્રિમાસિકનો નેટ નફો ૩૩ ટકા વધીને આવ્યા સામે સ્ટાન્ડર્ડ એન્ડ યુઅર્સે ભારતના સોવરેઇન ક્રેડિટ આઉટલૂકને ડાઉનગ્રેડ કર્યાની અસર તેમજ પીએસયુ બેંકોની એનપીએમાં વધારો થવાના જોખમે બેંક શેરોમાં વેચવાલી હતી. અલ્હાબાદ બેંક રૃા. ૭.૭૫ ઘટીને રૃા. ૧૭૩.૭૦, સિન્ડિકેટ બેંક રૃા. ૪.૫૦ ઘટીને રૃા. ૧૦૨.૪૫, આઇએનજી વૈશ્ય બેંક રૃા. ૪.૫૦ ઘટીને રૃા. ૧૦૨.૪૫, આઇએનજી વૈશ્ય બેંક રૃા. ૧૪.૩૦ ઘટીને રૃા. ૩૫૯.૬૦, ઇન્ડિયન બેંક રૃા. ૬.૫૦ ઘટીને રૃા. ૨૧૧.૧૦, આઇડીબીઆઇ બેંક રૃા. ૩.૧૫ ઘટીને રૃા. ૧૦૨.૯૦, કેનરા બેંક રૃા. ૧૩.૨૦ ઘટીને રૃા. ૪૫૯.૧૫, આંધ્ર બેંક રૃા. ૩.૦૫ ઘટીને રૃા. ૧૧૮.૧૦, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૮.૮૫ ઘટીને રૃા. ૮૩૮.૬૫, સ્ટેટ બેંક રૃા. ૧૬.૭૫ ઘટીને રૃા. ૨૧૭૧.૭૦ રહ્યા હતા. જ્યારે યશ બેંક સારા પરિણામે રૃા. ૬.૭૦ વધીને રૃા. ૩૬૬.૭૦, એચડીએફસી બેંક રૃા. ૫.૨૦ વધીને રૃા. ૫૪૬.૯૦ રહ્યા હતાં.
યુનાઇટેડ સ્પિરીટ ડીઆઇજીઓના અહેવાલે રૃા. ૫૬ ઉછળ્યો ઃ વોખાર્ટ રૃા. ૨૩, ઇન્ડિયાબુલ્સ રૃા. ૭ વધ્યા
યુનાઇટેડ સ્પિરીટમાં વિશ્વની સૌથી મોટી સ્પિરીટ કંપની ડીઆજીઓ દ્વારા લઘુત્તમ હોલ્ડિંગ ખરીદવાની વાટાઘાટ શરૃ થયાના અહેવાલે શેર રૃા. ૫૬.૩૫ ઉછળીને રૃા. ૭૩૮.૫૫, વોખાર્ટ રૃા. ૨૩.૩૦ ઉછળીને રૃા. ૭૧૮.૪૫, ઇન્ડિયાબુલ્સ ફાઇનાન્શિયલ રૃા. ૭.૧૦ વધીને રૃા. ૨૨૦.૭૫, મધરસન સુમી પેરન્ટ મધરસન સુમી ફાઇનાન્સ લિમિટેડના રૃા. ૧૬૬૫ કરોડના જંગી આઇપીઓની તૈયારીના આકર્ષણે શેર રૃા. ૫.૬૫ વધીને રૃા. ૧૮૩.૬૫, બોશ રૃા. ૨૪૬.૩૫ ઉછળીને રૃા. ૮૬૪૦, ક્રિસિલ રૃા. ૨૩.૯૦ વધીને રૃા. ૧૦૪૫, લુપીન દ્વારા નાગપુર નજીક નવો પ્લાન્ટ સ્થાપવાના નિર્ણયે રૃા. ૧૨.૩૦ વધીને રૃા. ૫૫૨.૪૦, એમઆરએફ રૃા. ૨૩૬.૫૦ વધીને રૃા. ૧૧૪૩૬.૪૦, ભારતી એરટેલ વેલ્યુબાઇંગે રૃા. ૬.૯૦ વધીને રૃા. ૩૧૩.૨૫ રહ્યા હતાં.
ભેલ, પાવર ફાઇનાન્સ, ગેઇલ ઇન્ડિયા, એચએમટી, મોઇલ, ઓઇલ ઇન્ડિયા, એમએમટીસી ઘટયા
પાવર- કેપિટલ ગુડઝ, પીએસયુ શેરોમાં ફંડોની વેચવાલીએ ભેલ રૃા. ૫.૫૦ ઘટીને રૃા. ૨૩૧.૮૦, પાવર ફાઇનાન્સ રૃા. ૮.૪૫ ઘટીને રૃા. ૧૭૫.૭૫, ગેઇલ ઇન્ડિયા રૃા. ૧૧.૬૫ ઘટીને રૃા. ૩૩૬.૬૦, એમએમટી રૃા. ૧.૧૫ ઘટીને રૃા. ૩૯.૬૦, એમએમટીસી રૃા. ૧૯.૬૦ ઘટીને રૃા. ૬૯૭, મોઇલ રૃા. ૪.૭૦ ઘટીને રૃા. ૨૬૦.૪૫, ઓઇલ ઇન્ડિયા રૃા. ૧૦ ઘટીને રૃા. ૪૫૩.૬૦, રહ્યા હતાં.
૧૪૪૪ શેરો ઘટયા ઃ ૧૯૫ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ-મિડ કેપ શેરોમાં પણ વ્યાપક વેચવાલીના દબાણે માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૫૨ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૪ અને ઘટનારની સંખઅયા ૯૭૨ રહી હતી. જ્યારે ૧૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
એલેમ્બિક રૃા. ૩ ઉછળ્યો ઃ હોન્ડા સીએલ, ઓસીએલ આર્યન, બીએફ યુટીલીટીમાં તોફાન
ખરાબ બજારે પસંદગીના શેરોની તેજીમાં એલેમ્બિક લિમિટેડ રૃા. ૩ ઉછળીને રૃા. ૧૯.૩૦, હોન્ડા સીએલ પાવર રૃા.૩૫.૯૫ ઉછળીને રૃા. ૪૭૩.૩૦, ઓસીએલ આર્યન રૃા. ૪ ઉછળીને રૃા. ૪૮.૩૫, સોના કોયો રૃા. ૧.૦૨ ઉછળીને રૃા. ૧૪.૨૧, બીએફ યુટીલીટી રૃા. ૩૩.૬૦ ઉછળીને રૃા. ૪૨૯.૨૫, મોતીલાલ ઓસ્વાલ રૃા. ૫.૦૫ વધીને રૃા. ૧૧૧.૭૦, જિન્દાલ સ્ટેનલેસ રૃા. ૩ વધીને રૃા. ૭૯.૫૦, કોક્ષ કિંગ્સ રૃા. ૪.૯૦ વધીને રૃા. ૧૪૧.૧૦, ટીવીએસ મોટર રૃા. ૧.૧૦ વધીને રૃા. ૩૯.૧૦, રેડીકો ખૈતાન રૃા. ૩.૯૫ વધીને રૃા. ૧૨૭.૩૫ રહ્યા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved