Last Update : 26-April-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૬-૦૪-૨૦૧૨, ગુરૃવાર
વૈશાખ સુદ પાંચમ - સોમનાથ પ્રતિષ્ઠા દિન
જગદગુરુ શંકરાચાર્ય જયંતી
આજે પાંચમને ગુરુવાર છે તેથી સુર્ભિક્ષ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૦ મિ. (સૂ) ૭ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૦૩ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ધ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મૃગશીર્ષ બપોરના ૧૨ ક. ૩૬ મિ. સુધી પછી આદ્રા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મેષ, મંગળ-સિંહ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ.), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, ચંદ્ર-મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈન વીર સંવત - ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રા.દિ. વૈ. ૬. માસ-તિથિ-વાર - વૈશાખ સુદ પાંચમ ને ગુરુવાર.
સોમનાથ પ્રતિષ્ઠા દિન. જગદગુરુ શંકરાચાર્ય જયંતી. મૃત્યુ યોગ બપોરના ૧૨ ક. ૩૬ મિ. સુધી.
ભુજ, મંદિરમાં નરનારાયણ દેવનો પાટોત્સવ. સૂરત, કાશીના દેવોનો પાટોત્સવ.
- આજે પાંચમને ગુરુવાર છે તેથી સુર્ભિક્ષ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિલ આખર માસનો ૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૧૨ રોજ મોહોર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બપોર સુધી યાત્રા-પ્રવાસ, મહત્વની મુલાકાત, ચર્ચા વિચારણા, નિર્ણયમાં સાવધાની, જાગૃતિ રાખવી.

 

વૃષભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ, રાહત થતી જાય. કુટુંબ પરિવારના નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો.

 

મિથુન ઃ નોકરી-ધંધાના પત્ની સંતાનના કામ અંગે નિર્ણય અંગે તમે દ્વિઘા ચિંતામાં રહો. નવા કામની ઓફર આવે પરંતુ જોખમ રહે.

 

કર્ક ઃ વાણીમાં મીઠાસ ને વ્યવહારની નમ્રતા સંતાનના વિદ્યા ભણતર, વિવાહ લગ્ન અંગેની વાતચીતમાં, નિર્ણયમાં દાખવવી પડે.

 

સિંહ ઃ આકસ્મિક કોઇ લાભ ફાયદો નોકરી-ધંધાના કે સંતાનના કામમાં જણાય. બપોર પછી સગા સંબધી મિત્રવર્ગથી સાનુકુળતા રહે.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં, સાંસારીક પ્રશ્નમાં આપને શાંતિ રાહત જણાય નહીં. નાણાંકીય ખેંચ - ચિંતા મુંઝવણ રહે.

 

તુલા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા કામની સફળતા પ્રગતિથી હળવાશ, રાહત આનંદ અનુભવો. આવક થાય.

 

વૃશ્ચિક ઃ આપના નોકરી-ધંધાના કામાં નાણાકીય લેવડ દેવડના વ્યવહારમાં અન્યના વિશ્વાસે રહેવામાં તકલીફ થાય. મુશ્કેલીમાં મુકાવ. બેચેની અનુભવો.

 

ધન ઃ નોકરી-ધંધાના કામ અંગેની ચિંતા વ્યસ્તતા પછી હળવાશ રાહત જણાય. પત્ની - સંતાન પરિવાર મિત્રવર્ગથી સાનુકુળતા રહે.

 

મકર ઃ પરિવારના પ્રશ્ને ચિંતા બેચેની વિચારોમાં અટવાયેલા રહો. નોકરી-ધંધાના કે અન્ય કામમાં એકાગ્રતા જળવાય નહીં. કંટાળો આવી જાય.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કે પુત્ર પૌત્રાદિકના કામ અંગે ખર્ચ થાય. બહાર જવાનું થાય. નવા કામ અંગે આયોજન અંગે ચર્ચા વિચારણા થાય.

 

મીન ઃ સગા સંબંધી મિત્રવર્ગના ઘર પરિવારના કામમાં ચિંતા ઉચાટ રહે. નોકરી-ધંધાના કામમાં રુકાવટ, ઉશ્કેરાટ ગુસ્સો આવી જાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૬-૦૪-૨૦૧૨, ગુરૃવાર

આજથી શરૃ થતા આપના જન્મ વર્ષમાં યશ, સફળતા મળવાથી, આવક વધવાથી આનંદ રહે. વ્યવહારિક, સામાજીક, ધાર્મિક પ્રસંગે ખર્ચ થાય પરંતુ આપને કોઇ તકલીફ પડે નહીં. તે સિવાય મકાન, વાહનની ખરીદી કે સંયુકત મીલ્કતની વહેંચણી, વેચાણનો પ્રશ્ન ઉકેલાય. * વર્ષારંભે સંતાનના વિદ્યા ભણતર, વિવાહ લગ્ન માટે સાનુકુળતા રહે. તમારા તેમજ સંતાનના ગ્રહયોગની પ્રબળતાથી આકસ્મિક અશક્ય કામ શક્ય બને. * નોકરી-ધંધામાં અવાર નવાર ચિંતા દ્વિઘા શંકા રહે. નકારાત્મક વિચારો આવે. પત્નીના નામે ધંધો હોય તો તેમાં ખાતાકીય પરેશાની, નુકસાનીથી સંભાળવું પડે. * સાસરી પક્ષના સબંધ, વ્યવહારમાં ચિંતા બિમારી વિવાદ જણાય. પત્ની સાથે અવાર નવાર મતભેદ થઇ જાય. * સ્ત્રી વર્ગને ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ રહે. પતિ-સંતાનના કામમાં સાનુકુળતા રહે. * વિદ્યાર્થી વર્ગને ભણાવામાં ખર્ચ વધે, સ્થળાંતર થાય. પરદેશના પ્રયત્નમાં પ્રગતિ જણાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

પડોશી લલ્લુએ આવીને છગનને કહ્યું, 'અરે, તમે આમ ઘરે શું બેઠા છો ?'
'કેમ શું છે ?' છગને પૂછ્યું.
'અરે, તમારી પત્ની પેલી હાઇવે પરની હોટલમાં તમારા ભાઈ સાથે એક અંધારા ખૂણામાં બેસીને મોજમસ્તી કરી રહી છે...' લલ્લુ બોલ્યો, 'જલ્દી જાવ અને બન્નેને સીધા કરો...'
છગન તરત જ બાઇક લઈને ઉપડયો અને થોડી વારે પાછો આવ્યો. લલ્લુએ પૂછ્યું, 'કેમ, આમ જલદી પાછા આવ્યા ? તેઓ ત્યાં હતા કે નહીં ?'
'હતા ને !' છગને કહ્યું, 'પણ તેં મને નાહકનો દોડાવ્યો... એ મારો ભાઈ નથી... હું તો એને ઓળખતો પણ નથી... મેં એને પહેલી વાર જ જોયો.'
'પણ તારી વાઇફ તો હતી ને ત્યાં ?' લલ્લુએ પૂછ્યું.
'હા હતી ને,' છગને કહ્યું 'હજી બંને ત્યાં જ છે.'

[Top]
 

આજ ની રેસીપી

તાપશામક શરબત-આઈસ્ક્રીમ-કુલ્ફી-કોલ્ડ્રિંક્સ

હનીમૂન ડ્રિંક

 

સામગ્રી ઃ ૨ બોટલ કૅમ્પા કોલા (ઠંડું), ૨ મોટા ચમચા લીંબુંનું શરબત, ૧ કપ વેનીલા. આઇસક્રીમ, ૧ મોટો ચમચો રૂહ-અફઝા, થોડો બરફનો ભૂકો.

 

રીત ઃ સૌ પ્રથમ મોટા ગ્લાસમાં તળિયે બરફનો ભૂકો નાખો તેના પર ૧-૧ ચમચો લીંબુંનું શરબત અને પછી કૅમ્પા કોલા રેડી તેના પર આઇસક્રીમ અને ૧/૨ - ૧/૨ મોટો ચમચો રૂહ-અફઝા રેડી તરત જ પીરસો સાતે ચમચી આપવી.

 

 

ગ્રેપ ફૅન્ટસી

 

સામગ્રી ઃ ૪૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨૫૦ ગ્રામ તાજી બી વિનાની અંગૂર, ૫૦ ગ્રામ કાજુ, પાંચ ટીપાં પીળો અને બે ટીપાં લીલો રંગ, ૧ કપ અંગૂરનો રસ ૧ ચમચી વેનીલા એસેન્સ, ૨ મોટા ચમચા જિલેટીન, ૧ કપ દૂધ, ૧ ચમચો લાલ ટુટીફૂટી.

 

રીત ઃ સૌ પ્રથમ દૂધ, ૧ ચમચો લાલ રૂટીફૂટી રાખો. ૧૫ મિનિટમાં જિલેટીન ફૂલી જશે. હવે તાજા ક્રીમમાં ખાંડ અને નાખીને ખૂબ ફીણો તથા તેમાં અંગૂરનો રસ ઉમેરો. ૧ કપ અંગૂર જુદી કાઢી લઇ બાકીની અંગૂરને બારીક સમારી મિશ્રણમાં ભેળવી દો. હવે ગ્રેપ આઇસક્રીમ તૈયાર થઇ ગયો. હવે એના ત્રણ ભાગ કરી એક ભાગને સફેદ રહેવા દો. તેમાં કાજુનો ભૂકો મિક્સ કરી ફ્રીઝમાં જામવા માટે મૂકો. બીજા ભાગમાં લીલારંગ અને તીજા ભાગમાં પીળોરંગ ભેળવી ફ્રીઝમાં મૂકી દો. ૨-૩ કલાકમાં આઇસક્રીમ જામી જશે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved