Last Update : 25-April-2012, Wednesday

 

અલ્યા, ‘ડર્ટી પિક્ચર’ કેન્સલ??

 

રવિવારે સોની ચેનલ પર ‘ડર્ટી પિક્ચર’ બતાડવાના હતા. પણ એ બન્ને વાર કેન્સલ થયું (કારણ બે વાર બતાડવાના હતા.)
આ વિશે અલગ અલગ લોકોનું શું કહેવું છે...
* * *
એક કોલેજીયન ઃ
‘‘બે યાર... સેન્સર બોર્ડે ઓલરેડી ૫૭ કટ મારીને ફિલમની પથારી ફેરવી નાંખેલી! હવે ટીવીમાં શું જોવાનું હતું?’’
આ તો ઠીક છે, બતાડી હોત તો બે ચાર ફેવરીટ સીન ૪૦મી વાર જોયા હોત!
* * *
એક સમાજસેવક ઃ
‘‘સમાજમાં દૂષણ ફેલાવતી આવી ફિલ્મો લોકો જુએ છે જ શું કામ? જ્યારે ડર્ટી પિક્ચર રીલીઝ થયેલી ત્યારે એનો ક્રેઝ જોઈને મેં એની ડીવીડી ઘરે મંગાવેલી અને તમે માનશો? મેં એ ફિલમ ૨૪ વખત જોઈ છતાં મને સમજાયું નહિ કે એમાં જોવા જેવું છે શું?’’
* * *
એક સાઘુ મહાત્મા ઃ
‘‘બેટે, ડટ્ટી પિક્ચર કે બારે મેં હમ ને ભી સુના થા! હમ ઈસ ડટ્ટી પિક્ચર કો ભી સમાજ સે દૂર રખના ચાહતે થે. ઈસીલીયે હમ ને ઉસ કી ડીવીડી રિલીઝ હોતે હી ૫૦ કોપી મંગવા લી થી! ...તાકિ કમ સે કમ ૫૦ લોક તો ઈસ સે બચ સકે?
વૈસે આશ્રમ કે સભી પચાસ સાઘુ સંતોં ને ઈસે દેખકર બતાયા થા કિ યહ પિક્ચર પાપ કી જડ હૈ..!!’’
* * *
ફેમસ ભાજપી નેતા ઃ
‘‘સરાકર આખા સમાજને અભડાવવા બેઠી છે. આવી ચીજો કદી ટીવી પર બતાડાતી હશે? આવું બઘું તો ખાનગીમાં... અરે, બને તો, વિધાનસભામાં જ જોઈ લેવાનું હોય!’’
* * *
ઈન્ટેલેક્ચૂઅલ નારીવાદી મહિલા ઃ
‘‘હું માનું છું કે સમાજ એટલો મેચ્યોર તો છે જ, કે પોતાને માટે સારું શું અને ખરાબ શું છે તે જાતે જોઈને નક્કી કરી શખે. હકીકતમાં બાન તો પેલી સાસ-બહુ સિરીયલ પર મુકાવો જોઈએ! કારણ કે એ સિરીયલો ‘પુખ્ત’ વયની મહિલાઓના ‘કુમળા’ મન પર ‘ખોટી’ અસર પાડે છે. (જેના કારણે એ મહિલાઓ અમારું કશું સાંભળવા જ તૈયાર નથી!)
પ્રખ્યાત જ્યોતિષી ઃ
‘‘જુઓ, ડર્ટી પિક્ચર ટીવી પર આવશે તો ખરી. પણ એને ‘બે’ ચીજો નડે છે...
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved