Last Update : 25-April-2012, Wednesday

 

સમરાંગણ સિઆચીન

સિઆચીનની હિમનદી (ગ્લેશિઅર)ને પૃથ્વીનું સૌથી ઊંચું રણમેદાન બનાવીને પાકિસ્તાને એવી મૂર્ખામી કરી છે, જેનો બદલો ભારત અને પાકિસ્તાન બન્ને પક્ષે જાનમાલની ભારે ખુવારી વેઠીને ચૂકવવો પડે છે. સિઆચીનનો પ્રદેશ અત્યંત દુર્ગમ છે. ત્યાં કબજો જમાવવાથી કોઇ પક્ષને આર્થિક, ભૌગોલિક કે બીજો કોઇ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. તેમ છતાં, ફક્ત નકશા પર એક વિસ્તાર પોતાના દેશમાં બતાવવાની મમતથી બન્ને દેશો બિનજરૂરી છતાં આઘાતજનક નુકસાન વેઠી રહ્યા છે.
વર્ષો પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે અંકુશરેખા-લાઇન ઓફ કન્ટ્રોલ-આંકવાની થઇ, ત્યારે એનજે૯૮૪૨ જેવું નામ ધરાવતા એક સ્થળથી આગળનો પ્રદેશ એટલો દુર્ગમ અને બર્ફીલો હતો કે ત્યાં અંકુશરેખા આગળ વધારવાનું બન્ને દેશોને જરૂરી લાગ્યું નહીં. એ વખતનું શાણપણ જોકે થોડા દાયકા પછી, ખાસ કરીને પાકિસ્તાને યુદ્ધમાં મેળવેલા પરાજયો પછી, અદૃશ્ય થયું અને પરિણામની પરવા કર્યા વગર ફક્ત લશ્કરી સાહસનો અહેસાસ આપે એવાં છમકલાં પાકિસ્તાન માટે સહજ બન્યાં. વર્ષો સુધી ‘નો મેન્સ લેન્ડ’ રહેલું સિઆચીન એ જ પરંપરામાં ઉજ્જડ ભૂમિને બદલે યુદ્ધભૂમિ બન્યું. કારગીલમાં પાકિસ્તાની સૈન્યે કરેલી ધૂસણખોરીના એકાદ દાયકા પહેલાં, એ જ વ્યૂહરચના સિઆચીનમાં અપનાવવામાં આવી હતી, પરંતુ ભારતીય સૈનિકોએ બહાદુરીપૂર્વક લડીને સિઆચીન પર કબજો મેળવ્યો. એક સમયે નકામા અને ઉજ્જડ એવા સિઆચીનમાં પાકિસ્તાનને રસ હોવાનું એક કારણ એ પણ હતું કે ચીન સુધીનો રસ્તો કાઢવામાં સિઆચીન ઉપયોગી નીવડી શકે એમ હતું.
એક વારના લશ્કરી મુકાબલા પછી સિઆચીન કાયમ માટે ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘણા કાંટામાંનો એક બની ગયું. ત્યારથી બન્ને દેશોના સૈનિકોએ પૃથ્વીના સૌથી દુર્ગમ વિસ્તારમાં પોતાનાં લશ્કરી થાણાં સ્થાપ્યાં અને કરોડો રૂપિયાનું આંધણ શરૂ થયું. ત્વરિત લશ્કરી કાર્યવાહીને કારણે સિઆચીનમાં ભારત ચડિયાતી સ્થિતિમાં છે, તો પાકિસ્તાને પણ પોતાનો (ધારી લીધેલો) હકદાવો જતો કરવાને બદલે, પોતાના સૈનિકો તહેનાત કર્યા છે. આ મહિને બર્ફીલા તોફાનમાં પાકિસ્તાનના સોથી પણ વઘુ સૈનિકો દુર્ગમ પ્રદેશમાં ફરજ બજાવતાં માર્યા ગયા, ત્યારે ફરી એક વાર સિઆચીન યુદ્ધક્ષેત્રની નિરર્થકતા અને તેની પાછળ થતી જાનમાલની ખુવારીની વ્યર્થતા ચર્ચાનો મુદ્દો બની. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝશરીફ અને વર્તમાન લશ્કરી વડા જનરલ કિયાનીએ સિઆચીનની મડાગાંઠનો ઉકેલ આણવાની અપીલ કરી.
આ અપીલ પાછળ રાજકીય પીઠબળ છે કે માત્ર સંખ્યાબંધ સૈનિકોના મૃત્યુની કારુણીનો પ્રતિભાવ? હજુ સુધી પાકિસ્તાન તરફથી સત્તાવાર રીતે સિઆચીન મુદ્દે નીતિબદલાવનાં કોઇ ચિહ્નો જણાયાં નથી. જનરલ પરવેઝ કિયાનીના નિવેદન અંગે ભારતે વઘુ પડતો ઉત્સાહ દર્શાવવાને બદલે, સાવચેતીપૂર્વક પ્રતિક્રિયા આપી છે. આવતા મહિને બન્ને દેશોના સંરક્ષણ સચિવો વચ્ચે અને ત્યાર પછીના મહિને વિદેશપ્રધાનો વચ્ચે બેઠક થવાની છે ત્યારે તેમાં સિઆચીનનો મુદ્દો કેટલા મહત્ત્વથી ચર્ચાય છે તે જોવાનું રહે છે.
સિઆચીન પરનો કબજો નિરર્થક લાગવાનાં ઘણાં કારણ છેઃ એ પ્રદેશમાંથી આર્થિક રીતે કશો ફાયદો નીપજે એમ નથી. ઉપરથી, એ પ્રદેશમાં અમાનવીય સ્થિતિમાં રહેતા સૈનિકોને રોજેરોજનું જીવન ગાળવા માટે આપવી પડતી મૂળભૂત સુવિધાઓ એટલી મોંઘી પડે છે કે તેની પાછળ વર્ષેદહાડે ખર્ચાતા અબજો રૂપિયા એળે જતા લાગે. એ નાણાં વઘુ સારી રીતે ખર્ચી શકાય એવાં ઘણાં ક્ષેત્રો બન્ને દેશો સમક્ષ પડ્યાં છે. બીજી વક્રતા એ છે કે સિઆચીનમાં આમનેસામને લડાઇ કરતાં વિષમ વાતાવરણ સામેના જંગમાં અનેક ગણા વઘુ સૈનિકો માર્યા જાય છે અથવા તેમના આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય છે. લશ્કરી હૂંસાતૂંસીનો ભૂતકાળ જોતાં સિઆચીન જેવો પ્રશ્ન રાતોરાત ઉકલી જાય એ શક્ય નથી, પરંતુ ભારત-પાકિસ્તાન સંબંધ સુધારવા ઇચ્છતાં હોય, તો સિઆચીન એ દિશામાં એક ઉત્તમ તક પૂરી પાડી શકે છે. આ મુદ્દે બન્ને દેશો એકબીજાનો વિશ્વાસ હાંસલ કરે અને બોલેલું પાળી બતાવે તો ભવિષ્યમાં ફક્ત સિઆચીન જ નહીં, કાશ્મીર અને આતંકવાદ જેવી સમસ્યાઓ અંગે પણ બન્ને દેશો વચ્ચે તંદુરસ્ત વાતાવરણ સર્જાવાની સંભાવના ઉભી થાય.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved