Last Update : 25-April-2012, Wednesday

 

યેદુઆરપ્પા સામે સીબીઆઇની તપાસ લાંબી ચાલશે
કર્ણાટકમાં ભાજપ પોતાની જાળમાં જ સપડાઈ ગયું

- ભાજપના સંગઠનને અસર પડશે ઃ પ્રજાની નજર મોવડીઓના પગલા પર

સુપ્રિમ કોર્ટે નીમેલી એમ્પાવર્ડ કમિટીએ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યેદુઆરપ્પા સામે સીબીઆઇ તપાસ સૂચવતા યેદુઆરપ્પાના મુખ્યપ્રધાન પદના દાવા સામે પણ પ્રશ્નાર્થ લાગ્યો છે એ તો ઠીક પણ કર્ણાટકમાં ભાજપના સંગઠનને પણ ફટકો પડશે.
ભાજપે એકમાત્ર દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં પોતાની સ્વતંત્ર સરકાર રચી હતી. આ સિવાય દક્ષિણમાં ક્યાંય ભાજપ પગપેસારો પણ કરી શકી નથી. આંધ્રમાં તેલંગાણા મુવમેન્ટને ટેકો આપીને ભાજપ તેની હાજરી નોંધાવી શક્યું છે. રાજકીય વિશ્વ્લેષકો માને છે કે ભાજપ કર્ણાટકમાં મજબૂતાઈ પ્રાપ્ત કરીને દક્ષિણના અન્ય રાજ્યો તરફ ઘ્યાન કેન્દ્રિત કરવા જેવું હતું પરંતુ ભાજપ કર્ણાટકને પચાવી શક્યું નહોતું.
યેદુઆરપ્પાના ટ્રસ્ટમાં કેટલીક કંપનીઓએ કરોડો રૂપિયા આપ્યા હતા. તેમના કુટુંબ હસ્તકના પ્રેરણા એજ્યુકેશનલ એન્ડ સોશ્યલ ટ્રસ્ટમાં ચાર કંપનીઓએ પાંચથી દશ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. અહેવાલો પ્રમાણે સાઉથ વેસ્ટ માઇનંિગ ટ્રસ્ટમાં ૧૦ કરોડ રૂપિયા રોક્યા છે. એવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ ટેકનો મેનપાવર સપ્લાયે ૩.૪ કરોડ રૂપિયા ટ્રસ્ટમાં જમા કરાવ્યા હતા. જયભારત ટેકનિકલ સર્વિસે ૩.૪ કરોડનું ડોનેશન ટ્રસ્ટને આપ્યું હતું. રીયલ ટેક સોલ્યુશનને ૩.૨ કરોડ જ્યારે આદર્શ ડેવલપરે ૫.૫૭ કરોડ રૂપિયા આપ્યા હતા.
હવે યેદુઆરપ્પાએ પોતે પણ મુખ્યપ્રધાન બનવાનું કે પક્ષ પ્રમુખ બનવાના આઇડિયા છોડી દીધા છે. તો હવે સીબીઆઇના સકંજામાંથી બચવા માગે છે. સીઇસીના જણાવ્યા પ્રમાણે તો મોખરાની જમીન વેચવામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન યેદુઆરપ્પાએ ખાણ ફાળવણી વખતે એવું કહ્યું હતું કે, તેનો સીધો લાભ તેમના કુટુંબીજનોને મળે તેવું થયું પણ એવું જ. લાભ મેળવનાર કંપનીઓએ યેદુઆરપ્પાના નજીકના સંબંધીઓના નામે ચાલતા એજ્યુકેશનલ એન્ડ સોશ્યલ ટ્રસ્ટમાં કરોડો રૂપિયા રોક્યા હતા.
ભ્રષ્ટાચારની આ સિસ્ટમથી સીઇસી પેનલની આંખો પહોળી થઈ ગઈ હતી એટલે જ આ કેસોમાં સીબીઆઇની ઇન્કવાયરી માટે જણાવ્યું છે. કર્ણાટકમાં સ્વચ્છ અને પ્રતિભાવંત લોકોને પક્ષમાં સમાવવાની ભાજપને જરૂર છે. જ્યાં સુધી યેદુઆરપ્પાની પક્કડમાંથી ભાજપ નહિ છૂટે ત્યાં સુધી તે નવા ચહેરા નહીં શોધી શકે તે પણ હકીકત છે.
કર્ણાટકમાં હવે શું એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. યેદુઆરપ્પા પાસે સંગઠન બનાવવાની તાકાત છે કર્ણાટકમાં ભાજપની પ્રગતિ સામે કોંગ્રેસ ટકી શકી નહોતી. યેદુઆરપ્પા ભાજપના મોવડીઓને એમ સમજાવતા હતા કે યેદુઆરપ્પા એટલે કર્ણાટક !
ભાજપ માટે યેદુઆરપ્પા મોટી જવાબદારી બની ગયા હતા. એક તબક્કે તો તેમના ટેકેદાર ધારાસભ્યોને લઈને એક હોટલમાં રોકાયા હતા. તેમનો ઇરાદો સરકાર ઉથલાવવાનો હતો તેમણે ભાજપના મોવડીઓનું નાક દબાવ્યું હતું અને ફરી મુખ્યપ્રધાન બનાવવા કે કર્ણાટક ભાજપના પ્રમુખ બનાવવા પ્રેશર વધાર્યું હતું. ભાજપના મોવડીઓએ યેદુઆરપ્પાની કોઈ માંગણી મંજૂર રાખી નહોતી.
એક તરફ ભાજપના મોવડીઓ યેદુઆરપ્પાના સાથી અને બળવાખોર સભ્ય સાથે સંપર્ક વધારતા હતા. યેદુઆરપ્પાને કડક સૂચના આપી દેવાઈ હતી કે જ્યાં સુધી સીઇસીનો અહેવાલ ના આવે ત્યાં સુધી સીઇસીનો અહેવાલ ન આવે ત્યાં સુધી દિલ્હી આવવું નહીં.
હવે સીઇસીનો અહેવાલ આવી ગયો છે અને યેદુઆરપ્પાને સીબીઆઇનો સામનો કરવો પડશે ભલે યેદુઆરપ્પા એમ કહે કે તે કાયદાની રીતે લડી લેશે પરંતુ ઓવરઓલ લોસ ભાજપને જઈ રહ્યો છે. કર્ણાટકના લોકોને એટલો ખ્યાલ તો આવી ગયો છે કે ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો વિરોધ પક્ષની ચાલ નથી પણ વિવિધ કંપનીઓના આંચળા હેઠળ બનાવેલા કરોડો રૂપિયા છે.
ભાજપે હવે યેદુઆરપ્પાની માયાજાળમાંથી મુક્ત થઈને પોતાના સંગઠનને વિશ્વાસમાં લેવું પડશે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીઓ આવશે ત્યારે કર્ણાટકમાં ભાજપનું સંગઠન નબળું પડી ગયું હશે. કેમ કે, યેદુઆરપ્પા સીબીઆઇના સકંજામાં વઘુ ને વઘુ સપડાતા જશે.
ભાજપના મોવડીમંડળની બેઠક કર્ણાટકના પ્રશ્ને ગયા સોમવારે મળી હતી. એક તરફ ભાજપ ભ્રષ્ટાચાર વિરોધી યાત્રા કાઢે છે અને ઝુંબેશ શરુ કરે છે જ્યારે બીજી તરફ ભ્રષ્ટાચાર અંગે જેની સામે સીબીઆઇ તપાસ શરુ થઈ રહી છે તે યેદુઆરપ્પાને સાચવવા પ્રયાસ થઈ રહ્યા છે.
યેદુઆરપ્પાના મુદ્દે ભાજપના મોવડીઓ મોં છૂપાવતા ફરે છે, ભ્રષ્ટાચારના આ ખૂબ ચર્ચાસ્પદ મુદ્દામાં ભાજપ અટવાયું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 

 

 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved