Last Update : 25-April-2012, Wednesday

 
દેશમાં ૨૧ હાઈકોર્ટો છે અને ૧ સુપ્રિમ કોર્ટ છે જેમાં કુલ ૨૦,૫૨,૬૮૭ કરતાં વઘુ કેસો પેન્ડીંગ છે !

- દેશમાં ડીસ્ટ્રીક્ટ કોર્ટોના થઈને ૩,૦૦,૦૦,૦૦૦ કરતાં વઘુ કેસ પેન્ડીંગ છે
- કેટલાક કેસ ૫૦ વર્ષ કરતાં પણ જૂના !
- કેસો પણ વઘુ રજાઓ પણ વઘુ અને ન્યાયાધીશો ઓછા
- આપણી સમગ્ર ન્યાયપદ્ધતિ અંગ્રેજો અને અંગ્રેજીની ગુલામીમાં ૧૫૦ વર્ષથી જકડાયેલી છે પણ હજી છૂટી શકતી નથી !

આપણને ૧૦૦-૨૦૦ વર્ષ સુધી ગુલામીમાં રાખનાર અંગ્રેજોએ પોતાની અનુકૂળતા અને આપણી ગુલામીને નજરમાં રાખીને શૈક્ષણિકથી માંડી કાયદાકીય પદ્ધતિઓ નક્કી કરેલી એ આપણી ગુલામી ગયાને અને આઝાદી આવ્યાને ૬૫ વર્ષ થયા તો પણ જેમની તેમ ચાલુ છે. દા.ત. કોર્ટોમાં અંગ્રેજી ભાષાનું જ ચલણ, ‘‘યોર ઓનર !’’ જેવા સંબોધનો, કાળો કોટ, તેમજ કોર્ટોમાં ઉનાળામાં તથા શિયાળામાં રજાઓ રાખવી વગેરે પ્રથા અંગ્રેજોની સગવડ અને આપણને ગુલામીનું ભાન કરાવનાર ગણાય એવી છે.
હમણાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ એ.કે. ગાંગુલી ૨ ફેબુ્રઆરીએ નિવૃત્ત થયા ત્યારે એમના સન્માનમાં રાખેલા વિદાય કાર્યક્રમમાં એમણે આ પ્રથાઓ ઘ્યાનમાં રાખીને કહેલું કે, ‘‘મારા મૃત્યુ વખતે મને માન આપવા કોર્ટોમાં રજા ન રાખતા.’’
આ વાક્ય કહીને એમણે કોર્ટોમાં કેસોના ડુંગરાના ડુંગરાઓના ભરાવાને અને કોર્ટોમાં રખાતી રજાઓ તરફ કટાક્ષાત્મક ઈશારો કર્યો હતો.
આ ન્યાયમૂર્તિ ગાંગુલી એટલે ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડના કેસમાં ૧૨૨ લાઇસન્સોને રદ કરનાર ફેંસલો આપનાર ન્યાયમૂર્તિ.
એમણે કહ્યું કે, એમનું મૃત્યુ થાય ત્યારે સુપ્રિમ કોર્ટમાં અને બીજી હાઇકોર્ટમાં રજા ન હોવી જોઈએ. એમણે કહેલું કે, ‘‘કોર્ટોમાં આમેય ઘણી રજાઓ હોય જ છે જ્યારે બીજી તરફ કામનો ભાર પણ વધતો જાય છે.’’
વઘુમાં એમણે એમ પણ કહ્યું કે, ‘‘રજાના દિવસો ઓછા હોવા જોઈએ અને કામના દિવસો વધવા જોઈએ.’’
ગાંગુલી સાહેબની ચંિતા વાજીબ છે. આપણા દેશની ન્યાયની સૌથી મોટી સંસ્થા (સ્થળ) એવા સુપ્રિમ કોર્ટમાં કેસોની સંખ્યા દિવસે દિવસે નહીં પણ કલાકે કલાકે વધી રહી છે. જ્યારે ત્યાં કામ કરવાના દિવસો પેલા વિદ્યાર્થીઓના કામ કરવાના દિવસો કરતાં પણ ઓછા છે.
સુપ્રિમ કોર્ટમાં સોમવારે અને શુક્રવારે બપોર પછી કામ નથી થતું...રજા ! સ્કૂલ કોલેજમાં એવી રજા નથી હોતી. એ ઉપરાંત શનિવારે અને રવિવારે રજા હોય છે એટલે કે શુક્રવાર બપોર પછી સુપ્રિમ કોર્ટ બંધ રહે તો સોમવારે બપોર સુધી (આ પ્રથા અંગ્રેજોની અનુકૂળતા માટે અંગ્રેજોએ ચાલુ કરેલી)
એટલે કે શનિવાર અને રવિવાર ગણીને ૫૨ વત્તા ૫૨ એટલે કે ૧૦૪ દિવસ તો કોર્ટમાં કામ થાય જ નહીં.
આ ઉપરાંત ઉનાળામાં ૪૫ દિવસની રજા અને શિયાળામાં ૧૫ દિવસની રજા. (આ પણ અંગ્રેજોએ પોતાની અનુકૂળતા માટે દાખલ કરેલું.)
એટલે કે ૧૬૪ દિવસની રજા ૩૬૫ દિવસમાંથી ગઈ.
એ ઉપરાંત હોળી, દશેરા, દિવાળી, નાતાલ, જેવા તહેવારોની રજાઓ ગણો.
ટૂંકમાં, ૨૦૧૨માં સુપ્રિમ કોર્ટે ૧૩૫ દિવસની રજાઓ જાહેર કરેલી છે એટલે ેક કામના દિવસો એના માટે ૧૯૦ રહે.
આ ૧૯૦ દિવસમાં સોમવાર અને શુક્રવાર તો આવે જ છે જે દિવસોમાં ન્યાયાધીશ અડધો દિવસ જ કામ કરે છે. એટલે કે વર્ષમાં ૫૨ દિવસ બીજા ઓછા કરવાના.
પરિણામે વર્ષમાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોને કામ કરવા માટે ૧૩૮ દિવસ જ બચે છે. આ ઉપરાંત ખાસ રજાઓ, આકસ્મિક રજાઓ, હક રજાઓ વગેરે પણ હોય છે. પોતાના અંગત કામે કે કુટુંબના કામે પણ ન્યાયાધીશ રજાઓ લે છે. એટલે કામ કરવાના દિવસો વઘુ ઓછા થયા. જોકે કામના દિવસોમાં કોર્ટ સતત આઠ કલાક કામ કરતી હોય છે એમાં શક રાખવા જેવું નથી.
વળી ન્યાયાધીશો કોર્ટમાં આવતા પહેલાં પોતાના ઘરે ફાઈલો લઈ ગયા હોય છે એનો અભ્યાસ કરતા હોય છે. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો ૪ કલાકના કામમાં ૭૦ થી ૮૦ કે એથી પણ વઘુ ફાઈલોને પતાવી દેતા હોય છે.
હવે કેસોની સ્થિતિ જોઈએ તો....૨૦૧૧ના ૩૧ ઓક્ટોબર સુધીમાં સુપ્રિમ કોર્ટમાં ૫૬,૩૮૩ કેસો પેન્ડીંગ હતા. એટલા કેસો પતાવવા માટે સુપ્રિમ કોર્ટમાં અત્યારે જેટલા જજો છે એને ઓછામાં ઓછાં ૧૦ વર્ષ લાગે ! (એ દરમ્યાન નવા કેસ લેવાના નહીં.)
મૂળ વાત એ છે કે કેસો લાંબા ચાલે અને લાંબા ચાલે એટલે અસીલ પાસેથી મોટી ફી લઈ (લૂંટી) શકાય એટલે વકીલો લાંબી લાંબી દલીલો કરે છે અથવા મુદ્દતો પાડે છે. (સુપ્રિમ કોર્ટમાં વકીલોની ૧ દિવસ કોર્ટમાં હાજર રહેવાના...પછી કેસ ચાલે કે ન ચાલે કે મુદ્દત પડે પણ ૧ દિવસના ૫-૧૦ લાખ રૂપિયાથી ૩૦-૪૦ લાખ રૂપિયા સુધીની હોય છે.) વકીલોને કેસમાં રસ નથી હોતો કે ન્યાયમાં રસ નથી હોતો પણ ફીમાં જ રસ હોય છે.
મૂળમાં વકીલાત એ વ્યવસાય નથી ગણાયો પણ સેવા ગણવામાં આવેલી. એટલે તો, વકીલ જે કાળો ગાઉન પહેરે છે એની પાછળ એક ખિસ્સુ રાખવામાં આવતું હતું જેમાં અસીલ કે બીજા કોઈને વકીલને ફી આપવી હોય તો એમાં એ ગીની (એટલે પૌંડ જેવો સિક્કો ૭૦ વર્ષ પહેલાં ૧ ગીનીની કંિમત ૧૬ રૂપિયા હતી) અથવા ગીનીઓ કે પૌંડ નાંખે જેથી વકીલને ખબર ન પડે કે કેટલી ફી એને આપવામાં આવી પરંતુ વકીલનો ધર્મ વ્યવસાયનો નહોતો પણ સેવાનો હતો એટેલ પેલી કહેવાતી ‘‘ફી’’ ગાઉનના જે ખિસ્સામાં નાખી હોય એ ખિસ્સું કાણું રખાતું જેથી પેલા સિક્કા નીચે પડી જાય અને જરૂરિયાતમંદો એ સિક્કા વીણી લે.
એ સેવાની ભાવના વકીલાતમાં હવે નથી રહી પણ શિક્ષણ, રાજકારણ, ડૉક્ટર, વગેરેની જેમ વકીલાતમાં પણ ‘‘ધંધો’’ આવી ગયો છે. એટલે અસીલને લૂંટવામાં જ એમને રસ રહ્યો છે.
જ્યારે અમેરિકા જેવા દેશોમાં જનતા એટલે કે ગ્રાહક એટલે કે અસીલની સગવડતાને, જનતાના લાભને પહેલું મહત્ત્વ આપતા હોવાથી....પહેલાં બન્ને પક્ષોના વકીલો ભેગા થઈને કેસની ચર્ચા કરીને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે જ્યાં ન્યાયમૂર્તિ જ વકીલોને સમયની મર્યાદા બાંધી આપે એટલે વકીલોએ એ સમયમાં જ દલીલો પૂરી કરવી પડે અને કોઈક જૂજ (રેર) સંજોગોમાં જ એ સમય મર્યાદા કલાક બે કલાક માટે વધારી અપાય. આપણે ત્યાં તો એવી કોઈ સમય મર્યાદા જ નથી. એટલે કે દા.ત. કોઈ કુંવારા યુવાને કેસ દાખલ કર્યો હોય તો એ પાંચ છ પૌત્રોનો દાદા થાય તો પણ કેસ પૂરો થયો ન હોય. (નાની પાલખીવાળા આપણા એક પ્રથમ કક્ષાના વકીલે એ વિષે પોતાના અનુભવોનું પુસ્તક લખ્યું છે.)
આપણા બંધારણમાં જ આ અંગે સુધારો કરવો જોઈએ. આપણું બંધારણ ૧૯૫૦માં રચાયું પછી જે કંઈ ૧૦૦ કે વઘુ ઓછા એમાં સુધારા થયા છે એમાં એક પણ સુધારો ન્યાયતંત્ર વિશે નથી થયો. જ્યારે આપણી લોકશાહી જે ત્રણ સ્તંભો ઉપર ઊભી છે એમાં એક ‘‘જ્યુડીસરી’’ ન્યાયતંત્ર છે. બીજા બેમાં એક એડમીનીસ્ટ્રેશન (એટલે આઇએએસ વગેરે ઓફિસરો બ્યુરોક્સી) અને બીજાું લેજીસ્લેચર (એટલે પાર્લામેન્ટ વગેરે કાયદા નિયમો ઘડનાર)
એ જ્યુડીશરી હજી પણ અંગ્રેજોની ગુલામી વખતના નિયમોમાં જ જીવી રહી છે.
આના કારણે આપણે ત્યાં પેન્ડીંગ કેસોના ડુંગરાના ડુંગરા ખડકાય છે જ્યારે અમેરિકા જેવા દેશોમાં એક પણ કેસ પેન્ડીંગ નથી હોતો ! (કારણ કે...(૧) કેસ ચલાવવાની વકીલોને સમય મર્યાદા બાંધી આપવામાં આવે છે. જ્યારે અહંિયા ફી ઉપર અને પગાર ઉપર નજર રાખવામાં આવે છે...અસીલ એટલે કે જનતાની કોઈને પડી નથી !
પરિણામે ૨૦૦૭ના ૨૯ ડિસેમ્બરે સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ કેસો ૩૯,૭૮૦ હતા જે ૨૦૦૯ના ૩૧ ઓગસ્ટે ૪૬,૯૩૬ થએલા અને ૨૦૧૨ના ફેબુ્રઆરીમાં ૬૦,૦૦૦ કરતાં વઘુ થઈ ગયેલા.
સુપ્રિમ કોર્ટમાં જજોની સંખ્યાને કેસોના ભરાવાનું એક કારણ કહેવામાં આવે છે. પણ ખરેખર એવું નથી. દા.ત. ૧૯૫૦માં સુપ્રિમ કોર્ટમાં જજોની સંખ્યા ૮ હતી જે ૧૯૬૦માં ૧૪ કરવામાં આવી અને ૧૯૮૬માં ૨૬ તથા ૨૦૦૬માં ૩૧ કરવામાં આવી પરંતુ આપણી ન્યાય પદ્ધતિ, મુદતો, લાંબી લાંબી દલીલો, રજાઓ વગેરેના કારણે કેસોની સંખ્યાના ડુંગર ઓછા થવાના બદલે વધતા જ ગયા.
આ બાબતમાં ચંિતા વ્યક્ત કરનાર ન્યાયમૂર્તિ ગાંગુલી પહેલા જજ નથી. એમના પહેલાં મહેરચંદ મહાજન નામના ચીફ જસ્ટીસ ૧૯૫૪માં હતા. એમણે છેક ત્યારે ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને પત્ર લખીને જણાવેલું કે...સુપ્રિમ કોર્ટમાં રજાઓ ઓછી કરીને કામ કરવાના દિવસો વધારી શકાય છે.
એ પછી ન્યાયમૂર્તિ કે.એન. વાંચ્છુ, પી.વી. ગજેન્દ્ર ગડકર, એમ. હંિદાયતુલ્લા, એન.રે., આર.સી. લાહોરી વી.એન. ખરે વગેરેએ પણ કેસોના ભરાવા વિષે ચંિતા વ્યક્ત કરેલી. પરંતુ કોઈએ અમેરિકાની જેમ સમય મર્યાદા બાંધવાની કે બંધારણમાં સુધારો કરવાની વાત નથી કરી.
આ તો સુપ્રિમ કોર્ટમાં પડેલા કેસોની વાત થઈ પણ દેશની ડીસ્ટ્રીક્ટ કોર્ટોમાં થઈને જે કુલ ૩,૦૦,૦૦,૦૦૦ કરતાં વધારે કેસો પેંડીંગ પડ્યા છે એને પતાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ, લોકઅદાલતો, ખાસ કોર્ટો, નાના કેસો માટે રજાના દિવસોમાં પણ કામ કરવાના રસ્તા અપનાવવામાં આવે છે પરંતુ સુપ્રિમ કોર્ટોમાં પડેલા કેસો વિષે કોઈ ઉપાય કરવા કોઈ તૈયાર નથી.
જિલ્લા ન્યાયાલયોમાં એ રીતે ઉપાય પણ ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક કરવામાં આવે છે. હાઇકોર્ટોમાં પણ એ રીતે ભેગા થયેલા કેસો વિષે સુપ્રિમ કોર્ટ ચંિતા વ્યક્ત કરે છે પરંતુ જ્યારે પોતાની વાત આવે છે ત્યારે એ કશો ઉપાય કરવા તૈયાર થતી નથી.
- ગુણવંત છો. શાહ

 

લાલ બત્તી!
કોકાકોલા અને પેપ્સીએ ચેતવણી છાપવી પડશે?
કોકાકોલા અને પેપ્સીની બનાવટમાં એવા તત્ત્વો છે કે જે લાંબા ગાળે પીનારાને કેન્સરનો ભોગ બનાવે... આ હકીકત ભારતમાં નગારા વગાડીને ચેતવણી આપવામાં આવે છે એમ આ બન્ને પીણાઓ ઉપર પણ ચેતવણી છાપવાનું અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં નક્કી કરવામાં આવ્યું છે.
આવી ચેતવણી છાપવામાંથી છટકી જવા માટે આ બન્ને કંપનીઓ એની બનાવટમાં ફેરફાર કરવાની યુક્તિ શોધી રહ્યા છે.
એમાં રંગનો ઉપયોગ કરવામાં ‘‘૪ મિથાઈલીક મિડાથેલ’’ આવે છે એનું પ્રમાણ ઓછું કરાશે. આ તત્ત્વ લેવાથી ઉંદરોને કેન્સર થવાનું જોવામાં આવ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved