Last Update : 25-April-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

ડિઝલના ભાવ વધશે
નવી દિલ્હી, તા.૨૪
ડિઝલને અંકુશ મુક્તિ કરવાને સૈદ્ધાંતિક લીલી ઝંડી મળતાં જ હવે ગમે ત્યારે ડિઝલમાં ભાવ વધારો થાય એવી શક્યતા છે. છેલ્લાં ઘણાં સમયથી ડિઝલમાં લીટરે ચારથી પાંચ રૃપિયાનો ભાવ વધારો થશે એમ મનાતું હતું. ડિઝલમાં ભાવ વધારો એ જીવન જરૃરી ચીજોના ભાવોમાં ભડકો કરશે તે નિશ્ચિત છે.
વિટામીન 'એમ' અને રાષ્ટ્રપતિપદ
રાષ્ટ્રપતિ પદ માટેની રેસ દિન પ્રતિદિન તિવ્ર બનતી જાય છે. પરંતુ કોંગ્રેસ વર્તુળોમાં એમ ચર્ચાય છે ક ત્રણ વિટામીન 'એમ' સિવાય રાષ્ટ્રપતિ પદ માટે પસંદગી શક્ય નથી. આ ત્રણ વિટામીન 'એમ' એટલે મમતા બેનરજી, મુલાયમસિંહ યાદવ અને માયાવતી. આ ત્રણ જણા ટેકો આપે તો યુપીએની રાષ્ટ્રપતિ પદ માટેની વોટીંગ સ્ટ્રેન્થ બાવન ટકા પર પહોંચી જાય. કોંગ્રેસના સૂત્રો કહે છે કે ઘણાં નામોની ચર્ચા થાય છે પરંતુ પક્ષે કોઇ નામ પર અપૌચારિક ચર્ચા પણ નથી કરી...
કોંગ્રેસનો મૂડ નથી...
જો કોંગ્રેસ પક્ષના અંદરના વર્તુળો પર ભરોસો કરીએ તો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. કલામને બીજો ચાન્સ આપવાના મુડમાં કોંગ્રેસ નથી. એવી જ રીતે ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી માટે પણ પક્ષમાં કોઇ સર્વસંમતિ જણાતી નથી. ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ બનાવવા કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ફરી ચાન્સ આપવા જેવી કોઇ પરંપરા ઉભી કરવા કોંગ્રેસના નેતાઓ તૈયાર નથી એમ મનાય છે. જોકે રાષ્ટ્રપતિ કોઇ બીન રાજકીય વ્યક્તિ હોવી જોઇએ તેમ માનવા પણ કોંગ્રેસ તૈયાર નથી.
ત્રણ મહત્વના બીલો અટવાશે?!
બજેટ સત્રમાં ત્રણ મહત્વના બીલો પેન્સન, ઇન્સ્યોરન્સ અને બેકિંગ બીલ પાસ થાય એવી આશા નાણાપ્રધાન પ્રણવ મુખરજી રાખી રહ્યા છે. પરંતુ 'જો' અને 'તો' વચ્ચે મામલો ફસાયેલો છે. સરકારને ડર મમતા બેનરજીનો છે કેમકે ત્રણેય બીલોનો તે વિરોધ કરી રહ્યા છે. જો કે મમતા હાલમાં કશું બોલતા નથી. હાલમાં ઇન્સ્યોરન્સ ક્ષેત્રે વિદેશી રોકાણ ૨૬ ટકા છે જે બીલ પાસ થાય તો ૪૦ ટકા થશે.
ડર્ટી સીડી વિવાદ
કોંગ્રેસ મૂંઝવણમાં ના મૂકાય તે આશયથી ડર્ટી સીડી વિવાદમાં ફસાયેલા અભિષેક મનુ સિંઘવીએ કોંગ્રેસના પ્રવક્તા તરીકે અને લો એન્ડ જસ્ટીસ કમિટીના ચેરમેન તરીકે રાજીનામું આપી દીધુ છે પરંતુ તેમની મુસીબતોનો અંત આવતો દેખાતો નથી. ૧લી મેના રોજ બાર કાઉન્સિલની બેઠક મળશે તેમાં આ મુદ્દો ચર્ચાશે.
સિંઘવીને ભીંસમાં લેવાશે
સિંઘવીના મુદ્દે ભાજપ બે બાજુનો લાભ ઉઠાવવાની વેતરણમાં છે. સિંઘવી રાજ્યસભાના સફભ્ય તરીકે ચાલુ રહેવાના છે ત્યારે તેમને ભીંસમાં લેવાશે એમ મનાય છે. તેમને સંડોવતી સેક્સ સીડી સાથે છેડછાડ થઇ હોય એવો તેમનો દાવો હોય તો તે મુદ્દો પ્રિવીલેજ કમિટીને મોકલવો જોઇએ અને જો સીડી સાચી હોય તો સંસદની એપીક્સ કમિટીને મોકલવી જોઇએ.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved