Last Update : 25-April-2012, Wednesday

 

ધર્મના મહાન લક્ષ્યને છોડીને ક્ષુદ્ર ચમત્કારોમાં ફસાઈ ગયો !

ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઇ

રાજગૃહી નગરીમાં એક વિલાસી ધનવાને પ્રસિદ્ધિ મેળવવા માટે એક વિચિત્ર નુસખો અજમાવ્યો. એણે એક રત્નજડિત કંિમતી પ્યાલામાં શરાબ ભરીને એક ઊંચા થાંભલા પર ટીંગાડી દીધો અને એની નીચે લખ્યું, ‘જે કોઈ સાધક, સિદ્ધ કે યોગી આ થાંભલા પર ઊંચે ટીંગાડેલા શરાબના રત્નજડિત પ્યાલાને સીડી કે અન્ય સહાય વગર પોતાની યોગશક્તિથી નીચે ઊતારશે, તો તેની સર્વ ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ.’
કશ્યપ નામના એક બૌદ્ધ સાઘુ વિહાર કરતા કરતા અહીં આવી ચડ્યા અને એમણે પેલા ધનિકની શરત સાંભળી. બૌદ્ધ સાઘુએ આ પડકાર ઝીલી લીધો અને કહ્યું કે એ પોતાની યૌગિક શક્તિથી અશક્યને શક્ય કરી બતાવશે.
આ સમાચાર મળતાં જ રાજગૃહી નગરીમાં આ ચમત્કાર જોવા માટે વિશાળ જનમેદની એકત્રિત થઈ અને ભિખુ કશ્યપ પોતાની યૌગિક સાધનાના બળે ઊંચા થાંભલા પર મૂકેલો પ્યાલો નીચે લાવ્યા અને એ પોતાના હાથમાં રાખીને સહુને બતાવતા બોલ્યા, ‘જુઓ, આ મારી સિદ્ધિ, જુઓ! ભગવાન બુદ્ધે આપેલી યોગસાધનાનો પ્રભાવ ! કેવો ચમત્કાર કરી શકીએ છીએ અમે !’
એ સમયે ભગવાન બુદ્ધ રાજગૃહી નગરીમાં બિરાજતા હોવાથી કશ્યપના ચમત્કારથી પ્રભાવિત થયેલી જનમેદની એમના દર્શનાર્થે દોડી ગઈ અને એમણે ભગવાન બુદ્ધની પ્રશંસા કરતાં કહ્યું, ‘આપ નિઃસંદેહ મહાન વિભૂતિ છો. આપની પાસે અગાધ શક્તિ છે. આપના જ એક શિષ્યે માત્ર એક હાથ ઊંચો કરીને ઊંચા થાંભલા પર ટીંગાડેલો શરાબનો રત્નજડિત પ્યાલો નીચે ઊતારી દીધો હતો.’
આ સાંભળતાં જ ભગવાન બુદ્ધ તરત ઊઠ્યા અને વિહારમાં પોતાના શિષ્ય કશ્યપની પાસે પહોંચ્યા. એની બાજુમાં પડેલો રત્નજડિત પ્યાલો તોડી નાખ્યો અને શિષ્યને કહ્યું, ‘હું તમને વારંવાર કહું છું કે આવા ચમત્કારોનું પ્રદર્શન કરો નહીં. જો તને આવા ચમત્કાર બતાવવાનો શોખ હોય, તો એનો અર્થ એ થયો કે તને ધર્મનું જ્ઞાન આપવું સર્વથા નિરર્થક છે. આવી યુક્તિ-પ્રયુક્તિઓ અને શક્તિઓથી તમે લોકોને આકર્ષિત કરી શકો છો, પરંતુ એમ કરવું એ ધર્મનો ઉદ્દેશ નથી.’
કશ્યપ કાંપવા લાગ્યો. એણે કહ્યું, ‘આપની પાસેથી ધર્મનું જ્ઞાન મેળવવા માટે તો હું ભિખ્ખુ બન્યો છું. મને તરછોડશો નહીં, મને સાચો ધર્મ સમજાવો.’
ભગવાન બુદ્ધે ઉત્તર આપ્યો, ‘કશ્યપ, ધર્મનો હેતુ મનુષ્યની સેવા છે. એને દુઃખમુક્ત કરીને એનું ઉત્થાન સાધવાનો છે. આવા મહાન લક્ષ્યને છોડીને તું ચમત્કાર-પ્રદર્શન જેવા સાવ સામાન્ય અને ક્ષુદ્ર લક્ષ્યની પાછળ દોડી રહ્યો છે, માટે જાગ્રત થા.’
ભગવાન બુદ્ધનાં વચનો સાંભળીને ભિખ્ખુ કશ્યપે પોતાની ભૂલ બદલ પસ્તાવો કર્યો અને એમની ક્ષમાયાચના કરી.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved