Last Update : 25-April-2012, Wednesday

 

ડૉ. અબ્દુલ કલામ ભારતના ‘મિસાઇલ મેન’ અને હવે અનોખા ગૌરવ સમાન ટેસી થોમસ Missile Woman

વિવિધા - ભવેન કચ્છી

- એક તરફ આઇપીએલમાં મદ્યપાનની મહેફિલ માણીને સેક્સમાં ગળાડૂબ છોકરીઓ છે તો બીજી તરફ ટેસી થોમસ જેવી મહિલાઓ પણ ભારતમાં છે ચીનની ઊંઘ હરામ કરી નાખનાર ‘અગ્નિ-૫’ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ૪૮ વર્ષના ટેસી થોમસ ભારતના આવા સૌ પ્રથમ મહિલા વિજ્ઞાની છે
- સવારે ૪ વાગે ઉઠીને પુત્રને એક કલાક અભ્યાસ કરાવવાનો ત્યારબાદ રસોડામાં જાતે જ ભોજન બનાવીને ટીફીન તૈયાર કરવાનું અને સવારે ૮-૩૦ વાગે DRDO જવા નીકળી જવાનું

હૈદ્રાબાદમાં રહેતી ૪૮ વર્ષીય ટેસી થોમસ નખશિખ ગૃહિણી છે. તેનો દિવસ સવારે ચાર વાગે શરુ થાય છે તેના પુત્ર તેજસે બારમા ધોરણની પરીક્ષા થોડા દિવસો અગાઉ જ પૂર્ણ કરી છે. પુત્ર તેજસનું લક્ષ્ય આઇઆઇટીમાં પ્રવેશ લઈને એન્જિનિયર બનવાનું છે. ટેસી પોતે પણ એમ.ટેક્‌. હોઈ વહેલા ઉઠીને પુત્રને એકાદ કલાક ફિઝીક્સ ભણાવે છે. સવારની સ્કૂલમાંથી પુત્રને સીધા જ આઇઆઇટીના કોચંિગમાં જવાનું હોઈ પરોઢે આ રીતે પુત્રને અભ્યાસ કરાવીને સ્નાન- પૂજા બાદ રસોડામાં ભોજન વ્યવસ્થા કરવા પહોંચી જાય છે. તેણે પુત્ર તેજસ અને પોતાનું ટિફિન તૈયાર કરવાનું હોય છે. ટેસીના પતિનું નામ સરોજ પટેલ છે છતાં ટેસીએ પતિની સંમતિથી તેની અટક જાળવી રાખી છે. પતિ નેવીમાં એન્જિનિયર છે તેનું પોસ્ટીંગ પોર્ટ પર બદલાતું રહે છે અમુક મહિને શનિ- રવિ અને રજામાં ઘેર આવે છે. મૂળ ઓરિસ્સાના સરોજ પટેલનું હાલ વિશાખાપટ્ટનમમાં પોસ્ટંિગ છે.
ટેસી સવારે ૮-૩૦ વાગે ઓફિસે જવા બસમાં બેસી જાય. ટેસી પાસે ત્રણ- ચાર સાદી દક્ષિણ ભારતીય સાડી છે હા, ટીપીકલ દક્ષિણ ભારતીય ગૃહિણીની જેમ તે ચોટલા જોડે વેણી, કપાળે ચાંલ્લો ભૂલતી નથી.
તેના પાડોશીઓ અને રાહગીરોને તો એમ જ લાગે કે, આ મહિલા કોઈક સીધી સાદી સરકારી નોકરી કરતી હશે. થેલીમાં શાકભાજી કે કરિયાણું, ફળો પણ ઘણી વખત રહેવાના જ.
આવા ટેસી થોમસ ખરેખર કેવું મહત્ત્વનું કામ કરે છે અને તાજેતરમાં અદ્વિતીય સિદ્ધિ મેળવતા તેણ દેશને જે ગૌરવ અપાવ્યુ છે તે જાણીએ.
ઘક્કામુક્કીમાં બસમાં ચઢતા આપણા ‘નેકસ્ટ ડોર નેબર’ જેવા ટેસી થોમસનો ભારતે ગયા ગુરૂવારે સફળતાથી ‘અગ્નિ-૫’નું સફળ પરીક્ષણ કર્યું તે પછી દેશવાસીઓને પરિચય થયો. કદાચ તેના પાડોશીઓને પણ અચંબામાં મુકાઈ જતા ખબર પડી હશે કે, ટેસી બહેનને તો મિડિયા અગ્નિ-પુત્રી તરીકે બિરદાવે છે. ટેસી ભાગ્યે જ તેની જવાબદારી અને કામગીરીની વાત સ્નેહીઓ મિત્રોને કરે છે. ડો. અબ્દુલ કલામને ભારતના ‘મિસાઇલ મેન’નું બિરૂદ અપાયું છે. તો ટેસી થોમસ ભારતના પ્રથમ ‘મિસાઇલ વુમન’ છે.
ભારતના મિસાઇલ, રોકેટ કે હવામાં મારક ક્ષમતા ધરાવતા શસ્ત્રો- વિમાનો માટેના સંશોધનો અને ઉડ્ડયન સંપન્ન કરવાની જવાબદારી હૈદ્રાબાદ સ્થિત ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડી.આર.ડી.ઓ.) નિભાવે છે. પરમાણુ શસ્ત્રોને લઈને ૫,૦૦૦ કિલોમીટરની મારક ક્ષમતા રેન્જ ધરાવતી અગ્નિ-૫ મિસાઇલનું સફળ ઉડ્ડયન થતાં ભારત વિશ્વના જૂજ પાંચ દેશોમાં સ્થાન પામ્યું છે જે આવી તાકાતથી સજ્જ બન્યું હોય. ભારતે સીધો સંકેત, સંવાદ અને જવાબ ચીનને આપ્યો છે કે, ‘ખબરદાર, તમારી ખંધાગીરીના પરિણામ સ્વરૂપ અમારા દેશની સલામતી જોડે ચેડા કરવાનું કૃત્ય કરશો તો અમે પણ કંઈ કમ નથી.’
અમેરિકા, ચીન સહિત વિશ્વના અન્ય દેશોની ‘અગ્નિ-૫’ના સફળ લોન્ચંિગ પછી ભારત પ્રત્યે જોવાની નજર જ બદલાઈ ગઈ હશે. ચીન કે પાડોશી દેશો શાનમાં સમજી ગયા હશે કે હવે અમે પણ ભારતના ડહાપણ, દયા અને સંયમ પર નિર્ભર છીએ. જરા વિચારો, ૫,૦૦૦ કિલોમીટર દૂર પરમાણુ શસ્ત્ર સાથે એક કરતા વઘુ ધાર્યા નિશાન ભારતમાં બેઠા જ એક સ્વીચ દબાવતા પાર પાડી શકાય તે કેવી સિદ્ધિ અને તાકાત કહેવાય. હવે તેમાં એ વિચાર પણ ઉમેરી દો કે આ ‘અગ્નિ-૫’ મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ટેસી થોમસે જવાબદારી સંભાળી હતી. ભારતમાં ઉપગ્રહ અને સંરક્ષણ ક્ષેત્રે સંશોધન કરતી જુદી જુદી સંસ્થાઓમાં અંદાજે ૨૭૦ જેટલી મહિલા વિજ્ઞાનીઓ છે જેમાંની ૨૦ મહિલા વિજ્ઞાનીઓ ડીઆરડીઓમાં કાર્યરત છે. મિસાઇલ પ્રોજેક્ટ અને તે પણ આ હદે મહત્ત્વકાંક્ષી અને સૌથી પ્રતિષ્ઠાસભર તેવા પ્રોજેક્ટની જવાબદારી વહન કરનાર ટેસી થોમસ ભારતની આવી સૌ પ્રથમ મહિલા વિજ્ઞાની છે.
કેરાલાના અલાપ્પુઝામાં ૧૯૬૪માં જન્મેલી ટેસીને તેના મમ્મી- પપ્પાએ પાંચ વર્ષની હતી ત્યારે જ એપોલો યાને ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મૂક્યો તેની વાતો, અખબારના લેખોથી માહિતગાર કરી હતી. માતા વિજ્ઞાનની સ્નાતક અને પિતા એન્જિનિયર હોઈ આમ પણ ઘરમાં વિજ્ઞાનીઓ અને સંશોધનોની વાતો થતી જ રહેતી હતી. રોકેટ સાયન્સમાં રૂચિનો પાયો બાળપણથી જ ઘડાયો.
દેશની રક્ષા તે જ સૌથી મોટી સેવા છે તેવા ટેસીને તેની માતાએ છેક શાળાકિય વર્ષો દરમ્યાન જ સંસ્કાર આપીને ભારતીય સેનાની કોઈપણ પાંખમાં મેડિકલ, એન્જીનિયરીંગ કે વહીવટી રીતે જોડાવવાનું સતત ઈજન પુરું પાડ્યું હતું. ટેસીએ એન્જીનિયરીંગ અને આગળ જતા ગાઈડેડ મિસાઈલ ટેકનોલોજીના સંશોધનમાં માસ્ટર ડીગ્રી આથી જ મેળવી.
ટેસીએ બી.ટેક્‌.ની ડિગ્રી થ્રીસૂર એન્જિનિયરંિગ કોલેજ કોઝીકોડેથી અને તે પછી સંરક્ષણ તેમજ મિસાઇલ, રોકેટ લોન્ચંિગમાં જ કારકિર્દી બનાવવાનું ખ્વાબ હોઈ એમ.ટેક. પૂણેની ડીફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજીમાંથી પૂરું કર્યું. કોલેજ કાળમાં ડો. કલામને મળવાનું અને કારકિર્દીમાં આગળ ધપતા તેનું એકમાત્ર સ્વપ્ન ડો. કલામ અને ડો. ચિદમ્બરમ જેવા વિજ્ઞાનીઓ કામ કરતા હોય તે સંસ્થામાં જોડાવું, તેઓને કામ કરતા જોવા તે હતું.
તેના આ બંને સ્વપ્ન અને તેના કરતા પણ આગળની સિદ્ધિ ટેસીએ મેળવી ૧૯૮૮માં ટેસી ડીઆરડીઓમાં જુનિયર વિજ્ઞાની તરીકે જોડાઈ ત્યારે ડો. કલામ પણ આ જ સંસ્થામાં હોઈ તેમની મુલાકાત થઈ.
ટેસીમાં ખંત અને સંશોધનની આગવી દ્રષ્ટિને જોતા ‘અગ્નિ’ પ્રોજેક્ટની વિજ્ઞાનીઓની ટીમમાં ડો. કલામે જ ટેસીને સામેલ કરી હતી. ‘અગ્નિ’ પ્રોજેક્ટ તેની ક્ષમતા વધતી રહે તે રીતે અગ્નિ-૧, અગ્નિ-૨... એમ આગળ ધપાવવાનો હતો. આ પ્રોજેક્ટ માટેની ૨૦૦ વિજ્ઞાનીઓની અલાયદી ટીમ હતી તેમાં ૨૦ મહિલા વિજ્ઞાનીઓ છે.
અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, જર્મની અને ફ્રાંસથી માંડી ઇઝરાયેલ જેવા દેશોની સંરક્ષણ તાકાત, શસ્ત્રોની રચનાનો ટેસીએ આ માટે જટિલ અભ્યાસ કર્યો છે. કારકિર્દીને માત્ર પાંચ વર્ષ થયા હતા ત્યાં પુત્ર તેજસનો જન્મ થયો હતો. ટેસીએ એક ભારતીય માતાની જેમ તેજસનો ઉછેર કર્યો છે.
૩૦૦૦ કિલોમીટરની રેન્જના ‘અગ્નિ-૩’ મિસાઈલ પ્રોજેક્ટમાં તે એસોસિએટ પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. ‘અગ્નિ-૩’ મિસાઈલનું ઉડ્ડયન નિષ્ફળ જતા ડી.આર.ડી.ઓ. અને ભારતને નીચા જોવાપણું થયું હતું. કેન્દ્ર સરકારે આ શરમજનક ફિયાસ્કા માટે કયા કારણો જવાબદાર હતા તેની સંશોધનાત્મક ખામીઓની તપાસ કરવાની જવાબદારી ટેસી થોમસને સોંપી હતી. તેના રીપોર્ટથી પ્રભાવિત થઈને ‘અગ્નિ-૪’ના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ટેસીની પસંદગી થઈ. આ પરીક્ષણ સફળ થતા તેની અને વિશેષ તો ભારતની અગ્નિ પરીક્ષા સમાન ‘અગ્નિ-૫’ પ્રોજેક્ટમાં પણ તેને જ ડાયરેક્ટર તરીકે જારી રખાયા. ‘અગ્નિ-૫’માં ૫૦૦૦ કિલોમીટર દૂર પરમાણુ શસ્ત્રો સાથે ધાર્યા નિશાન પાર પાડવાનો અલ્ટીમેટ પડકાર હતો. ચીન જેવા દેશને ફાંકો હતો કે ભારતના આવા પરીક્ષણનો ફિયાસ્કો થશે.
ટેસી થોમસ આ પ્રોજેક્ટ માટે ચુનંદા ૨૫૦ વિજ્ઞાનીઓની ટીમના હેડ હતા. મહિલા હોવા છતાં કોઈ અહમનો ટકરાવ ના થાય તેવો તેનો બે દાયકાનો ઉદાહરણીય ટ્રેક રેકોર્ડ હતો. છેલ્લા વર્ષમાં તેઓ મોટેભાગે ૨૦-૨૦ કલાક કામ કરતા હતા. કેટલીયે રાત્રિઓ લેબમાં જ વીતાવી લેતા હતા. સંશોધન માટે દસેક કલાક એક જ જગ્યા પર બેઠા કે ઉભા રહેવું પડતું. ‘અગ્નિ-૫’ની સફળતાનું સ્વપ્ન તેઓ માટે યોગ અને સાધના હતી તો જ આ રીતે કાર્ય સફળ બને.
ડૉ. કલામ સાહેબની લેબ ટીમમાં જ જોડાઈ ત્યારે જે રોમાંચ થયેલો તે ‘અગ્નિ-૫’ કરતા પણ વઘુ હતો. ‘અગ્નિ’ પ્રોજેક્ટમાં કલામ સાહેબે જ તેને સામેલ કરી હતી. તે યાદ કરતાં તેના કાર્ય અને કારકિર્દી બદલ સંતોષ અનુભવે છે.
ટેસીની નસેનસમાં ડીફેન્સ અને મિસાઈલની દુનિયા જ વહી રહી છે. એટલે સુધી કે તેણે તેના પુત્રનું નામ પણ ભારતના ગૌરવશાળી લાઈટ કોમ્બેટ એરક્રાફ્‌ટ (હળવા વજનના જોરદાર મારક ક્ષમતા ધરાવતા એરક્રાફ્‌ટ) ‘તેજસ’ પરથી જ રાખ્યું છે! ટેસી હવે કેન્દ્ર સરકારને વિનંતી કરવાના છે કે મહિલાઓને ફાઈટર વિમાનમાં પાયલોટ બનવાની પરવાનગી આપવામાં આવે. ‘અગ્નિ-પુત્રી’ ટેસી થોમસ આટલા મોટા ગજાની સફળતા બાદ વઘુ એક દિવસ હોય તેમ રાત્રે તેના પુત્રનું લેસન લઈને સાદા બેડરૂમમાં આરામ કરતા હતા ત્યારે આઈપીએલની પરોઢ સુધી ચાલતી પાર્ટીઓમાં છોકરીઓ મદ્યપાનની મહેફીલો માણતા જીસ્મના સોદામાં ગળાડૂબ હશે.
ટેસી થોમસનના કારનામાના પગલે ભારતમાં કારકિર્દીલક્ષી, સંસ્કારી છોકરીઓમાં પણ એક નવા જ આયામો ઉઘડશે તેમ કહી શકાય.
વી સેલ્યુટ... ટેસી થોમસ

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved