Last Update : 25-April-2012, Wednesday

 

ભારતીય અર્થકારણને ઝડપી અને ન્યાયપૂર્ણ કેવી રીતે બનાવવું ?

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા

 


ટ્રેકીંગ ગ્લોબલાઇઝેશન, ડીબેટસ ઓન ડેવલ્પમેન્ટ, ફ્રીડમ એન્ડ જસ્ટીસ ઃ એડીટર- જેએસ સોધી (પ્રકાશક ઃ પેન્ડવીન બુક્સ, ઇન્ડીયા, ૨૦૧૧)
આ પુસ્તકમાં જગદીશ ભગવતી, અવિનાશ દીક્ષીત, અર્મત્ય સેન, મેઘનાદ દેસાઈ, જોસેફ સ્ટીગબીત્ઝ, એડમંડ ફેલ્પ્સ અને રોર્બટ સ્કીડેલ્સ્કી એમ કુલ સાત પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓના લેખોનો સમાવેશ થયો છે. આ લેખકોએ રાજકીય સ્વતાંત્ર્ય, આર્થિક ન્યાય, મુકત વ્યાપાર, વૈશ્વીકરણ, સર્વ સમાવેશક વિકાસ અને ભારતની રાષ્ટ્રીયતાના આર્થિક વિકાસ સાથેના સંબંધો વગેરે વિષે વાતો કરી છે. કુલ સાત લેખકોમાંથી ત્રણ લેખકો (સ્ટીગલીત્ઝ ફેલ્પ્સ અને અર્મત્યસેન) તો અર્થશાસ્ત્રમાં નોબલ પારિતોષિક મેળવી ચૂકયા છે. દરેક લેખની ચર્ચાને અહીં અવકાશ નથી પરંતુ કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા અહીં કરી છે.
વૈશ્વીકરણવાદી જગદીશ ભગવતી ઃ
જગદીશ ભગવતી વૈશ્વીકરણના તથા મુકત વ્યાપાર અને ખાસ કરીને મુકત વિદેશી વ્યાપારના સમર્થક રહ્યા છે. વિદેશી આયાત નિકાસ (મૂડીની અને ચીજવસ્તુઓની) દ્વારા બંને પક્ષને ઘણા લાભો થાય છે. તેમ તેમણે આ પૂર્વેના લખાણોમાં પણ દર્શાવ્યું છે. ભારતે આયાત પરના વેરા ઇ.સ. ૧૯૯૧ બાદ નાટયાત્મક રીતે ઘટાડી નાંખ્યા છે અને નિકાસને પ્રત્સાહન આપી અર્થકારણને વેગવંતુ બનાવ્યું છે તેને લેખક આવકારદાયક ફેરફાર માને છે. આજે ભારતની નિકાસ ૩૦૦ બીલીયન ડોલર્સ પર પહોંચી ગઈ છે અને ભારતની નિકાસમાં કાચો માલ જ નહીં પરંતુ કેમીકલ્સ, બલ્ક ડ્રગ્ઝ, સોફટવેર, મશીનરી, તૈયાર પ્રોડકટસ, આઇટી, ટેક્ષ્ટાઇલ્સ (માત્ર કપાસ જ નહી) જેવી વેલ્યુ એડેડ પ્રોડકસનો સમાવેશ થાય છે. કોલોનીઅલ ભારત (જે માત્ર કાચોમાલ જ નિકાસ કરતું હતું) થી આ બાબત જુદી છે. હવે અમેરિકા અને પશ્ચિમ યુરોપ ચીન અને બારતના પાકા માલ (ફેકટરીમા તૈયાર થયેલા)ની તેમના દેશમાં થતી નિકાસથી ગભરાઈ ગયા છે તેમના ઉદ્યોગો હવે ભારત-ચીનના માલ સામે પ્રોટેકશન માંગી રહ્યા છે ! વૈશ્વીકરણના વિરોધીઓ આ હકીકત સામે આંખો બંધ કરી શકે નહીં.
જોસેફ સ્ટીગલીત્ઝ ઃ વઘુ વાસ્તવદર્શી
નોબલ પ્રઇઝ વિજેતા જોસેફ સ્ટીગલીત્ઝ આ લેખમાં એમ કહે છે કે વૈશ્વીકરણની અનેક મર્યાદાઓ છે અને તે જગતના ઉભરતા અને ગરીબ દેશો માટે કાંઇક અંશે (બધી રીતે નહીં) અન્યાયી પણ છે પરંતુ સરવાળે તે બધા દેશોને લાભકારી છે. આપણી ચંિતા એ હોવી જોઈએ કે વૈશ્વીકરણને વઘુ અસરકારક બનાવવાના કયા ઉપાયો ખોળી શકાય ? તેમના લેખનું શીર્ષક છે ‘મેઇકીંગ ગ્લોબલાઇઝેશન વર્ક’ તેઓ એમ સૂચવે છે કે આપણે આપણે વૈશ્વીક સીસ્ટમ (આર્થિક અને નાણાકીય) ને સુધારવી પડશે અને તેને વઘુ લોકશાહી કેન્દ્રી બનાવવી પડશે. રાષ્ટ્રની કક્ષાએ ઘણાં દેશોમાં લોકશાહી છે પરંતુ વૈશ્વીક કક્ષાએ તે નથી. લેખકની મુખ્ય દલીલ એ છે કે લોકશાહીને કારણે પશ્ચિમ જગતના મૂડીવાદને પોતાના લાભો નીચે સુધી ફેલાવવાની ફરજ પડી છે. લોકશાહીને કારણે સ્વતંત્ર મજૂર સંગઠનો અને મજૂર પક્ષી કાયદાઓ ઊભા થઈ શકયા. મૂડીવાદીઓએ તેને તોડી નાખવા કે તેમાં ભાગલા પડાવવા ઘણા પ્રયત્નો કર્યા છતા એકંદરે મજદૂર યુનિયનો અને મજદૂર આધારિત રાજકીય પક્ષોએ મૂડીવાદના લાભો નીચે ફેલાવ્યા છે. તેવું જ વૈશ્વીક સીસ્ટમને આપણે લોકશાહી કેન્દ્રી બનાવીએ તો તેના લાભો ગરીબ દેશો સુધી પહોંચે. આજે ટ્રેડ યુનિયન્સ તથા તેમની ચળવળને કારણે સંગઠિત ક્ષેત્રનો ભારતીય મજૂર પણ નીચલા મઘ્યમવર્ગમાં પ્રવેશી ચૂકયો છે જયારે અસંગઠિત ક્ષેત્રે તેવી સ્થિતિ કરૂણાજનક છે તેવું જ અસંગઠિત ગરીબ કે ઉભરતા દેશોનું આ જગતમાં થઇ રહ્યું છે. વૈશ્વીકરણની પ્રક્રિયામાં જીતનારા દેશો આ પ્રક્રિયામાં હારી ગયેલા દેશોને એમ કહે છે કે તમે તમારૂ સામાજીક સુરક્ષા (બેકારી ભથ્થુ, શિક્ષણની સવલતો, સસ્તુ અનાજ, તબીબી સવલતો, હાઉસીંગ સબસીડીઝ વગેરે) નું બજેટ ઘટાડી નાખો. સ્ટીગલીત્ઝ આ બાબતનો મોટો વિરોધ કરે છે અને કહે છે કે ગરીબ દેશો સામાજીક સુરક્ષાજાળ ઘટાડવાની બીલકુલ જરૂર નથી. વૈશ્વીકરણમાં સૌથી સફળ દેશો સ્કેનેડેવીઆના (ડેન્માર્ક, સ્વીડન, નોર્વે, આઇસલેન્ડ) છે જેઓ પોતાના નાગરિકોની સાાજીક સુરક્ષા માટે સૌથી વઘુ ખર્ચા કરે છે અને સૌથી વઘુ વેરો ભરે છે. તે દર્શાવે છે કે ગરીબોને સબસીડીઝ ઘટાડવાની જરૂર નથી. જગતના ધનિક દેશો ગરીબ દેશોન સલાહ આપે છે કે તમે ખેતીવાડી કે અન્ય ક્ષેત્રને જે સબસીડીઝ આપો છો તે ઘટાડો દોહા રાઉન્ડ નિરાશાજનક હતું કારણ કે અમેરિકાએ દોહા રાઉન્ડ પછી પોતાની ખેતીવાડીને અપાતી સબસીડી અમલી કરી નાંખી. આમ અમરિકાએ સબસીડી મુદ્દે બેવડા ધોરણો અપનાવ્યા છે. એક પોતાને માટે અને બીજા ગરીબ દેશો માટે.
નોબલ પારિતોષિક વિજેતા અર્મત્ય સેન લખે છે કે વિકાસ એટલે ટેકનોલોજીમાં, રાષ્ટ્રીય આવકમાં કે માથાદીઠ આવકમાં વધારો નહીં પરંતુ વિકાસ એટલે માનવ સ્વાતંત્ર્ય. અંગ્રેજીમાં તેઓ એને ‘ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ’ એવી વ્યાખ્યા કરે છે. અહીં સ્વાતંત્ર્યને તેઓ સરળતા ખાતર પાંચ ભાગમાં વહેંચી નાખે છે. વિકાસની પ્રક્રિયામાં આ પાંચે સ્વાતંત્ર્ય વધવા જોઈએ. (૧) આર્થિક સરાકનીકરણ (એમ્પાવરમેન્ટ) (૨) રાજકીય સ્વાતંત્ર્ય (૩) સુરક્ષિતતા (૪) સામાજીક તકોની પ્રાપ્યતા (૫) પારદર્શકતાની ગેરંટી. આની તેઓ ચર્ચા કરે છે. વળી ઘણા લોકો એમ દલીલ કરે છે કે ભારતના ઝડપી વિકાસની આડે તેની લોકશાહી આવે છે. કારણ કે તેમાં ઢીલાપોચા નિર્ણયો લેવાય છે અને તેનું અમલીકરણ પણ ઢીલુપોચું થાય છે. અમર્ત્યસેન તેની સાથે સહમત થતા નથી. તેઓ કહે છે કે, સુદાન, લીબયા, ઉત્તર કોરિયા વગેરેમાં પણ લોકશાહી નથી તો શું ત્યાં વધારે વિકાસ થયો છે ? દક્ષિણ કોરિયા, ચીન, તૈવાન, સંિગાપોર, હોંગકોંગ, થાયલેન્ડ, મલેશિયા વગેરેમાં લોકશાહી નબળી છે કે નથી તેને તેમના વિકાસ સાથે સંબંધ નથી પણ તેમણે ઝડપી જમીન સુધારાઓ કરી અમલમાં મુકયા, સાક્ષરતા દર, ઝડપથી વધાર્યો, સ્વાસ્થ્ય અંગેની સગવડો પૂરી પાડી, ઉદ્યોગોને અને ખાસ કરીને લધુ ઉદ્યોગોને ક્રેડીટની સગવડો પૂરી પાડી, નિકાસને ઉત્તેજન આપ્યું અને ઔદ્યોગિકરણને વિકાસનું સાધન બનાવ્યું તે બધા કારણો મહત્વના છે. વળી તેમણે ઇન્ફ્રાસ્ટ્રકચર પણ નાટયાત્મક રીતે સુધાર્યું. અર્થશાસ્ત્રમાં ઇકોનોમીક ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે વીજળી, રસ્તા, બંદરો, પુલો, બંધો વગેરે અને સોશીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડો જેમા પીવાના પાણીની સગવડોનો પણ સમાવેષ થાય છે. ચીન અને ભારતની સરખામણી કરતા તેઓ જણાવે છે કે ચીને લોકોને તબીબી સેવાઓનું નેટવર્ક પુરુ પાડવામાં કમાલ કરી છે જયારે ભારતમાં તે માળખુ ડપખળિયુ છે. આથી ચીનમાં સરાસરી જીવન આવરદા ભારતીય નાગરિકના આવરદા કરતા વધારે છે. ભારતના નાગિરકનો સરાસરી જીવન આવરદા ૬૫.૪ વર્ષ છે અને ચીનના નાગિરકનો તે ૭૩.૫ વર્ષ છે અને ભોગવાદી પશ્ચિમ જગતનો અને જાપાનમાં તે ૮૦ વર્ષની આજુબાજુ છે. તેવો જ પ્રચંડ તફાવત શિક્ષણની બાબતમાં છે. તે જાણ્યા પછી સારે જહાઁ સે અચ્છા હિન્દોસ્તાંનો અર્થ ભારતના લોકો આઘ્યાત્મિક રીતે બહુ સુખી છે તે રીતે કરવો પડે) સેલ્ફ ડીસેપ્શન એટલે આત્મ વંચનાની પણ કોઇ હદ હોય છે. વિકાસ એ વિનાશ છે તેવું માનનાર લોબીએ માન્ય ચંિતન કરવું જરૂરી છે.
મેઘનાદ દેસાઇ નિખાલસતાપૂર્વક જણાવે છે કે છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન આર્થિક વિકાસ અંગેના તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું છે. તે માટે તેણે જૂના માકર્સ તરફ વળ્યા છે.ર્ ંનગ સ્ચંિટ એમ માનતા હતા કે બુર્ઝવા ક્રાંતિ અધરી હોય અને દેશ ફયુડલ કે અર્ધફયુડલ દશામાં હોય તો ત્યાં સમાજવાદ-સામ્યવાદ શક્ય નથી. ભારતમાં હજી બુર્ઝવા પરિવર્તન થયું નથી કારણ કે વસતીની અને રહેઠાણની દ્રષ્ટિએ ભારત હજી ખેતીપ્રધાન દેશ છે. ભારતમાં અધધધ ઉદ્યોગસાહસિકતા છે અને આ ઉદ્યોગ સાહસિકો તૈયાર કરીને ભારતનો ઝડપી આર્થિક વિકાસ થઇ શકે છે અને ઇ.સ. ૧૯૯૧ પછી તે થયો પણ છે. તે અંગેની હકીકતોને નજર અંદાજ કરી શકાય તેમ નથી. દા.ત. ૧૮૬૦ થી ૧૯૦૦ ના ચાલીસ વર્ષ દરમિયાન બ્રીટીશ શાસન હેઠળ ભારતનો જે આર્થિક વિકાસ દર હતો લગભગ તેટલો જ ઓછો વિકાસ દર બારતનો ૧૯૫૧ થી ૧૯૯૧ના ત્રીજા વર્ષના ગાળા દરમિયાન થયો હતો. ટૂંકમાં નહેરૂવીયન સમાજવાદ એ ખરેખર સમાજવાદ ન હતો પરંતુ સ્ટેટ કેપીટાલીઝમ હતું અને તએમે ભારતનું અર્થકારણ ઉભુ કર્યું હતું. એ પછી ર્નિવિવાદ છે કે ઇ.સ. ૧૯૯૧ થી ૨૦૧૧ ના વીસ વર્ષ દરમિયાન ભારતીય આર્થિક વિકાસ દર બમણાથી પણ વઘુ થયો છે અને હિન્દુ રેટ ઓફ ગ્રોથ (લગભગ ૩.૫ ટકા) નું વિષચક્ર તૂટયુ છે. જે લોકો વૈશ્વીકરણ કે ઔદ્યોગિક ખાનગી સાહસોને ઉત્તેજન આપવાની વિરૂઘ્ધ છે તેઓ આ હકીકતની ખરેખર ખબર જ નહી હોય ? આ વિકાસ અસમાનતામૂલક છે તેના રાજકીય પક્ષો અને લાંચ રૂશ્વત જવાબદાર છે તે સૌ કોઈ જાણે છે. આર્થિક વિષમતાનો દોષ વૈશ્વીકરણનો નથી પણ ભ્રષ્ટાચારનો છે. અમર્ત્ય સેનની જેમ મેઘનાદ દેસાઈ આંતર માળખા પાછળ હજી વઘુ ખર્ચ કરવાની તરફેણમાં છે. પરંતુ તેમના નેશનહુડ અંગેના વિચારો પણ અગત્યના છે. ભારતમાં સામાન્ય લોકોને આર્થિક વિકાસના ફળો મળ્યા નહીં અને તેનો લાભ અગ્રવર્ગ લઇ ગયો તેનો ગુસ્સો છે. તે ગુસ્સો તેમણે કેન્દ્રમાં કોઇ પક્ષને બહુમતી નહીં આપીને વ્યકત કર્યો છે અને વિકાસના ફળોનો લાભ લેવા પ્રાદેશિક પક્ષો અને જ્ઞાતિ-જાતિ આધારીત વોટીંગ કર્યું છે. ભારતના લોકો એક પછી એક રાજકીય પક્ષને વારાફરતી સત્તામાં મુકતો જાય છે પણ દરેકમાં નિરાશા પ્રાપ્ત કરે છે. મેઘનાદ દેસાઈનું સૂચન એવું છે કે ભારતમાં બીજેપી અને કોંગ્રેસે એક થઇને પ્રાદેશિક પક્ષોને કે સ્વહિત આધારિત પક્ષોને જાકારો આપવો જોઈએ. બંને ભેગા મળીને ઝડપી નિર્ણયો લઇ શકે છે અને સ્થિર સરકાર રચી શકે છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ વઘુ ભ્રષ્ટાચારી છે તે નક્કી કરવું મુશ્કેલ છે. બંને ભેગા મળે તો ભ્રષ્ટાચાર કદાચ બેવડાય તેમ છે. પણ કટાલ લેખક માને છે કે હવે ભારતમાં વિચારસરણી (સામ્યવાદ, સમાજવાદ, લોહિયાવાદ, સર્વોદયવાદ, ગાંધીવાદ, હાસ્યાસ્પદ ટ્રોટસ્કીવાદ વગેરે)નો યગ આથમી ગયો છે. હાલમાં ભારતમાં ઈહગર્ ક ૈંર્ગીર્નયઅ નો યુગ બેઠો છે. તેથી ભ્રષ્ટાચાર વિરોધી જબરજસ્ત લોક ચળવળ અનિવાર્ય છે. ભારતમાં ભ્રષ્ટાચાર નંબર એક સમસ્યા છે. લોકો બધા રાજકીય પક્ષોથી વિશ્રાંત થઇ ગયા છે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved