Last Update : 25-April-2012, Wednesday

 

ન્યાયની દેવડીએ

વહીવટની વાતો - કુલીનચંદ્ર યાજ્ઞિાક

 

- ગુજરાતની રચના થઈ ત્યારે મુંબઈની એક વિખ્યાત સોલિસિટરની પેઢીએ અમદાવાદમાં શાખા ખોલી હતી અને તેમને સરકારે પોતાના સોલિસિટર નિમ્યા હતા

 

શિક્ષણ વિભાગમાં હાઇકોર્ટના કેસોનું કામ સારા પ્રમાણમાં રહે તેની ખાસ સંભાળ રાખવી પડે. ઘણા કેસો સેવા કે ગ્રાન્ટ અંગેના અને પ્રવેશ અને પરીક્ષાઓ અંગેના હોય અને કાયદા વિભાગ, સરકારી વકીલ અને નિયામકને જવાબદારીથી ચલાવતા હોય એટલે અંગત ટેન્શન રહેતું નહીં.
ૅપણ એક દિવસ ઓફિસમાં ડેપ્યુટી સેક્રેટરીએ કહ્યું, ‘હાઇકોર્ટના સરકારી વકીલનો ફોન હતો કે આજે એક કેસની મુદતમાં આપે હાજર રહેવાનું હતું પણ ના રહ્યા તેથી કાલે સવારે ન્યાયમૂર્તિને રૂબરૂ મળવાનું છે !’ સરકારી વકીલે ફોન ઉપર વિગત આપી ઃ ‘આ કેસમાં લાંબા સમયથી સરકાર તરફથી કોઈ હાજર થતું નથી અને એફીડેવિટ પણ ફાઇલ નથી થઈ તેથી આજે સચિવને બોલાવવા હુકમ થયો હતો પણ તમે ન આવ્યા હવે અદાલતે નારાજ થઈ વોરન્ટ કાઢવા હુકમ કર્યો. વોરન્ટ ઉપર એક ન્યાયમૂર્તિની સહી પણ થઈ. પણ બીજા ન્યાયમૂતિ શ્રી નારણભાઈ ભટ્ટ સાહેબે કહ્યું કે અંગત સંદેશો આપીને કાલે બોલાવો. પછી આગળ વાત.’
મેં કહ્યું, ‘મને મુદતની ખબર મળી જ નથી. નહિ તો કેમ ન આવું ? આ કેસ પણ જોવામાં આવ્યો નથી. ફાઇલ જોઈને કાલે જરૂર આવીશ.’
બીજા દિવસે કાગળો સાથે ન્યાયમૂર્તિ ભટ્ટ સાહેબને મળ્યો. એ તો સૌજન્યમૂર્તિ હતા કહે ‘હું તો માનું જ કે તમને ખબર હોય તો તમે આવ્યા વિના રહો નહીં એટલે જ મેં એક સંદેશો રૂબરૂમાં મળે તેવી સૂચના આપી. હું તમને જાણું છું, કારણ હું તમારી આગળ વડોદરામાં એપિયર થયો હતો.’
મેં આભાર માની ખુલાસો કર્યો કે, ‘મને ખરેખર મુદતની જાણ થયેલી જ નહિ વળી એફિડેવિટ તો ક્યારની ય કરેલી જ છે. તેની સહી- સિક્કા સાથેની ઓફિસ કોપી ફાઇલમાં છે. સોલિસિટરે કેમ રજૂ કરી નહિ હોય તેની તપાસ કરવી પડે નહિ તો તુરત બીજી એફિડેવિટ દાખલ કરી આવતી મુદતે અધિકારી હાજર રહેશે.’
તપાસ કરતા ખાતરી થઈ કે એફિડેવિટ સોલિસિટરે રજૂ કર્યું ન હતું. ગુજરાતની રચના થઈ ત્યારે મુંબઈની એક વિખ્યાત સોલિસિટરની પેઢીએ અમદાવાદમાં શાખા ખોલી હતી અને તેમને સરકારે પોતાના સોલિસિટર નિમ્યા હતા. તમામ હકીકતોની નોંધ કાયદા વિભાગને મોકલી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી. પછી હું નિવૃત્ત થયો તેના કેટલાક સમય બાદ જાણવા મળેલું કે સોલિસિટરની નિમણૂક રદ કરવામાં આવી હતી.
બીજો એક કિસ્સો વઘુ કમનસીબ હતો. ન્યાયમૂર્તિના વતનમાં આવેલા એક યુનિવર્સિટીના કુલપતિને શિક્ષણ મંત્રીએ લખેલા એ ઓફિશિયલ કાગળનો મુદ્દો રીટનું કારણ બન્યો. અને મારે હાજરી આપવી પડી સરકારી વકીલ સરકારની ફાઇલ રજૂ કરવાનું ટાળવાનો પ્રયત્ન કરતા હતા જેથી મંત્રીની નોંધ ટીકાને પાત્ર બનવાનો અવકાશ રહે નહિ. દલીલ કરતા હતા કે મંત્રીએ કાગળ લખ્યો તે એક રૂટિન બાબત હતી આવા કાગળ પ્રસંગોપાત બીજા કુલપતિઓને પણ લખાતા હોય તેમાં અનાયાસે તેમણે શહેરનો ઉલ્લેખ કરીને કહ્યું કે યુનિવર્સિટીને ખાસ લકવામાં આવેલું નથી. નામના ઉલ્લેખથી ન્યાયમૂર્તિ એકદમ નારાજ થઈ ગયા ઉગ્ર પ્રશ્ન કર્યો ઃ ‘તમે કહેવા શું માંગો છો ? આ કેસ આ કોર્ટમાં ન ચાલે તેમ ઇચ્છો છો ?’ સરકારી વકીલ ઘણા અનુભવી, સજ્જ હતા તે ડઘાઈ ગયા બહુ કરીને માફી માગી અને ‘એવો અમારો આશય હોઈ શકે જ નહિ આ શહેરનો અહીં કોઈ સંદર્ભ નથી કાયદાના મુદ્દા ઉપર જ અમારી રજૂઆત છે અને એ આધારે જ ન્યાય માગવાનો છે. પત્ર વ્યવહારની પ્રોસીજર તો સામાન્ય છે.’
સુનાવણી આગળ ચાલી, વાતાવરણ સામાન્ય બન્યું. સરકારી ફાઇલ રજૂ કરવાની જરૂર ન પડી, ક્ષોભ ટળ્યો.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved