Last Update : 25-April-2012, Wednesday

 

પ્રેમમાં અપેક્ષાઓ રાખવાની નથી હોતી, સામા પક્ષે રહેલી અપેક્ષાઓ સંતોષવાની હોય છે

તારી અને મારી વાત -હંસલ ભચેચ

 

- લાગણીઓનું માપ શબ્દોમાં નહિ, વ્યક્તિના વર્તન અને અરસપરસ વ્યવહારમાં હોય છે તે પૂછવાની નહીં, અનુભવવાની વાત છે

Do You Love Me ?
A lover asked his beloved,
Do you love yourself more
than you love me ?

The beloved replied,
I have died to myself
and I live for you.

I've disappeared from myself
and my attributes.
I am present only for you

I have forgotten all my learning
but from knowing you
I have become a scholar.

I have lost all my strength
but from your power
I am able.

If I love myself
I love you
I love myself

 

તેરમી સદીના રહસ્યમયી ગણાયેલા કવિ જલાલુદ્દીન રૂમીનું આ કાવ્ય છે. પ્રેમનું સનાતન સત્ય આ કાવ્યની પંક્તિઓમાં સમાયેલું છે. પ્રેમમાં અસ્તિત્વના એકાકારની આ વાત છે પોતાની જાતને ચાહતમાં ખોઈને પ્રેમી/કાના અસ્તિત્વમાં ફરી શોધવાની વાત છે. છેલ્લી પંક્તિઓ તો અદ્‌ભુત છે. તમે તમારી જાતને ચાહતા હોવ તો જ તમે તમારી જાતને પણ ચાહવા માંડો છો. બધો જ હિસાબ પોતાની જાત સાથેનો છે, બીજા પક્ષની તો વાત જ નથી આવતી !
આજે આઠસો વર્ષ વીત્યાં પછી’ય પ્રેમનું આ ગૂઢ ગણિત પ્રેમીઓને સમજાયું નથી, અહીં તો ‘આઇ લવ યુ’ આટલો પ્રસ્તાવ મૂક્યા પછી મગજમાં તરત પ્રશ્ન ઉઠે છે કે, ‘ડુ યુ લવ મી ?’ જવાબ પણ હકારમાં જ જોઈએ છે, મેં એકરાર કરી લીધો અને સાથે સાથે તારો ‘ના’ પાડવાનો હક્ક પણ છીનવી લીધો ! અને ‘હા’ પડી ગઈ તો પણ કઈ જન્નત મળી ગઈ ? પ્રેમનું માપ કાઢવાની તાલાવેલી લાગી ગઈ કે ‘કેટલો ?!’ વ્યવહારમાં દેખાય કે ના દેખાય પણ શબ્દોમાં જરૂર સ્વીકારવો જોઈએ. અપેક્ષાઓથી એક તણખલાભર ઓછો નહીં ચાલે નહિતર પાછો ડખો ! ‘હા’ તો એક ગુલામીખત છે પછી તો કેટલો પ્રેમ કરે છે તેના પ્રમાણ તો અવારનવાર અને વાર- તહેવાર આપવા સતત બંધાયેલા. ના પાડવાનો તો હક્ક જ છીનવી લીધો હતો પણ જો તેને અવગણીને પ્રેમનો અસ્વીકાર થયો તો તો તે પચાવવાની શક્તિ ક્યાંથી લાવવી ? ક્યાંક તો હા પડાવવાના ત્રાગા અને ક્યાંક તો ના પાડ્યાનો બદલો. અને છેલ્લે વિચિત્ર જીદ- મારા પ્રેમના અસ્વીકાર સાથે તારો કોઈ અન્યને ચાહવાનો અધિકાર પણ નહિ ! બસ ‘આઇ લવ યુ’ અને ‘ડુ યુ લવ મી ?’ વચ્ચેની આ ભેજામારી, સોરી હૃદયમારી છે ! પ્રેમીઓ આ તમામ મુદ્દે જબરદસ્ત દર્દ અનુભવે છે અને અસહ્ય દુઃખનો અનુભવ કરે જ જાય છે.
બોલો, હવે આમાં જાતને ચાહવાની કે અસ્તિત્વના એકાકારની વાત કેવી રીતે કરવી ?! હૈયામાં પ્રેમના દાવા લઈને ફરતા દરેક પ્રેમીઓની વત્તે-ઓછે અંશે આ હાલત છે. પ્રેમ માત્ર લાગણીઓની અભિવ્યક્તિ પૂરતો સીમિત નથી. એમાં સમજદારી આ અભિવ્યક્તિઓના પાયામાં છે. કમનસીબે આ સમજદારીના અભાવે મોટા ભાગના યુગલો પ્રેમસંબંધોમાં એકબીજાના અસ્તિત્વને ચાહવાના બદલે પ્રેમ બદલ અફસોસ અનુભવતા હોય છે. પ્રેમનું સાવ સાચું ઐશ્વર્ય પામવા બસ એટલું સમજાઈ જવું જરૂરી છે કે બધો હિસાબ પોતાની જાત સાથેનો છે ! તમારો સ્વીકાર એના સ્વીકારની ખાત્રી નથી. એને અસ્વીકાર કરવાની પૂરતી આઝાદી છે. લાગણીઓનું માપ શબ્દોમાં નહી વ્યક્તિના વર્તન અને અરસપરસ પ્રત્યેના વ્યવહારમાં હોય છે. તે પૂછવાની નહીં અનુભવવાની વાત છે. પ્રેમમાં અપેક્ષાઓ રાખવાની નથી હોતી સામા પક્ષે રહેલી અપેક્ષાઓને સંતોષવાની હોય છે. તમે તમારી મરજીથી ચાહો પણ અન્યને તમારી મરજી મુજબ ચાહવા મજબૂર ન કરી શકો. તમારો તિરસ્કાર કર્યા પછી પણ એની અન્યને ચાહવાની આઝાદી અકબંધ રહે છે. જે વ્યક્તિઓ આ બધી વાતોને સાચા અર્થમાં સમજીને સ્વીકારી શકે છે તે પ્રેમમાં તિરસ્કૃત થયા પછી પણ સ્વસ્થ રહી શકે છે. જ્યારે જે વ્યક્તિ આટલી સમજ નથી પચાવી શકતી તે પ્રેમમાં સ્વીકૃત થયા પછી પણ રીબાય છે.
પૂર્ણવિરામ ઃ ‘પ્રેમ’ એ કિશોરાવસ્થામાં અંતઃસ્ત્રાવોના આવેગોનું, યુવાવસ્થામાં જાતીય આવેગોનું, પુખ્તાવસ્થામાં જરૂરિયાતોનું અને પ્રૌઢાવસ્થામાં લાગણીઓના અહેસાસનું પરિણામ છે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved