Last Update : 25-April-2012, Wednesday

 

ગ્રીષ્મના વિકારોથી બચવા જીવંતીનું સેવન કરો

સ્વસ્થવૃત્ત

એક જમાનો એવો હતો કે જીવનજરૂરી આરોગ્યપ્રદ વસ્તુઓ ગામડામાં સહેલાઈથી મળી રહેતી હતી. આથી લોકો અવારનવાર બીમાર પડતાં નહીં. વીટામીન્સ, મીનરલ, પ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટયુક્ત આહાર લગભગ બધાંને મળી રહેતો. દૂધ, છાશ, શેરડી, ગોળ, તાજા શાકભાજી અને દેશી ખાતરમાંથી બનતું અનાજ આહાર માટે મળી રહેતાં હોવાથી ખામીજન્ય વ્યાધિઓ થતાં નહીં અને વ્યાધિક્ષમતા મજબુત રહેતી હતી. શહેરમાં પણ આ બઘું શુદ્ધ મળી રહેતું હતું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવા અને પાણી પણ શુદ્ધ મળતાં નથી. આવી પરિસ્થિતિમાં પણ ૠતુ પ્રમાણે ખાનપાનની ગોઠવણ કરવામાં આવે તો ગ્રીષ્મની ગરમીથી થતાં રોગોથી બચી શકાય અને ગરમી સહન કરવાની શક્તિ વધે. આ ૠતુમાં કેરી બધાને યાદ આવે છે પણ ડોડી યાદ આવતી નથી. ડોડી ઉનાળાની સખત ગરમીથી થતાં વિકારો અને ગરમી સામે ટકવાની શક્તિ આપે છે. ડોડીનાં ફળ શાક તરીકે અને પાન ભાજી તરીકે નિત્ય વાપરી શકાય છે. મૂળ સહિત આખો વેલો ઔષધ તરીકે ખૂબ જ પ્રસંશા પામેલ છે. પિત્તજન્ય વિકારોનું રામબાણ ઔષધ છે. આવું સુંદર મઝાનું શાક અને ઔષધ કેમ વિસરાઈ જવાય છે?
ડોડીના વેલાઓને અનેક શાખાઓ હોય છે. આ વનસ્પતિના કાચા ફળનું શાક અને પાનની ભાજી બનાવી ખવાય છે. નિયમિત ખાવાથી શારીરિક શક્તિ વધે છે. દ્રષ્ટિ તેજ થાય છે. ઉનાળાની ગરમીથી થતા ઉનવા, રક્તસ્ત્રાવજન્ય રોગો મટે છે. બેતાળા જલ્દી આવતા નથી. પિત્ત અને વાયુ પ્રકૃતિવાળાને ખૂબ જ માફક આવે છે. આયુર્વેદ માને છે કે, શાકમાં શ્રેષ્ઠ પરવળ છે અને ભાજીમાં શ્રેષ્ઠ ડોડી-જીવંતી છે. શાકમાં છેલ્લો નંબર તુંડીનો એટલે કે, ટીંડોરાને આપવામાં આવેલ છે. જીવંતીનો ઔષધ તરીકે પણ આયુર્વેદે સારો એવો ઉપયોગ કર્યો છે. જીવંતી ઘનવટી, જીવંત્યાદિઘૃત વગેરે જાણીતી બનાવટો છે. ફાર્મસીવાળા ઘણાં યોગો બનાવે છે અને માર્કેટમાં પણ હોય છે. જીવંતીના ફળ, પાન અને મૂળ આજે પણ ઔષધ તરીકે વપરાય છે. શારીરિક નબળાઈ, જાતીય નબળાઈ, વ્યંઘ્યત્વ અને પિત્તથી પીડાતા દર્દીઓ સારા થતાં હોય છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જીવંતી વિશેષ જોવા મળે છે લોકો પાનનો ઉપયોગ ભાજી તરીકે અને કાચા ફળનો ઉપયોગ શાક તરીકે કરે છે. સુખી લોકો ગાયના ઘીમાં શાકભાજી બનાવી આરોગે છે અને આરોગ્ય જાળવી રાખે છે. શખ્તિ અને રક્ત મેળવે છે. એટલે જ કહ્યું છે કે, જીવન્તિ શાક શાકાનામ્‌- (ચરક)
જીવંતીના અન્ય નામો સુંદર છે. શાક શ્રેષ્ઠ અને પયસ્વિની. લેટિનમાં લેપ્ટાડીનિયા રેટિક્યુલેટા (ન્ીૅાચગીહૈચ ીૌિબેનચાચ) કહે છે. પ્રાચિન સમયથી જીવંતી ઉત્તમ શાક તરીકે સ્વીકારવામાં આવેલ છે. મહર્ષિ ચરકે જીવંતીની ખૂબ પ્રશંસા કરેલ છે. જીવનીય ગણ એટલે કે જીવન આપનાર વર્ગમાં એનો સમાવેશ કરેલ છે. મહર્ષિ સુશ્રૃતે કાકોલ્યાદિ ગણમાં સમાવેશ કરેલ છે. જીવંતી અતિ પ્રાચીન સમયથી આપણે ત્યાં વપરાતી આવી છે. છેલ્લા થોડા વર્ષોથી શહેરમાં જોવા મળતી નથી. જોકે એમાંથી બનતાં યોગો ફાર્મસીવાળા બનાવી વેચે છે અને લોકો મોંઘા ભાવે ખરીદે છે, પરંતુ ખાનારને એ ખબર નથી કે બાજુમાં થતી ડોડીમાંથી બનાવેલ ઔષધો હું ખાઈ રહ્યો છું. અર્વાચિન પંડિતોએ ડોડીને ઓળખવામાં વિવાદ અને ગુંચવાડો પેદા કર્યો હતો. બે ચાર જુદી જુદી વનસ્પતિને ડોડી માનવા દલીલો કરતાં હતાં. આપણે અહીં મોટાભાગના નિષ્ણાંતોએ સ્વીકારેલ જીવંતી રજુ કરેલ છે. જીવંતી ફળ તોડવાથી સફેદ દૂધ જેવું પ્રવાહી નિકળે છે એને આપણે જીવંતી તરીકે સ્વીકારીએ છીએ. બંગાળમાં સ્વીકારવામાં આવેલી જીવંતીને સ્વર્ણજીવંતી કહે છે. ફળ તોડવાથી પીળુ પ્રવાહી નિકળે છે. બંગાળીઓ આજે પણ શાક તરીકે ઉપયોગ કરે છે. ગુણો બન્ને જીવંતીના લગભગ સરખા છે. આપણે અહીં રજુ કરેલી જીવંતી પંડિતો અને ગુજરાતીઓએ સ્વીકારેલ છે અને ઉત્તમ છે.
જીવંતી હલકી, સ્નિગ્ધ, મઘુર, શીતવીર્ય, ત્રિદોષશામક, વિશેષ કરીને વાતપિત્તશામક, અનુલોમક મળને બાંધનાર, દાહનાશક, વૃષ્ય (વીર્ય વધારનાર), બલ્ય રસાયન (ધાતુઓ વધારનાર), મૂત્રલ, દષ્ટિશક્તિવર્ધક, રક્તસ્ત્રાવજન્ય રોગો મટાડનાર, કફને ઓગાળી બહાર કાઢનાર છે. જૂના ઝાડા, નબળાઈ, રક્તાલ્પતા, હૃદયની નબળાઈ, મૂત્રદાહ, પેશાબમાં પસસેલ્સ આવવા, ક્ષય, વ્રણ, રતાંધળાપણું વગેરે રોગોમાં અત્યંત ઉપયોગી છે. આશરે ૩૦ વર્ષ પહેલા આયુર્વેદ વિકાસ મંડળે જીવંતીવટી બનાવી હતી. રતાંધળા ૧૦૦ દર્દીઓને ૧ વર્ષ જીવંતી ઘનવટી આપી સંશોધનની દ્રષ્ટિએ અભ્યાસ કરવામાં આવ્યો હતો. પરિણામો ઉત્સાહવર્ધક જાહેર કર્યાં હતાં. ડોડીનો મોટો ગુણ વ્યવસ્થાપક એટલે કે ઘડપણ મોડું આવે. ત્વચા અને દ્રષ્ટિ યુવાન જેવા રહે છે.
અનુભૂત યોગો ઃ-
(૧) જીવંતીનું શાક ગાયનાં ઘીમાં બનાવી ખાવાથી અને જીવંતીરસ સાકર સાથે સવાર સાંજ પીવાથી જૂની એસિડીટી, દાહ મટે છે. (૨) જૂના ઝાડા-જીવંતી શાક લસ્સી સાથે વાપરવું. (૩) પેશાબ સાથે શુક્રનું જવું-જીવંતી મૂળ ચૂર્ણ, શીમળા મૂળ ચૂર્ણ મેળવી એમાંથી ૨ થી ૩ ગ્રામ સાકરવાળા દૂધ સાથે સવાર સાંજ લેવું. (૪) જીવંતી પત્ર અને મૂળમાંથી ઘનસત્વ કાઢવામાં આવે છે. આ બઝારમાં મળી રહે છે. આ ઘન ગર્ભાશય શોધન અને ગર્ભસ્થાપન માટે અત્યંત ઉપયોગી છે. (૫) જીવંતીઘન, અશ્વગંધા, શુદ્ધ કૌંચા અને શતાવરી સરખે ભાગે મેળવવી. આમાંથી ૩ ગ્રામ ઘી અને સાકર સાથે લેવું. આથી જાતીય નબળાઈ દૂર થશે, સ્પર્મ કાઉન્ટ અને મોટેલીટી વધશે. (૬) જીવંતીના સૂકા પાનનું ચૂર્ણ ૩ ગ્રામ ચંદ્રકલારસ ૨ રતિ, સાકર ૩ ગ્રામ મેળવી બે થી ત્રણ વખત લેવાથી ઉનવા, નાખોરી ફુટવી મટે છે.
- શાંતિભાઈ અગ્રાવત

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved