Last Update : 25-April-2012, Wednesday

 

ધર્મ અને વિજ્ઞાન

- શરીર પર ભસ્મ લગાડવાનો રિવાજ એટલા માટે હતો કે એ લગાડવાથી એક પ્રકારનું પડ શરીર પર બંધાય છે.

વૈજ્ઞાનિક શોધખોળ કરનારાઓ માટે એકાંતમાં રહેવું જરૂરી હોય છે. જેથી વિક્ષેપ પડે નહીં. પ્રાચીન કાળમાં જે અઘ્યાત્મ ક્ષેત્રના મૂર્ધન્ય શોધખોળની અંદર સંલગ્ન રહેતા હતા, એમને પોતાની શરીર રૂપીપ્રયોગ શાળામાં અનેક પ્રકારનાં પ્રયોગ, શોધખોળ વગેરે કરવાનાં હતા, આ કાર્યને માટે હિમાલય જેવાં ક્ષેત્રોમાં મકાન બનાવવા કરતા પ્રકૃતિથી ઉત્પન્ન થયેલી ગુફાઓ ઉપયોગી થઈ પડતી હતી. એમાં જ રહીને તેઓ પોતાનું કાર્ય સુવિધાપૂર્વક ચલાવી લેતા હતા. ઉપલબ્ધીઓનો લાભ જનસાધારણ સુધી પહોંચાડવાની ઈચ્છા થતી ત્યારે પ્રવાસ પર, તીર્થયાત્રા પર નીકળી પડતા હતા. આ રીતે એમની કાર્ય પઘ્ધતિનું નિશ્ચિત રૂપ ચાલતું રહેતું. પણ આજ તો એની આંધળી નકલ જ થાય છે. લોકો શહેરોની વચ્ચે મકાનો બાંધીને ગુફાનું નામ આપે છે અને એમાં પડ્યા પડ્યા દિવસો પસાર કરે છે.
શરીર પર ભસ્મ લગાડવાનો રિવાજ એટલા માટે હતો કે એ લગાડવાથી એક પ્રકારનું પડ શરીર પર બંધાય છે. અને તેથી ઠંડી કે ગરમીનોપ્રકોપ શરીરને ત્રાસ આપતો નથી. પરંતુ જેની પાસે ઢગલો કપડાં હાજર છે એ શા માટે એવી જાતનો ઢંગ રચે ? વાળ કપાવવાની સગવડ ન હોવાને કારણે લાંબા વાળ રાખવામાં આવતા હતા પરંતુ એની નકલ કરવા માટે નકલી વાળ જટાઓ ખરીદી તેને પીનને આધારે મસ્તકના વાળ ઉપર શા માટે ગોઠવીને ફરવામાં આવે ? શા માટે લોકને વાસ્તવિકતા રહીત ભ્રમમાં નાખવામાં આવે છે ?
વનવાસીઓ માટે દૂધીનાં અથવા નારિયેળના કમંડળ હાથથી બનાવીને તેનાથી વાસણ તરીકેનું કામ ચલાવવામાં આવતું હતું. પણ આજે જ્યારે ધાતુઓનાં વાસણો બનવા માંડ્યા છે. તો સ્વચ્છતા અને સુવિધાની દ્રષ્ટિએ એનોજ ઉપયોગ કરવો જોઈએ. રૂપિયો, ત્રિશુળ, ફરસી એ દિવસોની એ ક્ષેત્રોની જરૂરિયાતની મુજબનાં સાધનો રહ્યાં હશે. એનાથી દૈનક જરૂરિયાતોની પૂર્તિ થઈ જતી હશે પણ આજે તો એનો કોઈ હેતુ રહ્યો નથી. પછી નાટકોનો વેષ બદલીને શું ના શું થઈ જવાની નટોની કાર્યપઘ્ધતિ શા માટે અપનાવવાનાં આવે ?
તીર્થયાત્રાનું પ્રયોજય ધર્મ પ્રચારની પદયાત્રા સાથે હતું. પરંતુ કાર્ય પ્રણાલીનો ત્યાગ કરી દેવામાં આવ્યો તો વગર ટિકિટે યાત્રાની ચોરી કરતાં કરતાં ગમે તે પ્રકારે પૂણ્ય પ્રાપ્ત કરવા માટે દેવાલય જળાશય જોતા રહેવામાં શા માટે સમયનો બગાડ કરવામાં આવે ?
અઘ્યાત્મકનો વેષ-પરિધાન અથવા ઢોંગ ધારણ કરવાની નકલ બનાવવાની જરૂર નથી. પ્રાચીન કાળના આદર્શો અને ક્રિયા કલાપોને જ જ્યારે ભૂલવામાં અને ઉપેક્ષિત કરવામાં આવ્યા છે તો એવા પ્રકારની વેષ પરિધાનની લીલા રચવાથી શું લાભ ? દુકાનમાં જે માલ જ નથી તેના વેચાણ માટેનું સાઈન બોર્ડ શા માટે લગાડવું જોઈએ ? આપણે અઘ્યાત્મ તત્વ વિજ્ઞાનનો હાસ્યાસ્પદ આડંભર નથી બનાવવો, પરંતુ એ મહાન પરંપરાને નવી રીતથી ફરી પૂનર્જીવિત કરવી છે.
સ્વર્ગમુક્તિ, સિઘ્ધિ પ્રતિષ્ઠા મેળવવાનુ લક્ષ્ય લઈને જે ચાલે છે, એણે પોતાના અંગત સ્વાર્થની પૂર્તિને માટે સ્વપુરુષાર્થથી પોતાની રોજી રોટી ચલાવવી જોઈએ. સાર્વજનિક ધન પર આજીવિકા ચલાવવાનો અધિકાર એને જ છે કે જેણે લોક મંગલને માટે પોતાનું જીવન સમર્પિત કરેલું હોય જેને લૌકિક અથવા પરલૌકિક સ્વાર્થ સાધન કરવાં છે, તેને માટે ભિક્ષા નિર્વાહનો કે સાર્વજનિક ધનના ઉપયોગની કોઈ વાત બંધ બેસતી નથી.
-આચાર્ય શ્રીરામ શર્મા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved