Last Update : 25-April-2012, Wednesday

 

મજેદાર મોકટેલ્સ

 

 

ચોકલેટ-ઑરેન્જ મોકટેલ
સામગ્રી ઃ ડાર્ક ચોકલેટ ૬૦ ગ્રામ, ઉકળતું પાણી ૨ ટે. સ્પૂન, ઑરેન્જ જ્યુશ ૧ ગ્લાસ, ઓરેન્જ પીસ ૧ ટે. સ્પૂન, છીણેલી ચોકલેટ ૧ ટી. સ્પૂન. તુલસી પાન ૭ નંગ.
રીત ઃ (૧) ચોકલેટના નાના ટુકડા કરો. તેમાં ઉકળતું પાણી મિક્સ કરીને ક્રશ કરો.
(૨) તેમાં ઓરેન્જ જ્યુશ નાખીને ફરીથી મિક્સરમાં મિક્સ કરો.
(૩) સર્વ કરતી વખતે ગ્લાસમાં બરફનો ભૂકો, મોકટેલ્સ, ઓરન્જના પીસ (સંતરાની પેશીના નાના નાના ટુકડા) અને ચોકલેટનું છીણ તથા તુલસીના પાન નાખીને સર્વ કરો.

રોયલ મોકટેલ
સામગ્રી ઃ લીલી દ્રાક્ષનો જ્યૂસ ૧ ગ્લાસ, ખજૂર ૧૦૦ ગ્રામ, કાલાખટ્ટા મસાલો ૨ ટી. સ્પૂન, કિસમીસ ૫૦ ગ્રામ, લીંબુ ૨ નંગ, ખાંડ ૧ ટે. સ્પૂન.
રીત ઃ (૧) ખજૂર ધોઈને ઠળીયા કાઢીને નાના પીસ કરો. ખજૂરના પીસ અને કીસમીસ ગરમ પાણીમાં પલાળી રાખો. તેમાં ખાંડ નાખો.
(૨) બરાબર પલળી જાય પછી તે જ પાણીમાં મિક્સરમાં ક્રશ કરો. તેને ગાળી લો. તેમાં લીંબુનો રસ, દ્રાક્ષનો જ્યૂસ અને બરફ નાખો.
(૩) ચાર ગ્લાસમાં મોકટેલ્સ ભરો. તેમાં કાલાખટ્ટા મસાલો નાખીને સર્વ કરો.

થંડર વર્લ્ડ મોકટેલ
સામગ્રી ઃ થમ્સ અપ ૧ બોટલ, બ્રાઉન ગ્રેપ્સ ૧૫૦ ગ્રામ, ગ્રેપ્સના પીસ ૧ ટે. સ્પૂન, કાલા ખટ્ટા મસાલો ૨ ટે. સ્પૂન.
રીત ઃ (૧) થમ્સ અપ અને બ્રાઉન ગ્રેપ્સ મિક્સ કરીને ક્રશ કરો.
(૨) સર્વ કરતી વખતે ગ્લાસમાં બરફનો ભૂકો તથા મોકટેલ્સ ગ્રેપ્સના રાઉન્ડ પીસ અને કાલાખટ્ટાનો મસાલો નાખીને સર્વ કરો.

ગ્રીનલાઈટ મોકટેલ
સામગ્રી ઃ ખસ સીરપ ૧ કપ, કાકડીનો રસ ૧ કપ, પાલકનો રસ ૧ કપ, લીલી દ્રાક્ષનો રસ ૧ કપ, ફુદીનો ૧૫ નંગ પાન, પીવાની સોડા ૨ બોટલ, લીંબુનો રસ ૨ ટે. સ્પૂન. કાલાખટ્ટા મસાલો, પ્રમાણસર, બરફ પ્રમાણસર.
રીત ઃ (૧) બાઉલમાં બઘું મિક્સ કરો.
(૨) સર્વ કરતી વખતે ગ્લાસમાં બરફ, મોકટેલ્સ, મસાલો અને ફુદીનાના પાન નાખો. ધીમે ધીમે પીવાની સોડા નાખીને સર્વ કરો.

કાલાખટ્ટા મસાલો ઃ
જીરુ પાઉડર ૨ ટે. સ્પૂન, મરી પાઉડર અર્ધી ટી. સ્પૂન, સંચળ પાઉડર ૨ ટી. સ્પૂન, વરિયાળી પાઉડર અર્ધી ટી. સ્પૂન, આમચૂર અર્ધી ટી. સ્પૂન, બ્રાઉન એલચી ૧ નંગ, બઘું ક્રશ કરીને પાઉડર બનાવો.

અમીધારા મોકટેલ
સામગ્રી ઃ બ્રાઉન ગ્રેપ્સ ૨૦૦ ગ્રામ, પેઠાના પીસ ૧૦૦ ગ્રામ, સંચળ-જીરુનો પાવડર ૧ ટી. સ્પૂન, ક્રીમ ૧૦૦ ગ્રામ, પ્લમ ૧૦૦ ગ્રામ, ખાંડ ૫૦ ગ્રામ, રોઝ એસેન્સ બે ટીપાં, આઈસ્ક્રીમ વેનીલા ૧ કપ, ગુલાબની પાંદડી ડેકોરેશન માટે.
રીત ઃ (૧) ગ્રેપ્સ ધોઈને સાફ કરો. પ્લમ ધોઈને તેના પીસ કરો અને ઠળિયા કાઢી નાખો. તેમાં થોડું પાણી નાખીને ક્રશ કરો. તેમાં ખાંડ મિક્સ કરો.
(૨) તેને ગાળીને જ્યૂસ તૈયાર કરો. તેમાં ક્રીમ અને રોઝ એસેન્સ નાખીને ફરીથી ક્રશ કરો.
(૩) સર્વ કરતી વખતે ગ્લાસમાં બરફનો ભુકો, મોકટેલ, આઈસ્ક્રીમ અથવા ઠંડું પાણી, જીરુ-સંચળનો મસાલો અને ગુલાબની પાંદડી નાખીને તરત જ સર્વ કરો.
(૪) તેમાં પેઠાના નાના નાના પીસ કરીને નાખો.

દાડમ અને દ્રાક્ષનું મોકટેલ
સામગ્રી ઃ લાલ દાડમ ૧ નંગ, કાળી દ્રાક્ષ સૂકી ૫૦ ગ્રામ, લીંબુ ૧ નંગ, મીઠું-મરી-સંચળ પ્રમાણસર, ખાંડ ૧ ટે.સ્પૂન, જીરુ પાઉડર ૧ ટે. સ્પૂન, ગુલાબની પાંદડી ૧ ટે. સ્પૂન, ગુલાબ ૧ નંગ.
રીત ઃ (૧) દાડમના દાણા કાઢો. થોડા દાણા બાજુ પર રાખો. બાકીના દાણાનો રસ કાઢીને ગાળી લો.
(૨) દ્રાક્ષ પલાળી રાખો. પલળી જાય પછી મિક્સરમાં રસ કાઢો. જરૂર પ્રમાણે ખાંડ મિક્સ કરો અને ગાળી લો.
(૩) ગુલાબની પાંદડીમાં પાણી નાખીને પલળવા દો. પછી ચોળીને ગાળી લો.
(૪) બધા જ્યૂસ મિક્સ કરો. તેમાં જરૂર પ્રમાણે ખાંડ, મીઠું, જીરૂ પાવડર, સંચળ મિક્સ કરો તથા લીંબુનો રસ નાખો.
(૫) લાંબા ગ્લાસમાં બરફ નાખો. તેમાં ઉપર મોકટેલ્સ નાખો. તેની ઉપર ગુલાબની પાંદડી, દાડમના દાણા નાખીને સર્વ કરો.

મિક્સ ફ્રૂટ્‌સ મોકટેલ
સામગ્રી ઃ સંતરાનો રસ અડધો કપ, પાઈનેપલ રસ અડધો કપ, ગ્રેપ્સનો રસ પોણો કપ, ખાંડ ૨ ટે. સ્પૂન, સંતરાના પીસ ૧ ટે. સ્પૂન, પાઈનેપલ સ્લાઈસ ૨ નંગ, ગ્રેપ્સના પીસ ૧ ટે. સ્પૂન, કાલાખટ્ટા મસાલો ૧ ટે. સ્પૂન. સિલ્વર પેપર અને રૂપેરી વરખ ૧ નંગ.
રીત ઃ (૧) બધા જ્યૂસ અને ખાંડ મિક્સ કરી ક્રશ કરો.
(૨) ગ્લાસમાં જ્યુસ, સંતરાના પીસ, ગ્રેપ્સના પીસ, સીલ્વર પેપર નાખીને સર્વ કરો.
(૩) સ્વાદ અનુસાર કાલાખટ્ટા મસાલો પણ નાખી શકાય.
(૪) પાઈનેપલ સ્લાઈસ નાની લઈને એક ગ્લાસમાં ભરાવો. બીજી સ્લાઈસના બે ભાગ કરી પ્લેટમાં ગોઠવો. તેના ઉપર દ્રાક્ષ મૂકીને ડેકોરેશન કરો.
- મીના મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved