Last Update : 25-April-2012, Wednesday

 

પૃથ્વી પર જમીન કરતાં પાણીનું પ્રમાણ વઘુ છે ?

સત્યની બીજી બાજુ- મૃગાંક શાહ

 

માન્યતા ઃ પૃથ્વી પર ૭૫% પાણી છે અને ફકત ૨૫% જ જમીન છે.
હકીકત ઃ સ્કૂલોમાં કેટલીય વાર બાળકોનાં મગજમાં ઉપરનું સત્ય ઠોંસવામાં આવે છે અને એના સિવાયનું કાંઈ પણ માનીએ તો એ ખોટું હોવાનું કહેવામાં આવે છે. હવે આપણે હકીકત શું છે એની છણાવટ કરીએ. પૃથ્વી એ ખૂબજ મોટો અને વિશાળ ગ્રહ છે. એનું વજન ૬ મીલીઅન, બીલીઅન, બીલીઅન કિલોગ્રામ થવા જાય છે. એમાંથી અડઘું વજન તો એનાં નીચેનાં ભાગનું છે જે પૃથ્વીનાં દડાની અંદર ૬૬૦ કિ.મી.થી તો શરૂ થાય છે. પૃથ્વીનાં ઉપરનાં સ્તરમાં ભલે વિશાળ કાય દરિયો હોય પણ નીચેનો ભાગ અથવા તો નીચેનું સ્તર એનાં કરતાં ૪૦ ગણું વધારે મોટું છે. ઇ.સ. ૨૦૦૨માં જાપાનમાં થયેલા એક પરીક્ષણમાં જાણવા મળ્યું કે પૃથ્વીનાં નીચેના સ્તરમાં જે પાણી શોષાયું છે એ ઉપરનાં સ્તરનાં પાણી કરતાં પાંચ ગણું વધારે છે અને એ બઘું પાણી શોષાઈ ગયું છે જે ઘન મીનરલોમાં રૂપાંતર પામ્યું છે. અર્થાત્‌ પૃથ્વીનાં નીચેનાં સ્તરમાં તો ફકત મીનરલો જ છે. આ રીતે જોવા જઈએ તો પૃથ્વી પર પાણીનું પ્રમાણ ખૂબ ઓછું છે. ચાલો પાણી બચાવીએ.
માન્યતા ઃ ઊંટો લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે કારણ કે એમનાં ઢેકામાં એ પાણીનો સંગ્રહ કરે છે.
હકીકત ઃ એકદમ ખોટી વાત. ઊંટો એમનાં ઢેકામાં પાણીનો સંચય બિલકુલ નથી કરતાં પણ ચરબીનો સંચય કરે છે. જેનો શકિત તરીકે ઉપયોગ થાય છે. પાણીનો સંગ્રહ એમનાં આખા શરીરનાં જુદાં જુદાં ભાગમાં થાય છે. જેને લીધે ઊંટ લાંબા સમય સુધી પાણી વીના રહી શકે છે. જયારે ઊંટને ખાવાપીવાનું નથી મળતું ત્યારે એ પોતાનું ૪૦% વજન ગુમાવી દે છે ને છતાંય એને કાંઈ થતું નથી. ઊંટ સતત સાત દિવસ સુધી પાણી પીધા વગર રહી શકે છે. અને જયારે પાણી મળે છે ત્યારે એક સાથે ૨૨૫ લીટર પાણી પી જાય છે !
ગલ્ફના દેશોમાં ઊંટોની રેસ યોજાય છે અને એમાં પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે પકડી લાવેલાં ચારથી પાંચ વર્ષનાં માસુમ છોકરાઓને ઊંટો પર બેસાડવામાં આવે છે અને લોકો એની લિજ્જત લૂંટે છે !
માન્યતા ઃ અમેરિકાનું નામ ઇટાલીના મશહૂર વ્યાપારી અમેરીગો વેસપુસી પરથી પાડવામાં આવ્યું છે.
હકીકત ઃ ના, અમેરિકાનું નામ અમેરીગો વેસપુસી પરથી નહીં પણ ઇંગ્લેન્ડનાં એક વ્યાપારી રીચાર્ડ અમેરિક પરથી પાડવામાં આવ્યું છે. બ્રીસ્ટોલ શહેરનાં કેલેન્ડરમાં આ પ્રકારની ખાસ નોંધ છે કે ‘સેન્ટ જેહન, બાપ્ટીસ્ટ દિવસે (૨૪ જૂન) બ્રીસ્ટોલનાં વ્યાપારી દ્વારા અમેરિકાની ભૂમિની શોધ થઇ હતી અને આ વ્યાપારી રીચાર્ડ અમેરિક બ્રીસ્ટોલની શીપ મેથ્યુમાં આવ્યો હતો.’ અને આ નોંધ અમેરિગો વેસપુસીએ અમેરિકાની ધરતી પર પહેલો પગ મૂકયો એનાં કરતાં બે વર્ષ પહેલાંની છે. બીજું તથ્ય એ પણ છે કે નવા દેશો અને નવા ખંડોનાં નામો કોઇપણ વ્યકિતનાં પ્રથમ નામથી નામકરણ નથી થયા. પણ હમેશા એમની અટકથી ઓળખાયાં છે. એટલે જો અમેરીગોએ અમેરિકા શોઘ્યું હોત તો અમેરિકાનું નામ વેસપુસી હોત. અમેરિકા નહીં.
ડ્રાયફ્રુટ ઃ- જાણીતાં અમેરિકન સંગીતકાર જોહન કે જેણે ‘ચાર મીનીટ તેત્રીસ સેકન્ડ’ નામનો ગીતનો એક ટુકડો કંપોઝ કર્યો હતો, જે બિલકુલ સાઇલન્ટ હતો !

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved