Last Update : 25-April-2012, Wednesday

 

દીકરીની હત્યા સામાજિક આતંકવાદ

વામાવિશ્વ- અનુરાધા દેરાસરી

- 'બેટી બચાવો' ને 'દીકરી ભણાવો'ના નારા લગાવતાં પહેલા 'દીકરીને હત્યાથી બચાવો' તે સ્લોગનનું અમલીકરણ જરૃરી છે

તાજેતરમાં બેંગ્લોરમાં એક હૃદયદ્રાવક ઘટના બની ગઈ. ત્રણ મહિનાની બેબી નેહા આફ્રીનને હોસ્પિટલમાં તેની માતા રેશમાબાનુ દ્વારા લાવવામાં આવી. તેના શરીર પર ખાસ કરીને માથા એટલે કપાળ પર સીગરેટના ડામ હતા અને તેને ગળે માર મારવામાં આવ્યો હતો. પિતાએ ગળું દાબી તેને મારવાની કોશિશ કરી હતી. ત્રણ દિવસની સારવાર પછી સુંદર ફૂલ સમી નેહાનું હોસ્પિટલમાં હેમરેજને કારણે મૃત્યુ થયું. નેહાને સગા પિતાએ મારવાની કોશિશ કરી કારણ કે, તેને દીકરીને બદલે દીકરો જોઈતો હતો. નેહાનો ગુન્હો એ કે તે દીકરી હતી.
આવો જ બીજો કેસ થોડા વખત પહેલા દિલ્હીમાં બની ગયો. બે વર્ષની ઈજાગ્રસ્ત ફલકને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેના ઉપર બેત્રણ ઓપરેશન કરવામાં આવ્યા. તેને બચાવવાની ઘણી કોશિશ કરી, તેના શરીરે બચકા ભર્યાની નિશાની હતી તેમજ તેને દીવાલ સાથે પછાડવામાં આવી હોવાનાં ચિહ્નો હતાં. તેના માતા-પિતાની ખૂબ શોધને અંતે માલૂમ પડયું કે ફલક એક કોલગર્લની દીકરી હતી. છોકરી હોવાને લીધે તેણે તેના દલાલને સોંપી. દલાલે કોઈ બીજી યુવતીને સોંપી અને તે યુવતીએ ફલકથી કંટાળી, તેને શારીરિક હાનિ પ્હોંચાડી રસ્તા પર છોડી દીધી.
જોધપુરમાં થોડા સમય પહેલા એક હોસ્પિટલમાં બે પ્રસુતાને સાથે દીકરો અને દીકરી જન્મ્યા. હોસ્પિટલ સ્ટાફની બેકાળજીથી બાળકને નવડાવીને બહાર લાવી અને બન્ને માને આપતા બાળકોની અદલાબદલી થઈ ગઈ. એટલે દીકરાની માને દીકરી આપી અને દીકરીની માને દીકરો આપ્યો. જ્યારે ખબર પડી અને દીકરો પાછો લઈ દીકરી આપવા પ્રયત્ન કર્યો ત્યારે તે માતા-પિતાએ દીકરીને સ્વીકારવાની ના પાડી દીધી. ડીએનએ ટેસ્ટ અને પોલીસની ધમકીથી આખરે તે માતા-પિતાએ બાળકીને સ્વીકારી.
થોડા સમય પહેલા મુંબઈથી આવતી લોકશક્તિ ટ્રેનમાં સવારે ટ્રેન ખાલી થયા પછી થર્ડ એસીમાં પોલીસને એક સુંદર બાળકી (૬ મહિનાની) સૂતેલી રમતી રમતી મળી. એનો ફોટો જોઈએ તો પણ વ્હાલ કરવાનું મન થઈ જાય, તેવી દીકરને માતાએ ત્યજી દીધી હતી કારણ કે તે દીકરી હતી.
હવે તો, તાજી જન્મેલી દીકરીઓની હત્યા કરવાના બનાવો વધી રહ્યા છે. દીકરીઓ જાણે જોર જોરથી ચીસો પાડી રહી છે ઃ પહેલા તો મને જન્મ પહેલા મારતા (ભૃણહત્યા), હવે જન્મ પછી પણ મારવાની હિમ્મત વાલીઓ કરી રહ્યા છે? મારો ગુનો તો કહો? એ જ કે હું દીકરી છું??!! હું દીકરી વ્હાલનો દરિયો કે અભિશાપનો ડુંગર? મારો વાંક ગુન્હો તો જણાવો? આધુનિક સમયમાં મને આ રીતે મારી નાખવી તે પહેલાના દૂધ પીતી કરી નાખવાના રિવાજનું શું જુદું સ્વરૃપ નથી? આ પ્રકારના ક્રૂર લોકો શું સામાજીક આતંકવાદી ના કહેવાય?
દીકરીઓનો આ અવાજનો સૂર સાચો છે. પોલીસે કર્ણાટક તેમજ ઉ.પ્રદેશમાં બેબી નેહા અને ફલકને કેન્દ્રમાં રાખી, તપાસ કરી તો જણાયું કે આવી અનેક દીકરીઓને જન્મ પછી મારી નાખવામાં આવે છે જે ગુન્હાઓ અને આંકડા બહાર જ આવતા નથી. યુનીસેફ સંસ્થાનું એક સામાજિક સર્વેક્ષણ જણાવે છે કે, ભારતમાં ગર્ભમાં જાતીય પરીક્ષણ કરી, સંતાનમાં દીકરી હોય તો તેની ભૃણહત્યા એ ઉદ્યોગ બની ચૂક્ય છે અને જેની વાર્ષિક ઉપજ પંચોતેર કરોડ ઉપર છે.
દીકરીની આ ભૃણહત્યા અને જન્મ પછી મારી નાખવાનું કારણ શું? એ જ આપણી સામાજીક જડ માન્યતાની વિચારસરણી. આપણા સમાજમાં દીકરો એ જીવનનું જરૃરી અંગ બની જાય છે. કારણ કે, દરેક કુટુંબની માન્યતા હોય છે કે એક દીકરો તો હોવો જ જોઈએ. કારણ કે, દીકરો ઘડપણની લાકડી બને, દીકરો જ ચિતાને આગ મૂકે જેથી મૃત્યુ પછી આત્મા અવગતે ના જાય અને દીકરો વંશ જાળવે. એટલે દાદા-પર દાદાનું નામ જળવાઈ રહે. જ્યારે દીકરીને ગમે તેટલી ભણાવી ગણાવી મોટી કરો, પણ તેની કમાણી એળે જાય કારણ કે તે પરણીને બીજા ઘરમાં જાય. તે ઘડપણમાં માબાપની હાથલાકડી ના બની શકે અને તેને પરણાવવા માટે ખુબ દહેજ જોઈએ. ફલક અને નેહાના મૃત્યુ પહેલા જ્યારે પોલીસ આ રીતે ઈજા પહોંચાડવાના કારણોની તપાસ કરી રહી હતી ત્યારે કર્ણાટક અને ઉ.પ્રદેશમાંથી એક જ સૂર નીકળ્યો કે આટલી મોંઘવારીમાં દીકરીનો ઉછેર મોંઘો પડે અને પરણાવવા માટે દહેજનો ખર્ચો શા માટે કરવો? છોડ ઉછેરી ફળ-ફૂલ આવે તેનો સ્વાદ બીજા લે શા માટે? આ માન્યતાઓની જડ બેડીઓ એટલો માનસિક વિકૃતિ સર્જી દે છે કે સમાજમાં અનેક બેબી નેહાઓ, ફલકો, ભૂમિઓ, બિચારી જન્મ લઈને મૃત્યુ પામે છે કાં તો રઝળતી થઈ જાય છે.
આપણો સમાજ આધુનિક થયો હોવાનો ડોળ કરે છે પરંતુ હજુ એ જ જૂનવાણી વિચારસરણીની ઘરેડમાં જીવે છ ે કે, દીકરો હોવો જરૃરી છે જ્યારે આજની આધુનિક દીકરીઓ પોતાના અણગમતા સ્થાનને સમજે છે એટલે સંપૂર્ણપણે દીકરો બનવા પ્રયત્ન કરી રહી છે. સુહાબહેન અને દ્રષ્ટિબેનના જ દાખલાઓ જોઈએ તો
સુહાબહેન પોતે એમ.એ. થયેલા અને તેમના પતિ પ્રોફેસર. એક દીકરો અને દીકરી. દીકરો અમેરિકા સ્થાયી થયો અને પતિનું જૈફ વયે મૃત્ય થયું. સુહાબહેન એકલા પડયા. જ્યાં સુધી શારીરિક શક્તિ હતી ત્યાં સુધી ભારત-અમેરિકા જતા આવતા રહ્યા. પરંતુ છેલ્લા પાંચ-સાત વર્ષથી સાવ પથારીવશ થઈ ગયા છે. તેમની સાર સંભાળ દીકરી ફાલ્ગુનીને જમાઈ જ રાખે છે. બાજુમાં જ ઘર હોવાથી નોકરીયાત હોવા છતાં ફાલ્ગુનીબહેન રોજ આંટો મારી માણસો બરાબર કામ કરે છે કે નહિ તે ધ્યાન રાખે છે. રાત્રે જમાઈ જયેશ આંટો મારે છે. દીકરો અમેરિકા હોવાથી ધાર્યું આવી શકતો નથી. સુહા બહેન હવે પોતાના વક્તવ્યમાં સુધારો કરે છે મારે બે દીકરા છે...
તો, દ્રષ્ટિબહેનનો અનુભવ કંઈ જુદો જ છે. દ્રષ્ટિ બહેનને બે દીકરા અને એક દીકરી નાની વયમાં પતિનું અવસાન થયું એટલે પેટે પાટા બાંધીને દીકરાઓને ઉછેર્યા. સામાજિક માનસિક વિચારોના બંધાણી તરીકે દીકરાને વધારે ભણાવ્યા, જીવનનું ફોકસ તેમના પર વધારે કર્યું અને બન્ને હૈદ્રાબાદ અને બેંગ્લોરમાં સારી નોકરીએ રહ્યા. દીકરી ખંતીલી હતી. બી.એડ. સુધી જાતે ભણી પાસેના ગામમાં શિક્ષિકા તરીકે નોકરી લઈ ત્યાં જ સ્થાયી થઈ. હવે પ્રશ્ન દ્રષ્ટિબહેનનો આવ્યો કોણ રાખે? દીકરાઓએ જુદા જુદા બાહના કાઢી હાથ અધ્ધર કરી દીધા અને ઘરડાઘરમાં મૂકી આવ્યા. દીકરી થોડે થોડે વખતે માને મળવા જતી અને પોતાની સાથે આવી જવા સમજાવતી. ભર્યાઘરમાં રહેલા દ્રષ્ટિ બહેનને ઘરમાં ઘરમાં ગોઠયું નહિ અને આખરે દીકરી સાથે રહેવા ગયા. ઘરમાં પ્રવેશતા જ દીકરી કહ્યું, ''મા હું તારી શ્રાવણી, ઘડપણની લાકડી પણ હું ને ચિતાને આગ પણ હું જ મૂકીશ.'' કદાચ બે નાપાક છોકરાઓ જો દ્રષ્ટિબહેનને આગ મૂકે તો મોક્ષ ના મળે, પણ પંડયની આવી દીકરીની આગ માને ઉપરના ભવમાં પણ તારી શકે.
અહીં બધા જ દીકરા એવા કૃતઘ્ની હોય છે તેવો કહેવ ાનો ભાવાર્થ નથી. પણ તાત્પર્ય એલું જ છે કે આધુનિક દીકરીઓ પણ દીકરાઓ બનવા તૈયાર છે. વૃદ્ધાશ્રમોના સર્વેક્ષણ જણાવે છે કે ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોને મળવા આવનાર દીકરીઓ જ વધારે પ્રમાણમાં હોય છે.
એટલે આ પ્રકારની બાળકીઓની હત્યા રોકાય તે માટે પહેલા તો આપણા જડ સમાજે વિચારોની ચેતના પ્રગટ કરવી પડશે. મહાનુભવો અને સંતો કહે છે તેમ જીવ અને શિવ તો દરેક માનવીમાં સરખા જ હોય છે. સ્ત્રી-પુરૃષની ઉત્પત્તિ વૈજ્ઞાાનિક છે. સબળ અને નિર્બળના જાતીય ભેદ તો આપણા ભારતીય સમાજે પાડેલા છે. દીકરીને ભણાવીને પરણાવવી દેવી તે સમાજનો રિવાજ છે. તેને માટે દીકરીઓ ભારે પડે છે તેમ કરી મારી નાખવાની યોગ્ય નથી. આજના સમયમાં દીકરીઓના એવા પણ દાખલાઓ બને છે કે, ઘણી બધી યુવતીઓ, સારું ભણી, આર્થિક ઉપાર્જન કરી પોતાના લગ્નના ખર્ચા અને દહેજ માટે પૈસા ભેગા કરે છે. તેણીઓ, માતા-પિતા પર બોજો બનવા માંગતી નથી.
આધુનિક દીકરી, દીકરા જેટલી જ તૈયાર છે. વિચારસરણી સમાજે બદલવાની છે. જો સમાજની વિચારસરણી બદલાશે તો પિતાઓ કે સમાજના બીજા વર્ગો દ્વારા બાળકીઓની હત્યા રોકાશે.
નેહાની માતા રેશ્માનું કહેવું હતું કે તેને પોતાના પતિ પર કઈ રીતે કાયદાકીય કાર્યવાહી કરવી તેની જાણકારી નથી એટલે પ્રથમ તો દરેક માતાએ જાગૃત થવું પડશે. દીકરીઓના જન્મ પહેલા કે પછી તેમની પર અન્ય દ્વારા ક્રૂર કાર્યવાહી કે અન્યાય ના થાય તેની જાગૃતિ અને તકેદારી કેળવવી પડશે.
કાયદાકી દ્રષ્ટિએ PNDT ACT તેમજ Javenile Justice ACT જેા કાયદાઓનું દ્રઢ અમલીકરણ હોવું જરૃરી છે. હ્યુમન રાઈટ્સ અને સ્ત્રી સંસ્થાઓએ તેનું અમલીકરણ થાય તે જોવું જરૃરી છે.
એક દીકરીની હત્યા સો માતાઓ અને હજાર સ્ત્રીઓનું અપમાન છે. સ્ત્રીઓ, આ અપમાન ક્યાં સુધી સહન કરીશું?

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved