Last Update : 25-April-2012, Wednesday

 

‘‘લિજેન્ડરી’’ બનવાના સર્વસામાન્ય નિયમો

 

પ્રેમ અને પ્રતિજ્ઞા બન્ને એક વાત સમજી ચૂક્યા હતા કે ‘‘લિજેન્ડરી’’ બનવું હોય તો માત્ર યુનિવર્સિટીની ડીગ્રીઓ પૂરતી નથી. આજની દુનિયાની વિશેષ અપેક્ષાઓ હોય છે - નવા નવા ઘડવૈયાઓ પાસેથી ‘‘હાઉ યુ લૂક’’ એ આજનો પ્રાણ પ્રશ્ન છે - ગૃહજીવનમાં અને જાહેર જીવનમાં. બીજું, જીવન હજી તમને ઘણું-બઘું આપી શકે છે - તમે આશા રાખો છો તેથી પણ વઘુ. તેનો સંદેશ છેઃ લીજેન્ડરી બનો. ઊંચે ઊંડો-ગર્વ સાથે અને અક્ષમ બનો - પહેલાં હતા તેથી વિશેષ. તમે તે કરી શકો તેમ છો.
માતા અને પિતાનું એક માત્ર લક્ષ્ય હોય - તેમનાં સંતાનો ‘‘લિજેન્ડરી બને. એ તેમની નૈતિક અને મનોવૈજ્ઞાનિક ફરજ છે. પ્રેમ અને પ્રતિજ્ઞાના માતા-પિતાને આ બાબતમાં કશું કહેવાપણું નહોતું. તેમનાં બાળકોને પૂરતી સ્વતંત્રતા હતી કે પોતાનું ‘‘લૂક’’ કેવી રીતે ગૌરવપ્રદ બનાવવું. પ્રથમ તો તેમને નક્કી કરવાનું હોય છે કે તેમની ‘‘લાઈફ પ્રાયોરિટીઝ’’ કઈ કઈ છે? તે માટે રીસર્ચ કરો.’’
પ્રેમ અને પ્રતિજ્ઞાને બીજું જ્ઞાન એ પણ થયું હતું કે સંસાર એ પણ એક યુનિવર્સિટી છે. તેમાં થિઅરી ન ચાલે. બઘું પ્રેક્ટીકલ જરૂરી હોય. ધારો કે કોઈ સાથે તમારી પ્રથમ મુલાકાત છે તો ‘શેક યોર હેન્ડઝ.’ તેની પ્રેક્ટીસ રાખો. તેમાં તમારી હૂંફ પણ છે અને ઓળખ પણ છે. તમે તેને સાથ આપી શકો અને લઈ પણ શકો. વિશ્વાસની બુલંદ પર દુનિયા ચાલી શકે તેમાં ‘શેકીંગ હેન્ડઝ’ એ તો શુભ શરૂઆત છે. તમારા ખુદના આત્મવિશ્વાસનું પ્રતિબંિબ છે.
પ્રેમ અને પ્રતિજ્ઞા સમજી ચૂક્યા હતા કે તમારી ખુદની ‘‘એસ્થેટિક પ્લીઝીંગ ઈમેજ’’ને લોકો રીસ્પોન્ડ કરવાના હોય છે. રીસર્ચ કહે છે કે બાહ્ય આકર્ષણ - સમતોલ, સુઘડ શરીર લોકોને ઈન્ફલુઅન્સ કરવાની ગુરુચાવી છે. તમે ખુદ મીરરમાં જુઓ અને નક્કી કરો તમે પોતે કેવા લાગો છો અને તમારે પોતાને કેવા બનવું છે. રડતલ ચહેરો લોકોને ગમવાનો નથી. પ્રથમ ‘ઈમ્પ્રેસન’ એ તમારું બાહ્ય ‘લૂક’ છે.
પ્રેમ અને પ્રતિજ્ઞાએ પોતાના લૂકને ઈમ્પ્રેસિવ બનાવવા કેટલાક અભિગમો અપનાવ્યા. પ્રથમ તો હેરસ્ટાઈલ. કેટલાકની તે આકર્ષક હોય છે, પણ ઘણાની નથી હોતી. ગાયઝ, યાદ રહે, હેર ક્લીન હોવા તે પ્રથમ શરત. ક્લીન અને ટ્રીમ્ડ હેર તમારા વ્યક્તિત્વનો પ્રમુખ ભાગ છે. પુરુષ માટે દાઢી રાખવી એટલે કે માથા પછી ચહેરા પર ફેસિયલ હેર ઘણી માવજત માગે છે. તો ક્લીન શેવ્ડ વઘુ આકર્ષક બની શકે. ચહેરા પર ક્રીમ લગાડો.
પ્રેમ અને પ્રતિજ્ઞાનો બીજો પાઠ હતો. પુરુષ તરીકે પ્રેમ કમ્પલીટ સૂટ ધારણ કરે. તેને ઈસ્ત્રી કરેલી હોવી જોઈએ. તેનો કલર તમારી ચામડી સાથે સ્યૂટ થવો જોઈએ. બીજું, પેન્ટ પર બેલ્ટ જરૂર પહેરો. ત્રીજું, ચપ્પલ નહીં શૂઝ અને મોજા બન્ને આવશ્યક છે. ઓફિસમાં જવાનું છે એ વિચારી ‘ટાઈ’ પણ પહેરો. ટાઈ કેવી રીતે બાંધવી એ પણ એક કલા છે. શીખી લો. બોટમ અને ટોપ પોઈન્ટ નક્કી કરો. નોટ બરોબર બાંધો.
પ્રતિજ્ઞાએ સ્ત્રી સહજ મેઈકઅપના સાધનો અપનાવ્યા. યાદ રહે કે તમે કલબમાં નથી જતાં એટલે સ્મોડી આઈઝ લૂક શોભા નહીં આપે. બીજું, સેક્સી મેઈકઅપ એ કોઈપણ વર્ક પર જતાં એપ્રોપીએટ નહીં જ બને. તો મેઈકઅપ લાઈટ અને નેચરલ લગાવો. લોકોને લાગવા દો કે તમે હકીકતમાં કેવા છો. તમારી ઓરીજીનલ ઈમેજ રાખવાની છે એટલે તે પ્રમાણે વર્ક પર જતી છોકરીઓએ રાખવાની હોય. બીજું, સ્ત્રીઓ ‘શોટ્‌ર્સ’ ન અપનાવે. ફૂલ ડ્રેસ હોવો આવશ્યક છે. વસ્ત્રોના રંગો પણ ભડક ન હોય. આંખ ઠારે તેવાં સૌમ્ય, સુઘડ હોય. જ્વેલરી પહેરો પણ તમારો ટેસ્ટ બહાર આવવા દો. ઠઠારો નહીં. શૂઝમાં ઓછામાં ઓછી હીલ રાખો. સ્વાસ્થ્ય માટે પણ તે જરૂરી છે. શૂઝ કાળા રંગના, લેધરના હોય તો ઘણું સારું.
પ્રેમ-પ્રતિજ્ઞાની છેલ્લી વાત હતીઃ લિજેન્ડરી બનવાના આ સર્વસામાન્ય નિયમો છે. અપનાવો અને તમારો આત્મવિશ્વાસ વધારો અને હા, સંતાનોને લિજેન્ડરી બનાવવા હોય તો માતા-પિતાએ પણ નિયમો અપનાવવા જેવા ખરા. તેમનું લૂક પણ ગમવું જોઈએ. લિજેન્ડરીનો પ્રથમ પાઠ ત્યાંથી શરૂ થાય છે.
- હરેન્દ્ર રાવલ

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved