Last Update : 25-April-2012, Wednesday

 

મેકઅપમાં રેડ-પિન્ક રંગની આગવી છટા !

 

ત્વચાના વિવિધ રંગમાં રેડ-પિન્ક રંગ કેવો જાદુ ચલાવે છે તે પણ જાણો. હોટરેડ રંગ ઉર્જાનું પ્રતીક છે. પ્રેમનો વિશ્વાસ છે. સ્માર્ટ દેખાવા રેડ લિપસ્ટીક, રેડ બ્લશ ઓન, કાળા ડ્રેસ પર એક જાનદાર વ્યક્તિત્વ ઊભું કરે છે.
ગોરી ત્વચા પર રેડ રંગ વઘુ જામે છે. બ્લચઓનની આછી લાલી ગાલને આકર્ષક રૂપ આપી શકે છે. યોગ્ય રીતે બ્લચ ઓન કરવું ‘‘પેચ’’ ન પડવા જરૂરી છે. ઠંડીમાં બોલ્ડ લીપરંગ જામે છે. સેટીન રેડ, રોઝરેડ, રોઝરેડની ગ્લોસી રેડનો પ્રયોગ ઉપયોગી થશે. હોઠ પર ભીનું કપડું ધીરે ધીરે ઘસવાથી ડેડસ્ક્રીન કાઢી શકાય છે. સ્ટ્રોબેરી અથવા ચેરી ફલેવર રેડ લીપગ્લોસ અને બામ લગાડી શકાય. બ્લ્યુ રંગની આઈલાઈન્ટરનો પણ પ્રયોગ શોભશે. ગોરા રંગની સાથે જેના હેરનો રંગ ગોલ્ડન કે બ્રાઉન જેવો હોય તેમણે લેડલિપસ્ટીક અને બ્લશઓન સાથે કાળા રંગના મસ્કારાને બદલે ટ્રાન્સપરન્ટ મસ્કરા લગાવવી. કાળારંગના વાળ વાળાઓએ કાળા રંગના મસ્કરા વાપરવા. રેડમેકઓનો અર્થ એ નથી બધા પ્રસાધનો ‘રેડ’ જ હોય. રેડ રંગની લીપસ્ટીક સાથે પીચ, રસ્ટ, બ્રાઉન શેડનો ઉપયોગ કરાય. ફક્ત રેડલિપ ગ્લોસ લગાવીને હોઠને છોડી શકાય. પ્રયોગાત્મક મેકઅપ નવી ઓળખ આપી શકે.
ઘઉંવર્ણી ત્વચાવાળા માટે આ ત્વચા ફેશન બજારમાં રાજ કરે છે. ત્વચા સ્વસ્થ અને મુલાયમ હશે તો કોઈપણ રંગ શોભશે. લાલમાં રસ્ટર્ડ મિક્સ શેડ શોભશે. ફીનીશીંગ પ્યોર રેડ રંગ પણ લગાવી શકો. ગોલ્ડન યલો, સીગ્રીન અથવા બ્લ્યુ રંગના ડ્રેસ પર રેડ લીપસ્ટીક, રેડટચ મેકઅપ શોભશે. બ્રોન્જ અને રેડ મીક્સ આઈશેડો સાથે બ્રાઉન મશ્કરા આઈલાઈનર અને બ્રાઉન રેડલીપસ્ટીક આકર્ષક લાગશે.
શ્યામ રંગની ત્વચા ધારકો માટે કાળી આઈલાઈનર, ટ્રાન્સપરન્ટ મશ્કરા લાઈટ રેડ રંગી લીપ કલર શોભશે. ગરમીમાં સફેદ, આસમાની રંગના ડ્રેસ પર રેડ મેટફીનીશ લીપસ્ટીક સારી લાગશે.
રંગોની દુનિયામાં પ્રિટી પિન્ક રંગ બબલગમ જેવો રંગ ફેશનમાં હોટ છે. આ ગોરા રંગ પર ગુલાબી નેચરલ લુક આપશે. મોવીશપિન્ક મજેન્ટા પંિક, બબલગમ પિન્ક ત્રણેય પિન્ક રંગની છટા ઓર જ છે. જે ગોરા રંગ પર શોભે છે. ઓછી ગોરી યુવતીને બબલગમ પિન્ક રંગ શોભશે. ૩૦ થી ૩૫ વર્ષની ઉમરના માટે મજેન્ટા રંગ શોભશે. વધારે ઉમરની મહિલાઓને મોવીશપીન્કરંગ સારો લાગશે. પિન્ક અને સિલ્વર ગ્રે શેડો સાથે પિન્ક આઈપેન્સીલનું કોમ્બિનેશન શોભશે.
ઘઉવર્ણા રંગ પર મેટ ફીનીશીંગ ફયુશીપા રંગની પિન્ક કલરની લિપસ્ટીક અને પ્લમ કલરનો આઈ શેડો યોગ્ય લાગશે. મેકઅપ બેઝ આછો રાખશો. આનાથી મેકઅપ ઈમ્ફેકટ સારી લાગશે. નાની ઉંમરની ઘઉંવર્ણી છોકરીઓ રોજ પિન્ક રંગના લીપગ્લોસ અપનાવી શકે. લિલી પિન્ક રંગની લીપસ્ટીકના શેડ પણ અજમાવી શકાય. ગાલ પર થોડો ઘેરો બ્લશઓન ટચ અને કાળી આઈ લાઈનર સાથે મેકઅપ શોભશે. બ્રોજ શેડના ફાઉન્ડેશન સાથે લોટસ પિન્ક શેડનું બ્લશઓન લગાવો. મોવિશ પિન્ક રંગની લીપસ્ટીકનો પણ પ્રયોગ કરી શકાય.
શ્યામ રંગ ધરાવનાર માટે નેચરલી ટોનની પિન્ક રંગની લીપસ્ટીકના બદલે એક શેડ ઘેરા ગુલાબી રંગની પસંદગી કરો. ચીક બોન્સ પર લાગેલા ગુલાબી શેડનો બ્લશઓન પણ ચહેરાની નેચરલ સ્કીનને બહાર લાવશે. સિલ્વર ગ્રે રંગના આઈ શેડને પર અને નેચરલ પિન્ક બ્લશઓનની સાથે ફયુશિયા રંગની મોઈશ્ચરાઈઝર રિચ પિન્ક શેડની લીપસ્ટીક સારી લાગશે.
રેડ પિન્ક રંગ રંગભૂષામાં નવો જ રંગીન અંદાજ લાવી શકશે.
- સવિતા તુષાર

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved