Last Update : 25-April-2012, Wednesday

 

કારકિર્દી પસંદ કરતાં પહેલાં આત્મખોજ જરૂરી છે

- ‘‘ભગવાને મને કઇ શક્તિઓ આપી છે?’’ ‘‘આ શક્તિ મારા માટે કારકિર્દીમાં કેવી રીતે મદદરૂપ થઇ પડશે?’’ ‘‘મારે આ શક્તિનો વધારે વિકાસ કરવા માટે શું કરવું જોઇએ?’’ ‘‘મારી આ શક્તિને અવરોધતાં કયાં તત્વો છે અથવા અવગુણો છે જેના માટે કાબુ મેળવવો જરૂરી છે?’’

શાળાઓમાં ચીલાચાલુ અને બીબાઢાળ શિક્ષણને કારણે શાળાજીવન દરમ્યાન વિદ્યાર્થીને ભાગ્યે જ પોતાની કારકિર્દી વિષે વિચારવાનો અવસર આવે છે. કારકિર્દી માટે સાચા અર્થમાં માર્ગદર્શન આપતા અને પૂરી જાણકારી ધરાવતા તજજ્ઞોનો આપણે ત્યાં અભાવ છે. પરિણામે સમાજમાં આરૂઢ થઇ ગયેલી જ કારકિર્દી ઉપર જ ઘ્યાન આપવામાં આવે છે.
વિદ્યાર્થી પોતાની શક્તિઓ, શોખ, કુદરતી આવડતનો વિચાર કર્યા વગર સમાજમાં કહેવાતી પ્રતિષ્ઠિત ગણાતી અને આવક અનુલક્ષી કારકિર્દીને પસંદકરેછે જેમાં તેને રસ હોતો નથી અથવા આવડતનો અભાવ હોય છે. ડૉકટરનું સંતાન ડૉકટર બને, વકીલનું સંતાન વકીલ બને તેવી જ આશા રાખવામાં આવે છે. સંતાન નાનું હોય ત્યારથી જ માતાપિતા પોતાની જ ઈચ્છા મુજબ સંતાનને કારકિર્દી સ્વીકારે તેવી આશા રાખતા હોય છે. પરિણામે સંતાનની આવડત અને રસનો વિચાર કરવામાં આવતો નથી. ઘણી વખત માતાપિતા અને સંતાન કહેવાતી ખૂબ જ પ્રતિષ્ઠા અને પૈસો ધરાવતી કારકિર્દીને દેખાદેખી અપનાવવા પ્રયત્ન કરે છે પરંતુ ત્યાં આવડતના અભાવે નિષ્ફળતા મળે છે અને પરિણામે હતાશાનો ભોગ બનવું પડે છે. દા.ત. સંતાનને ક્રિકેટર બનાવવા અથવા ફીલ્મ એકટર બનાવવા માટે પ્રયત્ન કરવો. આવડત અને રસ વગર કોઇ પણ કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થઇ શકતી નથી.
કારકિર્દીની પસંદગી માટે વ્યક્તિએ સૌથી પહેલાં પોતાની પ્રામાણિકતાતી જાતતપાસ કરતાં અને આત્મશોધ કરતાં શીખવું પડે છે.
‘‘હું કોણ શું?’’ આ પ્રશ્નનો જવાબ શોધવો ખૂબ જરૂરી છે. બીજાની નજરમાં ભલે આપણે આપણી નબળાઇઓ છુપાવીએ પરંતુ કારકિર્દી માટે વ્યક્તિએ સૌથી પહેલાં પોતાની નબળાઇઓ જાણી લેવી ખૂબ જરૂરી થઇ પડે છે કારણ કે આ નબળાઇ જ તેની પ્રગતિમાં અવરોધ પેદા કરે છે. દા.ત. ડૉકટર બનવા માટે ધીરજની ઘણી જરૂર છે. દર્દીને ધીરજથી સાંભળવો, ધીરજ રાખી તેના દર્દને સમજવું અને સર્જરી કરવાની હોય તો ત્યાં પણ ધીરજની જરૂર પડે છે. ખૂબ જ ઉતાવળો સ્વભાવ ધરાવતી વ્યક્તિ ડૉકટર તરીકે ઘણી ભૂલો કરી શકે છે.
‘‘ભગવાને મને કઇ શક્તિઓ આપી છે?’’ ‘‘આ શક્તિ મારા માટે કારકિર્દીમાં કેવી રીતે મદદરૂપ થઇ પડશે?’’ ‘‘મારે આ શક્તિનો વધારે વિકાસ કરવા માટે શું કરવું જોઇએ?’’ ‘‘મારી આ શક્તિને અવરોધતાં કયાં તત્વો છે અથવા અવગુણો છે જેના માટે કાબુ મેળવવો જરૂરી છે?’’ કોઈની મેથેમેટીકલ એબીલીટી સારી હોય, કોઇમાં પ્રેજન્ટેશન સ્કીલની આવડત હોય, કોઇની કોમ્યુનેશનલ સ્કીલ ખૂબ સારી હોય. કોઇ એન્જીનીયર પાવર પોઈંટ પ્રેજન્ટેશન ખૂબ સારી રીતે બનાવી શકતો હોય પરંતુ તેની કોમ્યુનેશનલ સ્કીલ ખામીભરી હોય તો પ્રેજન્ટેશનની રજૂઆત સારી રીતે કરી શકશે નહીં. અહીં તેણે આત્મમંથન કરી પોતાની આ ખામીનો સ્વીકાર કરી તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ. પોતાની ખામી જાણ્યા પછી તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન ના કરવો. તે કારકિર્દી માટે હાનીરૂપ બની જાય છે. કોઇ વ્યક્તિને ભગવાને અવાજમાં મીઠાશ આપી હોય અને ઉમદા ગાયક થવાનાં લક્ષણો ધરાવતો હોય પરંતુ જો ઠંડા પીણાંઓનો, આઈસ્ક્રીમનો ખૂબ શોખીન હોય તો તેના ગળાને નુકસાન થશે અને સફળ ગાયક બનવામાં અવરોધરૂપ બનશે.
પોતાની સચોટ જાણકારી બાદ વ્યક્તિએ કારકિર્દી માટે પોતે શું બનવા માંગે છે અને શું મેળવવા માંગે છે તેનો વિચાર કરવો પડે છે. મારે ડૉકટર બનવું છે તે ખૂબ સામાન્ય વિચાર છે. આ કારકિર્દી લક્ષી વિચાર નથી. પરંતુ જ્યારે તે વ્યક્તિ કયા ક્ષેત્રના ડૉકટર બનવું છે તે વિચારે છે ત્યારે તે ક્ષેત્રની માહિતી મેળવવા પ્રયત્ન કરે છે. તે ક્ષેત્રમાં જરૂરીયાતો વિષે વિચારવાનું શરૂ કરે છે અને પોતાને તે ક્ષેત્ર માટે રાખવાનો પ્રયત્ન કરે છે. કોઇ ઉદ્યોગ સ્થાપવો છે તે સામાન્ય વિચાર છે. સામાન્ય વિચાર કરવાથી વ્યક્તિ ભાગ્યે જ વ્યવસાય કરી શકે છે. પણ જ્યારે વ્યક્તિ વિચારે છે કે અમુક જ ઉદ્યોગ સ્થાપવો છે ત્યારે જ તે સફળતા પામી શકે છે. ‘‘મારે શું મેળવવું છે અને કેવી રીતે મેળવીશ?’’ તેનું આયોજન કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે.
કારકિર્દી માટે બીજી વ્યક્તિઓ મારા માટે ખરેખર શું માને છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે. ‘‘બીજી વ્યક્તિઓ મારામાં વિશ્વાસ મૂકે છે?’’ ‘‘બીજી વ્યક્તિઓ મને સ્વીકારે છે? મારી વાતને સ્વીકારે છે?’’ ‘‘હું મિત્રોના કહેવા પ્રમાણે વર્તુ છું કે મિત્રો મારા કહેવા પ્રમાણે વર્તે છે?’’ ‘‘સમાજમાં મારું સ્થાન શું છે?’’ આ પ્રશ્નોના જવાબથી વ્યક્તિ પોતાના સામાજિક સ્થાન માટે જાણી શકે છે જે કારકિર્દી માટે ખૂબ જરૂરી છે. વ્યક્તિ રીલાયેબલ વધારેતેમ તેને કારકિર્દીમાં સફળતા વધારે મળે છે. જ્યારે વ્યક્તિઓ એમ કહેતી હોય કે ‘‘એની પાસે તો જવાય જ નહીં. એ છેતરવાનું જ કામ કરે છે.’’ જ્યારે સમાજમાં વ્યક્તિની નકારાત્મક છબી ઊભી થાય છે ત્યારે તેના વ્યવસાયને સૌથી મોટું નુકસાન થાય છે.
સફળતાનો દુશ્મન હોય છે વ્યક્તિની એક સૌથી મોટી ખામી જેના ઉપર તે કાબુ મેળવી શકતો નથી. દા.ત. અતિ સફળ વ્યક્તિ આલ્કોહોલીક બની વ્યવસાય ગુમાવે. આંધળાં સાહસોનો સ્વભાવ. વ્યવસાયને બાજુ પર મૂકી કોઇ એક વ્યક્તિ માટે ઓતપ્રોત થઇ જવું. પોતાની વાસનાઓ ઉપર કાબુ ના મેળવવો. કારકિર્દીની સફળતા માટે આત્મખોજ ખૂબ જ જરૂરી છે.
- રોહિત પટેલ

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved