Last Update : 25-April-2012, Wednesday

 

આ તરસથી થઈ જતી તરબોળ પળ, હર કદમ પર ઠોકરો ખવડાવે છે...

સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

વિરાટ ! તમારા દિમાગમાં અત્યારે જ્વાળામુખીની આગ ઝરી રહી છે. ‘અંબર આવું કરી જ શી રીતે શકે ?’ એ દુઃખદ આશ્ચર્યની ઘૂંધ વચ્ચેથી રહી રહીને ચમકી જતી વાસ્તવિકતાની વીજ ધાર તમને કહેતી હતી, ‘હા, અંબરે જ આવું કર્યું છે.’ જેના પર તમને અંબર (આકાશ) જેવો અસીમ વિશ્વાસ હતો એ અંબરના હાથે જ તમારો વિશ્વાસ વધેરાયેલો જોઈ તમે સમસમી ઊઠ્યા છો વિરાટ. પરંતુ સિર્ફ સમસમી રહેવા સિવાય તમે કશું કરી શકો તેમ નથી. તમારા વિશ્વાસના વહાણને ગરક કરી દઈને લાક્ષાના ગૌર મખમલી હસ્તને હાથમાં સાહી સામા કિનારે ઊભેલા હસતા અંબરને જોઈને તમને સિર્ફ અંબર અને લાક્ષા પરથી જ નહીં, પૂરી દુનિયા પરથી ભરોસો ઊઠી ગયો છે, અને તમે આ કોઈને કહી શકો તેમ પણ નથી વિરાટ !
લાક્ષા તમારી પત્ની હોત તો તમે પુલિસ- કેસ કરી શકત વિરાટ. તમે અપરિણીત હોત અને લાક્ષા તમારી પ્રેમિકા હોત તો અંબર પર વેર લઈને તમે તમારી જાત સમક્ષ ‘હીરો’ બની શક્યા હોત, કે પછી દોસ્તાના ‘ફનાગીરી’ની છલના કરીને ય જાતને સમજાવી શક્યા હોત. પણ તમારા ઘેર તો કબૂતર જેવી માસુમ શાતા, શાતાપૂર્વક તમારા ઘર અને બાળકોને સાચવીને બેઠેલી હતી- શાયદ આ તમામ ઘટનાઓથી બે-ખબર !
જ્યારે લાક્ષા તો એક એવી ઘટના હતી કે જેના સાથે એ ઘટી જાય એના માટે જમીન જન્નત બની જાય. એનાં કામના છલકતા રસબસતા સ્ફટિકી અંગોના અંગૂરી નશામાં તો ફરિશ્તાઓ પણ બહેકી ઊઠે તેમ હતું ત્યાં એકલવાયા અંબરનો શું વાંક ? તમે પોતે પણ લાક્ષાની બિપાશા બાસુ જેવી ‘આવ આવ’નું ઇજન દેતી અણિયાળી આંખોના આકાશમાં વારંવાર ઉડવા કેવા તલબી ઊઠ્યા હતાં વિરાટ ? પણ અંબર સાથે તો કેટલા વિશ્વાસપૂર્વક તમે લાક્ષાની ઓળખાણ કરાવેલી ?
‘‘અંબર, આ લાક્ષા શર્મા ! હું એનામાં સંપૂર્ણ ડૂબી ચૂક્યો છું, પણ તારા સિવાય આ વાત કોઈ જ જાણતું નથી. જો જે શાતાને આ વાતની ખબર પડવા દેતો !’’ અને અલગારી અંબરે ઘટ્ટ પોરુષેય સ્વરે લાક્ષાને પૂછેલું,
‘‘મિસ કે મિસિસ લાક્ષા શર્મા ?’’ અને નશીલી આંખો વડે અંબરના સ્માર્ટ યુવાન ચહેરાને થપથપાવતા લાક્ષાએ નફ્‌ફટાઈથી કહેલું,
‘‘મિસિસનું લેબલ લગાડેલી મિસ ! સ્ત્રી જ્યાં સુધી કોઈને ‘મિસ’ ન કરવા જેવી લાગતી હોય ત્યાં સુધી એને મિસ જ ગણવી જોઈએ !’’
અને અંબરે જ તમને એકવાર કહેલું, ‘‘વિરાટ સમાલજે ! આ લાક્ષાની લપસણી તને ક્યાંક ‘ભરદરિયે’ ડૂબાડી ન દે ! આવી લપટામણી સ્ત્રીઓનો ભરોસો નહીં !’’ અને તમે તેને ઉત્તર આપેલો,
‘‘અંબર ! ઇર્ષ્યા કરે છે સાલા ! આવી સ્ત્રીઓનું હૃદય બંધ નથી હોતું. કોઈક તો એમાં ધબકતું જ હોય છે.’’ પણ ત્યારે તમને જાણ નહોતી વિરાટ કે ક્યારેક અંબર જ એ ‘કોઈક’ બની બેસશે. અને લાક્ષા પાસે તો તમારા આક્ષેપી રોષનો ઉત્તર એની મધઝરતી કાતિલ જબાન પર સજાવેલો જ હતો,
‘‘વિરાટ ! તું ગમે તેટલો વિરાટ હોય તો ય તારે સીમાઓ છે. તું પરિણીત પંિજરાનું પંછી છે, દોરડાઓથી લપેટાયેલ લૅન્ડ-લાઇન ફોન જેવો બંધિયાર ! જ્યારે અંબર તો એક એકલમસ્ત આઝાદ પંછી છે, રૂપકડા કંિમતી ‘બ્લેકબૅરી’ મોબાઇલ ફોન જેવો હેન્ડી એન્ડ ફ્રી ! અને તું જાણે છે, આઝાદી એ મારો જવાનીસિદ્ધ અધિકાર છે !’’
એ પછી અંબર જેવા બેવફા દોસ્ત જોડે વાત કરવાની તો તમને ઇચ્છા જ નથી થઈ વિરાટ. લાક્ષા તમારી અને અંબર વચ્ચે તિરાડ બનીને ઊભરી અને ખાઈ બનીને રહી ગઈ છે. મક્કાર દોસ્ત અને બેવફા પ્રેમિકાથી દાઝેલા તમારા મન પર શાતાનું સરળ શીળું સ્મિત મલમ થઈને લંિપાઈ રહ્યું છે, ને તમે ધીરે- ધીરે ઘર તરફ પાછા ફરી રહ્યા છો વિરાટ. પરંતુ અંબર જેવા જીગરી દોસ્તે કરેલા ઘાથી જખ્મી બનેલુ તમારું જીગર હજી રૂઝાયું નથી. કાશ વિરાટ ! તે દિવસે શાતાએ અંબરને કહેલા શબ્દોની તમને જાણ હોત તો !...
... એક ડૂબતી સંધ્યાએ શાતા અંબરના ફ્‌લેટ પર ગઈ હતી અને હીબકતાં હીબકતાં બોલી હતી,
‘‘અંબરભાઈ ! તમારા ભાઈબંધ કોઈ બહુ રૂપાળી ઠસ્સાદાર બાઈ સાથે ફસાઈ પડ્યા છે. ઘર બાંધીને બેઠેલા બે બચ્ચાંના બાપને આ શોભતું હશે ? પણ એ રૂપાળી બાઈની ભૂરકી એમના પર એટલી સખત લાગે છે કે જો હું કંઈ કહેવા જઈશ, તો મારી વાત સાંભળવાના બદલે એ મારી સાથે ઝઘડી પડશે. તમે એમને સમજાવો.’’ અને અંબરે શાતાને ઉત્તર આપેલો.
‘‘હું જાણું છું એ. પરંતુ સમજાવ્યે એ નહીં સમજે ભાભી. એ રૂપાળી બિલાડી જ એને સમજાવશે કે પોતાના નહોર કેટલાં તીક્ષ્ણ છે. તમે શાંતિથી નચંિતપણે ઘેર જાવ. દોસ્ત તરીકે વિરાટને સીધા રસ્તે લાવવાની મારી પણ એટલી જવાબદારી છેે. હું અઘ્યાત્મમાર્ગનો એકલપંથ પ્રવાસી છું પણ આવી રૂપાળી બિલાડીઓને ‘દોરડે’ બાંધીને નાથવાનો ‘કસબ’ મારા હાથમાંથી હજી ગયો નથી !’’
અને વિરાટ ! તમને ‘શાતા-ગૃહ’ અને ‘લાક્ષાગૃહ’ વચ્ચેનું અંતર પોતાના ‘કસબ’થી સમજાવ્યા પછી લાક્ષા વિષેની એના પતિની મોહ-ભ્રાંતિ પણ અંબરે લાક્ષાને ખુલ્લી પાડીને જે રીતે દૂર કરી છે, એ તમે જાણતા હોત તો તમે ંઅંબર પર ઉકળી ઉઠવાને બદલે શાયદ ઓવારી ગયા હોત...
(શીર્ષક સંવેદના ઃ ડો. દિલીપ મોદી - સુરત)

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved