Last Update : 25-April-2012, Wednesday

 

આઈપીએલ ઃ ઈસસે બચકે કહાં જાઓગે?

પ્રાઈમ ટાઈમ

કયું અને કોનું લશ્કર ક્યાં લડે છે, તેનો અંદાજ ના હોવા છતાં લડતા લશ્કરો જોવાની લાલચ રોકી શકાતી નથી, કારણ કે આ પ્રકારના રસને વીરરસ કહો, બિભત્સ રસ કહો, રૌદ્રરસ કહો કે અપરસ કહો - છેવટે તો ‘રસ’ પડવો જ અગત્યનો સાબિત થતો હોય છે. આઈપીએલની મેચોએ આ હકીકતને વઘુ એક વખત સાચી સાબિત કરી છે.
આ સિઝન શરૂ થઈ ત્યારે અગાઉની સિઝન જેવી મજા નથી અને તેને કારણે વ્યૂઅરશીપ ઘટી છે કે વ્યૂઅરશીપ ઘટી હોવાના કારણે - અગાઉની સિઝન જેવી મજા નથી - પ્રકારની ચર્ચાઓ અને સેટ મેક્સને જાહેરાતના મામલે મળી રહેલા મોળા પ્રતિસાદના અહેવાલોની બોલતી બંધ કરતા આંકડા પ્રગટ થવા લાગ્યા છે.
અત્યારે આઈપીએલના કારણે સેટમેક્સની વ્યૂઅરશીપ સૌથી ટોચ પર છે અને અન્ય જનરલ એન્ટરટેઈન્મેન્ટ ચેનલોની વ્યૂઅરશીપમાં ગાબડા પડ્યા છે. સમાજના એક વર્ગને આઈપીએલમાં કેટલી ટીમો છે અને કોણ કોના માટે રમી રહ્યા છે તેની ગતાગમ ભલે ના હોય, પરંતુ આઠ વરસથી પંદર વર્ષના ટાબરીયાં લગભગ દરેક ટીમના દરેક ખેલાડીને ઓળખે છે અને તેમના પર છવાયેલા ક્રિકેટ ફીવરને વઘુ તાપમાન પુરુ પાડવા માટે વેકેશનનો સમયગાળો મહત્ત્વનો સાબિત થયો છે.
મમ્મીઓના હાથમાંથી રીમોટ લઈને ‘તું આ સિરીયલ કાલે બપોરે જોઈ લે જે’ કહીને આઈપીએલની મેચો જોવા લાગતા ટાબરીયાઓથી મમ્મીઓ પરેશાન છે અને આઈપીએલના આયોજકો ખુશ છે. વેકેશન હોવાના કારણે ‘તું તારું હૉમવર્ક કર... કે ફલાણુ-ઢીકણું એસાઈન્મેન્ટ પુરૂ કર’ એવું પણ કહી શકાતું નથી. અને બને છે એવું કે આઈપીએલની મેચ એક વખત સ્ક્રીન પર શરૂ થયા પછી તેને સ્થાને અન્ય કશું ચાલુ થાય તે ઘટના સતત પાછી ઠેલાતી જાય છે.
કોણ કોના માટે રમી રહ્યું છે તેની પળોજણમાં પડ્યા વગર જ હવે કેટલા બોલમાં કેટલા રન કરવાના છે તેની જ ચંિતા થવા લાગે છે. સૌ જાણે છે તેમ આ એક સર્કસ છે, પરંતુ સર્કસ જોવાની મજા માણવા માગતા હોય તેને ક્રિકેટની ઘોર ખોદાય કે ખેલાડીઓ નિચોવાઈ જાય - તેની સાથે કોઈ લેવા-દેવા નથી હોતી. અર્જુન રણતુંગા ભલે એમ કહે કે આઈપીએલના કારણે હવે ભારતમાં ગાવસ્કર, કપીલ કે તેંદુલકર પેદા નથી થતા, પરંતુ આવું તો વન-ડે શરૂ થઈ ત્યારે પણ કહેવાતું હતું. અને વન-ડેના કારણે આપણે મૂળ ક્રિકેટની ટેકનીક અને ટેમ્પરામેન્ટ ધરાવતા ખેલાડીઓ ગુમાવ્યા હોવાની વાત સાચી પડી છે. અગાઉ આ કોલમમાં કહ્યું હતું તેમ રાહુલ દ્રવીડ કદાચ છેલ્લો ક્રિકેટર હતો જે ટેસ્ટ ક્રિકેટની ટેકનીક અને ટેમ્પરામેન્ટ ધરાવતો હતો.
સમસ્યા એ છે કે સમય બદલાયો છે અને આ સમયમાં ભૂતકાળના સમયને યાદ કરીને તેનો આદર કરવા સિવાય બીજું કશું થઈ શકે તેમ નથી. હવે કોઈ સાચી જોડાણી સાથે અલંકારીક લખી શકતા વિદ્વાનને તેની ક્ષમતા મુજબનો લોકઆદર અને મહેનતાણુ મળે તે શક્ય નથી કારણકે સમય બદલાયો છે અને તે મુજબ ભાષાની અભિવ્યક્તિ અને જરૂરીયાત બદલાઈ છે. એ મુજબ ક્રિકેટમાં ક્લાસીકલ યુગ સમાપ્ત થયો છે અને દેવાવાળી કરવાનો જમાનો આવી ગયો છે.
અત્યારે આ મેચોના કોમેન્ટેટર્સ અને રેફરી ટેસ્ટ ક્રિકેટના જમાનાના ક્રિકેટરો હોવાથી હજી ટેકનીક અને ટેમ્પરામેન્ટની ચર્ચા ચાલે છે. આઈપીએલની દસમી સિઝન વખતે આ બધાં નિવૃત્ત થઈ ગયા હશે અને આઈપીએલની પહેલી-બીજી સિઝન ગજાવનારાના હાથમાં માઈક્રોફોન હશે તો ટેસ્ટ ક્રિકેટ વિશે ચર્ચા પણ નહીં ચાલે.
જુનું હોય તે કાળની ગર્તામાં ઓગળી જાય અને તેનું સ્થાન નવું હોય તે લઈ લે - એ કુદરતનો નિયમ છે અને તે નિયમ મુજબ આઈપીએલ અને આ પ્રકારના ફોર્મેટ ધરાવતી રમતો જૂની ન થાય ત્યાં સુધી ટકશે. તેને હટાવવા કે ખતમ કરવાના પ્રયાસો સફળ નથી થવાના સિવાય કે કશુંક નવું અને તે જમાનાને અનુરૂપ આપણી સમક્ષ આવે. અને ભૂલે-ચૂકે જો ક્રિકેટનો સટ્ટો કાયદેસર કરવામાં આવશે તો આઈપીએલની વ્યૂઅરશીપ ડીડી-વનના ‘રામાયણ’ અને ‘મહાભારત’ને પણ વળોટી જશે. કારણકે ઘેર-ઘેર ભલે કૃષ્ણ ના હોય, જુગટુપ્રિય ધર્મરાજ તો મળી જ રહેશે!

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved