Last Update : 25-April-2012, Wednesday

 
ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

ચંચળ મનુષ્યની આંખ અને મન હમેશાં સોનુ, જમીન, પૈસો અને રૂપાળી માનુની તરફ કઇ ક્ષણે ઢળી જશે એનું નક્કી નથી હોતું. પરંતુ સામાન્યતઃ ખેતરમાં હળ હાંકતા અચાનક જ ‘‘ખડીંગ’’ અવાજ હળ સાથે અથડાઇને ખેડૂતનો રોમાંચ વધી જઇને ચારે બાજુ જોઇ લઇને ‘‘કોઇ મને જોતું નથી ને?’’ એવા ભાવ સાથે હળ અટકાવીને ખૂબ જ એ સ્થળે ખોદકામ કરવા મંડી પડતાં ઊંડેથી નાણા ભરેલો ચરૂ મળી આવે છે- વર્ષો પહેલાં કોઇએ અહીં દાટેલો હશે! પણ આવી વાત છૂપી રહી શકે ખરી? કોઇના ઘરમાંથી ખોદકામ કરતાં સોનાના દાગીના મળી આવે- ક્યાંક પડતર જમીનમાંથી મૂર્તિ મળે આવું હજારો વર્ષોથી ભારત ઉપરાંત ઘણા દેશોમાં બનતું આવ્યું છે. દા.ત. ઉમતા ગામમાં આખે આખું જૈન દહેરાસર દાટી દેવામાં આવ્યું હતું. ઉપરના એ ટેકરા પર શાળામાં ભણતર પણ ચાલતું હતું. પરંતુ વર્ષોનાં વર્ષો બાદ અહીં ખોદકામ કરતાં ભગવાનની મૂર્તિ મળી અને વિશેષ ખોદકામ હાથ ધરાતાં વિશાળ જૈન દહેરાસર પણ મળી આવ્યું જે આજે ઉમતા શહેરમાં જોઇ શકાય છે. અગાઉ જૂનાગઢમાં નાગરવાડામાં ખોદકામ હાથ ધરાતાં મોગલ વંશના ચાંદીના સિક્કાઓ કોથળો ભરાઇ જાય એટલા બધા નીકળ્યા હતા ત્યારે આ જોવા હજારો માણસોની ઘટનાસ્થળે ભીડ થઇ હોય એ સ્વાભાવિક છે. દરમિયાન લોકોની કુતૂહલ વૃત્તિને રોકી શકાતી નથી. યાદ છે ને? અગાઉ અમદાવાદમાં ઘણા બદા વડીલો વાતો કરતા હતા કે માણેકચોકમાંથી ભોંયરૂ ક્યાંથી ક્યાં નીકળે છે અને આવા ભોંયરાની વાતો ઈતિહાસમાંથી પણ વાંચવા મળે છે. હવે તાજેતરમાં ખોદકામ કરતા શું મળ્યું એના ન્યુઝ આપવા વાચકોને જાણ કરવાની છે. પાટણમાં ઈતિહાસવિદ્‌ ડૉ. મુકુંદભાઇ બ્રહ્મક્ષત્રિયના પ્રયાસો બાદ ગુજરાત સરકારના પુરાતત્ત્વ વિભાગે પાટણથી દસ કિ.મી. દૂર આવેલા ૪૦૦ વર્ષ પહેલાં વડલી ગામ જળપ્રલય અને ભૂકંપમાં દટાઇને નાશ પામ્યું હતું એના અવશેષો આજની તારીખે પ્રગટ થતાં પુરાતત્ત્વખાતાની ૮૦ માણસોની મંડળી આ સ્થળે ખોદકામ કરવામાં વ્યસ્ત છે. ૬૦ વર્ષ અગાઉ આ સ્થળેથી ત્રણસો તીર્થંકર ભગવાનની મૂર્તિઓ નીકળી હતી. એ જગ્યા તરત જ પૂરી કરી દેવામાં આવી હતી. ઉપરાંત તે સમયે શેષનાગની મૂર્તિ જેને ઊંચકવા ૨૫ માણસોને બોલાવવા પડ્યા હતા તે ખોદકામમાં નીકળતાં સ્થળ પર જ છોડી દેવામાં આવી હતી ત્યારબાદ તેને ક્યાંક ભોંયરામાં સંતાડવામાં આવી હતી. એનો પત્તો નથી. પહેલાના જમાનામાં કે આજના સમયમાં અમુક લોકો સંતાડવામાં નિસ્ફળતા હતા. અને છે. પોતાના સિવાય કોઇ બીજો માલીક બની ન જાય એટલા માટે અહીં વડલીના વગડામાં ખોદકામ ચાલે છે. એની સાથેની જગ્યા પણ ગૌચરની સરકારી જમીન છે. ત્યાં એકાએક ભરવાડભાઇ આવ્યા ને કહે ‘‘કોની જમીન પર ખોદકામ કરો છો? આ જમીન તો મારી છે.’’ પરંતુ પુરાતત્ત્વ ખાતાએ મામલતદાર, મેજીસ્ટ્રેટ વગેરેને મળીને જમીન સંપાદન કરી લીધી છે. કહેવાય છે કે આ જગ્યાએથી ઘણું બઘું નીકળવા સંભવ છે. લોથલ જેવું....

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved