Last Update : 25-April-2012, Wednesday

 

મુશીબત કી મારી દુનિયા સારી

ખબરે પાકિસ્તાન
 

મુશીબત એક એવી બલા છે જે પરિચયની મોહતાજ નથી. બાકી રહી બાત દુનિયાની. તો એની વ્યાખ્યા કરવી બેમાની છે. કારણ કે તમે દુનિયાથી ફુલ્ટુ પરિચિત છો. આખરે તમે સુજ્ઞ વાચક છો. મજકુર કસૂર કમ નથી કે અત્રે ‘મારી’ અને ‘સારી’ અંગે છણાવટ કરવી પડે. ટૂંકમાં મુશબતની જડ તમે જ છો. કારણ કે તમે છો તો દુનિયા છે - અને દુનિયાનો દસ્તુર છે - ન માંગ્યુ દોડતું આવે ! અલબત્ત એનો અર્થ એવો હરગીઝ નથી કે તમે મુશીબત માટે દુવા કરો તો મલ્લિકા-એ-હુશ્ન હાજર થશે. મુલ્કના જાને-માને (એટલે કે છાપેલ કાંટલા) બુઝર્ગ જુમ્મન મીંયા માટે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની હવાઈ હુરી બી મુશીબત છે. આથી ઈતિ સિઘ્ધમ્‌ થાય છે કે મુશીબત માન્યતા આધારીત છે. સાસુને માન્યતા બક્ષો તો તે મુશીબત છે. વર્ના બીબીની અમ્મા. આવે તોય મુશીબત અને જાય તોય સેમ ટુ સેમ. દુનિયામાં મુશીબતોનો પાર નથી. તમારી સાસુ એકે હજારા હોય, અચ્છા બાબા છે. મહજ આ જ વજહથી દુનિયાની અહેમીયત કમ નથી થતી. મુલ્કની સૌથી મોટી મુશીબત તાલીબાન છે.- અને ઇસ્લામિક દુનિયા એની તલબગાર છે. દુનિયા આજે જેને ઇસ્લામિક આલમ તરીકે ઓળખે છે તે કાલે દુનિયાભરમાં ફેલાઈ જશે. પાક દાઢીને આખી (સારી) દુનિયા મારી (લીલી) થાય એમાં જ દિલચશ્પી છે. સારી (અચ્છી) દુનિયામાં નહીં. મુશીબતના મામલે મારી-તારી સારી ! જેનું બીજું નામ મહમદઅલી ઝીણા હોય તે માનવ સર્જીત હોય યા કુદરતી, પાક દાઢીને કોઈ ફર્ક પડતો નથી.
પાક દાઢીની સહી (!) સોચ મુતાબીક જાપાન એ જ લાગનું છે. અલ કાયદા બધે તો પહોંચી ન વળે. એટલે કુદરતે ખુદ કહેર મચાવી. મુલ્કના ફુલ્ટુ તાલીબાનકરણની રાહના રોડાં બનનાર દુનિયાનું બી આવું જ આવી બનવાનું છે. પાક દાઢી કુવાનો દેડકો મટીને દુનિયાની સાવરણી બની છે. સૌજન્ય મુલ્લા અનવર અલ-અવ્લકી. પાક ત્રાસવાદને ગ્લોબલ (વૈશ્વિક) પાસ ચડાવનાર મુલ્લા અનવર ઇસ્લામની કુસેવા કરી રહ્યા છે. પાકિસ્તાનને તાલીબાનના રવાડે ચડાવી દેવામાં પાક દાઢીનું યોગદાન કમ હોય એમ મુલ્લા અનવર અલ-અવ્લકી મંડી પડ્યા છે. જોર લગા કે હૈસો...ખુદા ખેર કરે. આપે પવલાઓને પયગામ આપ્યો છે - તમે દુનિયાનું કામ તમામ નહીં કરો તો કુદરતને તસ્દી લેવી પડશે ! લિહાજા ખુદાના બંદાની પાક ફરજ છે કે કુદરતને તકલીફ ઉઠાવવા ન દે. શયતાનને ખતમ કરવા માટે ફતવો જારી ન કરાય. મુલ્લા અનવરે અમરિકાની જેમ ઇરાનને પણ શયતાનનો રુતબો બક્ષ્યો છે. બોલે તો માન્યતા રીપીટ માન્યતા બાળી છે. આપ હાડોહાડ એન્ટી અમેરિકન છે. ખરેખર ?! રિયલી ?! ૩૯ સાલના મુલ્લા અનવર અમેરિકામાં પેદા થયા છે. આપના અબ્બુ-અમ્મી યમનથી હિજરત કરી અમેરિકામાં ઠરીઠામ થયા હતા. સંઘર્યો સાપ પણ કામનો. આજે મુલ્લા અનવર સીઆઇએનો ઉલ્લુ સીધો કરી રહ્યા છે- અને તે પણ ઇસ્લામના નામે !
અખાતી મુલ્કોમાં સુન્ની મુસ્લિમો ખિલાફ આવામને ભડકાવવાનું કામ ઇરાન કરી રહ્યું છે એવો ઇલ્જામ મુલ્લા અનવરે લગાડ્યો છે. આપ ફરમાવે છે કે મુકાબલો જ્યારે શયતાન સાથે હોય ત્યારે બંદગી કરવા ન બેસાય. અત્યારે અલ્લામીંયાનું માર્ગદર્શન મેળવવાનો વક્ત નથી. જે મરાબાનો કોઈ ઉકેલ નથી એનો નીવેડો દુનિયાને ભડાકે દેવાથી જ થાય. દુનિયાએ સમજી લેવાની જરૂર છે કે એક મ્યાનમાં બે તલવાર રહી ન શકે. આપે દુનિયા સમક્ષ શીયા-સુન્ની સિવાય ત્રીજો વિકલ્પ રાખ્યો જ નથી. પછી પાક દાઢી મોગામ્બો ન બને તો શું ચવચવનો મુરબ્બો બને ? શું પેદા નથી થતું એ પણ કહેવું પડશે ? ૨૦૦૬માં મુલ્લા અનવર યમન ખાતે તશરીફ લઈ ગયા હતા. અલ કાયદાના એક ઝૂંઝાર નેતા તરીકે આપ ઇસ્લામિક આલમમાં ગુલ ખીલવી રહ્યા છે. આવ યા તાવ જોવામાં વક્ત બરબાદ કરે તે બીજા. મુલ્લા અનવરે પાક મુસ્લિમોને અમેરિકા સાથે આરપારનો જંગ લડવાની હાકલ કરી નાખી છે. શરૂઆત ‘ઘર મેં છૂપે હુએ ગદ્દારોથી’ કરવાની તાકીદબી કરી છે. આપ શીયા પંથીઓને મુસ્લિમ તરીકે માન્યતા નથી બક્ષતા એ ઘણું સૂચક છે. બોલે તો પાકિસ્તાનને ઈરાન સાથે ભીડાવી દેવા પર હજુરેઆલા તુલ્યા છે. જાહીર છે કે આપ સીઆઇએની લાઈન દોરી પર ઈસ્લામિક આલમને દોરવાની પેરવી કરી રહ્યા છે. ફીર ભી યા શાયદ એટલે જ પાક દાઢી મુલ્લા અનવર પર ઓળઘોળ છે. મતલબ કે બન્ને પાર્ટી-અમેરિકા અને પાકિસ્તાન આપનો ઇસ્તમાલ કરે છે. મતલબ પરસ્તી બી ઓછી મુસીબત નથી. દુશ્મનનો દોસ્ત રોગન ગોસ્ત !
મુશીબતના અમ્મા એ છે કે દુશ્મનનો દરજ્જો કોને એનાયત કરવો એ હજુ તય નથી થયું. સારી દુનિયા દુશ્મન હોય ત્યારે મુશીબતે તો થવાની જ.- અને બિના મુશીબત એમાંથી નીકળવાનું ઝનૂન તંબુરામાં પેદા થવાનું હતું ?! કોમન (સામાન્ય) સમજ પ્રમાણે મસ્તીમાં સાંભળે મહેફીલને મુશીબતમાં સાંભળે મહમદ. મતલબ કે મુશીબત આવકાર્ય છે ! બંદો કાયમ ખાતે મુશીબતમાં રહે તો બંદગી કરશે. પાક દાઢીની કોમન સેન્સને દાદ દો યારો. મુલ્લા અનવર જેવી એક નિહાયત મુશીબતને મુલ્કના રહેનુમા તરીકે માન્યતા બક્ષી છે. પવલાઓ તાલીબાનને મુશીબત નથી ગણતા તો મુલ્લા અનવર કઈ ખેત કી મૂલી ? વેલ, અમ્રિકી ખેત કી ! ઇન્ટરનેટના જરીયે મુલ્લા અનવરે પવલાઓને પયગામ આપ્યો છે. અલ કાયદાનું દિલોજાનથી સમર્થન કરો. ક્યોંકી ઇસ્લામ ખતરે મેં હૈં. હાય મેં સદકે જવાં આપકે પયગામ કી ચીલાચાલુયત પે ! યમનમાં અમરિકા ડોલરનો દરિયો વહેવડાવી રહ્યું છે એવો ઇલ્જામ મુલ્લા અનવરે લગાડ્યો છે. કઈ ખુશીમાં અંકલ સેમ દોલત લૂંટાવી રહ્યા છે ? વેલ, યમની બંદાઓને ઇસ્લામની પાક રાહથી ગુમરાહ કરવા માટે. મુલ્લા અનવરનો દાવો સચ હોય તો ઘૂપ્પલ જુમ્મન મીંયા કે પાંવ કી ચપ્પલ છે ! કુછ સમઝે બરખુદાર યા અક્કલ દું ઉધાર ? શાનપટ્ટી બી અલબત્ત એક મુશીબત છે.
પાક વિદ્વાનો શાનપટ્ટીના અતિરેકથી પીડાય છે. એટલે મુલ્લા અનવરે એમની જોરદાર ખીંચાઈ કરી છે. આપે ફરમાવી નાખ્યું કે ઇસ્લામિક આલમની નેતાગીરી હવસી અને વઈશી તીસમારખાંઓના હાથમાં છે. એની ખિલાફ આરબ જગતમાં ઇનકલાબની આંધી ઉઠી છે. ત્યારે પાક વિદ્વાનોએ ટીવી પર બાલ કી ખાલ કાઢવાની બજાય આવામની આગેવાની લેવી જોઈએ. બોલે તો સડક પર ઉતરી આવવું જોઈએ. જેથી ભ્રષ્ટ શાસકોની શાન ઠીકાને આવે. મુલ્લા અનવરનો (બદ) ઇરાદો મુલ્કમાં ઇનકલાબના ઓઠાં હેઠળ અંધાઘુંધી ફેલાવાનો છે. તાલીબાનનો મકસદ બી સેમ ટુ સેમ છે. અંકલ એમના એજન્ટો દાઢીધારી ન હોય એવું કોઈએ કહ્યું નથી - અને પાક વિદ્વાનો લગભગલી લંબી દાઢીના ધની છે. વિદ્વતાનો માપદંડ દાઢી ! આટલી સાદી સમજથી સમૃદ્ધ પવલાઓ ગુમરાહ થાય એમાં હૈરાની કેવી ? મુલ્લા અનવરના અલબત્ત અનમ્ર અભિપ્રાય અનુસાર ગુમરાહ બંદો જ મંઝીલે પહોંચે છે. અવ્વલ મંઝીલે ! વાયા જેહાદ જ સ્તો.
પાક સરકારની પોલીસી-એ-તૃષ્ટિકરણની વજહથી તાલીબાન તગડું થયું છે. બોલે તો તલમાંથી તોસ્તાન બન્યું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર દૂધ પાઈને સાપ ઉછેરી રહી છે. નતીજન મુલ્કનું ભવિષ્ય હવા-હવાઈ થઈ ગયું છે. ન સારું, ન ખરાબ ! મેલ કરવત કસાઈના કસાઇ. ખુદ દુનિયા જ્યારે સારી કે મારી ન હોય ત્યારે જુમ્મન મીંયા હલાલ થવા માટે પસંદગીના કસાઇનો આગ્રહ નથી ચખતા. કસાઇ તાલીબાની હોય કે અમ્રિકી કોઇ ફર્ક નહીં અલબત્તા !
પાક ખયાલ
જન્નત બેશક બઢિયા જગા છે. જોકે વેકેશન માણવું હોય તો બીજે જવું.
લતીફા-એ-પાક
‘ઉસ્તાદ, મુશીબતથી, બચવા શું કરવું જોઈએ ?’
‘શાદી કરવી જોઈએ’
‘મગર શાદી તો સૌથી મોટી મુશીબત છે.’
‘એટલે જ તને બીજી મુશીબત ખુશનસીબી લાગશે !’
નાપાક શેર
દુનિયા જાય ભાડ મેં ખુદા કરે
જીસ દુનિયા દિલો કો જુદા કરે
- સિરાઝ શીશાવાલા

 

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved