Last Update : 25-April-2012, Wednesday

 

છોકરો, છોકરી ઃ પતિ અને પત્ની

ઓફબીટ - અંકિત ત્રિવેદી

છોકરાઓની પોતાની દુનિયા છે. સમજણા થયા પછી ઉંમરને માથામાં સંતાડ્યા પછી એનો ‘બેચલર યોગ’ શરૂ થયો હોય છે. એ એની આસપાસની નજીકના સંબંધોની દુનિયા જોઈને પરણવાની ઊતાવળનો વિરોધી હોય છે. એની ઉંમરના સપનામાં વિદ્યા બાલનથી કેટરીના કૈફ સુધીની અભિનેત્રીઓ હોય છે. એને માટે આ બધી જ આજે પણ ફૂલફટાક યુવાનીની મોસમ છે. (આપણા માટે પણ છે.) એને હજુ પગભર થવું હોય છે. ‘સેટલ’ થવાના એના નુસ્ખા અને કારણો જુદા હોય છે. જેને માટે એના પિતા અને ઘરના સભ્ય સવારથી સાંજ સુધી જીંદગીના પંચાવનમા વર્ષે બહાર જતા હોય, નોકરી કરતાં હોય એ વાત એના ગળે નથી ઊતરતી! એને જલદી કમાઈને રાતોરાત મોટ્ટા માણસ બની જવું છે. કુંવારપને રમુજી અને તોફાની હોવાનો વૈભવ છે. કુંવારા છોકરાઓની છાતી પર દોડતી જીંદગી નદીનું સરનામું શોધે છે અને દરિયાનો સ્વભાવ એને ઊંમરે જ વારસામાં આપેલો હોય છે.
છોકરીઓની દુનિયામાં લગન વહેલા આવતા હોય છે. અને એની ‘ના’ પાડવાની હંિમતને કારણે છોકરીઓ સમજીને સમયસર લગ્ન કરે છે. બે ચોટલી વાળેલી છોકરીઓ ઉંમર વટાવતાની સાથે જ ખુલ્લા વાળ રાખીને પવનને હેરાન-પરેશાન કરે છે. છોકરીઓના સપનામાં શાહરૂખ ખાન કે આમીર ખાન હોય છે પણ એ એનો સંસાર માંડવા માટે નથી! ‘ડેટીંગ’ માટે હજુ સહ્ય છે. છોકરીઓને પોતાની પાછળ હોટલનું બિલ ખર્ચતા છોકરાઓને જોવાની મઝા આવે છે. પરંતુ આમાં પ્રેમનું ફિક્સંિગ હોટલનું બિલ ભરવાથી શક્ય નથી બનતું! લગ્નની વાત જુદી છે.
અલ્લડ કુંવારા છોકરા છોકરીઓ સમજીને લગ્ન કરે છે અને દુનિયા બદલાઈ જાય છે. હવે બંને જણાએ એકબીજાના સ્વભાવને જાળવીને જીંદગીને એક બનાવવાની છે. શરતોનું પાલન કરવાની ફરજને આધીન લગ્ન નથી થતાં! જ્યાં શરત વગર એકબીજાની સહમતી સર્જાય ત્યારે છોકરો અચાનક જ પતિ બની જાય છે. છોકરીને પત્ની બનતા વાર નથી લાગતી! છોકરી સાસરે આવે છે એટલે એનો ત્યાગ મોટો હોય એ વાત સાચી. સાવ સાચી. એણે એના પોત્તાના જાતે નક્કી કરેલા યુવાનીના દિવસો પિયરમાં મૂકીને સાસરે આવવાનું છે. આ તો આંખે દેખ્યો અહેવાલ છે જ. પણ છોકરીને પત્ની સ્વીકારીને પોતાના ઘરે લાવતો છોકરો અચાનક જ પતિ બની જાય છે એનું શું? હવે પછીના વર્ષો એમે એનું પોતાનું અને એને પોતાનો સમજીને પ્રેમ કરનારા પાત્રનું બંનેનું ઘ્યાન રાખવાનું છે. પતિ અને પત્ની આ બે શબ્દો હૃદયકોશના એકાંતના શબ્દો છે. અહંિયા ‘મીસમેચ’ હોવું એ સામાન્ય ઘટના છે. પરંતુ ‘મીસમેચ’ હોવા છતાંય એકબીજાને અનુરૂપ રહેવું, પ્રેમ કરવો એ અગત્યની ઘટના છે. પછી મૅચ્યોર થવાની સાથે સાથે તોફાન-મસ્તી છોડી દેવાના નથી, ઉછાંછળાપણામાંથી મુક્તિ મેળવવાની છે. ખેલદિલ માણસોએ દરિયાદિલ બનવાનું છે. પ્રેમી હોઈએ અને લગન કરીએ ત્યારે પ્રેમના વૃક્ષને વઘુ ઘટ્ટ અને મોભાદાર રીતે ઊછેરવાનું છે. લગ્ન પછી પ્રેમ કરતાં થઈએ ત્યારે પ્રેમને અવારનવાર પોતાની પાસે રહેવાનો મોકો આપવા જેવો છે.
પતિ-પત્ની બન્યા પછી દુનિયા એની એ જ છે. સવારે નાસ્તો, પચી ઓફિસ, પછી ઘરે, સાથે જમવાનું, ટીવીને ગુડનાઈટ કહીને ઊંઘી જવાનું. ક્યારેક નાટક અથવા ફિલ્મ કે પછી સાંજે દોસ્તારને ત્યાં પાર્ટી! આ બધામાં ‘જીવન’ ઊમેરીને આવડતને એકાગ્રતા સોંપવાની છે. બે જુદી જીંદગીઓ એક થાય ત્યારે ચમત્કાર સર્જાય છે. પછી ‘મંગળ’ અને ‘શનિ’ નડતા નથી. પછી રાહ જોવાની આદત પડતી જાય છે. પછી આદત ગમવા માંડે છે, આદત પ્રેમ થવા માંડે છે. જીંદગી નાની નાની બાબતોમાં વહેંચાઈ જાય છે. અને ટુકડાઓ ભેગા કરીને રમવાની રમત શ્વાસનો એક ભાગ બની જાય છે. દુઃખ સહિયારું અને મઝીયારું બની જાય છે. સુખ બેચેન કરી મૂકે છે. ઘરમાં શાંતિ અને અશાંતિ બંને આપણા કારણે હતા હવે બીજાના કારણે પણ હોઈ શકે છે. જે પુસ્તકો વાંચવાનો અને એમાં બુકમાર્ક અને વાક્યોની નીચે અન્ડરલાઈન કરવાનો હક આપણો હતો એમાં બીજી વ્યક્તિનો ઉમેરો થાય છે. ‘મારું’, ‘તારું’ અને ‘આપણું’નો ત્રિકોણ રચાય છે. ચોરસનું કેન્દ્રબંિદુ અને ત્રિકોણનું કેન્દ્રબંિદુ સરખા અંતરે અથવા એક જ હોય છે. હવે કેન્દ્રબંિદુમાં જીંદગી અને જીંદગીનું કેન્દ્રબંિદુ એક જ સ્થળે મળી જાય છે. તરત તૈયાર થઈને ઘરમાંથી નીકળવાની આદતમાં તૈયાર તરત થઈ જવાય છે પણ તરત નીકળી જવાતું નથી. સંપ સહિયારો હોય છે એમ જ અજંપ પણ સહિયારો હોય છે.
પતિ-પત્નીના શરૂઆતના, વચ્ચેના અને વૃઘ્ધાવસ્થાના દિવસોમાં ફેર હોય છે. શરૂઆતના દિવસોમાં પોતાના સપનાઓ અને સાથે જોયેલા સપનાઓને સાચા પાડવાના હોય છે. વચ્ચેની અવસ્થામાં એકબીજાને વધારે સમજવાનો સમય મળે છે જ્યારે બચ્ચાઓ પોતાના ધૂંટણથી ભાંખોડિયા ભરે છે ત્યારે બંનેનું બાળપણ એકમત થઈને એકબીજાને તાળી આપે છે. ચાર આંખો બે બાળપણને એક થતાં અનુભવે છે. વચ્ચેની અવસ્થા ઠહેરાવના પગરવની અવસ્થા છે. વૃઘ્ધાવસ્થામાં પ્રેમ હૂંફ બની જાય છે. લગ્ન અચાનક જ ટેકો બની જાય છે. પ્રેમની માત્રામાં ઊમેરો થતાં એનામાં સમય પરિવર્તન આવે છે. સગપણ, સમજણ અને ઘડપણના તબક્કાઓમાં પતિ-પત્ની વહેંચાઈને એક બની જાય છે. પછી જુના ફોટોગ્રાફમાં પોતાનું બાળપણ જોઈને ‘આ આપણે જ હતાં!’ - એવો આશ્ચર્યભાવ અનુભવાય છે. લગ્નની ઈમારતને બે જ દીવાલો છે પતિ અને પત્નીના નામની!
ચંચળતા, સક્રિયતા, વિરોધાભાસ, અલ્લડપણું - આ બઘું જ અર્થઘટનથી નહીં સમયને કારણે સમજાય ત્યારે પતિ-પત્ની જીવન વેંઢારતા હોય છે. પરંતુ આ બઘું જ પોતાના પ્રેમને કારણે અપનાવાય ત્યારે જીવનનો પ્રત્યેક દિવસ લગ્નનો ઉત્સવ બની જાય છે.
ઓન ધ બીટ
એક રમુજ ઃ
પરીક્ષામાં સહુથી ઓછા ગુણ લાવનાર પુત્રને પિતાએ કહ્યું ઃ ‘‘વિનુ, તારા આટલા ઓછા માર્ક જોઈને મને એક વાતનો જરૂર સંતોષ થાય છે કે પરીક્ષામાં તેં ચોરી તો નહિ જ કરી હોય.’’
- અંકિત ત્રિવેદી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved