Last Update : 25-April-2012, Wednesday

 

લોકવિચાર

 

રેલ બજેટની અસર


દેશના રેલ બજેટમાં સઘળા વર્ગોની મુસાફરીના ટ્રેનોના ભાવ વધારેલા આઠ વર્ષ જેવા લાંબા સમય બાદ થયેલો છે.
મસમોટા રેલવે તંત્ર માટે આ જરૂરી હોઈ અનિવાર્ય લાગે છે. રેલવે બજેટના આ ભાવ વધારા માટે રેલવે મંત્રી અને તેમના પક્ષની નેતા મમતા બેનરજી આમને સામને આવી જવાથી દેશના વડાપ્રધાન શ્રી મનમોહન સંિહ માટે સત્તા ટકાવી રાખવાનો પ્રશ્ન ઉભો થયેલ છે અને રેલવે મંત્રી શ્રી દિનેશ ત્રિવેદીની હકાલપટ્ટી કરાયેલ છે.
રેલ્વે તંત્રની એજન્ટ પ્રથાને કારણે વારંવાર એડવાન્સ બુકીંગના મહિનાઓ બદલતી રેલવે હવે ચાર મહિના પર સ્થિર થવાને કારણે (જે ઘણો લાંબો સમય ગણી શકાય), દિવસે સ્લીપર કોચમાં સામાન્ય મુસાફરો અને પાસ હોલ્ડરોની ખુલ્લે આમ દાદાગીરીના કારણે દિવસે જનરલ ટીકીટ સાથે સ્લીપર કોચના સીટ નંબર નહીં આપવાની અપનાવવાની ખોટી પદ્ધતિને કારણે દિવસે જનરલ ડબ્બાઓ ભરાયેલા જાય છે અને સ્લીપર કોચો ખાલી રહે છે જેનો બિનજરૂરી ભાર પ્રજા પર પડે છે અને રેલવે ખોટમાં જાય છે.)
રેલવે તંત્રે અપનાવાતી ઉપરોકત ખોટી પદ્ધતિઓ રોકવા કડક પગલાઓ લઇને ટીકીટ / રીઝર્વેશન વાળા મુસાફરોને રક્ષણ આપીને સગવડો આપવાની જરૂર છે. અને તો જ રેલવે તંત્રના વધારેલા ભાવોની સાર્થકતા રહેશે.
(અમદાવાદ) - પ્રવિણ રાઠોડ

રેલ બજેટ અસહ્ય નથી


તાજેતરમાં રેલવે બજેટમાં પ્લેટફોર્મ ટિકીટમાં રૂ. ૨ અને ભાડાના દરમાં ૧૫ થી ૨૦ રૂપિયાનો વધારો થયો છે. કાળઝાળ મોંઘવારીમાં ૧૦૦ રૂપિયાનો કોઈ હિસાબ નથી ત્યાં આવો સામાન્ય વધારો કોઇ અસહ્ય નથી. મમતા અને અન્ય રાજકીય પક્ષના નેતાઓ માથે આભ તૂટી પડયું હોય એમ પ્રજાના હામી બની કાગારોળ મચાવી રહ્યા છે, આવા સ્વાર્થી લોકો રાજકીય ખીચડી પકવવા બૂમો પાડે છે, તે વાત પ્રજા સારી રીતે જાણે છે.
ૈદૈનિક રૂ. ૨૭ની કમાઈ કરતો પરિવાર ગરીબી રેખા નીચે નથી આવો મુર્ખાઈભર્યો ફતવો બહાર પાડનાર કેન્દ્ર સરકાર સામે કેમ કોઇ બોલવા તૈયાર નથી ? પ્રજાના કહેવાતા હિતેચ્છુઓ પ્રજાના સાચા હામી બનવા પક્ષને બાજુે રાખી - મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કાળા ધન માટે કેન્દ્ર સરકાર સામે લાલ આંખ કરવાની જરૂર છે.
(દહેગામ) - યશવંતકુમાર આર. જોષી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved