Last Update : 25-April-2012, Wednesday

 

પરીક્ષાઓ પૂરી થઈ ગયા પછી -

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

પરીક્ષા પછી ઘરઘરકી કહાની કેવી છે ? બોર્ડની અને યુનિવર્સિટીની પરીક્ષાના કારખાનામાંતી છૂટેલાટીનએજરિયા અને યુવા વર્ગમાં કેવો માહોલ છે તેનો સર્વે કરવાનું વર્તમાનપત્રના એક તંત્રીએ મને સોંપ્યું હતું. હું પ્રશ્નોની યાદી તૈયાર કરીને રસ્તા પરથી જતો હતો.
રસ્તાની એક ગલીમાં છોકરાઓ ક્રિકેટ રમતા હતા. મને એક જુવાનિયાએ ટપાર્યો ઃ ‘કાકા ! જરા બાજુ પરથી ચાલો... નહિતર ક્યાંક બોલ ભટકાશેને તો...’
જાહેર રસ્તા પર બીજી એક મેચની તૈયારી હતી. બાજુમાં એક કાર હતી. શેરી ક્રિકેટરોએ કારના માલિકને કહ્યું ઃ ‘વચમાંથી કાર હટાવો...’
‘કેમ ? રસ્તો તમારા બાપનો છે ?’ કાર માલિકે તોરમાં કહ્યું.
ક્રિકેટરો ભેગા થઈ ગયા. ટોળાની પાછળનો એક કહે ઃ ‘કારનો કાચ ફૂટશેને એટલે ખબર પડશે.’
‘શું..ઉં...? પરી બોલ જોઈએ ?’ કારમાલિકે ડારો દીધો. કોમેન્ટ કરાનરો ક્યાંક ભરાઈ ગયો.
રસ્તા વચ્ચે, ગલીઓમાં, બગીચામાં... જ્યાં જ્યાં નજર પડતી ત્યાં ક્રિકેટ મેચ જ ચાલતી હોય. સરકાર રમતો માટે મેદાન પૂરાં પાડી ના શકે તો પછી સબ ભૂમિ ગોપાલકી. જ્યાં જમીનનોએકાદ ખાલી ટુકડો દેખાય ત્યાં શેરી ક્રિકેટરો પહોંચ્યા જ હોય. આ છોટા ક્રિકેટરોમાંય કોઈને તેંદુલકર હોવાનો વહેમ હોય, કોઈ વિકેટકીપર ધોનીની સ્ટાઈલમાં ઊભો રહીને વિકેટકીપંિગ કરતો હોય. કોઈને વળી ઝહીરખાનનો ય વહેમ હોય. દરેકને પોતે કોઈક ને કોઈક ક્રિકેટર હોવાનો અહેસાસ થતો હોય. ક્રિકેટમાં કોઈ રાહદારીને બોલ વાગી જાય, કોઈના મકાનની બારીનો કાચ તૂટી જાય, કોઈ ક્રિકેટર કોડીને બોલ રોકવા જતાં સ્કૂટર સાથે ભટકાઈ પડતો હોય...
ક્યાંક અમ્પાયર કોઈને નોબોલ આપતો હોય અને અમ્પાયર કસાથે બોલર ઝઘડી પડતો હોય, અમ્પાયર કોઈને એલ.બી.ડબલ્યુ આપે તોય બૂમરાણ મચી જતી હોય. પ્લેયર્સ ભેગા થઈને અમ્પાયરની ઝાટકણી કાઢતા હોય.
કોઈ ક્રિકેટર સિકસર ફટકારીને વિજયી યોદ્ધાની જેમ તાળીઓના ગડગડાટ ઉઘરાવતો હોય...
બસ જ્યાં જુઓ ત્યાં ક્રિકેટ જ ક્રિકેટ. દેશી રમતો શરમની મારી મોઢું પણ દેખાડતી ના હોય. ક્રિકેટનો ક્રેઝ સહુથી વધારે કદાચ આપણા દેશમાં જ હશે.
અરે નાના નાના ટેણિયા ય- તેંદુલકર કે કોહલીનું બિરુદ એકબીજાને આપતા હોય.
ક્યારેક કોઈ પ્લેયરના ફટકાથી બોલ કોઈને વાગી જાય તો ‘સોરી, હોં અંકલ સોરી.’ એમ કહેતાં બોલ કલેકટર કરીને હોઠ પર સ્મિત ફરકાવતા દોડી જ ા. રાહદારી બીચારો બબડતો જરા લંગડાતો હોય... સોરી કહ્યું એટલે મારો પગ સાજો થઈ ગયો ?
જાહેર રસ્તા પર કે ગલીઓમાં રમાતી ‘શાનદાર’ ક્રિકેટ મેચોની વચમાંથી કેટલાય બાિરી બીતા બીતા ફટાફટ નીકળી જાય. કોઈને બોલથી ઈજા થાય તો કોઈ જવાબદાર નહિ.
હું આ બધી ક્રિકેટ મેચની ઠેરઠેર- એનીવ્હેર ચાલતી લીલાઓ નિહાળતો પ્લેયરોની વચમાંથી માર્ગ કાઢતો સોસાયટીમાં પહોંચું છું. એક ફ્‌લેટમાં ડોર બેલવગાડું છું.પતિ પત્ની બેય બહાર આવે છે.
‘સાહેબ ! હું જરા સર્વે કરવા નીકળ્યો છું. પરીક્ષા પતી ગયા પછી તમે તમારાં પુત્ર-પુત્રી વિશે શું વિચારો છો ? કંઈ યોનાજ વિશે કહેશો ?’ પત્ની જ બોલી પડે છે - પરીક્ષામાં ઉજાગરા કરી કરીને એવી ખાકી ગઈ છું ખે હવે ફ્રેશ થવા માથેરાન કે મહાબળેશ્વર જવું છે.
‘કેમ ? તમારે શેના ઉજાગરા ?’
‘અરે સાહેબ ! ઘર ઘર કી કહાની સાંભળશો તો ખબર પડશે. દીકરો રાતના એક દોઢ વાગ્યા સુધી ગાઈડોમાંથી સવાલજવાબ ગોખે. એને ઝોકું ના આવે માટે દર દોઢબે કલાકે ચા કરી આપવાની, એને જાગતો રાથવા માટે એની તહેનાતમાં રહેવાનું.’
‘કેમ, એના પપ્પા...?’
‘પપ્પા તો નિરાંતે ઊંઘે... બાબા કે બેબી માટે ચા તૈયાર થાય એટલે જાગે, નિરાંતે મસાલાની ચા પીવા અંદર આવે અને એ કામ પતાવીને પાછાઘોટી જાય. પરીક્ષામાં ઉજાગરા મમ્મીઓને !’
મેં શ્રીમાનને પૂછ્‌યું ઃ ‘તમારે કંઈ કહેવું છે ?’
‘બાબોકે બેબી પરીક્ષામાં જાગરણ કરે તેની મોનોપોલી લેડીઝની છે. અમે તો એ શેમાં શું ભણે છે તેય જાણીએ નહિ તો ઉજાગરો શેને માટે કરીએ ?’
બીજા એક ટેનામેન્ટમાં ગયો. એક ભાઈ એણાંથી નીકળીને ઝડપથી સ્કૂટર તરફ દોડ્યા. મે ંકહ્યું ઃ ‘પ્લીઝ ! જરા ઊભા રહેશો ?’
‘કેમ ? હું બહુ ઉતાવળમાં છું...’
‘કોઈ પ્રોબ્લેમ ?’
‘દીકરો અગિયારમાની પરીક્ષામાં બેઠો છે. એે માટે બારમા ધોરણની તૈયારી માટે નવા ઊઘડેલા કોચંિગ ક્લાસમાં એડમિશન માટે જાઉં છું. જુઓને આ પેપર !’
મેં વાચ્યું ઃ ‘આલબેલ કોચંિગ ક્લાસ. વિજ્ઞાન, બાયોલજી, મેથ્સ તમામમાં વર્ષો જુના અનુભવી ટીચરો દ્વારા સઘન શિક્ષણ. જૂજ જગ્યા બાકી છે. વહેલો તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે.’
મેં કહ્યું ઃ ‘દરેક જાહેરાતમાં કોચંિગ ક્લાસમાં જૂજ જગ્યા જ બાકી હોય છે ! સાહેબ ! જમાનો જાહેરાતનો છે, પ્રચારનો છે, કોચંિગ ક્લાસવાળા પરીક્ષા પૂરી થાય ના થાય ત્યાં શિકાર પકડવા ટાંપીને બેઠા જ હોય છે. છાપામાં અને ચોપાનિયામાં ભ્રામક જાહેરાતો આપે છે ને ભોળા વાલીઓ એમાં નિરાંતે ફસાય છે. તમે નાહક ચંિતા કરો છો. મહિના પછી પમ એ ભાઈને મારો વિશ્વાસ બેઠો નહિ. એમણે ‘વહેલો તે પહેલો’નું સૂત્ર યાદ કરીને સ્કૂટર મારી મેલ્યું.’
એક ફ્‌લેટમાં મમ્મી અને દીકરા વચ્ચે ઝઘડો ચાલતો હતો ઃ ‘મારી બધી બહેનપણીઓ સુપર કોચંિગ ક્લાસમાં જોડાઈ છે... ને હું ઘેર બેસી રહું ? મમ્મી ! તને કહી દઉં છું. જો મને કોચંિગ ક્લાસમાં નહિ જવા દે ને તો...’
મમ્મી એની દીકરીની આંખ જોઈને ગભરાઈ ગઈ- સારું, તારા પપ્પા આવે એટલે.. ! હું સમજી ગયો- માહોલ !

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved