Last Update : 25-April-2012, Wednesday

 

દિનેશ ત્રિવેદી પશ્ચિમ બંગાળમાં જતા ડરે છે
ડૉ. કલામ ફરી કમાલ કરી બતાવશે; રાષ્ટ્રપતિ બનશે

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

 

- મુલાયમસંિહ, મમતા બંને કલામ માટે સંમત ઃ કોંગ્રેસ પાસે વિકલ્પ નથી

 

ઉત્તરપ્રદેશ, મુંબઈ અને છેલ્લે દિલ્હીમાં ફટકો ખાનાર કોંગ્રેસ રાષ્ટ્રપતિપદ માટેની આગામી ચૂંટણીઓમાં વઘુ એક ફટકો ખાશે એમ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પાસે પોતાનો ઉમેદવાર ચૂંટી કાઢવા માટે બહુમતી નથી. જુલાઈથી શરૂ થતી રાષ્ટ્રપતિની નવી ટર્મ માટે કોંગ્રેસ જે ઉમેદવાર પસંદ કરે તેને સાથી પક્ષો ટેકો આપે એ પણ શક્ય દેખાતું નથી.
ભાજપ મજબુત મનોબળવાળું બનતું જાય છે. કેમ તે તેનો કટ્ટર પ્રતિસ્પર્ધી કોંગ્રેસનો ચૂંટણીમાં નબળો દેખાવ રહ્યો છે. ભાજપ તેના પત્તા છાતીસરસા ચાંપીને બેઠું છે. પક્ષના વર્તુળો કહે છે કે કોમવાદના ડાઘ ભુંસવા ભાજપ ડૉ. એ.પી.જે. કલામને ફરી એકવાર પસંદ કરે એમ છે.
જો કે કલામ માટે તે થોડી રાહ જોશે. જ્યાં સુધી અન્ય કોઈ પક્ષનું જુથ તેમના નામને પ્રપોઝ નહીં કરે ત્યાં સુધી પક્ષ પણ તેમને ટેકો જાહેર નહીં કરે. આ બાબતે તૃણમુલ કોંગ્રેસના બૉસ મમતા બેનરજી અને સમાજવાદી પક્ષના બૉસ મુલાયમ સંિહ યાદવ વચ્ચે યોજાયેલી મુલાકાત મહત્ત્વની બની રહેશે. અન્ય મુદ્દાઓ સાથે તેમણે રાષ્ટ્રપતિપદની પસંદગીનો મુદ્દો પણ ચર્ચાયો હતો. બંને બીન વિવાદાસ્પદ ઉમેદવાર હોવા જોઈએ તે બાબતે સંમત થયા હતા. કહે છે કે મુલાયમસંિહ યાદવ ડૉ. કલામના સમર્થક છે.
રાષ્ટ્રપતિપદ અંગે ૨૦૦૨ની વાત કરીએ તો ત્યારે એનડીએનું શાસન હતું. રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનની ટર્મ પુરી થતા વડાપ્રધાન વાજપેઈ સામે કેટલાક નામો મુકાયા હતા તેમાં કલામનું નામ હતું.
મોખરે ડૉ. કલામ
મુલાયમસંિહ યાદવે ડૉ. કલામના નામ અંગે રસ બતાવતાં તેમનું નામ મોખરે છે. જ્યારે એનડીએ દ્વારા પ્રથમવાર તેમનું નામ પસંદ કરાયું ત્યારે ચેન્નાઈની યુનિવર્સિટી હોસ્ટલમાં તે એક રૂમમાં નિવૃત્ત જીંદગી જીવતા એક સ્પેસ ઈજનેર હતા. એનડીએ દ્વારા તેમનું નામ નક્કી તો કરાયું પણ તેમની સંમતિ લેવાની બાકી હતી. કોઈની પાસે તેમનો મોબાઈલ નંબર નહોતો. વાજપેઈના મદદનીશે ચેન્નાઈના કલેકટરને પૂછ્‌યું ત્યારે જવાબ મળ્યો કે કલામ સેલફોન નથી રાખતા !! વડાપ્રધાનની ઓફીસે કહ્યું હતું કે નવો સેલફોન ખરીદો અને તેમને આપો. અમારે અરજન્ટ વાત કરવી છે. વડાપ્રધાનની ઓફીસને કલેકટર કોઈ પ્રશ્ન પૂછી શક્યા નહીં. કલેકટરે તો પીએમઓ ઓફીસે કહ્યું એમ કર્યુ હતું. થોડી મિનિટોમાં દિવંગત પ્રમોદ મહાજને સમાચાર આપ્યા હતા કે કલામનું નામ પસંદ કરાયું છે અને તેમની સમંતિ પણ લેવાઈ છે. એ પણ છે કે ડૉ. કલામએ ખૂબ લોકપ્રિય અને ખૂબ ઓછા વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા.
ત્યારે નારાયણ બીજી ટર્મ માટે ઊભા રહેવા તૈયાર હતા પરંતુ ડૉ. કલામના નામને સમાજવાદી પાર્ટી અને નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીએ ટેકો જાહેર કરતા નારાયણને ઉમેદવારી કરવાનું માંડી વાળ્યું હતું.
અહીં એક વાત તો નિશ્ચિત છે કે પ્રતિભા પાટીલનું નામ બીજી ટર્મ માટે મુકાય એ શક્ય નથી. તેઓ નસીબના જોરે અને રાજકીય સંજોગોના જોરે રાષ્ટ્રપતિ બની ગયા હતા. જો કે તેમણે ટેક્સ ભરનારાઓના પૈસે સુખ-સાહ્યબી ભોગવી હતી. રાષ્ટ્રપતિ ભવન ખાતેની સેવન-સ્ટાર આગતા-સ્વાગતા તેમનું કુટુંબ પણ મેળવતું હતું. પ્રતિભા પાટીલ તેમની ટર્મ દરમ્યાન કોઈ મોટી સિદ્ધિ બનાવી શક્યા નહોતા.
તેમની સરખામણીમાં ડૉ. કલામે તો રાષ્ટ્રપતિના હોદ્દાને ગૌરવ અપાવે એવા કામ કર્યા હતા. તેમણે પ્રજામાં વિજ્ઞાનનો જુસ્સો જગાડ્યો હતો.
હવે જ્યારે મુલાયમસંિહ યાદવ અને મમતા બેનરજી ડૉ. કલામને સ્પોન્સર કરવા તૈયાર છે અને શરદ પવાર પણ આ નિર્ણયની સાથે છે ત્યારે બીજા નામની પસંદગી અંગે કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ નહીં રહે.
મનમોહનથી નારાજગી
કોંગ્રેસના વર્તુળોએ પણ વિચારે છે કે મનમોહનસંિહને ૭, રેસકોર્સ રોડ પરથી ૧, રાઈસાના માર્ગ પર શીફ્‌ટ કરવા વિચારાઈ રહ્યું છે. જેના કારણે એક કાંકરે બે પક્ષી મારવા ઈચ્છે છે. ઉપરા-છાપરી ભ્રષ્ટાચારના આક્ષેપો અને વહીવટમાં નબળા દેખાવના કારણે મઘ્યમવર્ગ મનમોહનસંિહને ટેકો આપવા તૈયાર નથી. મુંબઈ અને દિલ્હીની ચૂંટણીઓમાં વડાપ્રધાન મઘ્યમવર્ગને આકર્ષી શક્યા નહોતા. તેથી કોંગ્રેસ પણ તેમના માટે નવું સ્થાન શોધી રહી છે. મનમોહનસંિહને રાષ્ટ્રપતિ બનાવાય તો તેમની જગ્યાએ પ્રણવ મુકરજીને મુકી શકાય એમ છે. આમ તો રાષ્ટ્રપતિપદની રેસમાં ઈન્ફોસીસના નારાયણમૂર્તિનું નામ પણ છે પરંતુ તેમના ચાન્સ ઓછા છે.
દિનેશ ત્રિવેદીની પસંદ... ગુજરાત
બિચ્ચારા દિનેશ ત્રિવેદી !! રેલવે પ્રધાનપદેથી તેમને ખસેડાયા બાદ પશ્ચિમ બંગાળમાં પ્રવેશવાની તેમની હંિમત નથી. ગુજરાતમાં જન્મેલા અને કલકત્તામાં ઉછરેલા તેમજ એક સામાન્ય ટ્રાવેલ એજન્સી ચલાવતા ત્રિવેદી ૨૦૦૯ની ચૂંટણીઓમાં લોકસભામાં ચૂંટાયા હતા. અગાઉ તે રાજ્યસભાના સભ્ય પણ હતા. મમતા બેનરજીને પૂછ્‌યા વિના રેલવે બજેટ બહાર પાડવાનું તેમના માટે જોખમરૂપ બન્યું હતું. હવે મમતા અને ત્રિવેદી વચ્ચે કોઈ સંબ્ધો રહ્યા નથી. એટલે હવે થોડો મામલો શાંત પડે પછી તે કલકત્તા જશે એમ મનાય છે. દરમ્યાન મમતા સાથે સંબંધો બગાડીને પ્લાનીંગ કમિશનના સામ પિત્રોડા સાથે સંબંધો વધારનાર દિનેશ ત્રિવેદીએ કદાચ એવી ખાતરી લીધી છે કે તે લોકસભાની ચૂંટણીઓ યોજાશે ત્યારે ગુજરાતમાંથી ટિકિટ મેળવશે...
કાસ્ટીંગ કાઉચ
કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સંિધવીનું નામ એક મહિલા વકિલ સાથેની સેક્સ સીડીના કારણે બદનામ થયું છે. હવે કહે છે કે સીડીના ચહેરા સાથે છેડછાડ કરાઈ છે. સુપ્રિમ કોર્ટની કેન્ટીમાં એવું સાંભળવા મળતું હતું કે માત્ર બોલીવુડમાં કાસ્ટીંગ કાઉચ નથી પણ ઉચ્ચ ન્યાયતંત્રમાં પણ તે નજરે પડે છે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved