Last Update : 25-April-2012, Wednesday

 

કેળાની કમાલ - કમાલના કેળા - અદ્‌ભૂત કેળા

હેલ્થ ટીટબીટ્સ

 

કેળાને અંગ્રેજીમાં મ્છશછશછ કહે છે. ‘બનાન’ અરેબીક ભાષાનો શબ્દ છે. જેનો અર્થ ‘આંગળી’ થાય છે. આ કેળા લગભગ બારે માસ મળે છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વી ઉપર સૌથી પહેલું ફળ ઉત્પન્ન થયું તે ‘કેળા’ હતા. બીજા બધા ફળો ઝાડ ઉપર ઉગે જયારે આ કેળા ના ફળ એક જ એવા ફળ છે જેનો છોડ હોય છે. અમેરિકાના કેલીફોર્નિયા સ્ટેટમાં ‘મીસ્ટર બ્રેક ફાસ્ટ ઇન્સ્ટીટયુટ ઓફ કેલીફોર્નીઆ’ (એમ.બી.આઇ.સી.) નામની સંસ્થાએ પણ તેના છેલ્લા માસિક રિપોર્ટમાં ભાર દઇને જણાવ્યું છે કે સૌ કોઈએ સવારના બ્રેક ફાસ્ટમાં અઠવાડીએ ઓછામાં ઓછા ત્રણ વાર કેળાનો સમાવેશ કરવો જોઈએ. ઇન્ટરનેશનલ બનાના એસોશીએશને આખા જગતનો સર્વે કરીને નક્કી કર્યું છે કે કેળાનો ઉપયોગ બીજા બધા જ ફળોની સરખામણીમાં ૭૦ થી ૮૦ ટકા વધારે થાય છે. ઉપરોકત એમ.બી.આઇ.સી. સંસ્થાએ ૨૦૦૩માં કરેલા રીસર્ચ પ્રોજેકટમાં જણાવ્યા પ્રમાણે તમે જો રોજ ખોરાકમાં કેળાનો પ્રમાણસર ઉપયોગ કરો તો નીચેના ફાયદા થાય છે ઃ-
૧. કેળામાં આયર્ન છે જે લેવાથી તમારૂ લોહી સુધરે છે અને તેને લીધે ‘એનીમીઆ’ નહીં થાય.
૨. જો તમે ખોરાકમાં મીઠુ વધારે ખાઓ તો તમારા હાડકાની ઘનતા ઘટી જશે અને પોલા થઇ જશે (ઓસ્ટીઓપોટોસીસ) રોજ તમે ફકત એકજ કેળુ ખાશો તો હાડકાનું રક્ષણ થશે.
૩. કેળામાં ફાઇબર છે જેને લીધે તમારી કબજીયાત જતી રહેશે. માટે રોજ એક કેળુ ખાઓ.
૪. કેળામાં ટ્રાઇપોફેન છે આ એક પ્રકારનું પ્રોટીન છે જેને લીધે તમારા શરીરમાં એક ન્યુરોટ્રાન્સ્મીટર જેનું નામ સેરોટીનીનન બનશે. આ સેરોટીનીન ને લીધે તમને ઉંઘ સારી આવશે અને ‘ડીપ્રેશન’ નહીં આવે.
૫. કેળામાં ‘પોટાશ્યમ’ છે. રોજ એક કેળુ ખાવાથી તમારૂ બી.પી. બે મહિનામાં નોર્મલ થઇ જશે.
૬. કેળામાં ચામડીને સુંવાળી અને ચુસ્ત બનાવવાનો ગુણ છે.
૭. વજન વધારવા માટે કેળામાં ખાંડ અને ઘી નાખીને ખાઓ. એક પાકા મોટા કેળાની કેલરી ૯૦ ગણાય. રોજ બે કેળાં ખાઓ.
૮. કોઇક વખત ખાવામાં કાંઈ આવી ગયું હોય અને ઝાડા થઇ ગયા હોય અથવા એસીડીટી કે ગેસ થયો હોય તો બે પાકા કેળા શાંતિથી ઉતાવળ કર્યા વગર ખાશો અને ધીરે ધીરે ઉતારશો તેના પહેલા કે પછી (અર્ધો કલાક દરમ્યાન) પાણી પીશો નહીં કે કશું ખાશો નહીં.
૯. કેળામાં ગ્લુકોઝ છે. એક કેળામાં ૨૩ ગ્રામ એટલે કે લગભગ પાંચ ચમચી જેટલી ખાંડ છે. આ કુદરતી ખાંડ છે જેનાથી તમારા જ્ઞાનતંતુને શક્તિ મળે છે. જેથી એકાગ્રતા, ચોકસાઇ અને કાર્ય તત્પરતા વધે છે. આ ખાંડ કેળુ ખાધા પછી તરત તમારા લોહીમાં ભળી જતી નથી. વાર લાગે છે. ડાયાબીટીસવાળા ફક્ત એક કેળુ રોજ ખાય તો ડાયાબીટીશ વધશે નહીં.
૧૦. કાચા તેમજ પાકા કેળામાં વિટામીન એ, વિટામીન બી કોમ્પ્લેક્ષ, વિટામીન ડી અને વિટામીન સી છે જે શરીરના અનેક કાર્યોમાં ઉપયોગી થાય છે.
૧૧. કેળામાં કેલ્શ્યમ ૮મી ગ્રામ અને ફોસ્ફરસ ૪ મિ.ગ્રા. છે. નાના બાળકોના હાડકા મજબૂત કરવામાં કેળા ખુબ મદદ કરશે.
૧૨. દરેક વ્યકિતના આંતરડા અને હોજરીમાં પાચક રસો ઉત્પન્ન કરનારા બેકટેરીઆ (ફ્રેન્ડલી) બેકટેરીઆ હોય છે. કેળા ખાવાથી આ બેકટેરીઆની સંખ્યા અને શકિત વધે છે આને લીધે શરીરને નુકશાન કરનારા કોઇપણ બેકટેરીઆ- વાયરસ ખોરાક કે પાણી વાટે દાખલ થઇ ગયા હોય તે નાશ પામે છે. આને કારણે તમારા આંતરડામાં ચાંદા, હોજરીમાં થતા ચેપ જેને કારણે પાચન શકતિ નબળી પડી ગઈ હોય તે ભધા નાશ પામશે.
૧૩. કોઇપણ કારણસર તમે દાઝી ગયા હો ત્યારે દાઝેલા ભાગ પર કેળાને છુંદી નાખી કે ક્રશરમાં તેનો રસ કાઢી લગાડવાથી બળતાર ઓછી થાય છે. અને દાઝેલા ભાગમાં જલદી રૂઝ આવે છે.
૧૪. સ્ત્રીઓને માસિક આવતા પહેલા પેઢુમાં દુખાવો થાય છે. આ માટે માસિક આવતા પહેલાના પાંચ દિવસ રોજ એક કેળુ ખાવાથી દુખાવો થશે નહીં. આ જ રીતે મેનોપોઝ શરૂ થાય ત્યારે થતી તકલીફો માટે પણ કેળુ ખાવાથી રાહત થશે.
૧૫. ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ (આઇ.બી.એસ.) અથવા સંગ્રહણીના રોગમાં કેળા આપવાથી પેટમાં થતો દુઃખાવો, ગેસ અને બળતરા તેમજ ઝાડાની અનિયમિતતા તેમજ ચિકાશ ઓછી થાય છે.
૧૬. મોટી ઉંમરના બહેનોમાં વારે વારે પેશાબ કરતી વખતે થતી બળતરા અને પેશાબમાં પરૂ જવાની સમસ્યામાં દવા લેતા પહેલાં રોજ એક કેળુ ખાવાથી તકલીફ ઓછી થઇ જાય છે.
૧૭. જમવા સાથે એક કેળુ ખાવાથી ખોરાકના પાચનમાં મદદ થાય છે તેમજ ભુખ વધારે લાગે છે. માંદગીમાંથી ઉઠેલા અને તાવને કારણે અશક્તિ આવી ગઈ હોય તેવી વ્યક્તિઓને કેળુ ખાવાથી શકિત સ્ફૂર્તી મળે છે.
૧૮. આયુર્વેદના મત પ્રમાણે કેળા વીર્ય વર્ધક, દાહ શામક, પુષ્ટિ વર્ધક, શક્તિ વર્ધક અને ચામડીના રોગોને મટાડનારા છે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved