Last Update : 25-April-2012, Wednesday

 

નણંદબા, એમની દોષદર્શી વહુ મટીને, સાસુ-સસરાની ગુણગ્રાહક બેટી બનીને સેવા કરજો! - પ્રેમા ભાભી

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

 

(ગતાંકથી ચાલુ)
‘હેં? આ તું શું બોલે છે, મમ્મી? થયું છે શું?’
‘બેટી! ત્રણ દિવસ પછી અમે બંને વૃઘ્ધાશ્રમના હવાલે થવાનાં છીએ!’
‘કોણ કરે છે તમને વૃઘ્ધાશ્રમના હવાલે?’
‘તારી ભાભી... પ્રેમાવહુને અમે હવે ભારરૂપ લાગવા માંડ્યાં છીએ... તારો ભાઈ ચૂપ છે... વહુ સમક્ષ એ મૌન ધારણ કરીને બેઠો છે.’
‘પણ મમ્મી! પ્રેમા ભાભી તો કેટલા સંસ્કારી છે! આવું પરિવર્તન આવ્યું કઈ રીતે?’ રડતી માનાં ડૂસકાં સાંભળીને એણે આગળ કહ્યું ઃ ‘ન રડ, મમ્મી! કાલે બપોરે જ હું ત્યાં આવું છું. મારા આવ્યા પહેલાં તમે કોઈ નિર્ણય ન લેશો. હુંય જોઉં તો ખરી કે ભાભી તમને ઘરમાંથી કેવી રીતે કાઢે છે...’
બીજા દિવસની સવાર ઊગી.
સંગિનીએ થોડીક દોડધામ કરી લીધી. એનું મગજ ફાટફાટ થતું હતું. ‘‘ભાભીની આ હંિમત? મારાં મા-બાપને તે ઘરની બહાર ધકેલી જ શી રીતે શકે? એય ત્યારે જોઈ લે મારા સ્વભાવનો પરચો!’’
ને બરાબર અઢી વાગે તો ગાડી લઈને સંગિની પહોંચી ગઈ પોતાના પિયરઘરમાં... ગુસ્સાથી રાતીચોળ થઈ ગયેલી, જીભ ઉપર મરચાં વાટયાં હોય તેવા અવાજવાળી, લાલધૂમ આંખોવાળી સંગિની પિયરના ઘરમાં પગ મૂકતાં જ આગ વરસાવવા લાગી ઃ ‘ક્યાં ગઈ ભાભી? બહાર આવ. તને વૃઘ્ધાશ્રમ કેવો હોય તે બતાવું? બાયલા ધણીને પડતો મેલીને બહાર નીકળ... બોલ, કયા અધિકારથી તું મારાં મમ્મી-પપ્પાને વૃઘ્ધાશ્રમમાં મોકલી રહી છે, ભાભી?’
રૂમના બારણામાં ઊભેલી ભાભી સંગિનીના તાડૂકા સાંભળી રહી હતી. એ બોલી ઃ ‘અધિકાર? સંગિનીબહેન, તમે કયા મોઢે અધિકારની વાત કરો છો? મારાં મરચાબ્રાન્ડ નણદલબા તમને તો પૂછવાનો અધિકાર જ નથી, સમજ્યાં?’
‘એટલે?’
‘તમારા આત્માને જ પૂછોને.’
‘મારે તમારી પાસેથી સાંભળવું છે. ને સાંભળી લો, ભાભી. આ ઘર મારા પપ્પાએ પોતાની કમાણી ઉપર બનાવ્યું છે... ને આજે પણ એમનું પેન્શન આવે છે. તમારા પર એ બોજ નથી બન્યાં. સમજ્યાં મારાં વાંકાં ભાભી? આ ઢળતી ઉંમરે માણસને પોતાનાંનો સહારો જોઈએ. દીકરા-વહુ અને એમનાં સંતાનો સાથે જ જીવન સંઘ્યા વીતાવવાની હોય! અને તમે તો એમને વૃઘ્ધાશ્રમમાં ધકેલી રહ્યાં છો! ત્યાં એમનું કોણ છે?’
‘છે ને, નણંદબા! એમના વેવાઈ અને વેવાણ ત્યાં છેને! જેમને તમે ચાર મહિના પહેલાં જ ત્યાં ધકેલી દીધાં છે...’
‘ખોટ્ટી વાત છે. ત્યાં એમનાં વેવાઈ-વેવાણ નથી!’
‘જૂઠ્ઠું ન બોલો, સંગિની બહેન!’
‘હું જાણતી જ હતી કે તમે આવું જ કહેવાના. પરંતુ તમારી જાણ ખાતર જણાવી દઉં કે તેઓ અત્યારે અમારા ઘરમાં જ બેઠાં છે!’
‘શું, બેટી? ફરી બોલજો. હું કાંઈ સમજ્યો નહિ?’ બોલી ઊઠ્યા સંગિનીના વૃઘ્ધ પિતા મુગટલાલ.
‘સાવ સાચી વાત છે. જ્યારે ગઈકાલે મારી મમ્મીનો ફોન આવ્યો, ત્યારે જ મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો... મને થયું કે જો હું મારાં મમ્મી-પપ્પાને વૃઘ્ધાશ્રમમાં મોકલવાની વાત સાંભળી ભાંગી પડતી હોઉં તો છેલ્લા ચાર ચાર માસથી પોતાનાં માવતરને લાચારીપૂર્વક વૃઘ્ધાશ્રમમાં મોકલનાર મારા પતિની શી સ્થિતિ હશે? એમની આંતરડી શું કહેતી હશે?’
પપ્પા! મેં તમારા જમાઈને ગમગીન, ઉદાસ અને લાચાર ચહેરે બેઠેલા જોયા છે! એમને મેં ઘરના ખૂણે ઊભા રહીને આંસુ લૂછતાં મેં જોયા છે! એટલે આજે સવારે હું જાતે જ વૃઘ્ધાશ્રમમાં પહોંચી ગઈ હતી, ને એમની માફી માગી બંનેને ઘેર પાછા લઈ આવી હતી. બીજી વાત એ હતી કે મારાં સાસુએ એમનાં સાસુને દુભવ્યાં હતાં. હવે જો અમે એમને દુભવીએ તો ભવિષ્યમાં અમારા દીકરા અમને દુભવે. એમના દીકરા એમને... આમ કર્મનો સિલસિલો ક્યાં જઈને અટકે? પણ પપ્પા, મેં એ શાપિત સિલસિલાને આજે જ ખતમ કરી દીધો છે! મારે હવે આગળ નથી ચલાવવો! હવે ન તો મારે મારા સાસુ-સસરાને વૃઘ્ધાશ્રમના હવાલે કરવાં છે, ન તો મારાં મા-બાપને! હું હવે તમને પણ વૃઘ્ધાશ્રમમાં નહિ જવા દઉં! ભાભી જો છેલ્લા પાટલે જઈને બેસશે ને નામક્કર જ જશે તો હું તમને બંનેને મારા ઘેર લઈ જઈશ!
‘શાબ્બાશ, બેટી!’
‘શાબ્બાશ દીકરી!’
‘શાબ્બાશ મારાં નણંદબા! હું પણ જાણતી હતી કે તમે આમ જ કરવાનાં! બસ, હવે જાઓ, અને તમારાં સાસુ-સસરાંનાં ઝાઝેરાં જતન કરો. એમનો પડ્યો બોલ ઉઠાવી લો! દોષદર્શી વહુ બનવાનું છોડીને, ગુણ ગ્રાહક બેટી બનીને એમની સેવા કરજો! મારાં સાસુ-સસરાની ચંિતા કરવાની તમારે જરા પણ જરૂર નથી. એમની ચંિતા કરનારી તો હું બેઠી છું. એમને સહેજ પણ દુઃખ નહિ પડવા દઉં! તમારા ભાઈ તો શ્રવણ જેવા છે, તો હુંય શું કામ પાછળ રહી જાઉં? હુંય સાસુ-સસરાની સેવા દ્વારા પુણ્યનાં પોટલાં બાંઘ્યા કરીશ! મારે પણ એ શાપિત સિલસિલો ચાલુ નથી કરવો!’
અને એ સાથે જ આખોય ખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો! તાળીઓ પાડનાર હતાં બે નાનાં ભૂલકાં... ભાઈ... ભાભી અને વૃઘ્ધ મા-બાપ.
સંગિનીના દિમાગમાં કશું જ ન ઊતર્યું! આ શાની તાળીઓ પડી? આ હાસ્યના પડઘા શાના પડ્યા? એ દિગ્મૂઢ બની ગઈ!
આભી બની ગઈ સંગિની!
વિસ્ફારિત નેત્રો વાળી બની ગઈ સંગિની!
એની આંખોમાં વિસ્મયના નારા દોડવા લાગ્યા! બોલી ઃ ‘મમ્મી-પપ્પા શું છે આ બઘું?’
‘નાટક! બેટી, નાટક! હા, તારા હૃદયમાં પડેલી હોવા છતાં સુષુપ્ત થઈને ઢબુરાઈ ગયેલી લાગણીઓને જાગ્રત કરવા, એમને ઝકઝોળી નાખવા પ્રેમા વહુના સીધા નિર્દેશન હેઠળ ભજવાયેલું આ છે એક સફળ નાટક! બીજું કાંઈ નહિ! ને એની સ્ક્રીપ્ટ લખનાર છું હું!’
હળવા ઘૂ્રસકા સાથે, રૂદન મિશ્રિત હાસ્ય સાથે, થોડીક શરમ સાથે છતાંય ગૌરવભેર ‘સગી મમ્મી’થી ય ‘સવાઈ મા’ એવી પથદર્શિકા ભાભીને વીંટળાઈ ગઈ સંગિની!!
(કથાબીજ ઃ ગોવંિદભાઈ પ્ર. પટેલ, ખોરજ)

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved