Last Update : 25-April-2012, Wednesday

 

આજના માનવીના જીવનમાંથી પ્રેમ, લાગણી અને સહિષ્ણુતાનો છેદ ઉડી ગયો હોય, એમ કેમ લાગે છે ?

ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતા

 

- માણસને ઓળખવાનું કામ અતિ મુશ્કેલ છે.એટલે જ કદાચ પેલી કહેવત પ્રચલિત થઈ હશે કે વિશ્વમાં બે જ વ્યક્તિ ખરા અર્થમાં માણસ છે ઃ એક, જે મૃત્યુ પામ્યો છે અને બીજો, જે હજી જન્મ્યો નથી !

 

આજના માનવીના જીવનમાંથી પ્રેમ, લાગણી અને સહિષ્ણુતાનો છેદ ઉડી ગયો હોય, એમ કેમ લાગે છે ?
- પ્રશ્નપત્રકર્તા ઃ ગિરા પટવારી, ઘનશ્યામ કોમ્પ્લેક્ષ, ચાંદલોડીયા, અમદાવાદ.
ખરૂં પૂછો તો જેટલાં માથાં એટલા માનવીના પ્રકાર. દરેક માનવીના જીવનની વિચારશૈલી, જીવનદ્રષ્ટિ, ઉદ્દેશ, માન્યતાઓ, અભિપ્રાયો, અભિગમ, મનોવલણો, સ્વભાવ, વર્તન એ બધામાં એટલું બઘું અંતર જોવા મળે છે કે માણસ ક્યારે, કેમ વર્તશે, કેવો નિર્ણય લેશે, કઈ બાબતને જીવનમાં પ્રાધાન્ય આપશે, તે વિશે ભારપૂર્વક કશું જ કહી શકાય નહીં.
માનવીના જીવન-ઘડતરમાં તેના સંજોગો, સામાજિક વાતાવરણ, મનોવૈજ્ઞાનિક પ્રભાવો, આર્થિક કારણો, જુદા-જુદા તબક્કે તેના જીવનમાં આવેલા માણસોના પ્રભાવો, નોકરી-ધંધો-વ્યવસાયનું વાતાવરણ, શિક્ષણ અસંખ્ય પરિબળોના પ્રભાવોથી માણસ અલિપ્ત રહી શકતો નથી.એ બધાના તેના મનઅને તન પર ્‌અસર પડે છે. એટલે જ કહેવાય છેકે જેવો મન તેવો માનવી.માણસ હકીકતમાં કેવો છે તેની ખબર તેના પોતાના સિવાય કોઈનેય નથી હોતી !
માણસ વિશેનો આપણો અભિપ્રાય આપણને થએલા સારા-માઠા અનુભવોને આધારે થએલો હોય છે. આપણા પર ઉપકાર કરે ત્યાં સુધી આપણે તેને સજ્જન, સદાચારી અને સંસ્કારી ગણીએ છીએ અને એના થકી અપકારપૂર્ણ, દગા-પ્રચંચ કે બેવફાઈભર્યું વર્તન જોવા મળે કે તેવો અનુભવ થાય, ત્યારે આપણો અભિપ્રાય બદલાઈ જાય છે. આપણે સજ્જનને દુર્જન, દુરાચારી અને શેતાન તરીકે વર્ણવવામાં પાછી પાની કરતા નથી.
દરેક યુગમાં સજ્જનો પણ જોવા મળે અને દુર્જનો પણ. હા, યુગીન વાતાવરણ પ્રમાણે માણસ ઘડાવાનો. ખાન-પાન-જીવનશૈલી, જીવનનો ઉદ્દેશ વગેરેને આધારે માણસની જીવનદ્રષ્ટિ ઘડાવાની. એટલે દરેક યુગમાં સત્વશીલ માણસો પણ હોય છે અને રજોગુણ કે તમોગુણ પ્રધાન માણસો પણ. હા, એની માત્રામાં વધારો-ઘટાડો અવશ્ય જોવા મળશે.
યુગના વાતાવરણમાં માણસની જીવનદ્રષ્ટિ, જીવનમૂલ્યો અને જીવનના ઉદ્દેશો પ્રમાણે માણસની વાણી, વર્તન, જીવનદ્રષ્ટિ વગેરે જોવા મળે છે.
આજનો યુવક ભૌતિકતા-શાસિત યુગ છે એટલે એમાં ભૌતિક સુખો, ભૌતિક સુવિધાઓ, એશારામનાં સાધનોની બોલબાલા છે એટલે સત્તા, વૈભવ, સ્વચ્છંદતા અને વાસનાઓ જીવનનું નિયંત્રક પરિબળ બની ગઈ છે. વાસનાઓનો અતિરેક માણસ પાસેથી વિવેકદ્રષ્ટિ છીનવી લે છે, ઉદાત્ત જીવનમૂલ્યોને બદલે છીછરી વિચારસરણીના ચક્કરમાં તેને હડસેલી મૂકે છે. ભૌતિક સુખો અને વાસનાઓની પરિતુષ્ટિ માટે ધન જોઈએ.
માણસના આકર્ષણનું બીજું કારણ દૈહિક સુખો છે, વિલાસવૃત્તિ છે. ક્ષુદ્ર વાસનાઓ તેની પાસેથી સંયમ છીનવી લે છે. ગમે તે માર્ગે ધન સંચિત કરવાની વૃત્તિ તેનામાં ભ્રષ્ટાચાર જન્માવે છે, સત્તાલોભ અને સત્તાના દુરૂપયોગની વૃત્તિ બહેકાવે છે.
માણસ આત્મકેન્દ્રી બને ત્યારે માત્ર પોતાનો જ વિચાર કરે છે. પરિણામે એના જીવનમાં પ્રેમને બદલે સ્વાર્થ, લાગણીને બદલે ઉપયોગિતા, ભાવનાને બદલે ગણતરીઓ અને સહિષ્ણુતાને બદલે અહંકાર, ક્રોધની અનિયંત્રિત અભિવ્યક્તિ અને બદલાની વૃત્તિ પ્રબળતા ધારણ કરે છે. આત્મકેન્દ્રી મનુષ્ય માત્ર ‘સ્વ’ એટલે કે પોતાની જાતને જ મહત્ત્વ આપતો હોઈ તેના જીવનમાં પરોપકાર, ક્ષમાભાવ અને અન્યના સુખનો વિચાર કરવાની ભાવના ગૌણ બની જાય છે. પ્રેમનું સ્થાન મોહ લઈ લે, ધર્મનું સ્થાન ધન લઈ લે, વિદ્યાનું સ્થાન વ્યર્થવિવાદ અને વિતંડાવાદ લઈ લે, સેવાનું સ્થાન ધન સત્તાલોભ અને ધનેષણા લઈલે, ત્યાગનું સ્થાન પરિગ્રહ લે, સંયમનું સ્થાન સ્વચ્છંદતા લઈ લે, શક્તિ પરપીડનમાટે વપરાય ત્યારે સમાજ, દેશ-દુનિયા પતિત થાય છે. ગુણદર્શનની દ્રષ્ટિઘટે છે, દોષદર્શનની દ્રષ્ટિ બહેકે છે.
અહીં એક દ્રષ્ટાન્ત-કથા ટાંકવાનુ મન થાય છે, સુબોધકથાસાગરમાં સંચિત ‘ના,હું તો જઈશ’માં વર્ણવ્યા મુજબ કોઈ એક મહાત્માનો શિષ્ય તીર્થયાત્રા કરવા ગયો. તે જ્યારે પાછો આવ્યો ત્યારે તેના ગુરૂના ઘર પાસે તેને એક માણસ મળ્યો. તેણે પેલા શિષ્યને પૂછ્‌યું ઃ ‘‘ક્યાં જાઓ છો ?’’ શિષ્યે કહ્યું ઃ ‘‘હું મારા ગુરૂના દર્શને જાઉં છું.’’ પેલા માણસે કહ્યું ઃ ‘‘તમારા ગુરૂ તો કાળવશ (મૃત્યુ) થઈ ગયા છે.’’ શિષ્યે કહ્યું ઃ ‘‘હું એમનો અગ્નિસંસ્કાર કરીશ.’’ પેલા માણસે વળી પાછું ઉમેર્યું ઃ ‘‘તમારા ગુરૂનો અગ્નિસંસ્કાર પણ પતી ગયો.’’
શિષ્યે કહ્યું ઃ ‘‘તો પછી હું ગંગામાં તેમનું અસ્થિ વિસર્જન કરીશ.’’ પેલા માણસે જણાવ્યું ઃ ‘‘તમારા ગુરૂજીનાં ફૂલ (અસ્થિ) પણ ગંગાજીમાં પહોંચી ગયા.’’
‘‘તો પછી હું ગુરૂના અવસાન નિમિત્તે તેમના શ્રઘ્ધાપૂર્વક ભંડારો કરીશ.’’ પેલા માણસે કહ્યું ઃ ‘‘અરે ! ભંડારો પણ થઈ ગયો.’’
શિષ્યે કહ્યું ઃ ‘‘ગમે તેમ હોય પણ હું ગુરૂ રહેતા હતા ત્યાં જઈશ અને એ પવિત્ર ભૂમિનાં દર્શન કરીશ.’’
ગુરૂના નિવાસસ્થાને પેલો માણસ પહોંચ્યો ત્યારે ગુરૂ જીવતા હતા. શિષ્ય તેમને નમસ્કાર કરીને બેઠો અને પેલા માણસે કહેલી ગુરૂના અવસાનની વાત તેમને કહી.
ગુરૂએ કહ્યું ઃ ‘તે માણસ જુઠ્ઠું નથી બોલ્યો. તે માણસે મારી પાસે આવીને મને ઈશ્વરથી વિમુખ કર્યો. એ ઘડીએ મારું મરણ થયું, એમ સમજો. ત્યારબાદની ઘડીઓમાં મારા અગ્નિસંસ્કાર, ગંગાજીમાં અસ્થિ વિસર્જન, ભંડારો એ બઘું ચાર ઘડીઓમાં પતી ગયું એમ માન. માણસ ઈશ્વર અને ધર્મને વિસરે એ જ એનું મરણ છે. પેલો માણસ ગયો એટલે મેં મારા મનને સાંસારિક બાબતોમાંથી પાછું ખેંચી પરમાત્મામાં પરોવી દીઘું ત્યારે હું જીવતો થઈ ગયો. મારો આ બીજો જન્મ છે. તાત્પર્ય એ છે કે મન સત્યમય ઈશ્વરથી હટી જાય છે, તે જીવતાં મૂઆ બરાબર છે.’’
આજનો માણસ વિવેક ભ્રષ્ટ થયો. સંયમ ભ્રષ્ટ થયો છે એટલે જ એના જીવનમાંથી પવિત્રતા, માનવતા અને નૈતિકતાનો હ્રાસ થયો છે. માણસ આત્મકેન્દ્રી, સ્વાર્થી અને ક્ષુદ્રવાસનાઓનો શિકાર બને ત્યારે તે માનવીય ગુણોની લેશમાત્ર પરવા કરતો નથી.
માણસને ઓળખવાનું કામ અતિ મુશ્કેલ છે. એટલે જ કદાચ પેલી કહેવત પ્રચલિત થઈ હશે કે વિશ્વમાં બે જ વ્યક્તિ ખરા અર્થમાં માણસ છે. એક જે મૃત્યુ પામ્યો છેઅને બીજો, જે હજી જન્મ્યો નથી.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved