Last Update : 25-April-2012, Wednesday

 

જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાની હિચકારી ઘટના
હોળીના રંગ પર્વના દિવસે કતકપરા ગામ ઉન્માદના હિલોળે ચઢ્‌યું ઃ રાત્રે ગામલોકોમાં ખળભળાટમચી ગયો

ક્રાઇમવોચ - જયદેવ પટેલ

- હોલિકા પૂજન કરતા એક હવસખોર માસુમ બાળકીને ઉઠાવી નાસી છૂટ્યો ઃ વાડીમાં બાળકીને ચૂંથી નાંખીને હત્યા કરી
- બનાવને નજરે જોનાર કોઈ સાક્ષી ન હતો ઃ માત્ર સાંયોગિક પુરાવા માન્ય રાખીને અદાલતે નરાધમને જન્મટીપ ફટકારી


જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખોબાજેવડા નાનકડા ગામ કતકપુરના ગામવાસીઓમાં તે દિવસે ભારે ખળભળાટ મચી ગયો હતો. ફાગણ માસની પૂનમના હોળીના રંગોત્સવના પર્વે આખુય ગામ ‘‘હોલી હૈ ભાઈ હોલી હૈ... બૂરા મત માનો હોલી હૈ...!!’’ના નારા ગજાવતુ અને એકબીજા ઉપર રંગોની છોળો ઉડાડતું હરખ તથા ઉન્માદના હીલોળે ચડ્યું હતું. હોળીના ફાગના ગીતોથી વાતાવરણ મદમસ્ત બની ગયું હતું. હરખભર્યા માહૌલમાં દિવસ ક્યાંય પસાર થઈ ગયો તેનો એહસાસ સરખોય ગામલોકોને આવ્યો ન હતો. સાંજના આગમન પૂર્વે યુવકો તથા કિશોરોની ટોળકીએ ગામના ચોકમાં હોલિકાના પ્રાગટ્યની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
ગામના ચોકમાં વર્તુળ રચીને લાકડા અને છાણાં ગોઠવીને હોલિકાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. ગામનો ઢોલી ખૂણા ઉપર ઊભો રહીને ઢોલ વગાડતા ગામલોકોને હોલિકાના પ્રાગટ્યનો સંદેશો પાઠવી રહ્યો હતો. થોડીક જ વારમાં ગામના સ્ત્રી-પુરૂષો, યુવક-યુવતીઓ તથા બાળક-બાલિકાઓ ટોલે વળીને હોલિકા પૂજનની તૈયારીમાં ગોઠવાઈ ગયા હતા. પ્રણાલિકાગત હોલિકાનું અગ્નિપૂજન કરવામાં આવ્યું ત્યારે વર્તુળાકારે ઊભા રહેલા સહુકોઈએ નમન કરીને ગામનું વરસ સારુ નીવડે તેવી મનોમન પ્રાર્થના કરી હતી. આ પછી હોળીની ઊંચે ને ઊંચે ઊઠી રહેલી અગન જ્વાળાઓની ચોતરફ રચેલા વર્તુળ નજીક ગોઠવાયેલા સ્ત્રી-પુરૂષોએ હાથમાં રાખેલા લોટા કે કળશથી જળની ધારા રેલાવતા પ્રદક્ષિણા કરી હતી. હોલિકામાં ભાવિક સ્ત્રી-પુરૂષો તરફથી પધરાવાયેલા શ્રીફળને શરીરને દઝાડી મૂકતી અગનજવાળાઓની પરવા કર્યા વિના વાંસ કે લાકડીના સહારે તેને બહાર ખેંચી લાવવાનીયુવકો વચ્ચે હોડ જામી હતી. હળવે-હળવે અવનિ ઉપર અંધકાર ઉતરી આવ્યો ત્યારે ગામલોકો આ પર્વ નિમિત્તે ઘરમાં તૈયાર કરેલા મીઠા ભોજનનો સ્વાદ માણવા ઘર તરફ રવાના થયા હતા.
આમ મોટાભાગના ગામલોકો રાત્રિ વાળુ કરવા તેમના ઘેર પહોંચીગયા હતા ત્યારે એક ફળિયામાં રહેતા પરિવાનરા પતિ-પત્ની રઘવાયા બનીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્રણ વર્ષની તેમની અબુધ દીકરી ક્યાં ગૂમ થઈ ગઈ ? એ વિચારથી વ્યગ્ર બની તે બાળકીના નામના પોકારો કરતા ગામના ચોકમાં હોલિકાથી થોડેક છેટે બેસીને ગપસપ મારી રહેલા યુવકોને તેમની દીકરીને કોઈએ જોઈ છે ? તેવી પૂછપરછ કરી રહ્યા હતા. આ પછીતો ગામની નાનકડી બાળકી ગૂમ થઈ ગઈ હોવાની વાત ચારેબાજુ ફરી વળી ત્યારે આખુયે ગામ ચોકમાં ભેગુ થઈગ યું હતું. નાનકડી બાળકી ક્યાં ગઈ ? શું કોઈ તેને ઉઠાવી ગયું ? તેવા મુંઝવતા પ્રશ્નો એકબીજાને પૂછતા સહુ અમંગળની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા.
ગામલોકોની શોધખોળ છતાં ક્યાંયથી બાળકીની ભાળ મળી ન હતી. મધરાતના બાર વાગી ચૂક્યા. ફળીયાના લોકો જેને લાડથી ‘અમલી’ કહીને બોલાવતા હતા તે અમીના રહસ્યમય રીતે ગાયબ થઈ જવાની ઘટનાએ પરિવારના સભ્યોમાં હૈયાફાટ કલ્પાંત મચી ગયું હતું. જ્યારે ગામલોકોમાં આખો દિવસ માણેલ ઉલ્લાસ તથા હરખ વીલાઈ ગયો હતો. સહુ કોઈના મનમાં બસ એક જ સવાલ ઊઠી રહ્યો હતો કે નાનકડી અમલી ક્યાં ગઈ ?
હોળી પછીનો બીજો દિવસ એટલ ઘૂળેટી. ઘૂળેટીનું બાકી રહેલું રંગોત્સવનું પર્વ કતકપુરા ગામ ગમગીનીમાં ડૂબી ગયું હતું. હવે તો ગામલોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરવાનું નક્કી કર્યું હતું. નાનકડી અમલીના વિલાપ કરી રહેલા માતા-પિતાને સાથે લઈને ગામના કેટલાક આગેવાનો માણાવદર પોલીસ મથકે પહોંચ્યા હતા. ્‌મદાવાદ શહેર પોલીસ મથકના નારણપુરા પોલીસ મથકના સીનીયર પોલીસ ઈન્સ્પેકટર શ્રી એચ. બી. જમોડ ત્યારે માણાવદર પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. પોલીસ મથકે આવી પહોંચેલા ગામલોકોએ હોળીની સાંજના નાનકડી અમલી એકાએક ગૂમ થઈ ગયાની વાત વેદના સાથે વ્યક્ત કરી હતી. અમલીના મા-બાપના કારૂણ્યમય કલ્પાંતથી વિચલિત બની ગયેલા અધિકારી શ્રી જમોડે સહુને ધીરજ બંધાવીને હોલિકા પ્રાગટ્યની વિધિ પ્રસંગે નાનકડી અમી કોની જોડે ઊભી હતી તેનો તાગ જાણવાની કોશિશ કરી હતી.
અમીની માતા પાસેથી જાણવા મળ્યું હતું કે તેના ભાઈનો સાળો હોળીનું રંગપર્વ મનાવવા કતકપરા ગામે આવ્યો હતો. સાંજના ટાણે ચોકમાં ગામલોકો હોલિકાના પૂજનવિધિમાં જોડાયા હતા ત્યારે આ યુવકને પણ નાનકડી બાળકીને તેડીને પૂજા કરતા કેટલાક લોકોએ જોયો હોવાની વાતનો પણ કેટલાકે સૂર પૂરાવ્યો હતો. કતકપરા ગામમાં મહેમાન બનીને આવેલા આ યુવક સાથે કેટલાક ગામલોકોએ અમલીને જોવાની વાત જાણ્યા બાદ તપાસ અધિકારીના મનમાં શંકાનો સળવળાટ થયો હતો.આથી યુવકને શોધી કાઢવાનું પહેલા નક્કી કરીને ગામલોકોને તેમના ગામ વિદાય કરવાની પોલીસ તૈયારી કરી રહી હતી ત્યાં જ એક ચોંકાવનારી વાત જાણીનેસહુના ચહેરા ઝંખવાઈ ગયા હતા. મોટી મારડ ગામનો વતની દેવજી ઉર્ફે મુન્નો જીકાભાઈ કતકપરાનો પરોણો બનીનેઆવ્યો હતો અને તે જ ગામનો વેરી બની જશે તેવી કોઈના મનમાં શંકા સરખીયે ન હતી.
આ અગાઉ અમલીની માતાની ફરિયાદના આધારે પોલીસે ઈ.પી.કો. કલમ ૩૬૩ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેમાં બાળકીને ઉઠાવી જવાના આક્ષેપસર દેવજી ઉર્ફે મુન્નાને ઘેરાવામાં લેવામા આવ્યો હતો. માણાવદર પોલીસમથકના તપાસ અધિકારીની હૈયાધારણથી આભાર વ્યક્ત કરતાં ગામલોકો જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ ટેલિફોનની ઘંટડી રણકી ઊઠતા ઘડીભર સહુકોઈ ત્યાં જ થોભી ગયા હતા. સામાછેડા ઉપરથી વાત કરી રહેલા પંચાયતના સભ્ય રમણિકભાઈ પટેલે ચોંકાવનારી માહિતી આપી હતી. ગામના પાદરમાં આવેલી ગોવંિદભાઈ પટેલ (ગોરધનભાઈ પટેલ)ની વાડીમાં લીંબુડીના ઝાડ નીચે બાળકીની અર્ધનગ્ન હાલતમાં લાશ પડી છે. આ પછી તો પોલીસ મથકમાં ખળભળાટ મચી ગયો. પોલીસ અધિકારી એમ. બી. જમોડ તેમના સ્ટાફ તથા ગામલોકોને સાથે લઈને ગામના પાદરની વાડી પર દોડી આવ્યા હતા. માસુમ બાળકીની અર્ધનગ્ન હાલતમાં લાશ પડી હતી. તેના ઉપર અમાનવીય બળાત્કાર ગુજારનાર નરાધમે તેનું ગળું દબાવીને મોતની ગોદમાં સુવાડી દીધી હોવાના ચિહ્નો પોલીસને જોવા મળ્યા હતા. પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રવાના કર્યા બાદ સઘન તપાસ શરૂ કરી હતી.
કતકપરા ગામમાં તપાસ શરૂ કરી ત્યારે દેવજી ઉર્ફે મુન્નો રફુચક્કર થઈ ગયો હતો. બસ હવે તો નાનકડી બાળકીને ઉઠાવી જઈને તેના ઉપર બળાત્કાર ગુજારીને પારેવાની જેમ પીંખી નાંખનાર હત્યારો પણ ગામમાંથી ગાયબ થઈ ચૂક્યો હોવાની હકીકત પ્રકાશમાંઆવી ત્યારે તો પોલીસના મનમાં ધૂંટાઈ રહેલી શંકાનું પણ નિરાકરણ થઈ ગયું હતું. હવે નરાધમની શોધખોળ ચારે દિશામાં પોલીસે શરૂ કરી દીધી હતી. આ સાથે જ પોલીસ ઈન્સ્પેકટર એચ. બી. જમોડે આરોપીની ઘટનાના દિવસની ગતિવિધિ તથા તેની વર્ણણુંકની કડીબદ્ધ માહિતી એકસૂત્રમાં ગોઠવયાની કાર્યવાહી આરંભી હતી.
જે દરમ્યાન પોલીસે આરોપીની ગૂનો કરવા પહેલાની તૈયારી તથા ગૂનાને અંજામ આપ્યા પછી તેને છુપાવવાની પેરવી વગેરે અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, ગામના પાદરની વાડીમાં માસુમ બાળકી ઉપર બળાત્કાર ગૂજારીને તેને રહેંસી નાંખીને રાત્રિના અંધકારમાં નાસી છૂટેલો હવસખોર દેવજી ઉર્ફે મુન્નો કોઠારીયા ગામે તેના એક ઓળખીતાના ઘેર રાત્રે એક વાગ્યે પહોંચ્યો હતો. જ્યાં પરિચિતે હત્યારાના ખમીસ ઉપર લોહીના ડાઘ જોઈને સહજ પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું હતું કે- ‘‘રાત્રે હું તમારા ઘેર આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં બેકૂતરા એક સસલાને ફાડી ખાતા જોયા હતા. આથી દયાભાવથી પ્રેરાઈને મેં પથ્થરો ફેંકીને કૂતરાને ભગાડી મૂક્યા હતા. ત્યારબાદ લોહી નંિગળતી હાલતમાં સસરાને ઉંચકીને બચાવી લીઘું હતું. જેને હું ખેતરના ખૂણામાં સુરક્ષિત સ્થળે મૂકી આવ્યો હતો. આથી મારા ખમીશ ઉપર લોહીના ડાઘ પડ્યા છે.’’
નાનકડી અમલી ઉપર બળાત્કાર તથા હત્યાની ઘટનાને નજરે નિહાળનાર કોઈ ‘આઈ વિટનેશ’ ન હતો. આ સંજોગોમાં પોલીસે સાંયોગિક પૂરાવાનો આધાર લીધો હતો. ગામના ચોકમાં પ્રગટાવેલ હોલિકા નજીકથી બાળકીને ઊંચકીને નાસી છૂટેલા આરોપીએ ગામની નાનકડી હાટડી ઉપરથી બાળકીને બિસ્કીટનું પેકેટ અપાવ્યું હોવાની માહિતીના આધારે દુકાનદારને પણ સાક્ષી તરીકે રજુ કર્યો હતો. જુનાગઢ જિલ્લા સેશન્સ અદાલતની ફાસ્ટ કોર્ટ સમક્ષ આ ચકચારભર્યો કેસ ચાલી ગયો હતો. જેમાં ન્યાયાધીશે હવસખોર હત્યારા દેવજી ઉર્ફે મુન્નાને ગૂનેગાર ઠરાવીને આજીવન કઠોર કારાવાસની સજા ફટકારી હતી.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved