Last Update : 25-April-2012, Wednesday

 

પિયરમાં પડી રહીને રોટલા ને ઓટલા તોડતી છ નણંદોએ એક સ્ત્રીને મેલી વિદ્યાવાળી કહીને બદનામ કરી નાખી !!

અસમંજસ - જોબન પંડિત

- ‘જુઓને ભુવાજી, અમારી ભાભીની બહેને તો મેલી વિદ્યા નથી કરી ?’ આ સવાલ જ એવો છે કે ભુવાના હોઠ પર તારું જ નામ આવી જાય !
- ત્રિપદા ! છેલ્લો ટાર્ગેટ તું નથી, છેલ્લો ટાર્ગેટ તો છે તેમની ભાભી અર્થાત્‌ તારી નાની બહેન, કારણ કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે બિન્દાસ્ત રંગરેલિયાં મનાવવાં છે !

પંડિતજી,
મારું નામ ત્રિપદા છે. મારી ઉંમર પચાસ વર્ષની છે. મારી નાની બહેન અને મારી વચ્ચે પ્રગાઢ પ્રેમ છે. અમારી વચ્ચે કોઈ વાતે મતભેદ નથી... પણ છેલ્લા કેટલાક સમયથી મને જે રીતે મારી નાની બહેનની નણંદો ચીતરી રહી છે, તેનાથી હું ખૂબ જ પડી ભાંગી છું. કોઈની સાથે ન બને એવું મારી સાથે બન્યું છે.
મારી નાની બહેનની નણંદોએ મારી વાટ લગાડી દીધી છે. મને સાવ બદનામ કરી નાખી છે. એટલી બદનામ કોઈ મારી સાથે વાત કરવાનું પણ પસંદ ન કરે. સૌ મારાથી ભાગતાં ફરે. હા, મારી બહેનનો પરિવાર સાધન સંપન્ન અને સુખી છે... મારી નાની બહેનને છ તો નણંદો છે... પણ તેની બધી જ નણંદો અંધવિશ્વાસમાં ડૂબેલી છે. મારી બહેનને તેઓ કહે છે ઃ ‘તારી મોટી બહેન તો ભૂતપ્રેતની જાણકાર છે. તે મંત્ર-તંત્ર જાણે છે. તે મેલી સાધના કરે છે !’
પંડિતજી, તેની નણંદો ભુવાઓ પાસે પણ ગયેલી છે. કોઈ માદું પડે તો ભુવા પાસે જાય. પૂછે... તો ભુવો ઘૂણીને કહે ઃ ‘તમારી ભાભીની મોટી બહેને કાવતરું કર્યું છે... તમારી ઉપર તેણે મેલી વિદ્યા કરી છે !’ પછી ભુવો દોરા ધાગા આપે. ઘણા ભુવાઓ પાસે ગયા તો તે બધા મારી જ વાત કરે.... જોકે તે પૂછે પણ આ રીતે ઃ ‘ભુવાજી, મારી ભાભીની મોટી બહેન મેલીવિદ્યા વાળી છે. જોઈ આપોને કે એણે તો કંઈ કર્યું નથીને ?’ ને પછી ભુવો ઘૂણીને મારું નામ જ લે. બસ, વહેમ ! શંકા ! અંધશ્રદ્ધા ! મને વગોવવાનું વ્રત લઈને જ બેઠી છે નણંદો. તેમની આવી બધી વાતોથી ભરમાઈ જઈને મારા બનેવી મને મળતા નથી તથા ફોન પર વાત પણ કરતા નથી. આજ સુધીમાં ભુવાઓ પાછળ લાખેક રૂપિયા વાપરી ચૂક્યા છે... ભુવા બદલાતા રહે છે.
બીજી એક વાત આપને કહી દઉં કે મારા બનેવી અન્ય સ્ત્રીમાં રસતરબોળ છે. આમ મારા બનેવી બે સ્ત્રીઓમાં વહેંચાઈ જવાથી મારી નાની બહેન પણ માનસિક રીતે ત્રસ્ત છે... તે આવી ભૂત-ભુવાની વાતોમાં માનતી નથી.. પંડિતજી, મને બદનામી મળી રહી છે. હું શું કરું ?
- ત્રિપદા
ત્રિપદા, આ એકવીસમી સદીમાં પણ માણસો અંધશ્રદ્ધાની આટલી ગહન ગર્તામાં ડૂબેલાં જાણીને આશ્ચર્ય થાય છે... જગત આખું વિજ્ઞાનની ક્ષિતિજો ભણી ધસમસતું આગળ વધી રહ્યું છે. લોકોના અંધવિશ્વાસની ગાંઠો છૂટી રહી છે, ત્યારે ભૂત-ભુવા અને ડાકલાંમાં ડૂબેલા લોકોની વાત આઘાતજનક જ છે. જેનું અસ્તિત્વ આજદિન સુધી વૈજ્ઞાનિક ધોરણે સિદ્ધ થઈ શક્યું નથી એવી પ્રેતયોનિની વાતોમાં કેટલાં બધાં લોકો મૂર્ખ, કમઅક્કલ અને અજ્ઞાની હોય તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. પ્રત્યક્ષ પુરાવા વગરની આવી વાતો આજે તો હાસ્યાસ્પદ બની રહી છે !
પણ શું થાય ? માણસની ભીતરમાં પડેલી માનસિક નબળાઈનો લાભ ઉઠાવનારા ભુવાઓ, બાપુઓ અને બાબાઓની દુકાનો ધમધોકાર ચાલે છે... તારા કિસ્સામાં પણ આમ જ બનવા પામ્યું છે. તારી નાની બહેનની નણંદોને તું કોઈક કારણસર ખટકતી હોઈશ... અને છએ ઉસ્તાદ નણંદોએ ભુવાઓને મોઢે તારું નામ બોલાવીને સિફતથી તને બદનામ કરવાનો ઉદ્યમ શરૂ કરી દીધો ! કોઈકને બદનામ કરવાનો, ઉતારી પાડવાનો અને બદલો લેવાનો કેટલીક કોમોમાં એ ય અંધવિશ્વાસની જ્યાં બોલબાલા હોય એવી કોમોમાં આ સાવ સરળ રસ્તો છે. એટલે સુધી કે કોઈને ડાકણ બનાવીને એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. કારણ ? ભુવાએ કહ્યું કે આ સ્ત્રી ડાકણ છે ! ખરેખર તો આવા ભુવાઓને જ કડકમાં કડક સજા કરવાની જરૂર છે.
મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે છ એ છ નણંદો પિયરમાં કેમ પડી રહી છે ? કે પછી ભાઈની અઢળક સંપત્તિ પર કબજો મેળવવાની યોજના તો નથી ? જે હોય તે એક વાત જરૂર છે કે નણંદોનો આખરી ટાર્ગેટ તું નથી, પણ તારી નાની બહેન છે, ને સાંભળ, તેમનો સવાલ જ એવો હોય છે કે ભુનો તારું જ નામ લે !
તારા બનેવી અન્ય સ્ત્રીની સાથે અનૈતિક સંબંધો ધરાવે છે ને તેની સાથેના સંબંધમાં તેઓ રસતરબોળ છે.... કદાચ એવું પણ હોય કે તારી નાની બહેનને કાઢવાનું આ આયોજનપૂર્વકનું કર્મ હોય ! તારી બહેનનો કાંટો વચ્ચેથી કાઢવાની પેરવી પણ હોય ! છેવટે તો દોષનો ટોપલો એના માથે જ આવવાનો છે.
પણ તારે ડગવાની જરૂર નથી. ભલે એ બદનામ કરવા મથે. એમ તો તું ય કોઈ ભુવાને મળીને તારી એકાદ નણંદને બદનામ કરી શકે છે. તારા બનેવીની આસપાસ તેમની છ બહેનોનું ટોળું છે.
સાચી વાત તો એ છે કે તારી નણંદો જ આરોપીના પાંજરામાં છે. પોતાનું ઘર અને વર છોડીને પિયરમાં પડી રહેનાર સ્ત્રી નિર્દોષ જ હોય એવું શી રીતે બને ? ખરેખર તો છ એ નણંદોને કોઈ નિષ્ણાત મનોચિકિત્સકને બતાવવાની જરૂર છે... ભૂત બીજે ક્યાંય નથી, ભૂત એમના મનમાં જ ધૂસી ગયેલું છે.
ને તારી બહેનને ત્રાસ જ હોય તો પિયર બોલાવી લે. બિચારી ક્યાં સુધી છાતી પર સળગતી સગડી લઈને જીવે ? તારી જ્ઞાતિના આગેવાનોને પણ મળ... ને સાચી વાત જણાવે... નાની બહેનના પતિના લફરાની પણ વાત કર... પિયરમાં જ ધામા નાખીને પડી રહેલી તારી નણંદોની પણ વાત કર... ચંિતા ન કર. સમાજ સાચી વાત જાણશે ત્યારે તેમના પર ફિટકાર જરૂર વરસાવશે... તારી નાની બહેનને સમજાવી લે... થોડોક સમય ભલે પિતૃગૃહે રહે... ત્રાસમાંથી એટલો છુટકારો થશે ! ને બંને બહેનો સાચી વાત જ્ઞાતિના આગેવાનો સુધી પહોંચાડી શકશો... સાચા અર્થમાં પિયરના રોટલા ને ઓટલા તોટતી સાચા અર્થમાં છ એ ‘ભૂતડી’ઓની સાન ઠેકાણે આવશે. એમના સાસરિયાંને પોતાની વહુઓનાં કાવતરાંની જાણ થશે... તું હંિમતથી કામ લે, દીકરી ! ઓલ ધ બેસ્ટ.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved