Last Update : 25-April-2012, Wednesday

 
વણદેખેલી આ ભોમ દેખેલી કેમ લાગે છે?
બુધના ગ્રહથી મોટો, મંગળ કરતાં વધારે સક્રીય, પૃથ્વી કરતાં વધારે જાડાઈનું
વાતાવરણ ધરાવતાંશનિના ૬૦ ચંદ્રો પૈકી સૌથી મોટો ચંદ્ર ટાઈટન પર મીથેનનું ઘુમ્મસ વીંટળાયેલું છે.

નવી દિલ્હી, તા.૨૨
બિહારમાં ભાજપ અને જનતા દળ (યુ) વચ્ચે ચાલી રહેલી તડાફડીનો કોંગ્રેસ પૂરો આનંદ લઇ રહી છે. તેણે આ ચકમકને 'રાજકીય તમાશો' ગણાવી છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે જનતા દળ (યુ) ભાજપ સાથે છેડો ફાડી નાખે, તો પણ કોંગ્રેસને તેની સાથે કશી લેવાદેવા નથી. કોંગ્રેસ અગાઉથી જાહેર થયા પ્રમાણે બિહારમાં એકલપંડે જ ચૂંટણી લડશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથેની વાતચીત પરથી એટલું તો સમજાય છે કે બિહારમાં કોંગ્રેસ કંઇક ચમત્કાર કરી બતાવે એવી સંભાવના બહુ પાંખી છે. જનતા દળ (યુ) અને ભાજપ છૂટાં પડે કે ભેગાં રહે, પણ તેનાથી કોંગ્રેસને ઝાઝો ફાયદો થવાની સંભાવના નથી. તેનું કારણ છે નબળું સંગઠન અને જૂથબંધી.
છેલ્લાં પાંચ વર્ષમાં પક્ષ પોતાની મતબેન્ક ઉભી કરી શક્યો નથી. તે કેવળ ઉપલા વર્ગ પર મદાર રાખતો હોવાનું જણાય છે. પરંતુ એ મતબેન્ક ઉપર ભાજપનું ઠીક ઠીક વર્ચસ્વ છે.
બિહારમાં મુસ્લિમોની વસ્તી મોટી છે. તેમનાં મન જીતવા માટે નીતિશકુમારે કોઇ કસર છોડી નથી. ગુજરાતના મુખ્ય મંત્રી અને હિંદુત્વના પોસ્ટર બોય ગણાતા નરેન્દ્ર મોદી સાથેની તેમની તડાફડીના પાયામાં મુસ્લિમ મત હતા.
અન્ય પછાત વર્ગોના મત રાષ્ટ્રિય જનતા દળ, લોકજનશક્તિ પક્ષ અને જનતા દળ (યુ) વચ્ચે વહેંચાઇ જવાની શક્યતા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં લાલુપ્રસાદના રાજદને ૫૬ અને રામવિલાસ પાસવાનના લોજપને ૧૨ બેઠકો મળી હતી. પાસવાન હમણાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટાતાં તેમનો દબદબો થોડો વધ્યો છે.
કેટલાક કોંગ્રેસીઓને એ વાતનો પણ વાંધો છે કે બિહાર કોંગ્રેસના વડા અનિલ શર્મા તથા રાજ્યના પ્રભારી જગદીશ ટાઇટલર સામે પગલાં લેવામાં પક્ષની નેતાગીરીએ ઘણો વિલંબ કર્યો. એ બન્નેના ટેકેદારો રીતસર મારામારી પર ઉતરી આવતા હતા. બન્નેને હમણાં દૂર કરાયા પછી પણ જૂથવાદની બોલબાલા ચાલુ રહી છે.
એ જ રીતે અનિલ શર્મા અને રામજતન શર્માના ટેકેદારો વચ્ચેનો સંઘર્ષ પણ અવિરત ચાલે છે. હમણાં તે સદાકત આશ્રમમાં લડયા હતા. અનિલ શર્માના ટેકેદારોનો દાવો છે કે શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષને મળેલા કુલ મતની ટકાવારી વધી, જ્યારે રામજતન શર્માના ટેકેદારો રામજનત માટે એવો દાવો કરે છે કે એ ૨૦૦૩-૦૪માં પક્ષના વડા હતા ત્યારે કોંગ્રેસની મત ટકાવારી વધારે હતી.
આ સ્થિતિમાં જગદીશ ટાઇટલરની જગ્યાએ આવેલા મુકુલ વાસનિક માટે કપરાં ચઢાણ છે. કેમ કે, ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત દસ જ બેઠકો મળી હતી. એટલું જ નહીં, છેલ્લાં ૨૦ વર્ષમાં એકેય વાર બિહારમાં કોંગ્રેસને ૧૦ ટકા જેટલી બેઠકો પણ મળી નથી.
વાઘા-અટ્ટારી સરહદે ઇતિહાસ
૨૫ જૂનના શુક્રવારે ક્વીન્સ બેટન પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રવેશ કરશે ત્યારે વાઘા-અટ્ટારી સરહદે ઇતિહાસ રચાશે. આ બેટન કોમનવેલ્થ ગેમ્સના ચેરમેન સુરેશ કલમાડી સરહદે યોજાનારા ભવ્ય સમારંભમાં સ્વીકારશે. આવતા ૧૦૦ દિવસમાં આ બેટન ભારતભરમાં ફરશે અને કોમનવેલ્થ રમતોત્સવના ત્રણ દિવસ પહેલાં દિલ્હી આવી જશે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved