Last Update : 25-April-2012, Wednesday

 

કામક્રીડા વખતે ન કરવા જેવી બાબતોની યાદી પણ યાદ રાખવા જેવી છે

અંગત અંગત- મુકુલ ચોક્સી

 

‘ડ્રોઇંગરૂમ એટીકેટ્‌સ’ની જેમ ‘બેડરૂમ એટીકેટસ’ પણ મહત્ત્વની બાબત છે. બેડરૂમમાં શું શું કરવું એ જાણવું જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું શું શું ન કરવું એ જાણવું છે. કામક્રીડાની પોતાની પણ એક પવિત્રતા હોય છે. કામમંદિરમાં પ્રવેશતી વખતે તેના નિષેધો પણ પાળવા જરૂરી છે. આંતરડાના સ્વાસ્થ્ય માટે જેમ કેટલીક પરેજીઓ પળાવી જોઈએ તેમ કામસ્વાસ્થ્ય માટે પણ કામપરેજીઓની યાદી જાણી લેવી જોઈએ. અલબત્ત તેમાં વ્યક્તિગત તફાવતો તથા ગમા-અણગમાઓને અચૂક અવકાશ છે...પરંતુ કેટલાક ‘કામનિષેધો’ સર્વવ્યાપક, સર્વકાલીન છે.
સમાગમ વખતે પહેલી ત્યાજ્ય બાબત હોય તો તે છે ફરિયાદો, કકળાટો, ઝઘડા, માગણી, આક્ષેપો, બબડાટો તથા કૂથલીઓ. આમ જોઈએ તો આ બધી જ બાબતો જીવનમાત્ર માટે ત્યજવા જેવી બાબતો છે, પરંતુ સમાગમ વખતે સવિશેષપણે આવી બાબતોથી દૂર રહેવું જરૂરી છે. અમુક પુરુષો કામક્રીડા વખતે શંકા, ઉલટતપાસ, ઇન્કવાયરી તથા ખુલાસાઓથી ફોરપ્લેની શરૂઆત કરે છે તો તે સ્ત્રી માટે ‘ફોરપ્લે’ મટીને ‘બોરપ્લે’ બની જતો હોય છે. સારો ફોરપ્લે ‘બોરપ્લે’ નહીં પણ ‘મોર પ્લે’ તરફ જતો હોવો જોઈએ. તો કેટલીક પત્નીઓને સમાગમ વખતે જ ‘રીક્ષાવાળા સાથે થયેલા ઝઘડા’ યા ‘પાડોશણે કરેલા અપમાનો’ યાદ આવે છે. અને તેનું વર્ણન બેઉનો મૂડ બગાડી નાખે છે. એક કવિએ રમૂજમાં આ આખી વાત ચોટદાર શાયરી રૂપે રજૂ કરી છે ઃ
‘‘અમુક પત્નીઓ બબડે છે હંમેશા યા બરાડે છે સતત કકલાટ ને કચકચમાં દિ આખો બગાડે છે મગર શ્રદ્ધાંજલિ જાણે પતિને આપતી હોય એમ સમાગમ વખતે કેવળ બે મિનિટનું મૌન પાળે છે.’’
અલબત્ત, આ વાત જરા જુદી છે, કેમકે કકલાટ અને કચકચ કરતી નેગીંગ વાઈવ્ઝ પણ સમાગમના સમયની આમન્યા જાળવીને તેટલા સમય પૂરતી તો ચૂપ રહીને મર્યાદા પાળે છે.
પણ કામક્રીડા દરમિયાન આવી ચૂપકીદી, મૌન કે નિઃશબ્દતા પણ નિષેધરૂપ છે. સ્પર્શ ભલે નોનવર્બલ કોમ્યુનિકેશનનું સર્વોત્તમ સ્વરૂપ છે, પરંતુ ચૂપ રહીને તમે તમારા સાથીને સુંદર શાબ્દિક, પ્રત્યાયનથી વંચિત રાખીને તેના કામરસમાં ઘટાડો કરવાનું જ કામ કરો છો, એ ન ભૂલશો. કામકર્મ દરમિયાન ઉદ્વેગપૂર્ણ, અણગમતી ભાષા જેમ નિષિઘ્ધ છે, તેમ જ દીર્ઘ ચૂપકીદી તથા તથ્યહીન મૌન પણ વર્જ્ય ગણાતી બાબત છે.
ઘણા લોકો નાની નાની આરોગ્યલક્ષી બાબતો પ્રત્યે લાપરવાહ હોય છે. તેનાથી દૈનિક જીવનમાં બહુ ઝાઝો ફરક પડતો નથી, પરંતુ સમાગમ દરમિયાન આવી કેટલીક બાબતો વિક્ષેપજન્ય બની જાય છે, તે યાદ રહેવું જોઈએ. ખંજવાળ, શરદી, ખાંસી, હેડકી, છીંક, પરસેવા, થૂંક, ટાચકા, બગાસા, વાછૂટ, ઓડકાર વગેરે જેવી ઘણી બધી બાબતો ફોરપ્લેના પાર્ટનરને થતા આનંદમાં અવરોધરૂપ બની શકે છે. જોકે બઘું બધી વાર ટાળવું શક્ય નથી છતાં તેમાં ઘટાડો કરી શકાય છે.
પાર્ટનરની અનિચ્છા હોય એ તમામ ક્રીયાઓ ટાળવી જોઈએ. ‘એગ્રેસીવ ફોરપ્લે’, ‘ઓરલ સેક્સ,’ ‘ઇરોટિક ટોકીંગ’ આ બઘું જ ભલે નોર્મલ અને સાહજિક હોય પણ જો પાર્ટનરને નાપસંદ કે નામંજૂર હોય તો તે સમાગમ દરમિયાન પ્રયોજાવું ઇચ્છનીય ન ગણાય.
સમાગમ વખતે બીજી એક બાબત ખાસ ખાસ ટાળવા જેવી છે અને તે છે ‘અન્ય બાબતો વિષેની વિચારણા’. કેટલાક પુરુષો ફોરપ્લે દરમિયાન ‘બાકી ઊઘરાણી’, જોબમાં આગળ વધવા માટેની સ્ટ્રેટેજી, દિવસ દરમિયાન કરવાના કામકાજોની યાદી વગેરે બધાની વિચારણા પણ સમાગમ દરમિયાન કરતાં હોય છે. જેમ મંદિરમાં પ્રભુની મૂર્તિ સમક્ષ આંખ મીંચીને શૅરબજારના ભાવોની ચડઊતર વિષે વિચારવું અયોગ્ય છે, તે જ રીતે કામક્રીડા દરમિયાન તે સિવાયની કોઈ પણ બાબત વિચારવી યોગ્ય નથી. કેટલાક પુરુષોને કામક્રીડાનો આનંદ લેવા જાય ત્યારે તરત ડીસ્ચાર્જ ઊર્ફે શીઘ્રસ્ખલનની સમસ્યા હોય છે. તેઓ એક સ્વઊપાર્જિત ઘરેલુ નુસ્ખા તરીકે આ તુર્તસ્ખલનને રોકવા પોતાના મનને કામાનંદમાંથી ડાયવર્ટ કરવા આડીઅવળી બાબતો વિચારતા હોય છે. આ પણ યોગ્ય નથી. તેનાથી બેઉના કામરસમાં ઘટાડો થાય છે. શીઘ્રસ્ખલન માટે યોગ્ય મેડીકલ ઉપચાર ઉપલબ્ધ છે, જે કરાવી લેવો જોઈએ.
બીજી એક ટાળવા જેવી બાબત છે, તે ‘ટેકન ફોર ગ્રાન્ડેડ’ એપ્રોચ. પાર્ટનરને ખબર જ છે અને તેને કંઈ વાંધો નથી એવી ધારણા હેઠળ થતી ઘણી પ્રક્રિયાઓ ખલેલયુક્ત હોવાની સંભાવના છે એ યાદ રહે.
સેક્સકર્મ વખતે‘અતિશય ઉતાવળ’ પણ ત્યાજવા જેવી બાબત છે. કેટલાક પુરુષો એટલા અઘીરા, ઉતાવળિયા યા અકરાંતિયા જેવા હોય છે કે તેઓ પાર્ટનરને હજુ મૂડમાં આવે તે પહેલાં જ ભોગવી લઈ સરવાળે અસંતુષ્ટ જ રાખતા હોય છે. પુરુષની આ ‘અતિશય ઊતાવળ’ માત્ર ‘કામ અસંતોષ’ જ જન્માવે છે એવું નથી. એનાથી અજંપો, વ્યગ્રતા, યોનિસ્ત્રાવનો અભાવ, પેઈનફુલ ઇન્ટરકોર્સ, પોસ્ટ કોઈટલ કન્જેશન એન્ડ બેકેક વગેરે અન્ય અનેક સમસ્યાઓ પણ જન્મતી જોવા મળે છે.
જેમ ‘અતિશય ઊતાવળ’ વાંધાજનક બાબત છે તેમ અતિશય વિલંબ પણ યોગ્ય નથી. કેટલીક વ્યક્તિઓ રીચ્યુઆલીસ્ટીક હોવાથી તેઓ પ્રત્યેક ઘટના ક્રમમાં એટલો પ્રલંબ કાળ વ્યતીત કરે છે કે પાર્ટનર કંટાળીને થાકી જાય છે. આમ અતિ ઉતાવળ અને અતિવિલંબ બંને ત્યાજ્ય બાબતો ગણાય.
સમાગમ દરમિયાન પાન-બીડી-સીગારેટ-તમાકુ-ગુટખા-ડ્રીંક્સ-ડ્રગ્ઝ વગેરે પણ પ્રોહીબીટેડ બાબતો ગણાવી જોઈએ. અલબત્ત, કેટલાક યુગલો હળવા આલ્કોહોલ કન્ઝમ્પસનને પસંદ કરે છે પણ તમાકુની પ્રોડક્ટસ મહદ્‌અંશે પાર્ટનરમાં એવર્ઝન જ જગાડે છે.
સેક્સ દરમિયાન પ્રાઈવસીનો અભાવ, અસ્વચ્છતા, શાંતિનો અભાવ વગેરે પણ વર્જ્ય ગણાય. અમુક સ્ત્રીઓને પતિનો વારંવાર રણકતો મોબાઈલ પણ વાંધાજનક લાગતો હોય તો તે પણ તત્કાળ ઘ્યાન દેવા જેવી બાબત ગણાય. સેક્સ દરમિયાન અનરોમેન્ટિક યા અનુત્તેજનાત્મક બધી બાબતો દૂર કરવી રહી. જો દોઢ વર્ષના નાના બાળકની હાજરી પણ સમાગમ દરમિયાન ખલેલરૂપ જણાય તો તેટલા સમયગાળા દરમિયાન તે બાળકથી પણ તેની સલામતિ જાળવીને દૂર થઈ શકાય (તે કામ પ્રસંગ પૂરતું)
વસ્ત્રો, ભાષાપ્રયોગ, બોડી લેંગ્વેજ, વગેરેમાં પણ નેગેટીવ સંકેતો યા નકારાત્મકતા ન કોમ્યુનિકેટ થાય એ જરૂરી છે. સેકસ્યુઅલ મેટર અંગે પતિ-પત્નિ વચ્ચે જે મતભેદ યા મનભેદ હોય તેની ચર્ચા પણ કામક્રીડા વખતે કરવાને બદલે અલગ સમયે કરી લેવાય તો વઘુ સારું. સેક્સ સમય પાળવાના નિષેધોની આ યાદીમાં હજુ ઘણા લોકો પોતાના અનુભવો વર્ણવીને ઘણો ઊમેરો કરી શકે છે.
છેલ્લો નિષેધ વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉપર સૂચવાયેલો નિષેધ છે. ઘણા પુરુષો અને સ્ત્રીઓ પોતાના શિશ્નોત્થાન તથા ઓર્ગેઝમ અંગ વઘુ પડતા સભાન, એવર, સચેત, જાગ્રત એટેન્ટીવ તથા ફોકસ્ડ હોય છે. જેને લીધે જ તેઓ તે અનુભવથી વંચિત રહી જાય છે. તેમનું મન સતત કેટલું સ્ટ્રોંગ ઇરેકશન આવ્યું, યા કેટલી પ્રબળ ચરમસીમા અનુભવાય તેની ગણતરી યા કમ્પેરીઝન કરવામાં જ વ્યસ્ત રહી જાય છે. આ બાબતની ખૂબી એ છે કે સારા ઉત્થાન આ ઓર્ગેઝિનક પ્લેઝર માટે સૌ પ્રથમ વ્યક્તિએ તેના ઉપરથી ઘ્યાન હટાવીને દૂર કરી દેવું જોઈએ. આ નિષેધ પ્રળાય તો ઉત્તમ કામાનંદ પામી શકાય છે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved