Last Update : 25-April-2012, Wednesday

 

એવું ‘કવિપણું’ ક્યાં છે ?

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

ઉત્તમ સમાજને એનાં પોતાનાં શ્રદ્ધાસ્થાનો હોય છે. સમયે સમયે એવો સમાજ પોતાનામાં કશુંક ખૂટતું જુએ છે ત્યારે તે પેલાં શ્રદ્ધાસ્થાનો પાસે પહોંચી જાય છે, ત્યાંથી બળ મેળવે છે અને એમ એની ખુદની તંદુરસ્તી જાળવી રાખે છે. કહો કે, એવાં શ્રદ્ધાસ્થાનો એની સાચી નોળવેલ છે. કયારેક કૃષ્ણમાં કે રામમાં બન્યું છે તેમ, તે પોતાના સમયમાં અને પછી પણ યુગો સુધી પ્રેરણા આપી રહે તેવાં પાત્રો પુરવાર થયાં છે. ગાંધીજી પણ એવું શ્રદ્ધાસ્થાન પુરવાર થયા છે. આવાં બીજા અનેક નામો વિવિધ ક્ષેત્રે, વિવિધ દેશે આપણે ગણાવી શકીએ. એવાં શ્રદ્ધાસ્થાનોમાંથી મળતી પ્રેરણા એ સમાજને એક નવી ઓળખ તો આપી રહે છે પણ નવો રાહે ય ચીંધે છે. આવા શ્રદ્ધાસ્થાનોમાં કવિનું પાત્ર પણ છે. કવિતા તો ઘણા માણસો લખે છે પણ દરેક લખનાર કવિ હોવા છતાં શ્રદ્ધાસ્થાન બની જતો નથી. તે માટે તે કવિ તો હોય જ સાથે ઉમદા- ઉત્તમ માનવી પણ હોવો જોઈએ. ઉત્તમ સમાજ માટેની તેની મથામણ પણ હોવી જોઈએ. પ્રજાચેતનાનો દીપ જલતો રહે તેની તે ચંિતા પણ કરતો હોવો જોઈએ. તેનાં કાવ્યો કે લખાણોમાં પોતાના સમયનું નીરક્ષીર ચિત્ર હોય તો સાથે ભવિષ્યના કંપ પણ તેમાં હોય. બહેતર સમાજ, બહેતર મનુષ્ય માટેની તેની લગની હોય. વ્યાપક ભૂમિકા ઉપર ઉભા રહીને તે તેની કામગીરી બજાવતો હોવો જોઈએ.
કવિ કવે તો ખરો જ પણ સાથે કુંજન પણ કરતો હોવો જોઈએ. વાગીશ્વરીની તેની અર્ચના હંસ જેવી વિવેકપૂર્ણ હોવી ઘટે. દૂધનુ દૂધ અને પાણીનું પાણી એ કરી આપનાર હોવો જોઈએ. તેનું નિવાસસ્થાન કોઈ ચંદનમહેલમાં ન હોય પણ પ્રજાનું હૃદય હોય. લોકાલય અને કાવ્યાલય બંને એકબીજામાં ઓગળી ગયેલાં હોવાં જોઈએ. આવો કવિ ત્રિકાળમાં હરફર કરતો હોય છે એનો અતીત ખંડેર જેવો હોય તો પણ તેની નજર તો કશા ઉત્તમ પર જ હોય આવનાર પ્રજાને માટે તે નવાં નવાં સ્વપ્નો લઈને આવતો હોય. વાસ્તવની પીઠિકા નબળી હોય તો પણ ભવિષ્યને તે લક્ષમાં રાખીને આગળ વધતો હોય છે તેવો કવિ સાચા અર્થમાં ક્રાન્તદર્શી હોય છે. આખી પ્રજા એવા કવિ તરફ મીટ માંડીને બેઠી હોય છે તેના શબ્દો અને સ્વપ્નોમાં એવી પ્રજા પોતાનો વર્તમાન અને પોતાનો ભવિષ્ય ખોળતી હોય છે. આત્માના પીયૂષ એવી પ્રજા એના કવિમાંથી- શ્રદ્ધાસ્થાનમાંથી મેળવ છે.
આવું ‘કવિપણું’ દોહ્યલું છે. એવા કવિ માટે કવિ હોવું એ જ મોટી બાબત હોય છે તે કોઈની સાડાબારી રાખતો નથી તેનું જીવન યદ્યચ્છાથી સભર હોય છે. પ્રકૃતિએ તે બિન્દાસ હોય છે કોઈને ગમવા માટે તે નમતો નથી તેનો રસ અમુક ધર્મ કે અમુક પ્રજા- દેશમાં હોતો નથી તેનું સંચરણ સમસ્ત મનુકૂળ માટેનું હોય છે, તેની ઊર્ઘ્વ ગતિ માટેનું હોય છે. તેન ખુમારી જ જુદી હોય છે. એ ખુમારી કવિની હોય છે અને એવા કવિ માટે એનું કવિપણું રાજાપાટથી પણ અદકેરું હોય છે. એ લહેરી અને મસ્ત જીવ માટે કવિતા સિવાયનું સઘળુ તુચ્છ હોય છે. અર્વાચીન કાળમાં ગુજરાતે એવા પોતાના કવિનું દર્શન ન્હાનાલાલમાં કર્યું. પ્રજાએ એવા કવિને સ્વયં સામેથી ‘કવીશ્વર’નું બિરુદ આપ્યું. રાજવી કવિ તરીકે એમનો સ્વીકાર કર્યો. આવા કવિઓએ, ભલે એવાઓની સંખ્યા ઘણી ઓછી હોય પણ તેમણે જ પ્રજાને ટકાવી રાખી છે, પ્રજાને ઊંચુ નિશાન શુ છે તે સમજાવ્યું છે, ઊંચુ જીવન શું છે તે દર્શાવ્યું છે. એમની કવિતાએ અનેકોને ઉત્સાહિત કર્યા છે, જીવનમાં ઉલ્લાસ શું છે અથવા જીવન જ ઉલ્લાસ બની રહે - તેવો મર્મ તેમણે અંકે કરાવ્યો છે.
ન્હાનાલાલ જેવા કવિની હમણાં જ ગુડી પડવાને દિવસે જન્મ જયંતી ઉજવાઈ આજે એકસો પાંત્રીસ વર્ષ પછી પણ કવિને વાંચીએ છીએ ત્યારે જીવનમાં નવા નવા રૂપો તેમાંથી પ્રકટી આવતા જોવાય છે. પયગંબરી છટામાં એ કવિએ જીવનના અનેક સત્યોને હસ્તામલકવત્‌ કરી આપ્યાં છે. આવા કવિની કવિતા પ્રજાની મોંઘેરી મિરાંત બની રહેતી હોય છે. ન્હાનાલાલનું ‘કવિપણું’ ન્યારા પ્રકારનું રહ્યું છે. તેમની ચંિતા, જગત ઊંચે ચઢે છે કે કેમ ? - એ મૂળ પ્રશ્નની આસપાસ રહ્યા કરતી હોય છે એમાં કવિઓ માટે કવિના થોડાક શબ્દો હોતી નથી, થોડીક છંદાદિની ગૂંથણી પણ નથી હોતી તેઓ કોરો કાગળ ભરવાનું એ સાધન પણ નથી. કવિતા તેમના માટે સઘળું છે. જીવન અને જીવનથી પણ આગળની વસ્તુ હોય છે કોઈ આંકડા પરિધ કે સીમા ઉપર ઉભા રહીને એવો કવિ ક્યારેય લખતો નથી. ન્હાનાલાલની જેમ એવો કવિ કવિતાને વિશ્વની રસપ્રભા અને પરબ્રહ્મની આનંદકથા લેખતો હોય છે. તે જે કાંઈ સામગ્રીરૂપે લઈ આવે છે, જેનું પણ ગાન કરવા તૈયાર થાય છે તેને તે ‘દીઘું વિધિએ તે પીઘું’ તેવા ગૌરવ સાથે સ્વીકારે છે. કવિએ ઉત્સાહી પ્રેરણાભર્યા, પરમ શ્રેય દાખવતા કલ્યાણસ્તોત્રો રચવાના છે એવી પણ ન્હાનાલાલ જેવા કવિની સ્પષ્ટ સમજ હતી. ન્હાનાલાલે તો સ્પષ્ટરૂપે સ્વીકારેલું જ કે ‘રસકલામાં હું ધર્મકલા ગૂંથીશ.’ બીજા શબ્દોમાં કહીએ તો રસકલા અને જીવનકલાને એકબીજાની પડખે જ આવા કવિઓ રચતા રહે છે. ન્હાનાલાલને તો પ્રખ્યાત નિબંધકાર એમર્સનનું પેલું વિધાન હંમેશા ચાવીરૂપ લાગ્યા કર્યું છે. તેણે કહ્યું હતું કે, કવિ તેના દર્શનથી - ફૈર્જૈહ થી ઓળખાય છે. આ વિધાન જેટલું ન્હાનાલાલને માટે પ્રયોજી શકીએ તેટલું જ મિલ્ટન કે રેનિસન જેવા કવિઓ માટે પણ પ્રયોજી શકીએ. આપણા ટાગોર જેવા કવિએ પણ દુનિયાને એવા જ એક નવા દર્શનથી ભરી દીધી છે.
આપણા સમયમાં આવા શ્રદ્ધાસ્થાનોનો અભાવ આપણને ખટકી રહ્યો છે. સાહિત્ય- રાજકારણ- ધર્મ કે અન્ય ક્ષેત્રે પણ શ્રદ્ધાસ્થાનોનો આજે એવો દુષ્કાળ પ્રવર્તે છે. તંદુરસ્ત સમાજનું આપણું સ્વપ્ન એવાં શ્રદ્ધાસ્થાનો વિના સાકાર કેવી રીતે કરીશું ?

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved