Last Update : 25-April-2012, Wednesday

 

...ઔર જરા સી દે દે સાકી, ઔર જરા સી !

પ્રાઈમ ટાઈમ

મહિલા રાષ્ટ્રપ્રમુખ, મહિલા સુપર પીએમ, મહિલા સ્પીકર, મહિલા મુખ્ય પ્રધાન, મહિલા પાઇલટ, મહિલા એંજિન ડ્રાઇવર, મહિલા પાઇલટ, મહિલા પોલીસ કમિશનર, મહિલા.....જાને ભી દો યારોં, આ યાદી તો બહુ લાંબી થઇ જાય. મોટા ભાગની મહિલાઓ એવો દાવો કરશે કે પુરુષ પ્રધાન સમાજમાં અમે પુરુષોના કેટલા બધા વ્યવસાય પર કાબુ જમાવી દીધો છે ! પરંતુ વેઇટ અ મિનિટ, અહીં તો એક એવી મહિલાની વાત કરવી છે જેણે ખરેખર ચેલેંજ સ્વીકારી છે. એવી ચેલેંજ જે સહેલાઇથી બહુ ઓછી મહિલા સ્વીકારે. આ એક એવી બંગાળણ છે જે વિશ્વની કોઇ પણ ફાઇવ સ્ટાર હૉટલના બારટેન્ડરની આંખોમાં આંખ નાખીને, આંખના પલકારામાં કહી દે કે તમે બનાવેલો કોકટેઇલ બુલ્સ શીટ છે. (બુલ્સ શીટ અમેરિકી સ્લેન્ગ કે અપશબ્દ છે.) એક મહિલા અને એ પણ બારટેન્ડર તરીકે વિશ્વની ટોચની વ્યક્તિ ! ન ભૂતો ન ભવિષ્યતિ. યસ સર. એક બંગાળી મહિલા દુનિયાભરના શરાબ ઉત્પાદકો અને શરાબ-પીરસણિયાઓ અર્થાત્‌ બારટેન્ડરનો ઉર્ફે સાકીનો કાન પકડી શકે એવી નિષ્ણાત છે.
સહેજ નવાઇ લાગે એવી વાત છે. બાર ડાન્સર હોય, ડાન્સના બહાને બેડોળ અંગભંગિમા કરીને શરાબના નશામાં ઝૂમતા લોકોનાં ગજવાં ખાલી કરી દે એવું બને પરંતુ વિશ્વના ઉત્તમોત્તમ શરાબની પરખ કરી શકે અને ભલભલા શરાબ શૉખીનો મુગ્ધ થઇ જાય એવું કોકટેઇલ બનાવી આપે એ તો કરોડોમાં એક જ હોય ને ! યસ, એનું નામ છે શતભિ બસુ. એનું નામ એની ઓળખ છે. જે લોકો ખરેખર વિદેશી શરાબના બંધાણી છે એવા લોકો પણ શતભિના અભિપ્રાયને આદરભેર સ્વીકારે છે. આમ તો મુંબઇની એક પ્રતિષ્ઠિત સંસ્થામાં ૧૯૮૦ના બેચમાં શતભિએ હૉટલ મેનેજમેન્ટનો ડિપ્લોમા લીધો હતો. પરંતુ એને સ્ટુઅર્ડ કે મેનેજર થવામાં રસ નહોતો. એને એવું કંઇક કરવું હતું જે અગાઉ કોઇ ભારતીય મહિલાએ કરવાની હંિમત ન કરી હોય. એ ચેલેંજંિગ સ્વભાવમાંથી એ વિશ્વની શ્રેષ્ઠ બારટેન્ડર બની. રખે એમ માનતા કે ક્યારેક કોઇ બંધાણી એની સામે આંખ મીંચકારે તો એ ચૂપચાપ સહન કરી લે. એ કરાટેની બ્લેક બેલ્ટ છે.
મુંબઇમાં રિવાઇવલ રેસ્ટોરાંમાં એ બારટેન્ડર છે એટલું જ નહીં, એ બારટેન્ડર તૈયાર કરવાની એક માત્ર ભારતીય ઇન્સ્ટીટ્યુટ ‘સ્ટર’ (જી્‌ૈંઇ) ની સ્થાપક-પ્રિન્સિપાલ છે. અહીં એ દેશી-વિદેશી શરાબ શી રીતે ઓળખવા, કઇ બ્રાન્ડ સાથે અમુક બ્રાન્ડ મેળવીને ઉત્તમ કોકટેઇલ તૈયાર કરી શકાય, દુનિયાભરના શરાબ, વગેરેની તાલીમ આપે છે. એટલું જ નહીં, એણે શરાબની મિલાવટ-મિશ્રણ વિશે ઉત્તમ પુસ્તક લખ્યું છે જે શરાબની દુનિયાનું બાઇબલ ગણાય છે. પુસ્તકનું નામ પણ સરસ છે- ‘ધ કાન્ટ ગો રોંગ બુક ઑફ કોકટેઇલ્સ.’ આ દળદાર પુસ્તક ગરમાગરમ ભજિયાંની જેમ વેચાયું છે અને હજુ ય એની ડિમાન્ડ એવી ને એવી છે.
રસપ્રદ વાત એ છે કે શતભિએ ડિપ્લોમા લીધા પછી મુંબઇની ફાઇવ સ્ટાર હૉટલ સેન્ટોરમાં ટ્રેની શેફ (રસોઇયો કે બાવર્ચી) તરીકે નોકરી સ્વીકારી હતી. પરંતુ થોડા જ સમયમાં એ કંટાળી ગઇ. એને તો કંઇક જુદું કરવું હતું. એટલે ડ્રીન્કસ્‌માં રસ પડ્યો. ચોપસ્ટીક્સ રેસ્ટોરાં, હૉટલ ફિડાલ્ગો, હૉટલ સેન્ડસ્‌ વગેરેમાં ફરતી રહી. ઘણાને લાગતું કે આ છોકરી ક્યાંય ઠરીને ઠામ નહીં થાય. પરંતુ શતભિ જાણતી હતી કે એને શું જોઇએ છે. મંજિલ ન મળે ત્યાં સુધી રઝળપાટ કરવાની એની તૈયારી હતી. એ રઝળતાં રઝળતાં ક્યારે એ પોતાની મંજિલ સુધી પહોંચી ગઇ એની એને પોતાને જાણ ન રહી. પછી તો એક તરફ પ્રયોગો અને બીજી તરફ લેખન. એના શરાબ વિશેના પુસ્તકનું કદ પણ ખાસું ટ્રે જેવડું મોટું છે. આજે તો એ પોતે પણ ૪૭ વરસની વયે થોડી સ્થૂળ થઇ ગઇ છે. પરંતુ એની આંખોની ચમક એવી ને એવી જ છે. શરાબ શબ્દ સાંભળે અને એનાં રુંવાડાં ઊભાં થઇ જાય છે. એક પ્યાલીમાં તમે એને દુનિયાના કોઇ પણ દેશનો કોઇ પણ બ્રાન્ડનો શરાબ આપો. ચમચીભર ચાખીને એ તમને શરાબની આખીય વંશાવલિ સંભળાવી દે. એની બનાવટની રેસિપી સંભળાવી દે. એ શરાબનું કોકટેઇલ શેની સાથે બેસ્ટ થાય એની પણ વાત કરી દે. અને તમે શૉખીન હો તો એકાદ કોકટેઇલની મોજ પણ કરાવી દે. જો કે એ પોતે આટઆટલા વરસોના અનુભવ પછી બંધાણી નથી બની ગઇ એ પાછું એેક જુદું આશ્ચર્ય છે. પણ એ તો ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન જેવી વાત છે ! શતભિ પોતે એક હરતું ફરતું વિસ્મય જ છે.
- અજિત પોપટ

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved