'ટાઇગર બુદ્ધિસ્ટ ટેમ્પલ':થાઇલેન્ડમાં દેવી દેવતાના બદલે વાઘની પૂજા થાય છે

 

 

 

વિશ્વભરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો બન્યા છે. પણ થાઇલેન્ડના કર્ણચનાબુરી પ્રાંતમાં આવેલું એક મંદિર બાકીના તમામ મંદિરો કરતાં ઘણું અલગ તેમજ અનોખું છે. આ મંદિર 'ટાઇગર બુદ્ધિસ્ટ ટેમ્પલ' તરીકે ઓળખાય છે. મંદિરમાં રહેતા વાઘ સાથે ઉભેલા બૌદ્ધ સાધુ નજરે પડે છે. અહીં વાઘનું પુરતું ધ્યાન રખાય છે. અને તેને 'રમવા' માટે જળાશયો સહિતની વ્યવસ્થા છે. રખેવાળો પણ વાઘ સાથે જરા પણ ડર વગર 'ધીંગા મસ્તી' કરતાં હોય છે. વાઘની પાંખી વસ્તી ધરાવતા ૧૩ દેશોમાં થાઇલેન્ડનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે એક સદી પહેલા વાઘની વસ્તી ૧ લાખ જેટલી હતી જે આજે ઘટીને ૩૨૦૦ સુધી આવી ગયાનો અંદાજ છે.