આકાશ બાદ હવે એટિટ્યુડ દક્ષાટેબ્લેટ કોમ્પ્યુટર આવશે

 

-૧૫મી મેથી બજારમાં મળતી થશે

 

-આકાશ-ટુની તૈયારી શરૂ થઇ

 

નવી દિલ્હી તા.૨૫

 

 

ટેક્‌નોપાર્ક કંપની ટેલ્મોકો ડેવલપમેન્ટ લેબએ રૂા.૫,૩૯૯ ની કંિમતે મળે એવું બીજું ટેબ્લેટ કોમ્પ્યુટર બજારમાં મૂક્યું હતું. ૧૫મી મેથી એ પૂરતી સંખ્યામાં મળતું થઇ જશે. અગાઉ કેન્દ્રના માનવ સંસાધન વિકાસ ખાતાના સહકારથી આ કંપનીએ આકાશ ટેબ્લેટ બજારમાં મૂકી હતી.

 

જો કે હવે આકાશ ટુની તૈયારી શરૂ થઇ હોવાનું કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે સોંઘાં કોમ્પ્યુટર્સ બજારમાં મૂકવાની પહેલ આ કંપનીએ કરી હતી. મંગળવારે બજારમાં મૂકાયેલી નવી ટેબ્લેટને એટિટ્યુડ દક્ષા નામ આપવામાં આવ્યું હતું, આ ટેબ્લેટ રૂા.૫,૩૯૯ની કંિમતે મળતું થશે.

 

અત્યાર અગાઉ કેન્દ્રના માનવ સંસાધન વિકાસ ખાતાના સહયોગથી આ કંપનીએ ફક્ત રૂા.૨૫,૦૦માં મળે એવું આકાશ ટેબ્લેટ બજારમાં મૂક્યું હતું. ‘સરકારના સહયોગથી અને મોટી સંખ્યામાં વિપુલ ઉત્પાદનના પગલે એટિટ્યુડ દક્ષા આકાશ-ટુની સામે સ્પર્ધામાં ટકી જશે’ એેવો અભિપ્રાય ટેક્‌નોપાર્કના રજિસ્ટ્રાર કે સી ચંદ્રશેખરન નાયરે વ્યક્ત કર્યો હતો.